________________
૪૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ સત્ અને અસત ધમને યુગપ૬ જાણી તો શકીએ છીએ પણ બોલી નથી શકતા એટલું જ–આવો આનો અર્થ થાય. કદાચ આને લઈને જ કેટલાક આધુનિક જૈન વિદ્વાનોએ અવકતવ્યની બીજી વ્યાખ્યા એવી કરી કે વસ્તુમાં સક્રિય અનંત ધમાં છે અને અસકપેય અનંત ધર્મો છે અને આપણે ન તો બધા સદૂષધ જાણી શકીએ છીએ કે ન તો બધા અસદૂપ ધમાં જાણી શકીએ છીએ.
આમ શરૂઆતમાં સત-અસત દેશ-કાલના સંબંધથી નિરપેક્ષપણે સામાન્ય-વિશેષના અર્થમાં વપરાતાં, પછી સૃષ્ટિ અને સત કે અસત વચ્ચેના સંભાવિત કાર્ય-કારણભાવનું સૂચન મળ્યું અને વિચારમાં કાલતત્વનું પૌર્વાપર્ય દાખલ થયું, ત્યાર બાદ સ્વયં સત અને અસતના પારસ્પરિક સંબંધની ચર્ચા થઈ દર્શનકાળમાં કાર્યકારણમાં સત છે કે અસત્ એ પ્રશ્ન વિશેષે ચર્ચાયો, સાથે સાથે સની ત્રણ કોટિ પાડવામાં આવી, તદનન્તર ની વ્યાખ્યાઓ ઘડાઈ અને તેમનું ખંડનમંડન ચાલ્યું, વળી સત્અસના યુગલના અનુસંધાનમાં જ સદસદિલક્ષણતાવાદ ઊભો થયો. આ રીતે સત-અસત યુગલની આસપાસ ઘણું તાત્ત્વિક મંથન થયું અને એમાંથી અનેક વિચારવાદો ભારતીય દર્શનને સાંપડ્યા. જેમ અહીં સતઅસતુ યુગલને લઈ એની પરંપરામાં આપણને શું પ્રાપ્ત થયું તે જોયું તેમ કોઈ સમાનધર્મા બીજા યુગલોને લઈ તેમની પરંપરામાંથી આપણને શું પ્રાપ્ત થયું છે તે દર્શાવશે તો આનંદ થશે.૧૨
૧૨ ઉપર સત્ અને અસત્ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે. એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત
અને અસત્ ની કલ્પનાના વિચારવિકાસમાં બીજું અનેક તત્ત્વો સમાયેલાં છે. અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચાયાં પણ છે. દા. ત., નિત્યત્વ અને અનિત્યત્વની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદભવી છે, જ્યારે એકત્વ અને પૃથકત્વની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાયત્વ અને અનભિલાયત્વની દાર્શનિક વિચારસરણી સત અને અસત્તા શબ્દગમ્યત્વ અને શબ્દામ્યત્વ પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દેશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત્, અસત્ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org