Book Title: Madanrekha
Author(s): Jayaben Thakor
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230189/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મદનરેખા લેખકઃ શ્રીમતી જયાબહેન ઠાકર “ના, ના, ન જાવ! હું નહિ જવા દઉં ! અનિષ્ટના ભણકારા હજી પણ મારા કાનમાં વાગે છે. ઓહ! આ અશુભ એંઘાણ છે ! ..અમંગળ ભાવિની આગાહી છે!” એમનું રક્ત!...એમને વિલય ! યુગબાહુના વક્ષસ્થળ પરની ભીનાશે એને જગાડી દીધો. આટલી ખુશનુમા હવામાં આ પ્રસ્વેદ શાને ?.. નિદ્રાદેવીના મધુરા અંકમાંથી જગાડનાર એ ભીનાશથી એ અકળાયા. પણ એ ભીનાશમાં તે ગરમ નિશ્વાસ ભળેલે દેખાયો. તે ચમક્યો. મદનરેખાનાં અશ્રુઓની અંજલિ એને ન ગમી. કોણ જાણે કેમ, પુરુષને સ્ત્રીનું સ્વાર્પણ સુચે છે, પણ એનાં આંસુનાં અર્પણ નથી ગમતાં! “શું થયું? સ્વપ્ન આવ્યું?” “હા. પણ મને એ ભાવિની આગાહી જેવું લાગે છે.” પણ એવું તે શું છે?” ન પૂછે નાથ !....ન પૂછો ! પણ મને વચન આપે કે કાલે મને કહ્યા વગર, મારી અનુમતિ વિના, તમે ક્યાંય નહિ જાવ.” યુગબાહુ જોરથી હસી પડ્યો. એણે મદનરેખાને પિતાના ગાઢ આલેષમાં સમાવી દીધી. એમાં વચનની જરૂર છે ખરી?” “હા. કારણ, મને ભય લાગે છે.” પ્રેમથી બંધાયેલાને વળી વચનનાં બંધનની જરૂર હોય?” હેય. કારણ કે એ બંધન જ આને માટે જવાબદાર બનશે.” Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ જવા દે....આ ચર્ચા....” અને યુગબાહુ પાછો નિદ્રાધીન બની ગયે. પણ મદન રેખાનું ચિત્ત વિચારના ઘેરા. વમળમાં ઘેરાઈ ગયું. એ વિચારતી હતી? શા માટે મણિરથભાઈ ગઈ કાલે મને નખશિખ નિહાળતા હશે? કઈ દિવસ નહિ અને હમણાં હમણાં જ એમને બંધુપ્રેમ આટલે બધે સજાગ શાને કારણ બન્યું છે? આ તો સાવ ભલા–ભેળા છે. એમને તો જગતમાં ક્યાંય અનિષ્ટ કે અનાચાર નહિ દેખાય. પણ શુભ તો સાથે અશુભ ત પણ ધરતી ઉપર રમતાં હોય છે એ સત્ય પ્રત્યે આંખમીંચામણું તે ન જ થઈ શકે. વળી પાછા એ કહેતા હતા કે “દેવનેય ઈર્ષા આવે એવું દામ્પત્ય છે!” એનો અર્થ એ જ કે એમને અમારા સુખી દાંપત્યની ઈર્ષ્યા આવે છે. એમના અંતરમાં એ ઈર્ષ્યાઅદેખાઈને અગ્નિ પ્રજવળે છે! તે એ અગ્નિને ઠાર શી રીતે ? એક જ વૃક્ષની એ ડાળમાંથી એક ડાળ સળગી ઊઠે તે એ અન્યને દઝાડ્યા વગર રહે ખરી ? પણ આ વેદના મારે તેને જણાવવી? પતિને કહું તો કદાચ એ એને મારું સ્ત્રીસહજ મિથ્યાભિમાન ગણી હસી કાઢશે અથવા મારી એવી શંકાશીલ દષ્ટિનો ઉપહાસ-તિરસ્કાર કરશે. ન કહું અને ધારો કે પરિણામ અણધાયું આવે તો..કામવાસનાને આતશ મણિરથને વધારે બેશરમ અને મરણિયો પ્રયાસ કરવા તત્પર બનાવી મૂકે તો? અને આને વધુ વિચાર કરતાં એના અંગે અંગે પ્રસ્વેદ પ્રસરી રહ્યો...