Book Title: Mangal Pravachana 2
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249153/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન [૨] મંગળપ્રવચનને ખ્યાલ એવો છે કે સત્રને આરંભે મંગળરૂપે કાંઈક કહેવું. દરેક કામની શરૂઆતમાં મંગળ-અનુષ્ઠાન કરવાનો રિવાજ છે. લગ્ન વગેરે શુભ કાર્યોમાં ગણેશ માંડવા, એની પૂજા કરવી વગેરે માંગલિક અનુછાને જાણીતાં છે. આપણું ક્ષેત્ર વિદ્યાનું હોઈ તેના સત્ર-પ્રારંભે વિદ્યા વિશે વિચાર કરવો એ જ માંગલિક ગણાય. એક ઉપનિષદમાં સ્વાધ્યાય અને પ્રવચન એ જ તપ છે એમ કહ્યું છે. આપણું વિદ્યાક્ષેત્ર એટલે સ્વાધ્યાય અને પ્રવચનનું જ ક્ષેત્ર. તેથી ફલિત એમ થયું કે આપણું વિદ્યાક્ષેત્ર એ તપનું ક્ષેત્ર છે. અહીં જ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઋષિએ સ્વાધ્યાય અને પ્રવચનને તપ કર્યું તે કઈ દષ્ટિએ અને કયા અર્થમાં? તપનો અર્થ એ સસ્તો નથી કે આપણે થોડુઘણું વાંચીએ, 'વિચારીએ કે ઊંચે મને બેલીએ, લખીએ એટલે તે તપ થઈ જાય. તપને અર્થ એથી બહુ વધારે ઊંડે અને અધરે પણ છે. તપ એ નિછામાં -- બુદ્ધિપૂર્વકની નિષ્ઠામાં જ સમાય છે. વિદ્યાવિષયક પરિશીલન નિછા વિનાનું હોય તો તે તપની કટિમાં ન આવે અને એવું પરિશીલન માંગળિક પણ ન નીવડે, એટલે કે જીવનમાં પ્રાણ ને પૂરે. નિષ્ઠાને અર્થ સમજ ઘટે. જે કામ સ્વીકાર્યું હોય તેમાં એકરસ થવું, પોતાની બધી શકિતઓ તેમાં જ કેન્દ્રિત કરવી અને ગમે તેવાં વિધાનો સામનો કરવામાં આનંદ અનુભવો તેમ જ ઉત્સાહને કદી ઓસરવા દે નહિ એ 'નિકાનો અર્થ છે. આવી નિદા સાથેનું વિદ્યાકાર્ય એ જ તપ છે, અને એ પિતે સ્વયં મંગળરૂપ છે; એને ઇતર મંગળની જરૂર નથી. દીપકને પ્રકાશિત કરવા કોઈ બીજે દીવ પ્રકટાવતું નથી, કેમકે તે સ્વતઃપ્રકાશમાન છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકો ઉપવાસ અને એવાં બીજાં કઠણ વતને તપ કહે છે. એવાં વ્રત આચરનાર તપસ્વી ગણાય છે. સખત શરદી કે ગરમી ઈચ્છાપૂર્વક સહનાર પણ તપસ્વી ગણાય છે. પરંતુ જરા બારીકીથી વિચારીએ તો જણાશે કે વિદ્યાતપ અને ઉપવાસતપ વચ્ચે કેટલું અંતર છે? Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦ 1. દર્શન અને ચિંતન કોઈ પણ નાની કે મોટી ઉંમરને સહિષ્ણુ હોય તો તે એક જ નહિ પણ અનેક ઉપવાસ સહેલાઈથી કરી શકે. વિદ્યાની સાધના એવી સહેલી નથી. પચીસ પચીસ વર્ષ લગી સતત અને ખંતપૂર્વક એવી સાધના કરી હોય. તો પણ તે આજકાલના ધેરણની દૃષ્ટિએ અધૂરી પડે છે. વ્યક્તિ વિશે એમ. નથી. આજે જ બેચાર ઉપવાસ ખેચી કાઢે. લાગણીવાળા સ્નેહીઓ તમને તપ કર્યું એમ કહેશે અને વધારામાં તે તપ ઊજવશે પણ. પરંતુ તે જ લેકે વિદ્યાનું એવું મૂલ્યાંકન કરી નહિ શકે. અને છતાંય એ તપ છે જ,. કેમકે વિદ્યા વિના અંદર અંધારું રહે છે અને ગ્રંથિઓ ભેદતી નથી. ઘણુ લકે એમ સમજે છે કે ભણવું અને વિદ્યાભ્યાસ કરે એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરવી, પુરુષાર્થ ન કરે; પણ ખરી વાત બીજી છે. જે ખરા અર્થમાં વિદ્યા સાધવી હોય તો તેમાં જમ્બર પુસ્વાર્થની જરૂર છે. એ કામ માત્ર નિવૃત્તિરૂપ કે આરામદેહ નથી. એમાં તે ભારે પરસે ઉતાર. પડે છે, અને તેથી જ તે તપ કહેવાય છે. જે મન, વચન અને શરીરને. તપાવે, થકવી નાખે અને પરિણામે તેમાંથી ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય તે તપ. આ અર્થમાં વિદ્યાની સાધના –ખરી સાધના – ઉપવાસ આદિ કહેવાતાં. તપ કરતાં પણ દુષ્કર તપ છે. ઉપનિષદના ઋષિએ એ જ અર્થમાં સ્વાધ્યાય અને પ્રવચનને તપ કહી તેમાં પ્રમાદ ન સેવવાની ભલામણ કરી છે. હવે આપણે આપણી વિદ્યાપ્રવૃત્તિ વિશે થોડે વિચાર કરી, એ જોઈએ કે આપણી પ્રવૃત્તિ તપ કહેવા લાયક છે ? સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે મે ભાગ ન છૂટકે ભણે છે. ભણ્યા વિના ક્યાંય ગજ નથી. વાગત તે લાવો ભણીએ, એમ ધારી ઘણું ભણે છે. માબાપ કે વડીલ પણ એમ ધારીને ભણાવે છે કે છોકરાં નહિ ભણે તે ઠેકાણે નહિ પડે. આવી લાચાર વૃત્તિથી શરૂ કરેલ ભણતર ફળદાયી નથી નીવડતું. એ કદાચ ડિગ્રી મેળવાવી આપે, પણ આત્મામાં પ્રકાશ ન અર્પી શકે. આવી લાચાર વૃત્તિથી ભણનારા પરીક્ષા પૂરતું વાંચે છે, ને પરીક્ષાના દિવસોમાં જ ડી. ઘણી મહેનત કરે છે. બાકીને ઘણે સમય તેઓ વેડફે છે. વડીલે માને છે કે છોકરાંઓ ભણે છે, જ્યારે છોકરાઓ ઘણી વાર તે શક્તિ, સમય અને. ધનનો દુરુપયોગ કરે છે. ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં પણ આવું ચાલતું જોવાય છે. અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એવાં મળી આવશે કે જેઓ પરી-- ક્ષાના દિવસો સિવાય ભાગ્યે જ વાંચે–વિચારે. જે તેમને એમ ને એમ પ્રમાણપત્ર મળી જતું હોય તે તેઓ એટલું પણ ન વાંચે. આ દષ્ટિએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ મંગળપ્રવચન ૧૧. જોતાં એમ કહેવું પડે છે કે ઉંમરે પહોંચ્યા પછી પણ આપણે વિદ્યાર્થીવર્ગને મોટો ભાગ જીવનદ્રોહ જ કરે છે. ખાસ કરી અભ્યાસની ખરી રીત એ છે કે વર્ગમાં ગયા પહેલાં શીખવાનું પહેલેથી જ વાંચી રાખવું, જેથી અધ્યાપક કહે તે પૂરું સમજાય અને અધ્યાપકને અનેક પ્રશ્નો કરી તેની પાસેથી અનેકગણું નવું મેળવી શકાય. જે આમ નથી થતું તે વર્ગમાં અધ્યાપક કહે તે બહુ ઓછું સમજાય છે ને મહત્ત્વના પ્રશ્નો કરવાનું તો બાજુએ જ રહી જાય છે. પરિણામે અધ્યાપક પણ વધારે મહેનત કરવાનું બાજુએ મૂકે છે અને સમજે છે કે. ગાડું એમ જ ચાલવાનું. એને લીધે સમગ્ર ઉચ્ચ અભ્યાસનું ક્ષેત્ર છીછરું બની જાય છે. આજે મોટે ભાગે આપણે ત્યાં આ જ વસ્તુ દેખાય છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રથમથી વાંચીને જ વર્ગમાં જવું એટલું બસ નથી, પણ તેમણે વર્ગમાંથી આવ્યા બાદ અધીત અને ચાલતા વિષયોનું મનન પણ કરવું જોઈએ. એમ કરે તે જ વિદ્યાપ ફળ અને અધ્યાપકેને પિતાના વિષયમાં વધારે તૈયારી કરવી પડે. જે વિદ્યાર્થીવર્ગ ખરેખર જાગરૂક હોય તે અધ્યાકેને પણ વધારે સચેત રહેવું પડે અને તેમને એવા વિદ્યાર્થીઓ પ્રત્યે વધારે ભાન પણ થાય, તેમ જ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય પાછળને રાષ્ટ્રિય હેતુ બર આવે. અમદાવાદ એ ઉદ્યોગપ્રધાન શહેર છે. ઉદ્યોગમાં પડેલાઓની નિષ્ઠાથી. આપણે પરિચિત છીએ. જ્યારે દેખે ત્યારે અને જ્યાં ઉદ્યોગનાં ક્ષેત્રમાં જુઓ ત્યાં, એમાં પડેલા ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગ સિવાય બીજા વિચારો ભાગ્યે જ કરે છે. આ એમની ધંધા પ્રત્યેની નિષ્ઠા છે. આવા નિકાવાળા વાતાવરણમાં રહી અભ્યાસ કરનારને પોતાના વિષય પરત્વે નિકા કેળવવાનું કામ એક રીતે સહેલું છે. પણ મોટે ભાગે એવું દેખાય છે કે ભણનાર ધ કરી શકતો નથી અને ભણવામાં ચિત્ત પૂરું પાવી શકતો નથી. તેથી ભણનાર ઘરનો કે ઘાટને નથી રહેતો. આ જ કારણે હું નિશા કેળવવાનું કહું છું. શાસ્ત્રમાં આદિ, મધ્ય અને અન્ત મંગળની વાત કહેવામાં આવી. છે, પણ વિદ્યાભ્યાસ એ તો અખંડ અને સતત મંગળમય છે, જે એમાં પૂરી નિષ્ઠા સાધીએ તો જ. - આજકાલ અભ્યાસમાં –- ખાસ કરી ઉચ્ચ અભ્યાસમાં – માધ્યમનો પ્રશ્ન ઉગ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. માતૃભાષા જ શિક્ષણ સામાન્યનું ખરું વાહન હોઈ શકે, એ વસ્તુ આખી દુનિયાને દીવા જેવી હોવા છતાં આપણા જ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] દર્શન અને ચિંતન દેશને ઘણાય ઉચ્ચ કેળવણી પામેલા અને સમર્થ મનાતા પુરૂષનાં મનમાં એ વિશે સંદેહ છે. પણ તેઓ જોઈ નથી શકતા કે માતૃભાષા માધ્યમ ન હવાથી દેશની મતિષ્કશક્તિ અને આવિષ્કારશક્તિ કેટલી કુંઠિત થઈ ગઈ છે? માતૃભાષામાં શીખવાનું અને તેમાં જ પ્ર લખવાનું હોય તે થોડી મહેનતે કેટલું લાભ થાય છે કેટલું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બચત સમયને બીજાં જરૂરી કામમાં કેટલે સાર્થક ઉપગ થાય ! એ વસ્તુ કેળવણીના ક્ષેત્રમાં પડેલાઓએ વિચારવા જેવી છે. અત્યારે તે વિદ્યાર્થીવર્ગ દુવિધામાં પડ્યો છે. માતૃભાષાની સરળતા એ જતી કરી શકતો નથી અને અંગ્રેજીનો એકાંગી પક્ષપાત છોડી શકતો નથી, તેથી એ નથી અંગ્રેજી પૂરું જાણ કે નથી માતૃભાષા ઠીક જાણતો. વિચાર અને સૂક્ષ્મ દર્શનથી છે તે વેગળા જ રહે છે. આપણે યુરોપના અનેક વિષયના અનેક ધુરંધર વિદ્વાનોની અને સંશોધકોની વાત કરીએ છીએ, તેમની યશગાથા ગાઈએ છીએ, પણ એ નથી વિચારતા કે એમની સિદ્ધિનું એક અગત્યનું સાધન તેમની માતૃભાષામાં લેવાયેલું શિક્ષણ એ છે. હિંદુસ્તાનની મસ્તિષ્કશક્તિ કાંઈ બીજા રાષ્ટ્રો કરતાં ઊતરતી નથી, પણ આપણા આગેવાન નિષ્ણાતે જ એ શક્તિને દિવસનુદિવસ ઊતરતા પ્રકારની બનવામાં નિમિત્ત થતા રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબત પોતાને સ્પષ્ટ મત કેળવી આગેવાનો ઉપર દબાણ લાવે તો એમાં એમનું અને બીજાનું પણ ભલું છે, શ્રેય છે. અભ્યાસને માંગળિક અને તરૂપ બનાવ હોય તો એની એક રીત એ પણ છે કે પિતાના વિષયમાં જેઓ આગળ વધેલા હોય તેમની સાથે ચર્ચા કરવી, તેમના સંપર્કમાં રહેવું અને કાંઈક નવું શીખવું, તેમ જ જેઓ પિતાનાથી નીચલી કક્ષાના હેય તેમને શીખવતા પણ રહેવું અને વર્ગના સમય ઉપરાંત પિતાના અધ્યાપકેને પણ પૂરા કસવા. અમુક સમયને અંતરે સહપાઠી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મળી પિતતાના વિષય પર ખૂબ છૂટથી પણ અધ્યયનપૂર્વક મૌખિક અને લેખિત ચર્ચા કરવી. આ એક સંભૂયસંવાદ છે જેને આજે “Debate” તરીકે ઓળખાવવામાં આવે છે. આ પ્રથા હજાર વર્ષની જૂની છે. એને જ લીધે અનેક વિષયનાં અનેક શા રચાયાં છે, ને તે સર્વત્ર આદરપાત્ર બનતાં આવ્યાં છે. પૂરા સત્રકાળ દરમિયાન તેમ જ આખા વર્ષ દરમિયાન આપણું અધ્યયન માંગળિક નીવડે તે માટે છેલ્લે એક જ મુદ્દો હવે મારે કહેવાને Page #5 -------------------------------------------------------------------------- ________________ [ 13. મંગળપ્રવચન છે, અને તે એ કે ગીતાના સંદેશ તરફ આપ સૌનું ધ્યાન ખેંચવું. ગીતા એ ગમે તે ક્ષેત્રમાં અને ગમે તે કાળમાં ગમે તે સત્યવૃત્તિ કરનારને પુરુષાર્થમાં પ્રેરનારું એક અનુપમ પ્રતીક છે. આપણું એટલે અધ્યેતા અને અધ્યાપકેનું ધર્મક્ષેત્ર તે તે વિદ્યાક્ષેત્ર જ છે. એ ક્ષેત્રમાં પ્રવૃત્ત પણ ઢીલુંપોચું થયેલું, સંદેશીલ તેમ જ મુખ્ય ધ્યેયથી સહેજ પણ ફંટાતું મન એ જ અર્જુન છે અને અંદરનો જાગતા, વિવેકી અંતરાત્મા એ કૃષ્ણ છે. તે અર્જુનને નિષ્ઠાવાન થવા, વિવેક કેળવવા, તેમ જ અપ્રમત્ત બની જય ભણું આગળ. વધવા સંકેત કરે છે. આપણે સૌ એ સંકેતને અર્થ જેટલા પ્રમાણમાં વધારે સમજીએ તેટલા પ્રમાણમાં સૌનું મંગળ છે. જ ભ. જે. વિદ્યાભવનના વિધાથીઓ અને અધ્યાપકે: તા. 11-9-42 ને આગળ કરેલું પ્રવચન.