Book Title: Settujja Chetta Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249318/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લખપતિ કૃત “સેતુજ ચેન્નપ્રવાડિ” સં. મધુસૂદન ઢાંકી શત્રુંજય તીર્થ સંબંધી અધાધિ પ્રાકત-અપભ્રંશ અને જની ગુજરાતીની મળી સાતેક જેટલી ચૈત્યપરિપાટિઓ પ્રકાશિત થઈ છે. તેમાં બૃહદ્ર તીર્થમાલાઓ, કે જેમાં સાથે સાથે શત્રુંજયેતરતીર્થોનો પણ સમાવેશ છે, તેને અહીં ગણવામાં આવી નથી.) સંઘ-સહયાત્રા કે એકાકી યાત્રા કરનાર શ્રાવક-કવિઓ અને મુનિ-મહાત્માઓ દ્વારા ખાસ શત્રુંજયનાં જ દેવમંદિરોને વંદના દેતી ચૈત્યપરિપાટિઓમાં સાંપ્રત સેતુજચૈતપ્રવાડિ (ાગુંજય ચૈત્યપરિપાટિ)થી એકનો વધારો થાય છે. આ ચૈત્યપરિપાટ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંની પ્રતિ ક્રમાંક ૮ર૮૫ ઉપરથી ઉતારવામાં આવી છે. પ્રતિલિપિ (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે સંપાદનાથે તૈયાર કરી આપેલી, જેનો અહીં સાનન્દ સાભાર ઉલ્લેખ કરું છું. પરિપાટિકારે અંતભાગે પોતાનું નામ લખપતિ’ આપ્યું છે. ઉપલબ્ધ સાધનો દ્વારા હાલ તો આ કવિ વિશે માહિતી લભ્ય નથી બની. પ્રવાડિની ભાષા સોળમા શતકની હોવાનો મારા (ભૂતપૂર્વ) સહકાર્યકર મિત્ર દાવ રમણીકલાલ શાહનો અભિપ્રાય છે, જેને અન્ય લિપિ-તજજ્ઞ મિત્રો થકી પણ સમર્થન મળ્યું છે. પરિપાટિની શરૂઆતમાં કવિ લખપતિ સેતુજસામી’-યુગાદિપ્રભુ–નું આહ્વાન કરી, (યાત્રાર્થે) શત્રુંજયને પંથે પ્રયાણભાન થાય છે : (૧-૨), તેમાં સૌ પ્રથમ પાલિતાણામાં અને ત્યાં પરિસરમાં રહેલ ત્રણ પ્રસિદ્ધ મધ્યકાલીન જિનમંદિરો-પાર્ષજિનેશ્વર, લલિતા સરોવરને તીરે રહેલ ‘વીરપ્રભુ,' અને (તળેટીથી ઉપરના ભાગે સ્થિર) ભગવન્નેમીનાં દર્શન કરી, પાજ ચડીને મરુદેવીની ટૂંકે પહોંચે છે. ત્યાં માતા ‘મરુદેવી', 'કપડજખ'(કપર્દદક્ષ), ને જિન ‘સંતિ'(શાંતિનાથ)ને વાંધા (૨-૩) પછી ‘અણપમ સરોવર' (અનુપમા સરોવર) તરફ જાય છે. ત્યાં (મંત્રી તેજપાલ નિર્મિત) “સરગારોહણ” (મંત્રી વસ્તુપાલના સ્મરણમાં બંધાયેલ “સ્વર્ગારોહણ - પ્રાસાદ')માં “આદિ પ્રભુ” પ્રમુખ ચાર બિંબનાં દર્શન કરી (સીધા જ આદીશ્વરના) "સહદુવાર’(સિંહદ્વારે) પહોંચે છે : (૪) ત્યાં આગળ મંત્રીશ્વર વસ્તુપાલ સ્થાપિત ‘તિલખું-તોરણ'(તિલક તોરણ) નિહાળ્યાનો આનંદોલ્ગાર કાઢી, આદિદેવના રંગમંડપમાં [ચે છે : (૫-૬), તે ઢાંકણે ‘બાહડમંત્રી મંત્રીરાજ વાડ્મટ) દ્વારા થયેલ ઉદ્ધારનો આછો