SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સત્અ સેતુ સુખલાલજી સંઘવી નગીનદાસ શાહ ભારતીય દર્શનકારો સત-અસત, નિત્ય-અનિત્ય, સામાન્ય વિશેષ, અભિલાપ્ય-અનભિલા આ યુગલો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તાત્વિક ચર્ચાઓ કરે છે. આચાર્ય હરિભદ્ર “અનેકાન્તજયપતાકા’માં આ યુગલોનું જ જૈન દષ્ટિબિંદુથી વિશ્લેષણ કર્યું છે. અહીં આપણે સત-અસત એ યુગલને લઈ તેનો વિવિધ દાર્શનિક સિદ્ધાન્તો ઘડવામાં કેવો ફાળો છે તે ક્રમશ: જોઈશું. સત-અસતના ઇન્દ્રનો ઇતિહાસ રસિક છે અને છેક ઋદથી તે શરૂ થાય છે. બાદમાં ઈન્દ્ર અગ્નિ, પૂષન, વરુણ વગેરે બહુ દેવો હતા. તે દેવોમાં ભલે વ્યક્તિ: ભેદ હોય પરંતુ સ્વરૂપતઃ કોઈ ભેદ નથી એવું કેટલાકને સૂઝયું, અને તેમણે કહ્યું : “gવં સર્ વિઝા વૈદુધા વન્તિ.” બધા જ દેવો સત્ છે અને એ સમાન ધર્મ બધામાં હોઈ એ અપેક્ષાએ બધા એક છે, એક જાતિના છે. જૈનોના સંગ્રહનય જેવું આ છે. અહીં સતનો અર્થ સામાન્ય એવો ઘટે છે. પરંતુ આ સામાન્ય તે તૈયાયિકોની સત્તા જેવું દેશ-કાલ-વ્યાપી નિત્ય સામાન્ય નહિ. અહીં દેશ કે કાળને ગણતરીમાં લીધા વિના માત્ર બધી વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે–સત છે—સ્વરૂપસત છે અને એટલા અર્થમાં બધી એક છે એવું અભિપ્રેત લાગે છે. બધી વ્યક્તિઓ સત છે તેમ છતાં તેને જુદાં જુદાં નામ આપવાની વાત કરી છે. એક જ વસ્તુને અપાતાં જુદાં જુદાં નામ પર્યાયો છે અને તે શબ્દ-પર્યાયો વસ્તુ-પર્યાયોને–તે વસ્તુના વિશેષોને સૂચવે છે; તે વિશેષોને આપણે અહીં અસત્ નામ આપી શકીએ. સામાન્યનો અર્થ કારણ અને વિશેષનો અર્થ કાર્ય થઈ શકે છે પણ અહીં સત-અસતને કાર્ય-કારણના અર્થમાં સામાન્ય વિશેષ તરીકે ગણવા તે યોગ્ય લાગતું નથી; કારણ, ટ્વેદમાં જ એક સ્થળે સત્ અને અસતને એકબીજાની સાથે જન્મ પામતાં નિરૂપ્યાં છે. અને સહત્પન્નની વચ્ચે કાર્ય-કારણભાવ તો સંભવતો નથી. આમ ઉકત અર્થમાં જ સત-અસતનો અર્થ સામાન્યવિશેષ લેવો ઉચિત લાગે છે. ૧ મસ૫ સપ પર થોમન વક્ષસ્થ રમન્નજિતેપચ્ચે , મ , ૨૦, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230251
Book TitleSat Asat
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Logic
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy