Page #1
--------------------------------------------------------------------------
________________
સત્અ
સેતુ
સુખલાલજી સંઘવી નગીનદાસ શાહ
ભારતીય દર્શનકારો સત-અસત, નિત્ય-અનિત્ય, સામાન્ય વિશેષ, અભિલાપ્ય-અનભિલા આ યુગલો
ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તાત્વિક ચર્ચાઓ કરે છે. આચાર્ય હરિભદ્ર “અનેકાન્તજયપતાકા’માં આ યુગલોનું જ જૈન દષ્ટિબિંદુથી વિશ્લેષણ કર્યું છે. અહીં આપણે સત-અસત એ યુગલને લઈ તેનો વિવિધ દાર્શનિક સિદ્ધાન્તો ઘડવામાં કેવો ફાળો છે તે ક્રમશ: જોઈશું.
સત-અસતના ઇન્દ્રનો ઇતિહાસ રસિક છે અને છેક ઋદથી તે શરૂ થાય છે. બાદમાં ઈન્દ્ર અગ્નિ, પૂષન, વરુણ વગેરે બહુ દેવો હતા. તે દેવોમાં ભલે વ્યક્તિ: ભેદ હોય પરંતુ સ્વરૂપતઃ કોઈ ભેદ નથી એવું કેટલાકને સૂઝયું, અને તેમણે કહ્યું : “gવં સર્ વિઝા વૈદુધા વન્તિ.” બધા જ દેવો સત્ છે અને એ સમાન ધર્મ બધામાં હોઈ એ અપેક્ષાએ બધા એક છે, એક જાતિના છે. જૈનોના સંગ્રહનય જેવું આ છે. અહીં સતનો અર્થ સામાન્ય એવો ઘટે છે. પરંતુ આ સામાન્ય તે તૈયાયિકોની સત્તા જેવું દેશ-કાલ-વ્યાપી નિત્ય સામાન્ય નહિ. અહીં દેશ કે કાળને ગણતરીમાં લીધા વિના માત્ર બધી વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે–સત છે—સ્વરૂપસત છે અને એટલા અર્થમાં બધી એક છે એવું અભિપ્રેત લાગે છે. બધી વ્યક્તિઓ સત છે તેમ છતાં તેને જુદાં જુદાં નામ આપવાની વાત કરી છે. એક જ વસ્તુને અપાતાં જુદાં જુદાં નામ પર્યાયો છે અને તે શબ્દ-પર્યાયો વસ્તુ-પર્યાયોને–તે વસ્તુના વિશેષોને સૂચવે છે; તે વિશેષોને આપણે અહીં અસત્ નામ આપી શકીએ. સામાન્યનો અર્થ કારણ અને વિશેષનો અર્થ કાર્ય થઈ શકે છે પણ અહીં સત-અસતને કાર્ય-કારણના અર્થમાં સામાન્ય વિશેષ તરીકે ગણવા તે યોગ્ય લાગતું નથી; કારણ, ટ્વેદમાં જ એક સ્થળે સત્ અને અસતને એકબીજાની સાથે જન્મ પામતાં નિરૂપ્યાં છે. અને સહત્પન્નની વચ્ચે કાર્ય-કારણભાવ તો સંભવતો નથી. આમ ઉકત અર્થમાં જ સત-અસતનો અર્થ સામાન્યવિશેષ લેવો ઉચિત લાગે છે.
૧
મસ૫ સપ પર
થોમન વક્ષસ્થ રમન્નજિતેપચ્ચે ,
મ
, ૨૦,
.
Page #2
--------------------------------------------------------------------------
________________
સ-અસત્ ૪૫
સાથે સાથે કાળને લક્ષમાં રાખીનેય સત-અસત વિશે વિચાર થતો રહ્યો લાગે છે. શ્વેદના નાસદીયસૂક્તમાં શરૂમાં જ કહ્યું છે કે, સૃષ્ટિ પૂર્વે ન તો સત હતું કે ન તો અસત. અહીં એક બાજુ સત કે અસત અને બીજી બાજુ સૃષ્ટિ એ એની વચ્ચેના સંભાવિત કાર્યકારભાવનો આડકતરો નિર્દેશ મળે છે, પરંતુ હજુ સુધી સ્વયં સત્ અને અસત્ એ બેની વચ્ચેના કાર્ય-કારણભાવનું સૂચન સરખુંય મળતું નથી. આવું સૂચન આપણને “છાન્દોગ્ય ઉપનિષદ્દમાં મળે છે. તેમાં એક એવા મતનો ઉલ્લેખ છે : અનુસાર અસતમાંથી સતની ઉત્પત્તિ થાય છે. આનો સ્વાભાવિક અર્થ એ થાય કે તદન શૂન્યમાંથી સૃષ્ટિ થાય છે. “ન્યાયદર્શનમાંય અભાવમાંથી ભાવની ઉત્પત્તિ માનનાર આવા જ એક મતનો ઉલ્લેખ અને તેનું ખંડન છે. ૩ સ્વયં “છાન્દોગ્ય ઉપનિષદમાં આ મતનો પ્રતિવાદ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે, સર્વથા અસતમાંથી સની ઉત્પત્તિ થઈ શકે જ નહિ; આથી માનવું રહ્યું કે, સૌ પ્રથમ સત્ એકલું જ હતું; તેને વિચાર થયો કે હું એકમાંથી અનેક થાઉં અને પછી તેમાંથી ક્રમશઃ તેજ, જળ, અન્ન - થયાં.૪ ટીકાકારોએ અસતમાંથી સતની ઉત્પત્તિને સમજાવવા અસતનો અર્થ અવ્યક્ત અને સતનો અર્થ વ્યકત કર્યો છે, અને કહ્યું છે કે, અસતમાંથી સસ્ત ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ છે કે અવ્યકત દશામાંથી વ્યક્ત દશા થાય છે."
દાર્શનિક યુગમાં આવો પ્રશ્ન પણ રહ્યો છે કે, કાર્ય એ ઉત્પત્તિ પહેલાં કારણમાં સત છે કે અસત. સાંખ્યોએ કહ્યું કે, કાર્ય કારણમાં સત્ છે પણ તે તિરોહિત–અવ્યક્ત છે. જ્યારે અમુક સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્ત થાય છે. આ છે સત્કાર્યવાદ. આ વાદ પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે કર્થચિત અભેદ છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાન્ત કમિક આંતરિક વિકાસનો (gradual organic growth) સિદ્ધાન્ત બની જાય છે. અને એટલે જ એમના કાર્યકારણનાં દૃષ્ટાન્તોમાં બીજઅંકર જેવાં દષ્ટાન્તો જ હોય છે. નૈયાયિકોએ મૂળ પ્રશ્નના ઉત્તરમાં જવાબ વાળ્યો કે કાર્ય કારણમાં સત નથી; કારણમાં કાર્ય શક્તિરૂપે કે અવ્યકતરૂપે પણ નથી; પરંતુ અમુક સામગ્રી ઊભી થતાં પૂર્વે કારણમાં વિદ્યમાન નહિ એવું કાર્ય ઉત્પન્ન થાય છે. આ છે અસત્કાર્યવાદ. આ વાદ પ્રમાણે કાર્ય અને કારણ વચ્ચે અત્યન્ત ભેદ મનાયો છે અને એને લઈને એમનો કાર્ય-કારણનો સિદ્ધાંત યાંત્રિક (mechanical) બની જાય છે. અમુક અવયવો અમુક રીતે ગોઠવાઈ જાય એટલે તે અવયવોથી તદ્દન ભિન્ન એક અવયવી ઉત્પન્ન થાય છે. અહીં અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે. એમની કાર્યકારણભાવની આવી યાંત્રિક કલ્પનાને લઈને એમના કાર્ય-કારણની દૃષ્ટાન્તો પણ તતુમાંથી પટ અને કપાલમાંથી ઘટ જેવાં હોય છે. કેટલાક સત્કાર્યનો અર્થ એવો કરે છે કે, કાર્યમાં કારણ સત છે. કારણભૂત બ્રહ્મસત બધાં જ કાર્યોમાં અનુસ્મૃત છે. આ છે વેદાન્તી મત.
ભગવાન બુદ્ધ વિભયવાદને આધારે નિત્ય દ્રવ્યની કલ્પનાને પ્રજ્ઞપ્તિસત કહી ફગાવી દીધી અને માત્ર ધર્મોને જ સંત કહ્યા. આગળ ઉપર પ્રશ્ન ઊભો થયો કે ભૂત, વર્તમાન અને ભવિષ્યત બધા જ ધર્મોને સત માનવા કે માત્ર વર્તમાન ધમને જ સત માનવા. સાંખ્યસિદ્ધાન્તથી પ્રભાવિત વૈભાષિકોએ
૨ મઢમા માસત્ તત્સલાલીત્ તત્સમમવત્ છોરૂ. ૧૧. ૨. જુઓ તૈત્તિ. ઉપ૦ ૨.૭. ३ अभावाद्भावोत्पत्तिर्नानुपमृद्य प्रादुर्भावात् । व्याघातादप्रयोगः । न्यायसूत्र, ४. १. १४--१५.