એ હતી જ મદનરેખા–મદન એનાથી દૂર ન જઈ શકે એવી સૌંદર્યવતી નારી! અને અમંગળ આશંકાના આવેશમાં એ પિતાની સ્નેહમૂર્તિને વધારે જોરથી વળથી પડી. એણે ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ એનાં નેત્રે ન જ મીંચાયાં. યુગબાહુના દેહને એ ક્યાંય સુધી પંપાળી રહી. “દેહ પ્રત્યેની મમતા આટલી બધી શાને?”—એનો આત્મા પતિના આત્મામાં એકરૂપ બનીને જાણે એને પ્રશ્ન પૂછી રહ્યો. સાચી વાત છે. એ મમત્વ જ આટલી વેદના પ્રગટાવે છે. તે પાછી શાંત બની ગઈ પ્રભાત થયું. સ્નાનવિધિ પતાવી એણે યુગબાહુની ચરણરજ લીધી. પતિને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું: “આ શું?” મારે હવે આ રજ કરતાં પણ વધારે નહિવત્ બનવું છે !” એનાથી બેલાઈ ગયું. જાણે કોઈ અસંગત પ્રલાપ સાંભળતો હોય એમ યુગબાહુ હસી પડ્યો. એટલામાં તો મહેલનો એક ચોકિયાત આવીને યુગબાહુની સમક્ષ માથું નમાવી ઊભો રહ્યો. “મોટાભાઈ આપને યાદ કરે છે.” મદનરેખા ચમકી. જાણે યમદૂત આવ્યા હોય એમ એના પગમાં ધ્રુજારી આવી. “એ નહિ આવી શકે !” એણે સંભળાવી દીધું. “જેવી આજ્ઞા....પણ કારણ...” Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જયાબહેન ઠાકર : મદનરેખા ૧૭૩ કારણ કંઈ જ નહિ. મારે નથી આવવું!” યુગબાહુ પણ મદનરેખાના કથનને વળગી રહ્યો. - “વિના કારણ એમને દૂભવવાની શી જરૂર? છેવટે તે એ વડીલભાઈ છે.” વિનમ્રભાવે સેવકે પિતાનું મંતવ્ય રજૂ કર્યું. “તું જા.” ચેકિયાતને વિદાય આપીને તે પત્ની તરફ ફર્યો. “શા માટે તું મને નથી જવા દેતી?” “મને એમાં અમંગળ લાગે છે.” એનાથી વધુ ન બેલી શકાયું. એ સ્વપ્નની વાત ન કહી શકી. ગાંડી! તું મને આ કહે છે? રોજ વીરતા અને હિંમતને નશો ચડાવનાર મારી પ્રેયસી આજે કાયર બનીને આવી કાયર વાણી ઉચ્ચારી રહી છે? કેઈનીયે આગળ માથું નમાવવાની ના પાડનાર મારી પ્રાણેશ્વરી આજે પ્રથમથી જ પરાજયની વાત કરે છે? તારા સતીત્વની આણ આગળ મને હેરાન કરવાની કોઈની તાકાત નથી. તારી છાયામાં મારું સદાયે મંગળ જ છે.” યુગબાહુએ ભાવાવેશમાં કહ્યું. ના, ના, નાથ, એવું ન બોલે ! આજનો દિવસ મારું કહ્યું માને....ઓહ! મારાથી એ નથી જીરવાતું.” મદન રેખા ! પ્રિયે ! તું આર્ય નારી થઈને આવી નિર્બળ બને છે? મને એની પાછળનું કારણ તે કહે. તારા મનના એકાદ કલપના તરંગને આધીન બનીને તું મને પણ એ નિર્બળ બનાવી મૂકીશ?” જાણે મદનરેખાને આત્મા જાગી ઊઠયોઃ મારા ઉપર નિર્બળતાને આ પ્રહાર! અને એણે લાગણીના વેગને રોકીને કહ્યું : “નાથ ! ભલે, ખુશીથી જાઓ. પણ મદન રેખાને આત્મા સમર્થ છે, નિર્બળ નથી, એટલું ન ભૂલતા.” એના ગાલે હળવી ટપલી મારીને યુગબાહુએ જવા માટે પગ ઉપાડ્યો. ઉદ્યાનના પાછળના ભાગમાં મણિરથ એક