શો નિર્દેશ કરી, મંત્રી બંધુ ‘વસ્તુપાલ-તેજપાલ'ના ગુણ મરી, દેવાધિદેવ આદીશ્વરસ્વામીની ‘લેપમયી' મૂર્તિનો ઉલ્લેખ કરે છે, ને સ્તવનાત્મક પ્રશંસા કરે છે: (૬-૭) તે પછી ‘ગણહર(ગણધર) પુણ્ડરીક'ને પ્રણમી, કોટાકોટી જિન'ની શૈલમય મૂર્તિઓને નમી, ‘પાંચ પાંડવ,' “ચૈત્યવક્ષ રાયણ,’ અને ‘યુગાદિ’નાં ‘ચરણયુગલને કર જોડ્યા પછી “અષ્ટાપદ', લે૫મથી બાવીસ જિનમૂર્તિઓ, તદતિરિકત વસ્તુપાલના કરાવેલ ‘મુનિસુવ્રત’ અને ‘સાચઉર-વર્ધમાન' (સાચોરીવીર કિંવા સત્યપુર મહાવીર)ને નમસ્કાર કરે છે : (૧૦-૧૧). (આદિનાથનું પ્રાંગણ છોડી પાછા વળતાં થોડું નીચે આવ્યા બાદ) ‘ખરતરવસહી'માં યાત્રિક પ્રવેશે છે. તેના આયોજનના લાઘવ-કૌશલ વિષે થોડીક પ્રશંસા કરી, થોડામાં ઘણું સમાવી દીધું છે કહી, તેટલામાં રહેલ (તેજપાલ કારિત) “નંદીયસર'(નંદીશ્વર પ્રાસાદ), “થંભણપુર-અવતાર (સ્તમ્મનપુરાવતાર પાર્ષ) અને 'ગિરનાર” રવતાવતાર નેમિ)ના પ્રતીક-તીર્થરૂપ મંદિરમાં દર્શને જાય છે. વિતાવતારના મંદિરમાં નેમિનાથ અને તદુપરાંત, અમ્બા, શાબ અને પ્રદ્યુમ્નનાં અવતારતીર્થોનો ઉલ્લેખ કરે છે : (૧૨-૧૩), અને તે પછી સમાપ્તિ યોગ્ય વચન Page #2 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 લખપતિ કૃત “સેતુજનપ્રવાડ” કહી, પોતાનું કર્તુત્વસૂચક લખપતિ’ નામ જણાવી વાત પૂરી કરે છે : (૧૪-૧૫) આ યુગની કૃતિઓમાં સામાન્યત: હોય છે તેવું કાવ્યતત્વ ધરાવતી, આ પંદર જ કડીમાં પૂરી થતી પરિપાટિમાં એવી કોઈ નવી વાત નથી જે ચૌદમા-પંદરમા શતકના તીર્થયાત્રીઓએ ન કહી હોય. ઊલટું કેટલીક વિગતો, જેમકે ખરતરવસહીનું વિગતે વર્ણન નથી, તેમ જ કેટલાંક દેવભવનો, જેવાં કે મરુદેવીની ટૂક પરના છીપાવસહી, મોલ્હાવસહી, અને આદીશ્વર ટૂંકમાં આદિનાથનાં મૂલ્ય ચૈત્યની સનિધિમાં રહેલ વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી. સાંપ્રત પરિપાટિની રચના સત્તરમા સૈકાથી પૂર્વે થઈ હોવા વિષે ભાષા ઉપરાંત અંદર સત્તરમા સૈકાની બે ખ્યાતનામ વાસ્તુ-રચનાઓ-મરુદેવીની ટૂક પરનો ‘સવાસોમા'નો ‘ચૌમુખ પ્રાસાદ' (સં. ૧૬૭૫ | ઈ. સ. ૧૬૧૯) અને વિમળવશી ટ્રકનો મનૌતમલ્લ જયમલ્લજીના ચાર રંગમંડપવાળા મોટા ચતુર્મુખ મંદિર (સં. ૧૬૮૨ / ઈ. સ. ૧૯૨૬) – જેના વિષે અન્યથા સત્તરમા સૈકાના યાત્રિકો અચૂક રીતે કહે છે જ, તેનો ઉલ્લેખ નથી, તે કારણસર વિશેષ પ્રમાણ મળી રહે છે. સોળમા શતકના અંતની અને સત્તરમા સૈકાની પ્રારંભની પરિપાટિઓમાં વિગતો ક્રમશ: ઓછી થતી જાય છે, તે પરિસ્થિતિની આ અગ્રચારી કૃતિ ગણી શકાય. ટિપ્પણ:૧) આની વિગતવાર ચર્ચા મૂળપાઠ સહિત હું મારા The Sacred Hills of Satrunjayagii નામક પુસ્તકમાં કરનાર હોઈ, અહીં વિગતમાં ઊતરવું અનાવશ્ય છે. ૨) અન્ય સૌ પરિપાટિકારો સ્વર્ગારોહણ પ્રાસાદમાં નમિવિનમિ અને નામેય એમ મળી કુલ ત્રણ જ બિંબની વાત કરે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha ‘લખપતિ' કૃત “સેતુજ ચેત્ર પ્રવાડિ” (દેશી ઢાળ) કહીય જગગુરુ (જુ)ગતિઈ જુહારિસ, * મનશુદ્ધિ સેતુજ સામી; તીઈ ભવદુહ પાતગ છૂટિસ, ધ્યાન ધરિસુ પ્રભુ ઈસીસ નામી: બહિનડી અપ્તિ ગુણ ગાઉ. ૧ આદિ જિગ્રેસર ઓલગ લાઉં, સેતુજ વાટડી જાઉં, બહિનડી અ—િ ગુણ ગાઉં. અંચલી. પાલીતાણઈ પાસ જિાણેસર, પય પહિલઉ પણ મેસુ લલતસરોવર લહિરડી તીરઈ વીરિસિઉનેમિ નમેસુ, બહિનડી. ૨ પાજઈ ચડીનઈ માડી દેવિ, વંદિસુ મન ધરી ખંતિ; કોડિઈ કવાડજખ મુખ જોઈસુ, સંતિકરણ જિયઉ સંતિ. બહિનડી. ૩ અણપમ-સરવર પાલિ પ્રવેસિઈ, આદિ પ્રમુખ જિગ રિ; સરગારોહણ રંગ કરી નઈ, પઈસિસ સહદુવારિ. બહિનડી. ૪ તિલખું-તોરણ નયણે પેખી, આણંદ ભયઉ અપાર; મનવંછિત ફલ સામીય પૂરઈ, સેતુજ-ગિરિ-અવતાર. બહિનડી. ૫ રંગમંડપ રંગિ મારું મન મોહિઉ, બાહડ મંત્રિ ઉદ્ધાર; વસ્તિગિ તેજપાલ ગુણગરૂડિ, કોઈ ન પામઈ પાર. બહિનડી, ૬ સૂર-ઉદય (ખિજિ)સઉ એહ વિમલાચલ, સેવઈ (સુ)નર સાથ; હૃદયકમલિ વિકસ તિણિ દીઠઈ, નયણિ નિહાલિસુ નાથ. બહિનડી. ૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 લખપતિ કૃત “સેતુજાહિ” લોચન લેપમઈ સામીય દીઠઉ, ધન્ન દિવસ ભયઉ આજ; આરાસણિ જગ વિરુ થાપી, સમરસર્યા સવિકાંજ. બહિનડી. 8 સિવસુખ કારણ નરય નિવારણ, ત્રિભુવન-તારણ દેઉ; કુંકુમકૂલિ કપૂરિહિ પૂજિસુ, સલ કરિસ કર બેઉ. બહિનડી. 9 પુંડરીક ગણહર પય પણમી, સીલમય કોડાકોડિ; પંચઈ પંડવ રાયણિ પ્રણમિસુ, ચરણ–યુગ કર જોડિ. બહિનડી. 10 અપદિ જિન મોહમયંમ - કર લેપમ જિગ બાવીસ; મુનિસુવ્રત-વર્ધમાન-સાચઉર, જગિ પૂરવઈ જગીસ. બહિનડી. 11 ખરતરવસહીય દૃષ્ટિ દીઠી, પાપ પખાલિય દેહ; થોડામાહિ સવેવધિ થાપી, વાત ઘણી છઈ એહ. બહિનડી. 12 નંદીયસર વરિ નિરપમ નિરખિસુ, થુંભાણપુર અવતાર; નેમિ અંબાઈ સામિ પજૂનિ, ફલ પામિઉ ગિરનાર. બહિનડી. 13 નવ નવદેઉલ બિંબ અસંખ્યા, ગુણણા નહી મઝ પાડિ; દષ્ટિ અદષ્ટિ સવે જિણ વંદઉં, કીધી ય ચેત્ર-પ્રવાડિ. બહિનડી. 14 ધન નરનારિ નિપુણ નિશ્ચઈ જે, નિત [નિત નમઈ યુગાદિ; લખપતિ ભણઈ તહિ ભાવના ભાવ પુણ્ય અનંતઉ નાદિ. બહિનડી. 15