અસત: સદુ૫યત પ્રત્યયં પક્ષ...... માધ્ય, ન્યા. સૂ૦ ૪. ૧. ૨૪. ४ कथमसतः सज्जायेतेति सत्त्वेव सोम्येदमग्र आसीदेकमेवाद्वितीयम् । तदक्षत बहु स्यां प्रजायेयेति तत्तेजोऽसृजत તન પક્ષત વહુ ાં પ્રજાતિ તપોષકૃનત...! છાન્દો૬, ૨, असदिति व्याकृतनामरूपविशेषविपरीतमव्याकृतं ब्रह्म उच्यते...ततः असत: वै सत् प्रविभक्तनामरूपविशेषम् મનાયત ૩પમ્ ! રાવણમાષ્ય, તિત્તિ૩૫૦, ૨. ૭.
WWW.jainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૬: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
બધાને જ સત ગણ્યા અને એના સમર્થનમાં બુદ્ધવચનોય ટાંક્યાં. આમ તેઓ સર્વાસ્તિવાદી ઠર્યા અને કહેવાયા. સૌત્રાન્તિક બૌદ્ધો તેમના આ મતનું ખંડન કરી અને બુદ્ધવચનોનો અનુકૂળ અર્થ ઘટાવી માત્ર વર્તમાન ધમને જ સત તરીકે સ્વીકારે છે. વૈશેષિક દર્શનના અસતકાર્યવાદની છાયા આમાં દેખાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત નહિ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે, વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનોમાં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાન–બ્રહ્મને કુટસ્થનિત્ય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સતની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરમાર્થ સત, સંસ્કૃતિ સત અને પરિકહિપત સત. આપણે કહી શકીએ કે, એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંસ્કૃતિ સત્ અને નિત્ય દ્રવ્ય આદિ પરિકલ્પિત સત, સંસ્કૃતિ સત્ અને પરિકપિત સતને જેમ સત્તા પ્રકારો કહ્યા છે તેમ તેમને અસતના પ્રકારો પણ ગણી શકાય. શૂન્યવાદીઓ શૂન્યને અર્થાત પ્રજ્ઞાને જ સત માને છે. તેઓ પણ સતની ત્રણ કોટિ સ્વીકારે છે : પરિનિપજ, પરતત્ર અને પરિપિત. જેનો સ્વભાવ સ્વતન્ત્ર છે તે પરિનિપન્ન, જેનો સ્વભાવ પરત– છે તે પરતત્ર અને જેનો સ્વભાવ કપિત છે તે પરિકહિપત. વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની વચ્ચે જે કોઈ ખાસ ભેદ હોય તો તે એટલો જ છે કે, એક પરમાર્થ સતને વિજ્ઞાન કહે છે જ્યારે બીજે પરમાર્થ સતને શન્ય—પ્રજ્ઞા કહે છે, ઉપરાંત, એક માને છે કે ધ્યાનની સાધના દ્વારા વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે બીજો માને છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે.
પ્રારંભિક કાળમાં આપણે સતની વ્યાખ્યા બાંધવાના પ્રયત્નોની અપેક્ષા ન રાખી શકીએ. તે કાળે તો દર્શનકારોનું કાર્ય સ્વસમ્મત સત તત્ત્વોને ગણાવવાનું જ રહેતું. ન્યાય-વૈશેષિકો સત અને અસત બે તત્વોમાં માને છે. દ્રવ્ય, ગુણ, કમે, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ ભાવ પદાર્થો સત તત્વના વિભાગો છે. અભાવ પદાર્થ એ એક અસત્ તવ છે. ભાવ પદાર્થોમાંથીય અર્થ’ નામ તો તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મને જ આપે છે. સાંખ્યકારો ફૂટસ્થ નિત્ય પુરુષ અને પરિણામી પ્રકૃતિ બન્નેને સત્ ગણે છે. વેદાન્તીઓ માત્ર પુરુષને જ સત્ તરીકે સ્વીકારે છે. જેને જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ દ્રવ્યોને અસ્તિકાયરૂપે વર્ણવે છે. બૌદ્ધો માત્ર ધર્મોને સત્ ગણે છે. સતની વ્યાખ્યા આપવાનું તો