શિલા પર બેઠે બેઠે યુગબાહુની પ્રતીક્ષા કરતો હતો. દૂરથી યુગબાહુ આવતો દેખાયો. એના શરીરમાંથી શૌર્ય અને સૌમ્યતાની સરવાણીઓ ફૂટતી હતી. મણિરથને વાત્સલ્યભાવ એને બોલાવતા હોય એ રીતે એ એના તરફ જવા માટે અધીરે બન્યું હોય એમ લાગતું હતું. પણ યુગબાહુ નજીક આવ્યું કે તરત જ જાણે મણિરથના મનમાં દ્વેષને દાવાનળ પ્રવળી ઊઠયો. એનું અંતર જાણે પિકાર પાડીને એની જાતને જ સમજાવતું હતું ? પેલાએ તે મને કહ્યું જ છે કે માર્ગમાં કાંટો દૂર કર્યા વિના અમૃતપાન સાંપડે જ નહિ. અને મરાંની તે વળી તાકાત કેટલી? ભલભલી સતીએય પાછું પાણી થઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ જાય; બળ આગળ બધુંય ઠરીઠામ થઈ જાય! અને એને ભાતભાતની તથા જાતજાતની વિલાસગાથા સંભળાવશે એટલે એ બધું ભૂલી જશે.” અંતરના એ સાદને સાર એ સમજી ગયે. મિત્રોએ જ એને આ ઉપદેશ આપેલો. અને સંસારજીવનના એ બધા અનુભવી મિત્રો આજ સુધી સાચા જ નીવડ્યા હતા. મને યાદ કર્યો?” યુગબાહુએ આવતાની સાથે જ ઉચ્ચાયું. “હા ભાઈ! ઘણું વખતથી તારી સાથે વાત નથી કરી. તું તારા સંસારમાં એ મગ્ન છે કે તેને બીજા કર્તવ્યની યાદ જ નથી આવતી. પણ મારે તો એ ફરજ બજાવવી પડે ને!” યુગબાહુ થોડી ક્ષણે માટે લજિજત બની ગયા. પછી એણે મણિરથની આગળ શિર ઝુકાવી આજ્ઞા માંગી. એ મૂકેલા શિર પર એક ભયંકર પ્રહાર થયે. તીક્ષણ હથિયાર એની ગરદન પર વિઝાયું. “હે ભગવાન! હે મદનરેખા !”—ચીસ પાડતાંની સાથે એ ધરતી પર ઢળી પડયો! ક્ષણે ક્ષણે પ્રભુપ્રાર્થના કરતી મદનરેખાએ એ કારમી ચીસ સાંભળીએ ત્યાં દોડી આવી. ઉદ્યાનમાં કોલાહલ મચી ગયે. રક્તભીના પતિના દેહને અંકમાં લઈ તેના શિર પર હાથ ફેરવતી મદનરેખાની આંખો સૂકી હતી. તેણે મણિરથ તરફ નજર પણ ન કરી. તેના પર કોપાયમાન થયેલા પરિવારને તેણે પોતાની દષ્ટિથી જ વાર્યો. નાથ ! મારા પ્રાણનાથ ! તેણે યુગબાહુને કાનમાં કહેવા માંડયું. એને શ્વાસ ઊંડે ને ઊંડે ઊતરતો જતો હતો. “મૃત્યુ તે માનવજીવનનું એકમાત્ર નિશ્ચિત અંગ છે. તે ક્ષણે બધું જ વીસરીને ઈષ્ટદેવનું સ્મરણ કરો! તમારા ભાઈ તમારા મૃત્યુનું નિમિત્ત બન્યા ! બાકી ખરી રીતે તે આપણાં કર્મોના પ્રતાપે અથવા તો દુર્ભાગ્યે જ આમ બન્યું.” પળવાર એ ચૂપ રહી. એના મુખ ઉપરનું તેજ અસહ્ય બનતું જતું હતું. તરત જ એને અવાજ વધારે ધીરગંભીર બન્યોઃ “ના ! ના ! દુર્ભાગ્ય શા માટે ? જીવન જેટલું કલ્યાણકારી હતું એટલું જ આ મૃત્યુને પણ પાવનકારી માનજો ! ભૂલી જજે સૌ કષાયે ને મનમાં લેશ પણ વેરવૃત્તિ ન લાવશે ! તમારા મેટાભાઈના એ દુષ્કૃત્ય માટે એમને ક્ષમા આપજે ! વીરનું ભૂષણ તે ક્ષમા! અને મારી લેશ પણ ચિંતા ન કરતા. મારામાં આત્મબળ પ્રગટે એવી પ્રાર્થના કરજે. સૌ આત્મા પોતપોતાના કર્માનુસાર સંસારમાંથી વિદાય લે છે. આ તે તમારી વિદાયની પળ છે. એને ઊજળી બનાવી લેવી ઘટે. રાગ અને દ્વેષથી એને પર રાખજો. મારા હૃદયદેવ ! તમને ઝાઝું શું કહું? હું સહેજ પણ નિબળ નહિ બનું. સંસારના આ સ્વાભાવિક કમને એટલા જ સાહજિક અને સરળ ભાવે આપણે અપનાવવાનું છે. ” તેની આંખમાંથી અવિરત આંસુ નીતરતાં હતાં, અને મુખમાંથી સ્વસ્થ વાણપ્રવાહ વહેતું હતું. જેનાર ન જીરવી શકે એ હૃદયવિદારક એ પ્રસંગ હતો. પણ મદનરેખા !.” યુગબાહુના તૂટક શબ્દો સંભળાયા. આ નાશવંત દેહ અને આ ક્ષણભંગુર સંસાર! એને મેહ શાને ? તમે તે સદા મારી પાસે જ છે, અને રહેવાના. સાચો પ્રેમ અનંત હોય છે. અને આત્મા તે Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતી જયાબહેન ઠાકર : મદન રેખા 175 અમર છે જ. તમારે આત્મા સદાયે મારામાં પ્રાણ પૂરત રહેશે. આપણે તે એ અજરઅમર આત્મા સાથે આપણે યોગ સાધ્યું હતું. યુગબાહ! નાથ !" યુગબાહુને નશ્વર દેહ તેની આગળ વિલય પામતે જતો હતો. અને મદરેખાના મેંમાંથી ઈષ્ટદેવની સ્તુતિ સહજ રીતે આવિર્ભાવ પામતી જતી હતી. મણિરથને દૂરથી એણે સેવકોથી ઘેરાયેલ જો. “ઓહ! એમણે મને વૈધવ્ય આપ્યું? " ક્ષણભર મદનરેખાને આત્મા ભયંકર આર્તનાદ કરીને વિહવળ બની ગયા. પરંતુ બીજી જ ક્ષણે એણે મૃત પતિના ચહેરા તરફ જોયું. હજી તે એ જ જીવનની તાજગી અને યૌવનનાં તેજ ત્યાં પ્રસરેલાં હતાં. નિર્દોષતા અને પવિત્રતાની રેખાઓ લેશમાત્ર ઝાંખી નહતી પડી. હે પ્રભુ! એ મારી પાસે જ છે ! જનમેજન્મનાં બંધન એક જન્મથી ઓછાં તૂટે છે ? આ તે એમનું સ્થળાન્તર છે. પતિ પરદેશ સિધાવે ત્યારે નારીને “બિચારી વિધવા” કહેવાની શક્તિ કે ધરાવે છે? એ વિરહિણુ પત્ની છે એટલું જ! અને આ એમના ભાઈ? કેણ જાણે, ક્યા ભવના વૈરભાવનું શમન કરી રહ્યા હશે? કદાચ મેં જ કઈ કાળે એમને આનાથી પણ વિશેષ અવદશામાં મૂક્યા હશે. અથવા જુગ જુગ પહેલાં કેઈક વખતે યુગબાહુના આત્માએ એમના અંતરને ભયંકર વ્યથા પહોંચાડી હશે. આજે કદાચ અમને એનું વિસ્મરણ થયું હોય, પણ એ વિસ્મરણ-પૂર્વજન્મ વિષેનું એ અજ્ઞાનમને હવે વધારે અજ્ઞાની ન બનાવે એ જ જેવાનું! એમાંથી સાચું દર્શન પ્રગટાવે તે જ એ કર્મોના બંધ તેડી શકે. માનવી પિતાના આત્માનું અનિષ્ટ પતે જ કરે છે. એ માટે અન્યને દોષિત ઠરાવી વધારે મિથ્યાભિમાનનાં આવરણ ન આવે એટલી જ જાગૃતિ રાખવી ઘટે.” મદન રેખાના વિચારોને કોઈ અંત નહોતે એના સૂના બનેલા હૈયામાં જાણે કે પ્રબુદ્ધ આત્માનાં ઓજસ પથરાયે જતાં હતાં એમાંની એક તેજરેખા મણિરથના આત્માને સ્પર્શી ગઈ. અને એ આવીને એના ચરણમાં મૂકી પડ્યો ! “મારા આત્માને પણ ઉગારો મહાસતી !" એનાથી આગળ એ ન બેલી શક્યા.