Book Title: Kalikalsarvagnya Hemchandracharya
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230059/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આમુખ “ સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી–તેજથીઆખા ગુજરાતને છાઈ દેતી કો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે.” –શ્રી ધૂમકેતુ ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવનચરિત્ર ધાત્રી ગુર્જરીના હૃદયમાં સંસ્કારિતા, વિદ્યા અને વિશુદ્ધ ધાર્મિકતાને પ્રાણ પૂરનાર, વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનાં પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષામાં સ્વતંત્ર તેમ જ અનુવાદાત્મક અનેક જીવનચરિત્રો આલેખાઈ ચૂક્યાં છે. ડો. બુલર જેવા વિધાને એ મહાપુરુષના પ્રભાવથી આકર્ષાઈ એમની જીવનરેખા જર્મન ભાષામાં પણ દોરી છે. આજે એ જ મહાપ્રતાપી પુરુષના જીવનચરિત્રમાં ર. રા. ભાઈશ્રી ધૂમકેતુ મહાશયે તૈયાર કરેલ એક નવીન કૃતિનો ઉમેરો થાય છે. ભાઈશ્રી ધૂમકેતુ એટલે ગુજરાતીના પ્રતિભાવાન, સંસ્કારી, પ્રૌઢ લેખક અને ગુજરાતની પ્રજાના કરકમલમાં એક પછી એક શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ સંસ્કારપૂર્ણ ગ્રંથપુષ્પોનો ઉપહાર ધરનાર માતા ગૂર્જરીનો પનોતા પુત્ર. એ સમર્થ લેખકને હાથે ગુજરાતની સંસ્કારિતાના આઘદ્રષ્ટા અને સર્જક ભગવાન શ્રી હેમચંદ્રનું જીવનચરિત્ર લખાય એ ગુજરાતી પ્રજા અને ગિરાનું અહોભાગ્ય જ ગણાય. આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈશ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલો થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા * શ્રી ધૂમકેતુકૃત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યનું (પ્રકાશક જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી મારક ટ્રસ્ટ, મુંબઈ, સને ૧૯૪૦) આમુખ. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] જ્ઞાનાંજલિ રહી છવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. જીવનચરિત્રનાં સાધન ભાઈશ્રી ધૂમકેતુએ પ્રાકૃત-સંસ્કૃત દયાશ્રય મહાકાવ્ય, મેહરાજપરાજ્ય નાટક, કુમારપાલપ્રતિબોધ, પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્ય અને તેમાં નોંધાયેલ મહત્ત્વની પ્રામાણિક અને કિંવદત્તીઓને આધારભૂત રાખી પ્રસ્તુત છવનચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવન પ્રસ્તુત છવનચરિત્રમાં ઉપર જણાવેલ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્યને આધારે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં જે પ્રકારની ઉન્નત માનવતા અને આદર્શ સાધુતા હતાં, જે જાતને તેમના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણીને સુમેળ હતો અને એ ત્રિવેણીના જીવંત ગંભીર પ્રવાહને જે રીતે તેમણે ગુજરાતી પ્રજાના અંતરમાં વહાવ્યો અને પડ્યો હતો, એક ગુજરાતી તરીકે તેમનામાં દેશાભિમાન અને પ્રજાભિમાન કેટલું હતું, દુશ્મન જેવાને તેઓ જે રીતે વિનયથી જીતી લેતા હતા, તેઓશ્રી કેવા લોકેષણા અને વૈરત્તિથી રહિત હતા, જે રીતે તેમણે પિતાના જમાનાના