Book Title: Marganusarinu Pratham Lakshan Nyayasampannavibhav
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ –ન્યાયસંપન્નવિભવ નીતિ-અનીતિના દ્રવ્યનો પ્રભાવ આપણું જેનશાસ્ત્રમાં માર્ગનુસારીના પાંત્રીશ ગુણે પિકી પ્રથમ ગુણ “સ્થા સંપન્નવિમા આવે છે. ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લોક અને પરલોક્ન હિત-કલ્યાણ થાય છે. દ્રવ્યપ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદીઓ કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મને અવશ્ય નાશ થાય છે. તે લાભાંતરાય કર્મને નાશ થવાથી ઉત્તરકાળે એટલે આગામી કાળે અર્થસિદ્ધિ-ઈચ્છિત વૈભવની પ્રાપ્તિને આવિર્ભાવ થાય છે. અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવશ્ય થાય છે. અન્યાયથી વ્યવહારપ્રવૃત્તિ કરનાર કેઈ પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી બાંધેલા પાપ નિયતપણે પિતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયપાજિત દ્રવ્ય તે આ લેક ને પરલોકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી. સૌ કોઈ પિતાના અંતરાત્માને પૂછી જુઓ કે તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી? યાદ રાખશે કે-અન્યાયથી ઉત્પન્ન કરેલો પૈસે જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુઓ, ગૃહસ્થ અને રાજાઓ Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૧ સૌની બુદ્ધિમાં પરિવર્તન દેખાય છે અને પિતાના ધર્મને ચૂક્તા દેખાય છે. તેનું ખાસ કારણ કેઈ હોય તે અનીતિના દ્રવ્યનું અન્ન પેટમાં જાય છે તે છે. એક દૃષ્ટાંત આપી સમજાવીશું કે નીતિ અને અનીતિનું દ્રવ્ય છે પ્રભાવ પાડી શકે છે? એક રાજાને મહેલ બંધાવવો હતે. ખાતમુહૂર્તના દિવસે રાજાએ સભા ભરી. આ સભામાં રાજા ઉપરાંત તિષી, પ્રતિષ્ઠિત શહેરીએ તથા અમલદારે બેઠા હતા. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે–મહારાજ ! ખાતમુહૂર્તને કેટલી વાર છે? જોતિષીએ કહ્યું કે-પાંચ સોનામહેર જોઈએ છે. રાજાએ કહ્યું કે-આપણી પાસે ઘણે ખજાને છે. ખજાનચી પાસેથી જોઈએ તેટલી સેનામહોરો લઈ લે. જ્યોતિષીએ કહ્યું કે–પાયામાં મૂકવા માટે તે ન્યાયનું દ્રવ્ય જોઈએ, અન્યાયનું–અનીતિનું દ્રવ્ય મૂકીએ તે એની અસર એવી થશે કે-આ મહેલ લાંબો સમય ટકી નહિ શકે. રાજાએ વિચાર્યું કે–આવડી મોટી સભા બેઠી છે તેમાંથી કેઈ ને કેઈની પાસેથી પાંચ ગીનીઓ તે મળી આવશે, એમ ધારી હુકમ કર્યો કે-જેના ઘરમાં નીતિનું દ્રવ્ય હોય તે લઈ આવે. આપણામાં કહેવત છે કે પાપ જાણે આ૫ અને મા જાણે બાપ.” અર્થાત્ છોકરાને સાચે બાપ કોણ છે તે તેની મા જાણે છે અને મેં શા પાપ કર્યો છે તે પિતે જ જાણે. સૌ નીચું મસ્તક કરીને બેસી રહ્યા. આ જોઈને રાજા બેલ્યો કે-“શું મારી આખી પ્રજા અન્યાયી છે? જેવો હું તેવી મારી પ્રજા !” કેઈએ રાજાને કહ્યું કે–અમુક Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨]. શ્રી જી. . જૈન ગ્રન્થમાલા ગૃહ પાસે નીતિનું દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી મેક્લીને તેને બેલાવી મંગાવ્યા. તે ગૃહસ્થ ગાડીમાં ન બેઠે, પણ પગે ચાલતે રાજા પાસે હાજર થયા. હાથ જોડીને તેણે રાજાને પ્રાર્થના કરી કે-“શે હુકમ છે?” રાજાએ કહ્યું કે પાંચ સેનામહોર જોઈએ છે.” તે ગૃહસ્થ કહ્યું કે- મારી પાસે નીતિનું દ્રવ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે-મહેલ વિષયનું સ્થાન બનશે, માટી મટી વેશ્યાઓના નાચ–મુજરા થશે, મદિરા-માંસની મહેફીલે ઉડશે અને બીનગુન્હેગારને પણ પીડવાનું કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારું દ્રવ્ય ન વપરાય. મને માફ કરશે !” પિતાની સામે પિતાને પ્રજાજન આવી રીતે બોલવાની હિંમત કરે તેથી રાજા સહેજ આશ્ચર્ય પામ્ય અને આંખ લાલ કરીને બોલી ઊઠ્યો કે-“તું સેનામહોર આપે છે કે નહિ ? જોશીમહારાજ બેલી ઊઠયા કે–રાજાજી હવે તે આ પૈસો પણ અન્યાઅને થઈ ગયે, કારણ કે તમે અનીતિથી લેવા માંગે છે. હવે ખાતમુહૂર્ત વીતી ગયું છે માટે તે વાતને જવા દે.” રાજાને મનમાં એમ થયું કે-જેશીમહારાજ નીતિઅનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે બેટી, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. એ પ્રમાણે, વિચાર કરીને તેમણે પોતાની એક મહાર અને પિલા ગૃહસ્થની એક મહાર-એમ બન્ને મહારે દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકું તે તેની Page #4 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૩ અસરની મને ખબર પડે. એ ખ્યાલ કરીને પરેઢિયાના પાંચ વાગે એક મરછીમાર માછલાને ટેપલો લઈને આવતું હતું તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મછીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયો. તેના મનમાં થયું કે-આજે મને વેપાર કરવાની જરૂર નથી. સી જઈને તે માછલાંને ધીરે રહીને પાણીમાં નાંખી આવ્યું. વળતાં તેણે એક રૂપીઆનું અનાજ, ગોળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રોકડા લીધા. તેને વિચાર આવ્યું કે હું શા માટે પાપ કરું? હું ગમે તે ધંધે કરીશ, પણ હવે મારે પાપી ધંધે તો ન જ કરે. આવી રીતે તે પાપી બંધ છેડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એના કુટુંબને પણ એ જ વિચાર થાય છે કે-આટલા રૂપીયામાં તે આપણા ૨-૩ મહિના નીકળી જશે. ત્યાં સુધી કેઈ ને કઈ મજુરી શોધી લઈશું. શા માટે હવે આ પાપી બંધ કરે? આ પ્રતાપ હતે એ નીતિના દ્રવ્યને. હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયે. ત્યાં જઈને જુએ છે તે એક ગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત બન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ યેગીની સામે આસ્તેથી પેલે દિવાન રાજાની ગીની મૂકી દે છે. થોડી વાર પછી યોગી સમાધિમાંથી જાગ્રત થાય છે. સૂર્યને પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચકિત બને છે. આ ગીનીને પ્રકાશ વેગીની નજરે પડતાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેના વિચારમાં પરિવર્તન થવા માંડ્યું. તેણે સ્વતઃ બેલવા માંડ્યું કે-ગામના લોકે ગાંજો પીવા માટે બે પૈસા નથી આપતાં ત્યાં આ સેનામોર ક્યાંથી? ખરેખર, આજે ઈશ્વરે મારા ઉપગ માટે ગીની મેલી છે. મારી આખી જીંદગીમાં મેં તેને જોઈ નથી.” એ વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષના જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું. બીજું એક દૃષ્ટાંત કથાનુયોગ ગ્રંથમાં આવેલું યાદ આવે છે કે-એક બાર વ્રતધારી શેઠ હતા. પિતે દ્રવ્યપાર્જન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સંઘરાતી નહોતી. શેઠ પિતે ધમિષ્ટ હોઈ એક વાર સામાયિક લઈને બેઠા હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે બોલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સંક૯૫વિક૯૫ થવા માંડ્યાં. રસેઈ ભાવી નહિ. શંકા વ્યક્ત થઈ કે...આજે ગમે તેમ છે પણ રસેઈમાં કાંઈ પણ અનીતિનું દ્રવ્ય વપરાયું લાગે છે. પિતાની સ્ત્રીને પૂછયું કે આજે રસોઈ કોના દ્રવ્યથી બનાવી છે? શેઠાણી વિચારમાં પડી કે બધી વસ્તુઓ આપણું ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે! ઊહાપોહ કરતાં યાદ આવ્યું કે-પાડેશીના ઘર પાસેથી પતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે-આવી રીતે હું દેવતા પાડવા એક છાણું લાવેલી તેનાથી આ રસાઈ બની છે. શેઠની શંકા ખરી પડી અને પિતાની સ્ત્રીને શિખામણ આપી કેઆવી તુરછ વસ્તુ પણ અનીતિમય હોઈ આહાર અશુદ્ધ Page #6 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૦૫ બને છે અને તેથી મને આહાર ઉપર રુચિ થઈ નહિ. અહીં શેઠની સ્ત્રીએ કઈ પણ જાતિના ચેરીના અધ્યવસાય વિના છાણ જેવી કિંમતરહિત દ્રવ્યથી બનાવેલી રાઈ જ્યારે અશુદ્ધ નિવડી, ત્યારે જે અનીતિમાં જ જીવન પસાર કરી રહ્યા છે તેઓના માટે તે પૂછવું જ શું? આ પ્રમાણે નીતિ-અનીતિનું દ્રવ્ય બુદ્ધિમાં પરિવર્તન કરે છે. જે અનીતિનું દ્રવ્ય હંમેશાં પિતાના પેટમાં નાંખે છે, તેમને ખબર નથી પડતી કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. હવે ન્યાયસંપન્નવિભવ કેને કહેવાય? તે ટૂંકામાં પણ જુદી જુદી રીતે વિગતથી વિચારી જોઈએ, કે જેથી ખ્યાલમાં રહે કે-શું કરવાથી ન્યાય અને અન્યાય ગણાય? સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહિ. એક ભાવ કહી બીજે ભાવ કહે, ઉચિત રીતે નફો નહીં લેતાં રૂપીએ ત્રણ-ચાર આના કે તેથી વધુ નફે લે, સટ્ટાને વેપાર કરે, નેકર યા મજુરને મહેનતાણા પ્રમાણે પગાર-પૂરી મજુરી નહિ આપતાં તેની ગરજ જોઈ એછું આપવું એ સર્વ અન્યાય તરીકે ગણાય છે. નોકરી કરતાં ધણીના સેપેલા કાર્યમાંથી પૈસા ખાવા નહિ, લાંચ ખાવી નહિ, એછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહિ, વ્યાજવટંતર કરનારે સામા ધણીને છેતરીને વ્યાજના પૈસા વધારે લેવા નહિ, માલ સેળભેળ કરીને વેચ નહિ, સરકારી નોકરી કરનાર મનુષ્ય વહાલા થવા માટે લેકે ઉપર કાયદાવિરુદ્ધ જુલ્મ ગુજારે નહિ, મજુરી યા કારીગરીને ધંધો કરતાં રાજ લઈ કામ બરાબર Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] . શ્રી જી. એ. જેન ચન્થમાલા કરવું–ખેડું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતે હોય તે પિતાથી વિરુદ્ધ મતવાળાને શ્રેષબુદ્ધિથી ગેરવ્યાજબી ગુન્હેગાર ઠરાવ નહિ, કઈ માણસે આપણું બગાડયું હોય તે દ્વેષથી તેના ઉપર બેટે આરોપ મૂકવે નહિ અથવા નુકશાન કરવું નહિ, કેઈને ખોટું કલંક દેવું નહિ, ધર્મ અને ગુરુને બહાને પૈસા લેવા માટે ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નેકરની સ્ત્રી સાથે અયોગ્ય કર્મમાં વર્તવું નહિ, ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પિતાના કાર્યમાં વાપરવા નહિ, ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ બેટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે–આપણે ધર્મને વાતે જ જુઠું બેલીએ છીએ-આપણા કામ માટે જુઠું બોલતા નથી, તેથી તેમાં દેષ નથી એમ સમજી ઊંધુંચતું કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પોતાના ખાનગી કાર્યમાં વાપરવા નહિ, કેઈ માણસ નાત જમાડતે હેય તેની સાથે કાંઈ બિગાડ હોય તેથી તેને વરે બગાડવા કાંઈ લડાઈ ઊભી કરવી, પકવાન્ન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કરે, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઈ સલાહ પૂછે તે જાણ્યા છતાં બેટી સલાહ આપવી નહિ, પિતાના ધણીને હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી WWW Page #8 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૦૭ નહિ, પોતાની માન–પ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્મોપદેશ દે નહિ, અન્ય મતવાળો ધર્મ સંબંધી ખરી વાત કહેતે હોય, એમ છતાં “એ ધર્મ વધી જશે”—એમ જાણી તે વાર્તા જુઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પિોતે અવિધિએ પ્રવર્તતો હોય અને બીજા પુરુષને વિધિથી વત્તે જઈ તેના ઉપર દ્વેષ ધારણ કરે, તે અન્યાય છે. દાણચોરી કરવી, સ્ટોપની ચોરી કરવી તેમજ ખરી પેદાશ છૂપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપે, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવંતા સાધુમુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્મનાં અવર્ણવાદ બોલવા નહિ તથા કન્યાને પૈસે લઈ પિતે વિવાહ કરે નહિ. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વ ત્યાગ કરીને વ્યાપાર કરશે અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવ, તે માર્ગોનુસરીનું પ્રથમ લક્ષણ છે. આ એક જ લક્ષણ સમુચિત રીતે આવે તે માર્ગોનુસરીના બીજા લક્ષણે પણ સાંકળના અંકેડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હંમેશાં યાદ રાખવાનું કે-આ દુનિયામાં આપણે એક ગુણ સર્જાશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તો બીજા સદ્દગુણે પણ તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે-કેઈ માણસ સર્વીશે પ્રમાણિકણું ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે, તે તે કદી હિંસા કરે નહિ, અસત્ય બેલે નહિ-એ સર્વ મહા Page #9 -------------------------------------------------------------------------- ________________ 208 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પાપિ પતી જાય છે, કારણ કે તેની ઊંડી વિચારણા ચાલે તે તેને જણાઈ જાય છે કે આ સર્વ કૃત્યને પણ અપ્રમાણિકપણામાં જ સમાવેશ થાય છે. મનુષ્ય પાંચ-સાત બાબતને ન વળગતાં આ એક જ ગુણને ગમે તે ભેગે વિકસાવવા પાછળ જે આખી જીંદગી અર્પણ કરે, તે તે સર્વ પ્રકારના ઐહિક અને પારલૌકિક લાભ મેળવી શકે છે. ગૃહસ્થને આ (માર્ગાનુસારી) સામાન્ય ધર્મ છે. આ ગુણે આવ્યા પછી જ વિશેષ ધર્મ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમકિત પણ આ માર્ગનુસારીના ગુણે આવ્યા હોય તે જ આવે, અન્યથા શુદ્ધ દેવ-ગુરુધર્મને માનતે છતે મિથ્યાત્વી સમજ, કારણ કે-જેને દેવ-ગુરુ-ધર્મ માને છે, તે દેવે, ગુરુએ કે ધ માર્ગોનુસારીથી વિરુદ્ધ વર્તવાની આજ્ઞા જ કરી નથી. તે પછી જે તે દેવ-ગુરૂ-ધર્મને માનતે છતે તેમની આજ્ઞાને, કાયદાને, નિયમને ન અંગીકાર કરે, તે તે પુરૂષ વસ્તુતઃ દેવ-ગુરૂધર્મને માનતો કેમ કહી શકાય? જરા ઊંડી બુદ્ધિએ વિચાર કરવાથી આ સમજી શકાય તેવું છે. આ સામાન્ય ગુણે આવ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી અને સમ્યકત્વની પ્રાપ્તિમાં તે શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની માનીનતા સમાઈ જાય છે.