________________
૨૦૪]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા તેના વિચારમાં પરિવર્તન થવા માંડ્યું. તેણે સ્વતઃ બેલવા માંડ્યું કે-ગામના લોકે ગાંજો પીવા માટે બે પૈસા નથી આપતાં ત્યાં આ સેનામોર ક્યાંથી? ખરેખર, આજે ઈશ્વરે મારા ઉપગ માટે ગીની મેલી છે. મારી આખી જીંદગીમાં મેં તેને જોઈ નથી.” એ વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષના જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું.
બીજું એક દૃષ્ટાંત કથાનુયોગ ગ્રંથમાં આવેલું યાદ આવે છે કે-એક બાર વ્રતધારી શેઠ હતા. પિતે દ્રવ્યપાર્જન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સંઘરાતી નહોતી. શેઠ પિતે ધમિષ્ટ હોઈ એક વાર સામાયિક લઈને બેઠા હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે બોલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સંક૯૫વિક૯૫ થવા માંડ્યાં. રસેઈ ભાવી નહિ. શંકા વ્યક્ત થઈ કે...આજે ગમે તેમ છે પણ રસેઈમાં કાંઈ પણ અનીતિનું દ્રવ્ય વપરાયું લાગે છે. પિતાની સ્ત્રીને પૂછયું કે આજે રસોઈ કોના દ્રવ્યથી બનાવી છે? શેઠાણી વિચારમાં પડી કે બધી વસ્તુઓ આપણું ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે! ઊહાપોહ કરતાં યાદ આવ્યું કે-પાડેશીના ઘર પાસેથી પતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે-આવી રીતે હું દેવતા પાડવા એક છાણું લાવેલી તેનાથી આ રસાઈ બની છે. શેઠની શંકા ખરી પડી અને પિતાની સ્ત્રીને શિખામણ આપી કેઆવી તુરછ વસ્તુ પણ અનીતિમય હોઈ આહાર અશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org