________________
શ્રીમતી જયાબહેન ઠાકર : મદનરેખા
૧૭૩ કારણ કંઈ જ નહિ. મારે નથી આવવું!” યુગબાહુ પણ મદનરેખાના કથનને વળગી રહ્યો. - “વિના કારણ એમને દૂભવવાની શી જરૂર? છેવટે તે એ વડીલભાઈ છે.” વિનમ્રભાવે સેવકે પિતાનું મંતવ્ય રજૂ કર્યું.
“તું જા.” ચેકિયાતને વિદાય આપીને તે પત્ની તરફ ફર્યો. “શા માટે તું મને નથી જવા દેતી?”
“મને એમાં અમંગળ લાગે છે.” એનાથી વધુ ન બેલી શકાયું. એ સ્વપ્નની વાત ન કહી શકી.
ગાંડી! તું મને આ કહે છે? રોજ વીરતા અને હિંમતને નશો ચડાવનાર મારી પ્રેયસી આજે કાયર બનીને આવી કાયર વાણી ઉચ્ચારી રહી છે? કેઈનીયે આગળ માથું નમાવવાની ના પાડનાર મારી પ્રાણેશ્વરી આજે પ્રથમથી જ પરાજયની વાત કરે છે? તારા સતીત્વની આણ આગળ મને હેરાન કરવાની કોઈની તાકાત નથી. તારી છાયામાં મારું સદાયે મંગળ જ છે.” યુગબાહુએ ભાવાવેશમાં કહ્યું.
ના, ના, નાથ, એવું ન બોલે ! આજનો દિવસ મારું કહ્યું માને....ઓહ! મારાથી એ નથી જીરવાતું.”
મદન રેખા ! પ્રિયે ! તું આર્ય નારી થઈને આવી નિર્બળ બને છે? મને એની પાછળનું કારણ તે કહે. તારા મનના એકાદ કલપના તરંગને આધીન બનીને તું મને પણ એ નિર્બળ બનાવી મૂકીશ?”
જાણે મદનરેખાને આત્મા જાગી ઊઠયોઃ મારા ઉપર નિર્બળતાને આ પ્રહાર!
અને એણે લાગણીના વેગને રોકીને કહ્યું : “નાથ ! ભલે, ખુશીથી જાઓ. પણ મદન રેખાને આત્મા સમર્થ છે, નિર્બળ નથી, એટલું ન ભૂલતા.”
એના ગાલે હળવી ટપલી મારીને યુગબાહુએ જવા માટે પગ ઉપાડ્યો.
ઉદ્યાનના પાછળના ભાગમાં મણિરથ એક શિલા પર બેઠે બેઠે યુગબાહુની પ્રતીક્ષા કરતો હતો.
દૂરથી યુગબાહુ આવતો દેખાયો. એના શરીરમાંથી શૌર્ય અને સૌમ્યતાની સરવાણીઓ ફૂટતી હતી. મણિરથને વાત્સલ્યભાવ એને બોલાવતા હોય એ રીતે એ એના તરફ જવા માટે અધીરે બન્યું હોય એમ લાગતું હતું.
પણ યુગબાહુ નજીક આવ્યું કે તરત જ જાણે મણિરથના મનમાં દ્વેષને દાવાનળ પ્રવળી ઊઠયો. એનું અંતર જાણે પિકાર પાડીને એની જાતને જ સમજાવતું હતું ?
પેલાએ તે મને કહ્યું જ છે કે માર્ગમાં કાંટો દૂર કર્યા વિના અમૃતપાન સાંપડે જ નહિ. અને મરાંની તે વળી તાકાત કેટલી? ભલભલી સતીએય પાછું પાણી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org