આ પછી શરૂ થયું. બૌદ્ધોએ સત નું લક્ષણ ક્ષણિકત બાંધ્યું. તેમણે કહ્યું કે, “ચત હતુ તતુ ક્ષળિY !” એથી તદ્દન ઊલટું શંકરે સત નું લક્ષણ ત્રિકાલાબાધિતત્વ આપ્યું અર્થાત એમને મતે ફૂટસ્થ નિત્યતા જ સલ્લક્ષણ છે. આમ બૌદ્ધોએ માત્ર પર્યાયો કે વિકારોને જ સત માન્યા જ્યારે શંકરે અમુક ખાસ વિશિષ્ટ અર્થમાં માત્ર દ્રવ્યને જ સત ગયું. જૈનોએ દ્રવ્ય અને પર્યાય બન્નેને વસ્તુના સ્વભાવભૂત ગણ્યાં છે અને તેથી એમણે સતની વ્યાખ્યા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગિતા કરી છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે એને દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ સદુ૫ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોઈ તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સિદ્ધ થાય છે. જૈનસમ્મત સલક્ષણગત ધ્રૌવ્યનો અર્થ સાંખ્યની જેમ માત્ર સ્વભાવાશ્રુતિ જ લેવાય છે અને નહિ કે ફૂટસ્થ નિત્યતા. અલબત્ત, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંખ્ય સતના બે ધોરણો–પરિણામી નિત્યતા અને ફૂટસ્થ નિત્યતા–સ્વીકારે છે જ્યારે જેન એકધારી રીતે સત નું એક જ ધોરણ–પરિણામી નિત્યતા––સ્વીકારે છે;
६ किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः । न्यायभाष्य ( काशी सं. सिरिझ), पृ० २ ७ अर्थ इति द्रव्यगुणकर्मसु । वैशेषिकसूत्र, ८. २. ३. ૮ ત-દાવાગ્યર્થ નિત્યમ્ ! તરવાર્થસૂત્ર, પૂ૦ ૩૦
Page #4
--------------------------------------------------------------------------
________________
સત-અસત = ૪૭
જેનને મતે આત્મા–પુરૂ પણ સ્વભાવે પરિણામી નિત્ય જ છે, સાંખ્યની જેમ ફૂટસ્થ નિત્ય નહિ. ન્યાયવૈશેષિકોએ સત નું લક્ષણ સત્તાયોગિત્વ આપ્યું છે. તેમના કહેવાનો આશય એ છે કે, સત્તા મહાસામાન્ય જેમાં સમવાય સંબંધથી રહે તે સત્ છે. આ સતની વ્યાખ્યાઓનું પરવાદીઓએ ખંડન પણ કર્યું છે. જૈનોની સતની વ્યાખ્યા ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, પરસ્પરવિરોધી ધમાં એક વસ્તુમાં સંભવે જ નહિ, ન્યાય-વૈશેષિકોની સતની વ્યાખ્યાને લક્ષી કહેવાયું કે, તે વ્યાખ્યા પ્રમાણે તો સ્વસમમત જ કેટલાક સત– ભાવ પદાર્થો અસત્ ઠરે કારણ કે સત્તા તેમને તે માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં જ રહે છે. ૦ શાંકર વેદાન્તીઓની અને બૌદ્ધોની વ્યાખ્યાઓના વિરોધમાં કહેવામાં આવ્યું કે, કોઈ પણ જાતના પરિણમનથી રહિત ફૂટસ્થ નિત્ય વસ્તુ કે નિરન્વય ક્ષણિક વસ્તુ એ કોઈનાય અનુભવની વાત નથી. આમ દર્શનિકો અંદરોઅંદર એકબીજાને સહુના લક્ષણનું ખંડન કરતા હતા એવામાં બૌદ્ધો તરફથી એક એવું લક્ષણ મૂકવામાં આવ્યું જે લગભગ બધા જ દાર્શનિકોએ માન્ય રાખ્યું અને તે લક્ષણ તે અર્થક્રિયાકારિત્વ.૧૧ અલબત્ત, દર્શનકારોએ પોતપોતાને માન્ય અતિમ તવે કે તત્ત્વોમાં તેને લાગુ કરવા ભારે જહેમત લીધી. બૌદ્ધોએ તર્કપુર:સર સિદ્ધ કર્યું કે ક્ષણિક વસ્તુ જ અર્થક્રિયાકારી છે, વેદાન્તીઓએ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે, નિત્ય વસ્તુ જ અથાક્રયાકારી છે અને જેનોએ સાબિત કર્યું કે, નિત્યાનિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે.
આપણે જોયું તેમ આચાર્ય શંકર ત્રિકાલાબાધિત ફૂટસ્થ નિત્યને સત્ કહે છે. તે પણ વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની માફક સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમને મતે ફૂટસ્થ નિત્ય બ્રહ્મ ચેતન જ પરમાર્થ સત છે કારણ કે, તે ત્રિકાલ સ્થાયી છે; ઘટ, પટ આદિ વ્યાવહારિક સત છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનનાશ્ય છે; શક્તિરતાદિ પ્રતિભાસિક સત છે કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનજ્ઞાનનાશ્ય છે. આચાર્ય શંકર વ્યાવહારિક સદુ૫ જગતના પરિણામી ઉપાદાને કારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે. તેને તેઓ સ-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સત નથી કારણ કે, તે બાધિત થાય છે, તે અસત નથી કારણ કે, તે સ૫ જગત્કાર્યનું ઉપાદાનભૂત કારણ છે. આ સંઅસવિલક્ષણતાસિદ્ધાંતના મૂળ છેક “નાસદીયસૂક્ત'માં જેવાં હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે, સુષ્ટિ–જગતની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસત્ પણ ન હતું; અર્થાત્ સૃષ્ટિનું ઉપાદાન કારણ સત્ પણ નહિ, અસત પણ નહિ કિંતુ અર્થોપત્તિથી સત્-અસવિલક્ષણ . સદસદિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના “અવ્યાકૃત' તથા શુન્યવાદના ચતુષ્કોટિવિનિર્મુક્તત્વ સિદ્ધાંત સાથે પણ સામ્ય છે. “ચતો વાવો નિવર્નન્સ માઇ મનસા સટ્ટ' (તૈત્તિરાયોપનિષ), “નૈષા સર્વેદ તિવાચા' (૧વનિવ) આ ઉપનિષદુવાક્યોને, “પરના હિં મર્ચાનાં તૂન્મઃ ” આ ચન્દ્રકીતિવચનને અને “ત તથ ન વિજ્ઞરૂ (
માત્ર ) આ આગમવાક્યને પણ આ સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સપ્તભંગીમાંય સદસદિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ “અવક્તવ્યમાં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત છે. પરંતુ આ બે ધર્મો યુગપદ્ વાણીમાં બોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જે બે વણે એક સાથે ન બોલી શકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે બોલી શકાય. પરંતુ આ અર્થ એ કંઈ વસ્તુસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના
૯ નૈસ્મિન્નસમવન્] શ્રેહ્મસૂત્ર, ૨. ૨, ૩૩. १० सतामपि स्यात् क्वचिदेव सत्ता। अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, ८. ૧૧ વરં ચતકિયાવાહિયં સર્વનનufસમારતે... | Six Buddhist Nyāya Tracts, કૃ૦ ૨૧.
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ સત્ અને અસત ધમને યુગપ૬ જાણી તો શકીએ છીએ પણ બોલી નથી શકતા એટલું જ–આવો આનો અર્થ થાય. કદાચ આને લઈને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવકતવ્યની બીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં સક્રિય અનંત ધમાં છે અને અસકપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સદૂષધ જાણી શકીએ છીએ કે ન તો બધા અસદૂપ ધમાં જાણી શકીએ છીએ.
આમ શરૂઆતમાં સત-અસત દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્ય-વિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સત કે અસત વચ્ચેના સંભાવિત કાર્ય-કારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં કાલતત્વનું પૌર્વાપર્ય દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત અને અસતના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ દર્શનકાળમાં કાર્યકારણમાં સત છે કે અસત્ એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સની ત્રણ કોટિ પાડવામાં આવી, તદનન્તર ની વ્યાખ્યાઓ ઘડાઈ અને તેમનું ખંડનમંડન ચાલ્યું, વળી સત્અસના યુગલના અનુસંધાનમાં જ સદસદિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત-અસત યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સતઅસતુ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્મા બીજા યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.૧૨
૧૨ ઉપર સત્ અને અસત્ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે. એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત
અને અસત્ ની કલ્પનાના વિચારવિકાસમાં બીજું અનેક તત્ત્વો સમાયેલાં છે. અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચાયાં પણ છે. દા. ત., નિત્યત્વ અને અનિત્યત્વની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદભવી છે, જ્યારે એકત્વ અને પૃથકત્વની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાયત્વ અને અનભિલાયત્વની દાર્શનિક વિચારસરણી સત અને અસત્તા શબ્દગમ્યત્વ અને શબ્દામ્યત્વ પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દેશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત્, અસત્ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ બને.