Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) ‘અમરપ્રભસૂરિ’ કૃત ‘‘શત્રુંજય ચૈત્ય પરિપાટીસ્તોત્ર'
પ્રથમ સંપાદકે વર્ષો પહેલાં ઉતારી લીધેલું આ સંસ્કૃતભાષાનિબદ્ધ સ્તોત્ર ઘણી દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સુરાષ્ટ્રાલંકાર શત્રુંજયપતિ ભગવાન્ યુગાદિદેવના મહાતીર્થમાં રહેલાં ચૈત્યો સંબંધમાં ઉપલબ્ધ કૃતિઓમાં આ સૌ પહેલી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી સ્તોત્રાત્મક એવું ચૈત્યપરિપાટી રૂપી કૃતિ છે. સં ૧૩૬૯ / ઈ સ ૧૩૭૧૭ માં થયેલ તીર્થભંગ પૂર્વેની આ રચના હોઈ, તેનું મૂલ્ય સ્વમેવ વધી જાય છે. કૃતિની રચનાનો સંવત ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦ બતાવ્યો હોઈ તે ભંગ પશ્ચાત્ લખાયેલા (આ સામયિકમાં પ્રકાશિત) ‘‘પુંડરીકશિખરીસ્તોત્ર'' તેમજ ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિના સુપ્રસિદ્ધ ‘શત્રુંજયકલ્પ' (સં૰ ૧૩૮૫ / ઈ સ ૧૩૨૯) અતિરિકત મેરુત્તુંગાચાર્ય કૃત “પ્રબંધ ચિંતામણિ’ (સં. ૧૩૬૧ / ઈ સ ૧૩૦૫)થી પણ પૂર્વેની કૃતિ હોઈ, તપાગચ્છીય ધર્મકીર્ત્તિગણિ (ધર્મઘોષસૂરિ)ના શત્રુંજયકલ્પ (પ્રાય: ઈ. સ. ૧૨૬૪)ની જેમ શત્રુંજયતીર્થની ઇતિહાસ-વિષયક વેષણામાં તેની ઉપયુકતતા સ્પષ્ટતયા સવિશેષ બની રહે છે.
સં૰ (સ્વ.) અગરચંદ નાહટા
મધુસૂદન ઢાંકી
કૃતિના અંતિમ ચરણમાં કર્તાએ પોતાનું નામ કેવળ “આનન્દસૂરિગુરુના શિષ્ય' એટલું જ બતાવ્યું છે : પણ પ્રતિની સમાપ્તિ-નોંધમાં ‘‘અમરપ્રભસૂરિકૃત'' કહ્યું છે, આથી પ્રતિલિપિકારને મૂળ કર્તાની જાણ હોય તેમ લાગે છે. ધર્મઘોષસૂરિગચ્છીય આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની એક અન્ય કૃતિ, ત્રિભુવનતીર્થમાળા (અપભ્રંશ ભાષામાં નિબદ્ધ), મળી આવી છે, જેનો રચનાકાળ સં૰ ૧૩૨૩ / ઈ સ ૧૨૬૭ છે': જ્યારે સાંપ્રત કૃતિ તેનાથી ત્રણ જ વર્ષ બાદ રચાયેલી હોઈ, સંદર્ભગત આનન્દસૂરિ તે રાજગચ્છીય ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થઈ ગયેલા આનન્દસૂરિ, અને અહીં અધ્યાહાર રહેલ ‘શિષ્ય’ તે પ્રતિલિપિકારે સૂચવ્યા મુજબ અમરપ્રભસૂરિ જ હોવા અંગે શંકાને ભાગ્યે જ સ્થાન છે.
કર્તાએ આ સ્તોત્ર દશ જ પદ્યમાં બાંધ્યું છે. એકથી નવ પદ્ય શાદૂર્લવિક્રીડિત છન્દમાં છે, જ્યારે છેલ્લું પદ્મ ઉપજાતિમાં હાળ્યું છે. એ છેલ્લા પદ્યમાં ગણિત-શબ્દના પ્રયોગથી (રસ'-લોચન –લોક-ચંદ્ર') રચના-સંવત ૧૩૨૬ (ઈ. સ. ૧૨૭૦) દર્શાવ્યો છે. ત્યાં સ્તોત્ર યાત્રા (પશ્ચાત્) રચ્યાની નોંધ પણ છે.
સ્તોત્રમાં પછીની કૃતિઓને મુકાબલે પદલાલિત્ય અને બંધારણમાં સૌષ્ઠવ ઠેર ઠેર નજરે પડે છે. પ્રથમ પદ્યમાં શત્રુંજય પર્વત સંતિષ્ઠમાન તીર્થપતિ નાભેયદેવની ભાવપૂર્ણ સ્તુતિ કરી, પછીના પદ્યમાં મૂળે ચક્રી ભરતેશ્વરે બંધાવેલ યુગાદિદેવના પ્રાસાદ અને તેના સગર ચક્રવર્તી અને પાંડવો આદિ રાજન્યોએ કરાવેલ ઉદ્ઘારોની સંક્ષેપરૂપે, અગાઉના કાળે પ્રચારમાં આવી ચૂકેલ શત્રુંજય સંબદ્ધ જૈન પૌરાણિક તીર્થંકથાઓનો નિર્દેશ કરી, વિમલાચલેન્દ્રતિલક દેવાધિદેવ આદીશ્વર પ્રભુને ફરીને વંદના દેતા ઉદ્ગારો કાઢ્યા છે. તે પછી, આગળ આવતાં ત્રણ પદ્યોમાં, મુક્તિગિરિ તીર્થરાજ વિમલાચલનો યથોચિત શબ્દોમાં મહિમા ગાયો છે. આ પછીના કાવ્યમાં શત્રુંજય-તીર્થરક્ષક, સંકટહરણ યક્ષરાજ કપર્દીને સ્મર્યાં છે; અને સાતમા પદ્યથી પર્વત પર સ્થિત અન્ય ચૈત્યો સંબંધી વાત કહેવી શરૂ કરી છે. તેમાં પ્રથમ જિનમાતા મરુદેવી, શાંતિજિન, ઋષભ, અને શ્રેયાંસજિનનાં ચૈત્યોનો ઉલ્લેખ કરી, તે પછી તુરત જ નેમિ અને વીજિન(નાં ચૈત્યો)નો ઉલ્લેખ કર્યો છે. જોકે સ્તોત્રકારે આ ચૈત્યોનાં સ્થાનનો નિર્દેશ કર્યો નથી; પણ ચૌદમા-પંદરમા શતકમાં રચાયેલ શત્રુંજયતીર્થ સંબંધી સાહિત્યમાં કહ્યા મુજબ આ બધાં જિનાલયો શત્રુંજયના ઉત્તરથંગ પર અવસ્થિત હતાં. આ પછી સ્વર્ગાધિરોહણપ્રાસાદમાં રહેલ ઋષભજિનને નમસ્કાર કર્યાં છે. (આ
Page #2
--------------------------------------------------------------------------
________________
સંત (સ્વ.) અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી
Nirgrantha
સ્વર્ગારોહણપ્રાસાદ અનુપમા-સરોવરને કાંઠે, મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૭૯માં થયેલ સ્વર્ગાગમન બાદ, ત્યાં દાહભૂમિ પર મંત્રીબંધુ તેજપાળ તેમજ વસ્તુપાળ-પુત્ર ચૈત્રસિંહે મંત્રીશ્વરના સ્મરણમાં બંધાવેલો હોવાનું અન્ય ઘણાં પ્રમાણોથી સિદ્ધ છે3.) સ્તોત્રકાર વચ્ચે આવતા અનુપમા-સરોવરનો ઉલ્લેખ કર્યા સિવાય હવે દક્ષિણ શ્રૃંગનાં ચૈત્યોની વાત કહેવી શરૂ કરે છે. ત્યાં (વ્યાઘ્રીપ્રતોલી = વાઘણપોળ, જે મંત્રીશ્વર વસ્તુપાળે ઇ. સ. ૧૨૩૦ના અરસામાં બંધાયેલી તેમાં) પ્રવેશતાં, દષ્ટિગોચર થતાં (સ્તંભનાધીશ)પાર્શ્વ, ઇન્દ્રમંડપ, જિનસુવ્રત, રૈવત(પતિ, નેમિનાથ), અને સત્યપુરેશ્વર વીરનાં મંદિરોનો ઉલ્લેખ કરે છે, અને તે બધાં વસ્તુપાળે કરાવેલાં તેવો સ્પષ્ટ નિર્દેશ પણ ત્યાં આવે છે. આ પછી (આદીશ્વર ભગવાનની ટૂંકમાં આવેલા) સીમંધરાદિ વિદેહક્ષેત્ર-સ્થિત વર્તમાન જિનો (વીસ વિહરમાન), નંદીશ્વરપ્રાસાદ, પાંડવો (ની પ્રતિમાઓનો પટ્ટ), કોટાકોટિ-જિનાલય, ચરણપાદુકા, અને લેપમયી ત્રેવીસ (જિન) પ્રતિમાઓનો ઉલ્લેખ કરે છે. સ્તોત્રકારે અહીં ચૈત્યોનો ક્રમ કયાંક કયાંક ઉત્ક્રમ્યો છે: જેમકે ભૃગુપુરાવતાર જિન મુનિસુવ્રત અને સત્યપુરાવતાર વીરનાં મંદિર આદીશ્વર-ભગવાનની ટૂકમાં હતાં; જ્યારે નંદીશ્વર-પ્રાસાદ વાઘણપોળની સામે ઇન્દ્રમંડપની પાસે કયાંક હતો. એમ જણાય છે કે છન્દના મેળ અને લય સાચવવા સ્તવનકારે ક્રમવારીનો થોડોક ભોગ આપ્યો છે. સ્તોત્રકાર ઉલ્લિખિત આ વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ રચનાઓમાં વસ્તુપાલના સમકાલિક લેખકો કોટાકોટિ ચૈત્ય, સીમંધરાદિ વીસ વિહરમાન જિન, ચરણપાદુકા, તેમજ ૨૭ લેપમયી પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા નથી. આથી સંભવ છે કે આ બધી વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ કૃતિઓ વસ્તુપાળના સમય પશ્ચાત્ અને આ સ્તોત્રની રચના વચ્ચેના ગાળામાં બની હોય. (કોટાકોટિચૈત્ય તો માલવમંત્રીરાજ પેથડે બનાવ્યાનું અને એથી ઇ સ૦ ૧૨૬૪ના અરસામાં કરાવ્યાનું સુનિશ્ચિત છે જ.) આ પછી નવમા શ્લોકમાં આદીશ્વરના (મૂળગભારામાં) ડાબી બાજુએ રહેલ ગણધર પુણ્ડરીકની યથોચિત સ્તુતિ આદીશ્વર ભગવાન સમેત કરી છે.
૩૨
અંતિમ પદ્યમાં કર્તાએ આગળ કહ્યું તેમ પોતાની ટૂંકમાં ઓળખાણ આપી છે, અને રચના-સંવત નિર્દેશ્યો છે. આ મધુર અને સુલલિત સંસ્કૃત રચના શત્રુંજય સંબંધમાં સંપ્રતિલભ્ય રચનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન લેશે.
ટિપ્પણો
(૧) આ હકીકત કયાંથી નોંધેલી તે સ્રોતને લગતી નોંધ આ પળે હાથવગી ન હોઈ તેનો નિર્દેશ અહીં દઈ શકાયો નથી.
(૨) વિગત માટે જુઓ દ્વિતીય સંપાદકનો લેખ : ‘A Propos of the Image of Jina Rsabha with Nami and Vinami on Satrunjaya Giri'', Aspects of Indian Art and Culture {S. K. Saraswati Commemoration Volume), Eds. Jayant Chakrabarty and D. C. Bhattacharya, Calcutta 1983, pp.56-63, figs 7-9.
श्रीशत्रुंजयचैत्यपरिपाटीस्तोत्रम्
(શાર્દૂલવિક્રીડિતમ્)
मोहध्वान्त वितानतानवनवप्रोद्भासिभानुप्रभं चिन्तातीतफलप्रदानविधये चिन्तामणिः प्राणिनाम् । वलोकन एवदत्त परमानंदं मुदा मेदुरः श्रीशत्रुंजयपर्वते जिनपतिं नाभेयदेवं स्तुवे ॥१॥
पूर्वं श्रीभरतेश्वरेण भरतक्षेत्रक चूडामणौ शैलेऽस्मिन् स्वकुलावचूल चरितः स्वामी स्वयं कारितः । यस्योद्धारमकारयत् स सगरस्ते पाण्डवाद्या नृपाः तं वन्दे विमलाचलेन्द्रतिलकं देवाधिदेवं प्रभुम् ॥२॥
Page #3
--------------------------------------------------------------------------
________________ Vol. 1-1995 धर्मोपछिी .... देव त्वद्वदनावलोकनयनप्रोद्भदहर्षाश्रुभिः / / सिक्तो मे हृदयालवालवलये पुण्यैः पुराणै: पुरा / न्युप्तस्त्वन्नमने मन्दोस्थतरः सोऽयं तु रोमोगमै र्जातांकुर इव क्षणेन फलितः श्रेयः फलेदद्धतम् / / 3 / / पूर्णाः अद्य मनोरथाः शुभकथा जाता: प्रथा सर्वथा दत्तो दुःखजलांजलि: कलिमल: काले कलौ क्षालितः। तीर्णोयं भवसागरः शिवपुरी दूरेणयस्मान्नगानागात्कस्यचनपि पूर्वमपि हि स्वामिभवद्दर्शनात् // 4 // मुक्तं यत्स्वगृहं ग्रहः स हि महामोहस्यमुक्तो महा(नध्वाक्तामि यादेष) दुस्तरतरः प्राप्तः स मार्ग: शिवः / आरूढं विमलाचलं यदिह तत् प्रोच्चैर्गुणस्थानक दृष्टं त्वत्पदपङ्कजं च परमानंदं पदं तन्मया / / 5 / / साक्षाद्रक्षितदक्षताहितमतिर्यक्षः कपीभवत् पादाम्बोजमधुव्रतः प्रतिपदं जायात् स शत्रुञ्जये। यस्त्वन्नामनिकामसादरमते: संघस्य यात्राक्षणे मार्गे दुर्गासरित्सचौरचरटारण्येपि साहायकृत् // 6 // आदौ श्रीमरुदेवि-शांति-ऋषभ-श्रेयांस-चैत्यं ततो नेमि-वीरजिनं प्रणम्य ऋषभं स्वर्गाधिरोहे स्थितम् / पार्श्व नौमि तमिन्द्रमण्डपगतं श्रीसुव्रतं रैवतं वीरं सत्यपुरेश्वरं विरचितं श्रीवस्तुपालेन च // 7 // भक्त्य स्तौमि विदेहमण्डनजिनान् सीमंधराद्यानपि श्रीनन्दीश्वरमत्र चित्रजननं चाष्टापदं पाण्डवान् / कोटाकोटि-जिनानथो विहरतो वंदे प्रभोः पादुकान् नानालेप्यमयान् कृतान् जिनवरानत्र त्रयोविंशति / / 8 / / वामं भ्राममकामकामविलसन् सत्पुण्डरीकादितस्त्रस्तोऽहं भवकानने मुनिमनः सत्पुण्डरीकांशुभत् / त्वामेकं शरणं करोमि भगवन् श्रीपुण्डरीकान्वितं भक्त्या सेवककल्पपादप विभोः श्रीपुण्डरीकाचले / / 9 / / (उपजाति) संवत्सरे सरस-लोचन-लोक-चन्द्रे चैत्येषु चैत्र बहुलाष्टमीवासरे च / सानंदमादिजिनमत्र विधाय यात्रामानन्दसूरिगुरु-शिष्यलवः स्तवीति // 10 // // इति श्रीशत्रुञ्जयचैत्य परिपाटीस्तोत्रम् श्री अमरनभरिकृतम् //