રાજાએ, પ્રજાઓ, વિદ્વાનો, સાહિત્ય અને ધર્મોને તેમની સાધુતાના રંગથી રંગી દીધા હતા; ગુજરાત, ગુર્જરેશ્વર અને ગુજરાતની પ્રજાને મહાન બનાવવાની અને જોવાની તેમની જે પ્રકારની અદ્ભુત કલ્પના હતી, કેવા અને કેટલા સર્વદેશીય અમોઘ પાંડિત્યને પ્રાપ્ત કરી તેમણે ગુજરાતની પ્રજાના કરકમલમાં સર્વાગપૂર્ણ વિધવિધ પ્રકારને વિશાળ સાહિત્યરાશિ અર્પણ કર્યો છે, તેમની પ્રતિભાએ અણહિલપુર પાટણ અને ગૂજરાતનો સામાજિક, રાજકીય, ધાર્મિક તેમ જ વિદ્યા, કળા, વિજ્ઞાનવિષયક આદર્શ કેટલે ઉન્નતિના શિખરે પહોંચાડ્યો હતો, ગુજરાતની પ્રજાને સંસ્કારપૂર્ણ બનાવી જગત સમક્ષ જે રીતે ઉન્નતમસ્તક અને અમર કરી છે–ઈત્યાદિ પ્રત્યેક વસ્તુને સુસંગત રીતે આલેખવામાં જે નિપુણતા, રસસિંચન અને ભાવપૂર્ણતા ભાઈ શ્રી ધૂમકેતુએ આપ્યાં છે, એટલા વિપુલ પ્રમાણમાં આજ સુધી લખાયેલ આચાર્ય શ્રી હેમચંનાં જીવનચરિત્ર પૈકી કઈમાંય આપણે જોઈ શકીશું નહિ. આજે ગુજરાતની પ્રજા દુર્વ્યસનમાંથી ઊગરી હોય, એનામાં સંસ્કારિતા, સમન્વયધર્મ, વિદ્યારચિ, સહિષ્ણુતા અને ઉદારમતદર્શિતા વગેરે ગુણો દેખાતા હોય, તેમ જ ભારતવર્ષના ઇતર પ્રદેશ કરતાં ગુજરાતની પ્રજામાં ધાર્મિક ઝનૂન વગેરે દોષ અતિ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે અને આખા ગુજરાતની પ્રજાને વાચા પ્રગટી છે—એ ભગવાન શ્રી હેમચંદ્ર અને તેમના જીવનમાં તન્મય થયેલ સર્વદર્શનસમદર્શિતાને જ આભારી છે. વિવાદાસ્પદ હકીકતનો ઉકેલ પ્રસ્તુન જીવનચરિત્રમાં આજે ચર્ચા અને વિતંડાવાદ વિય થઈ પડેલ એક ખાસ વસ્તુ ચર્ચવામાં આવી છે અને તે સાથે તેનો ઉકેલ પણ કરવામાં આવ્યો છે, તે એ કે, “ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના સંપર્ક અને સહવાસથી ગુર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ જૈનધર્માનુયાયી થયા હતા કે નહિ?” આ આખા પ્રશ્નને છણુની વેળાએ ભાઈશ્રી ધૂમકેતુએ એ વિષયને કડવાશ ભરી રીતે ચર્ચનાર જૈન અને જૈનેતર ઉભયને મીઠો ઉપાલંભ આપવા સાથે–આચાર્ય શ્રી હેમચંદ્ર અમાતામહીપણે કુમારપાલને કેવા પ્રકારનાં જૈનત્વનાં સાચાં તો અર્પણ કર્યા હતાં અને ઉદાત્ત અને Page #3 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમથન્દ્રાચા ! ૧૭૫ સમભાવને સ્પર્શતાં એ તત્ત્વાને જીવનમાં ઉતારી એ ગૂર્જરેશ્વરે જૈનત્વ અથવા પરમાતપણાને પ્રાપ્ત કરી તેના રંગથી આખા ગુજરાતની પ્રજાને કેવી ર'ગી દીધી હતી—એ વસ્તુને ઘણી સરસ રીતે આલેખી છે અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ તૈય ગુરુ-શિષ્યના સંબંધને અતે એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શેાભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પેાતાના ગુરુની માફક જીવનમાં રાજત છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રગટાવી હતી. ભાઈશ્રી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણને એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે, આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહુવાસને પરિણામે શ્રી કુમારપાલે પેાતાના જીવનમાં જૈનધર્મ, તેનાં વિશુદ્ધ તત્ત્વ અને તેને માન્ય સદનસમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પેાતાના રાજધર્મને હરકત આવે અથવા કોઈ સ ંપ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આધાત પહેોંચે. જીવનચરિત્રની પદ્ધતિ કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વર્ણનને આર ંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે કે જેથી એને વાંચતાં સૌકાઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચિરત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વન લખી નાખવું કે કરી દેવું એ દરેક માટે શકય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી એજસ્વિતાતો સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવા એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈશ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડ્યું છે, એ પ્રસ્તુત વનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યા છે, એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદન્તીએ જેવી હકીકતા સુધ્ધાંતે આજના સર્વસામાન્ય લેખકોની માફક નિક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે અને એ રીતે આજના લેખકને એક વિશિષ્ટ માનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે. જીવનચરિત્રના સ્વાધ્યાય પ્રસ્તુત જીવનચરિત્રને શુષ્ક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જૈન કે જૈનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે આવાં જીવનચરિત્રે વાંચતી અને વિચારતી વખતે સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી ઉદાર મન જ રાખવું જોઈ એ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કાઈ પણ ખાસ વિશેષતા હાય તે! તે એ જ છે કે, એમણે લૂખા સ ંપ્રદાયને આશ્રય ન લેતાં શ્રમણ ભગવાન વીર-વર્ધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ-સ્યાદ્વાદધને પેાતાના જીવનમાં ઉતારી જૈનધર્મનાં વાસ્તવિક તત્ત્વો અને સંસ્કાર ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક અને એવા મા લીધા હતા. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં આ ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તે જૈનધર્મીના મૌલિક સિદ્ધાન્તા સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા તે, અને જૈનધમ અને ગુજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહેાંચી શકયાં એ, ન બની શકત; તેમ જ આજે શ્રી હેમચંદ્રાચાર્યાંનું સદનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉચ્ચ સ્થાન છે, તે પણ ન હેાત. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] જ્ઞાનાંજલિ કઈ પણ યુગમાં વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતાએ વ્યાપક સ્વરૂપ લીધું હોય તો, તે ત્યારે જ કે જ્યારે તેના પ્રણેતા અને સંચાલકોના જીવનમાં શુદ્ધ ત્યાગ, તપ અને સમભાવે સ્થાન મેળવ્યું હોય. એક કાળે ભારતવર્ષની આર્ય પ્રજાના આર્ય માનસમાં આ ઉદાત્ત ભાવનાએ એટલું વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે માત્ર એક દેશમાં, એક ગામમાં કે એક પડોશમાં જ નહિ, પરંતુ એક જ ઘરમાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાય એકસાથે વસી શકતા, પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા અને અનાબાધપણે પોતપોતાની પદ્ધતિએ સૌ જીવનવિકાસ પણ સાધી શકતા હતા. આજે આપણે સૌએ આપણું જીવનમાંથી આ વિજ્ઞાનપૂર્ણ સમભાવને સર્વથા ખોઈ નાખે છે, એનું પરિણામ એ આવ્યું છે કે આપણે સહવાસી ભિન્ન ભિન્ન ધર્મો કે સંપ્રદાય સાથે સમભાવ-મૈત્રીભાવ સાધી શકતા નથી એમ જ નહિ, પણ પોતપોતાના સંપ્રદાય કે સમૂહમાંય સહેજ વિચારભેદ પડતાં માનવતાને ત્યાગ કરી અસભ્ય અને જંગલી દશાએ પહોંચી જઈએ છીએ, અને આપણે જે ધર્મ અને ધાર્મિકતાને વિકાસ સાધવા માગીએ છીએ એનો દિન-પ્રતિદિન આપણા જીવનમાંથી અભાવ થતો જાય છે. ભગવાન શ્રી હેમચંદ્ર જેવા આદર્શજીવી પુરષનાં પવિત્ર જીવન આપસૌને આ ક્ષકતાના ગર્તામાંથી ઉગારનાર થાય એમ આપણે સૌ જરૂર ઈચ્છીએ-ઇછવું જ જોઈએ. આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના વનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્યાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણે મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી પણ, આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણું વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે. આ પ્રસંગે હું ઈતર સંપ્રદાયોને લક્ષી કશુંય ન કહેતાં જૈનધર્માનુયાયીઓને લક્ષીને એટલું સૂચન કરવું અતિ આવશ્યક માનું છું કે, ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના નામ ઉપર વારી જનાર અત્યારના વિદ્વાન જૈન શ્રમણ અને જેન આચાર્યો એ મહર્ષિના પવિત્ર જીવનમાંથી આ એક જ ઉદાત્ત ગુણને પોતાના જીવનમાં થોડોઘણયે પચાવે તો આજના જૈન સંપ્રદાયમાં સુલક, નિષ્માણ અને અર્થ વગરની શુષ્ક ચર્ચાઓ પાછળ જે કીમતી સમય, સાધુજીવન અને અગાધ જ્ઞાનશક્તિની બરબાદી થવા સાથે જૈન પ્રજાના ધાર્મિક જીવન અને તેની અઢળક ધાર્મિક સંપત્તિની ખાનાખરાબી થઈ રહી છે, એ અટકી જાય; તે સાથે આજે જૈન શ્રમણો અને શ્રીસંધમાં જે વૈવિધ, કુસંપ વગેરે ફેલાઈ રહ્યાં છે તે પણ નાબૂદ થઈ જાય અને મૃત્યુશામાં પડેલી સાચી ધાર્મિકતા પુનર્જીવન પ્રાપ્ત કરે. આજની વિકૃત ચર્ચાઓ અને વિરૂપ પ્રવૃત્તિઓએ જૈન શ્રમણ અને જૈન પ્રજાને છિન્નભિન્ન તેમ જ અનાથ દશામાં મૂકી દીધી છે, એ વસ્તુ જરાય ઉપેક્ષા કરવા જેવી નથી. આજની છિન્નભિન્ન સ્થિતિ અને અનાથતાને દૂર કરવા માટે જૈન શ્રીસંઘની સમર્થ વિજ્ઞ વ્યક્તિઓએ સત્વરે યોગ્ય પગલાં લેવાં જોઈએ. તેમાં સૌથી પ્રથમ એ હોવું જોઈએ કે, આજે કુદકે ને ભૂસકે જન્મ ધારણ કરતાં વ્યક્તિવાદનાં પોષક દરેકેદરેક વર્તમાનપત્રોને અટકાવવાં જોઈએ, અથવા એ વર્તમાનપત્રોનું ધોરણ નક્કી કરવું જોઈએ. આજના વ્યક્તિવાદકનાં પોષક અને અસભ્ય જૈન વર્તમાનપત્રોએ જૈન પ્રજાની Page #5 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય [177 ધાર્મિકતા અને ઐક્યને જે અસહ્ય ફટકાઓ લગાવ્યા છે, એવા વિધમી ગણાતા તરફથી સેંકડો વર્ષોમાં પણ ભાગ્યે જ લાગ્યા હશે. આજે જગત પરસ્પરમાં ઐક્ય સાધી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા શુદ્ર ચર્ચાઓ પાછળ સમય અને બુદ્ધિને વેડફી કલહ કરી રહેલ છે એ તદન અનિચ્છનીય અને ખેદજનક વસ્તુ છે. આટલું પ્રસંગોપાત્ત સૂચન કર્યા પછી ટૂંકમાં એમ કહી શકાય કે, સમભાવરહિત સાંપ્રદાયિતકા એ પ્રજાજીવનને ઉન્નત કરવાને બદલે પતિત અને અવિવેકી બનાવે છે, જ્યારે સમભાવપૂર્ણ સાંપ્રદાયિકતા એ સ્વ-પરના જીવનને ઉન્નત અને વિજ્ઞાનપૂર્ણ સરજે છે. આ ઉદાત્ત ગુણને લીધે જ ભગવાન શ્રી હેમચંદ્ર તરફ સિદ્ધરાજ જેવો અપક્ષપાતી રાજા તેમને પક્ષપાતી બન્યો હતો, અને દેશવિદેશમાં ચિર પરિભ્રમણ કરી " વિચારચતુર્મુખ’ બનેલ રાજા શ્રી કુમારપાલે શિષ્યવૃત્તિ ધારણ કરી હતી. તેમ જ આ જ એક ઉદાત્ત ગુણને લીધે તેઓશ્રીએ જૈનધર્માનુયાયી કવિચક્રવર્તી શ્રીપાલ અને વૈદિક ધર્મનુયાયી સમર્થ વિદ્વાન શ્રી દેવબોધિ જેવા પરસ્પર વિરોધી વિદઘુગલના વચમાં ઐક્ય સાધી આપ્યું હતું. ભગવાન શ્રી હેમચંદ્રના જીવનચરિત્રના સ્વાધ્યાય દ્વારા આજના જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા આ ગુણલેશને જીવનમાં પચાવી એકરૂપ અને અમર બને. અંતમાં આ આમુખ પૂરું કરવા પહેલાં પ્રત્યેક વાચકનું ધ્યાન હું એક વસ્તુ તરફ દોરું છું, કે શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત જીવનચરિત્રના લેખનમાં કેટલી પ્રામાણિક્તા, કેટલી તટસ્થતા અને કેટલું અનાગ્રહિણપણું જાળવેલાં છે એ, ગુજરાતના સાક્ષરરત્ન ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ “જન્મભૂમિ' દૈનિકપત્ર (તા. 27-10-1940, અંક 118, પાનું 7 ) ના 8 કલમ અને કિતાબ” વિભાગમાં “આંદલનો " લખતાં જે હકીકત જણાવી છે એ ઉપરથી સમજી શકાશે. ભાઈશ્રી મેઘાણીએ જણાવ્યું છે કે - શ્રી ધૂમકેતુના પિતાને પંચાશી વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાવસ્થામાં દેહ પડ્યો. એને ખરખરે જતાં ધૂમકેતુએ ફક્ત આટલી જ એક ઘટના કહી: હું “હેમચંદ્ર'નું પુસ્તક લખતો હતો. એ પૂરું થવા આવેલું ને એમાં હેમચંકે પિતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટિપ્પણ કરેલું કે “મોટા પુરુષોનો મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે. તે પછી મારા પિતાની માંદગીના ખબર મળ્યા, ગાંડળ ગયે, ખબર પડવા કે એમણે પોતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું. દવા-ઉપચારની ના કહી દીધી હતી, સૌને મળવા બોલાવી લીધા હતા. તે પછી ભાખેલ દિવસે એમણે મારા હાથનું પાણી પીધું, પીને પડખું ફેરવી ગયા, ફરી એ જાગ્યા નહિ. મેં ગોંડળથી પાછા આવીને “હેમચંદ્ર'ના કંપોઝ થઈ ગયેલાં યુફેમાંથી પેલી મારી ટિપ્પણીકા કાઢી નાખી.” ખરખરાના જવાબમાં આથી કશું જ વધુ શ્રી ધૂમકેતુ બોલ્યા નથી.” આ ઉપરથી સૌને ખાતરી થશે કે, જગતના સનાતન સત્યને રજૂ કરવાની જે અનિવાર્ય જવાબદારી સાહિત્યસર્જકને માથે રહેલી છે એનું સંપૂર્ણ ભાન ભાઈશ્રી ધૂમકેતુને હાઈ પોતાની કોઈ પણ માન્યતા પ્રત્યે તેઓ આગ્રહી નથી. આ સ્થિતિમાં રહી લખાયેલ પ્રસ્તુત જીવનચરિત્રને વાંચનારાઓ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી એને સ્વાધ્યાય કરે અને આપણું સાહિત્યસર્જકે, કવિઓ અને મંથલેખકે ભાઈબી ધૂમકેતુની માફક સનાતન સત્યને રજૂ કરનારા બને એટલું ઈરછી વિરમું છું. પાટણ. [“કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય, આમુખ, સને 1940] જ્ઞાનાં. 23