SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ લખપતિ કૃત “સેતુજ ચેન્નપ્રવાડિ” સં. મધુસૂદન ઢાંકી શત્રુંજય તીર્થ સંબંધી અધાધિ પ્રાકત-અપભ્રંશ અને જની ગુજરાતીની મળી સાતેક જેટલી ચૈત્યપરિપાટિઓ પ્રકાશિત થઈ છે. તેમાં બૃહદ્ર તીર્થમાલાઓ, કે જેમાં સાથે સાથે શત્રુંજયેતરતીર્થોનો પણ સમાવેશ છે, તેને અહીં ગણવામાં આવી નથી.) સંઘ-સહયાત્રા કે એકાકી યાત્રા કરનાર શ્રાવક-કવિઓ અને મુનિ-મહાત્માઓ દ્વારા ખાસ શત્રુંજયનાં જ દેવમંદિરોને વંદના દેતી ચૈત્યપરિપાટિઓમાં સાંપ્રત સેતુજચૈતપ્રવાડિ (ાગુંજય ચૈત્યપરિપાટિ)થી એકનો વધારો થાય છે. આ ચૈત્યપરિપાટ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંની પ્રતિ ક્રમાંક ૮ર૮૫ ઉપરથી ઉતારવામાં આવી છે. પ્રતિલિપિ (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે સંપાદનાથે તૈયાર કરી આપેલી, જેનો અહીં સાનન્દ સાભાર ઉલ્લેખ કરું છું. પરિપાટિકારે અંતભાગે પોતાનું નામ લખપતિ’ આપ્યું છે. ઉપલબ્ધ સાધનો દ્વારા હાલ તો આ કવિ વિશે માહિતી લભ્ય નથી બની. પ્રવાડિની ભાષા સોળમા શતકની હોવાનો મારા (ભૂતપૂર્વ) સહકાર્યકર મિત્ર દાવ રમણીકલાલ શાહનો અભિપ્રાય છે, જેને અન્ય લિપિ-તજજ્ઞ મિત્રો થકી પણ સમર્થન મળ્યું છે. પરિપાટિની શરૂઆતમાં કવિ લખપતિ સેતુજસામી’-યુગાદિપ્રભુ–નું આહ્વાન કરી, (યાત્રાર્થે) શત્રુંજયને પંથે પ્રયાણભાન થાય છે : (૧-૨), તેમાં સૌ પ્રથમ પાલિતાણામાં અને ત્યાં પરિસરમાં રહેલ ત્રણ પ્રસિદ્ધ મધ્યકાલીન જિનમંદિરો-પાર્ષજિનેશ્વર, લલિતા સરોવરને તીરે રહેલ ‘વીરપ્રભુ,' અને (તળેટીથી ઉપરના ભાગે સ્થિર) ભગવન્નેમીનાં દર્શન કરી, પાજ ચડીને મરુદેવીની ટૂંકે પહોંચે છે. ત્યાં માતા ‘મરુદેવી', 'કપડજખ'(કપર્દદક્ષ), ને જિન ‘સંતિ'(શાંતિનાથ)ને વાંધા (૨-૩) પછી ‘અણપમ સરોવર' (અનુપમા સરોવર) તરફ જાય છે. ત્યાં (મંત્રી તેજપાલ નિર્મિત) “સરગારોહણ” (મંત્રી વસ્તુપાલના સ્મરણમાં બંધાયેલ “સ્વર્ગારોહણ - પ્રાસાદ')માં “આદિ પ્રભુ” પ્રમુખ ચાર બિંબનાં દર્શન કરી (સીધા જ આદીશ્વરના) "સહદુવાર’(સિંહદ્વારે) પહોંચે છે : (૪) ત્યાં આગળ મંત્રીશ્વર વસ્તુપાલ સ્થાપિત ‘તિલખું-તોરણ'(તિલક તોરણ) નિહાળ્યાનો આનંદોલ્ગાર કાઢી, આદિદેવના રંગમંડપમાં [ચે છે : (૫-૬), તે ઢાંકણે ‘બાહડમંત્રી મંત્રીરાજ વાડ્મટ) દ્વારા થયેલ ઉદ્ધારનો આછો શો નિર્દેશ કરી, મંત્રી બંધુ ‘વસ્તુપાલ-તેજપાલ'ના ગુણ મરી, દેવાધિદેવ આદીશ્વરસ્વામીની ‘લેપમયી' મૂર્તિનો ઉલ્લેખ કરે છે, ને સ્તવનાત્મક પ્રશંસા કરે છે: (૬-૭) તે પછી ‘ગણહર(ગણધર) પુણ્ડરીક'ને પ્રણમી, કોટાકોટી જિન'ની શૈલમય મૂર્તિઓને નમી, ‘પાંચ પાંડવ,' “ચૈત્યવક્ષ રાયણ,’ અને ‘યુગાદિ’નાં ‘ચરણયુગલને કર જોડ્યા પછી “અષ્ટાપદ', લે૫મથી બાવીસ જિનમૂર્તિઓ, તદતિરિકત વસ્તુપાલના કરાવેલ ‘મુનિસુવ્રત’ અને ‘સાચઉર-વર્ધમાન' (સાચોરીવીર કિંવા સત્યપુર મહાવીર)ને નમસ્કાર કરે છે : (૧૦-૧૧). (આદિનાથનું પ્રાંગણ છોડી પાછા વળતાં થોડું નીચે આવ્યા બાદ) ‘ખરતરવસહી'માં યાત્રિક પ્રવેશે છે. તેના આયોજનના લાઘવ-કૌશલ વિષે થોડીક પ્રશંસા કરી, થોડામાં ઘણું સમાવી દીધું છે કહી, તેટલામાં રહેલ (તેજપાલ કારિત) “નંદીયસર'(નંદીશ્વર પ્રાસાદ), “થંભણપુર-અવતાર (સ્તમ્મનપુરાવતાર પાર્ષ) અને 'ગિરનાર” રવતાવતાર નેમિ)ના પ્રતીક-તીર્થરૂપ મંદિરમાં દર્શને જાય છે. વિતાવતારના મંદિરમાં નેમિનાથ અને તદુપરાંત, અમ્બા, શાબ અને પ્રદ્યુમ્નનાં અવતારતીર્થોનો ઉલ્લેખ કરે છે : (૧૨-૧૩), અને તે પછી સમાપ્તિ યોગ્ય વચન Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249318
Book TitleSettujja Chetta Pravadi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size288 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy