SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી જયાબહેન ઠાકર : મદન રેખા 175 અમર છે જ. તમારે આત્મા સદાયે મારામાં પ્રાણ પૂરત રહેશે. આપણે તે એ અજરઅમર આત્મા સાથે આપણે યોગ સાધ્યું હતું. યુગબાહ! નાથ !" યુગબાહુને નશ્વર દેહ તેની આગળ વિલય પામતે જતો હતો. અને મદરેખાના મેંમાંથી ઈષ્ટદેવની સ્તુતિ સહજ રીતે આવિર્ભાવ પામતી જતી હતી. મણિરથને દૂરથી એણે સેવકોથી ઘેરાયેલ જો. “ઓહ! એમણે મને વૈધવ્ય આપ્યું? " ક્ષણભર મદનરેખાને આત્મા ભયંકર આર્તનાદ કરીને વિહવળ બની ગયા. પરંતુ બીજી જ ક્ષણે એણે મૃત પતિના ચહેરા તરફ જોયું. હજી તે એ જ જીવનની તાજગી અને યૌવનનાં તેજ ત્યાં પ્રસરેલાં હતાં. નિર્દોષતા અને પવિત્રતાની રેખાઓ લેશમાત્ર ઝાંખી નહતી પડી. હે પ્રભુ! એ મારી પાસે જ છે ! જનમેજન્મનાં બંધન એક જન્મથી ઓછાં તૂટે છે ? આ તે એમનું સ્થળાન્તર છે. પતિ પરદેશ સિધાવે ત્યારે નારીને “બિચારી વિધવા” કહેવાની શક્તિ કે ધરાવે છે? એ વિરહિણુ પત્ની છે એટલું જ! અને આ એમના ભાઈ? કેણ જાણે, ક્યા ભવના વૈરભાવનું શમન કરી રહ્યા હશે? કદાચ મેં જ કઈ કાળે એમને આનાથી પણ વિશેષ અવદશામાં મૂક્યા હશે. અથવા જુગ જુગ પહેલાં કેઈક વખતે યુગબાહુના આત્માએ એમના અંતરને ભયંકર વ્યથા પહોંચાડી હશે. આજે કદાચ અમને એનું વિસ્મરણ થયું હોય, પણ એ વિસ્મરણ-પૂર્વજન્મ વિષેનું એ અજ્ઞાનમને હવે વધારે અજ્ઞાની ન બનાવે એ જ જેવાનું! એમાંથી સાચું દર્શન પ્રગટાવે તે જ એ કર્મોના બંધ તેડી શકે. માનવી પિતાના આત્માનું અનિષ્ટ પતે જ કરે છે. એ માટે અન્યને દોષિત ઠરાવી વધારે મિથ્યાભિમાનનાં આવરણ ન આવે એટલી જ જાગૃતિ રાખવી ઘટે.” મદન રેખાના વિચારોને કોઈ અંત નહોતે એના સૂના બનેલા હૈયામાં જાણે કે પ્રબુદ્ધ આત્માનાં ઓજસ પથરાયે જતાં હતાં એમાંની એક તેજરેખા મણિરથના આત્માને સ્પર્શી ગઈ. અને એ આવીને એના ચરણમાં મૂકી પડ્યો ! “મારા આત્માને પણ ઉગારો મહાસતી !" એનાથી આગળ એ ન બેલી શક્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230189
Book TitleMadanrekha
Original Sutra AuthorN/A
AuthorJayaben Thakor
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size474 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy