________________
૧૭૪ ]
જ્ઞાનાંજલિ રહી છવનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેનો વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ લખેલ પ્રસ્તુત જીવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. જીવનચરિત્રનાં સાધન
ભાઈશ્રી ધૂમકેતુએ પ્રાકૃત-સંસ્કૃત દયાશ્રય મહાકાવ્ય, મેહરાજપરાજ્ય નાટક, કુમારપાલપ્રતિબોધ, પ્રભાવચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્ય અને તેમાં નોંધાયેલ મહત્ત્વની પ્રામાણિક અને કિંવદત્તીઓને આધારભૂત રાખી પ્રસ્તુત છવનચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવન
પ્રસ્તુત છવનચરિત્રમાં ઉપર જણાવેલ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્યને આધારે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં જે પ્રકારની ઉન્નત માનવતા અને આદર્શ સાધુતા હતાં, જે જાતને તેમના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણીને સુમેળ હતો અને એ ત્રિવેણીના જીવંત ગંભીર પ્રવાહને જે રીતે તેમણે ગુજરાતી પ્રજાના અંતરમાં વહાવ્યો અને પડ્યો હતો, એક ગુજરાતી તરીકે તેમનામાં દેશાભિમાન અને પ્રજાભિમાન કેટલું હતું, દુશ્મન જેવાને તેઓ જે રીતે વિનયથી જીતી લેતા હતા, તેઓશ્રી કેવા લોકેષણા અને વૈરત્તિથી રહિત હતા, જે રીતે તેમણે પિતાના જમાનાના રાજાએ, પ્રજાઓ, વિદ્વાનો, સાહિત્ય અને ધર્મોને તેમની સાધુતાના રંગથી રંગી દીધા હતા; ગુજરાત, ગુર્જરેશ્વર અને ગુજરાતની પ્રજાને મહાન બનાવવાની અને જોવાની તેમની જે પ્રકારની અદ્ભુત કલ્પના હતી, કેવા અને કેટલા સર્વદેશીય અમોઘ પાંડિત્યને પ્રાપ્ત કરી તેમણે ગુજરાતની પ્રજાના કરકમલમાં સર્વાગપૂર્ણ વિધવિધ પ્રકારને વિશાળ સાહિત્યરાશિ અર્પણ કર્યો છે, તેમની પ્રતિભાએ અણહિલપુર પાટણ અને ગૂજરાતનો સામાજિક, રાજકીય, ધાર્મિક તેમ જ વિદ્યા, કળા, વિજ્ઞાનવિષયક આદર્શ કેટલે ઉન્નતિના શિખરે પહોંચાડ્યો હતો, ગુજરાતની પ્રજાને સંસ્કારપૂર્ણ બનાવી જગત સમક્ષ જે રીતે ઉન્નતમસ્તક અને અમર કરી છે–ઈત્યાદિ પ્રત્યેક વસ્તુને સુસંગત રીતે આલેખવામાં જે નિપુણતા, રસસિંચન અને ભાવપૂર્ણતા ભાઈ શ્રી ધૂમકેતુએ આપ્યાં છે, એટલા વિપુલ પ્રમાણમાં આજ સુધી લખાયેલ આચાર્ય શ્રી હેમચંનાં જીવનચરિત્ર પૈકી કઈમાંય આપણે જોઈ શકીશું નહિ.
આજે ગુજરાતની પ્રજા દુર્વ્યસનમાંથી ઊગરી હોય, એનામાં સંસ્કારિતા, સમન્વયધર્મ, વિદ્યારચિ, સહિષ્ણુતા અને ઉદારમતદર્શિતા વગેરે ગુણો દેખાતા હોય, તેમ જ ભારતવર્ષના ઇતર પ્રદેશ કરતાં ગુજરાતની પ્રજામાં ધાર્મિક ઝનૂન વગેરે દોષ અતિ અલ્પ પ્રમાણમાં નજરે પડે છે અને આખા ગુજરાતની પ્રજાને વાચા પ્રગટી છે—એ ભગવાન શ્રી હેમચંદ્ર અને તેમના જીવનમાં તન્મય થયેલ સર્વદર્શનસમદર્શિતાને જ આભારી છે. વિવાદાસ્પદ હકીકતનો ઉકેલ
પ્રસ્તુન જીવનચરિત્રમાં આજે ચર્ચા અને વિતંડાવાદ વિય થઈ પડેલ એક ખાસ વસ્તુ ચર્ચવામાં આવી છે અને તે સાથે તેનો ઉકેલ પણ કરવામાં આવ્યો છે, તે એ કે, “ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના સંપર્ક અને સહવાસથી ગુર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ જૈનધર્માનુયાયી થયા હતા કે નહિ?” આ આખા પ્રશ્નને છણુની વેળાએ ભાઈશ્રી ધૂમકેતુએ એ વિષયને કડવાશ ભરી રીતે ચર્ચનાર જૈન અને જૈનેતર ઉભયને મીઠો ઉપાલંભ આપવા સાથે–આચાર્ય શ્રી હેમચંદ્ર અમાતામહીપણે કુમારપાલને કેવા પ્રકારનાં જૈનત્વનાં સાચાં તો અર્પણ કર્યા હતાં અને ઉદાત્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org