________________
મદનરેખા
લેખકઃ શ્રીમતી જયાબહેન ઠાકર
“ના, ના, ન જાવ! હું નહિ જવા દઉં ! અનિષ્ટના ભણકારા હજી પણ મારા કાનમાં વાગે છે. ઓહ! આ અશુભ એંઘાણ છે ! ..અમંગળ ભાવિની આગાહી છે!”
એમનું રક્ત!...એમને વિલય ! યુગબાહુના વક્ષસ્થળ પરની ભીનાશે એને જગાડી દીધો.
આટલી ખુશનુમા હવામાં આ પ્રસ્વેદ શાને ?.. નિદ્રાદેવીના મધુરા અંકમાંથી જગાડનાર એ ભીનાશથી એ અકળાયા.
પણ એ ભીનાશમાં તે ગરમ નિશ્વાસ ભળેલે દેખાયો. તે ચમક્યો.
મદનરેખાનાં અશ્રુઓની અંજલિ એને ન ગમી. કોણ જાણે કેમ, પુરુષને સ્ત્રીનું સ્વાર્પણ સુચે છે, પણ એનાં આંસુનાં અર્પણ નથી ગમતાં!
“શું થયું? સ્વપ્ન આવ્યું?” “હા. પણ મને એ ભાવિની આગાહી જેવું લાગે છે.” પણ એવું તે શું છે?”
ન પૂછે નાથ !....ન પૂછો ! પણ મને વચન આપે કે કાલે મને કહ્યા વગર, મારી અનુમતિ વિના, તમે ક્યાંય નહિ જાવ.” યુગબાહુ જોરથી હસી પડ્યો. એણે મદનરેખાને પિતાના ગાઢ આલેષમાં સમાવી દીધી.
એમાં વચનની જરૂર છે ખરી?” “હા. કારણ, મને ભય લાગે છે.”
પ્રેમથી બંધાયેલાને વળી વચનનાં બંધનની જરૂર હોય?” હેય. કારણ કે એ બંધન જ આને માટે જવાબદાર બનશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org