________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમથન્દ્રાચા
! ૧૭૫
સમભાવને સ્પર્શતાં એ તત્ત્વાને જીવનમાં ઉતારી એ ગૂર્જરેશ્વરે જૈનત્વ અથવા પરમાતપણાને પ્રાપ્ત કરી તેના રંગથી આખા ગુજરાતની પ્રજાને કેવી ર'ગી દીધી હતી—એ વસ્તુને ઘણી સરસ રીતે આલેખી છે અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ તૈય ગુરુ-શિષ્યના સંબંધને અતે એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શેાભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પેાતાના ગુરુની માફક જીવનમાં રાજત છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રગટાવી હતી.
ભાઈશ્રી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણને એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે, આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહુવાસને પરિણામે શ્રી કુમારપાલે પેાતાના જીવનમાં જૈનધર્મ, તેનાં વિશુદ્ધ તત્ત્વ અને તેને માન્ય સદનસમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પેાતાના રાજધર્મને હરકત આવે અથવા કોઈ સ ંપ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આધાત પહેોંચે.
જીવનચરિત્રની પદ્ધતિ
કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વર્ણનને આર ંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે કે જેથી એને વાંચતાં સૌકાઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચિરત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વન લખી નાખવું કે કરી દેવું એ દરેક માટે શકય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી એજસ્વિતાતો સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવા એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈશ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડ્યું છે, એ પ્રસ્તુત વનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યા છે, એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદન્તીએ જેવી હકીકતા સુધ્ધાંતે આજના સર્વસામાન્ય લેખકોની માફક નિક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે અને એ રીતે આજના લેખકને એક વિશિષ્ટ માનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે.
જીવનચરિત્રના સ્વાધ્યાય
પ્રસ્તુત જીવનચરિત્રને શુષ્ક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જૈન કે જૈનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે આવાં જીવનચરિત્રે વાંચતી અને વિચારતી વખતે સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી ઉદાર મન જ રાખવું જોઈ એ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કાઈ પણ ખાસ વિશેષતા હાય તે! તે એ જ છે કે, એમણે લૂખા સ ંપ્રદાયને આશ્રય ન લેતાં શ્રમણ ભગવાન વીર-વર્ધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ-સ્યાદ્વાદધને પેાતાના જીવનમાં ઉતારી જૈનધર્મનાં વાસ્તવિક તત્ત્વો અને સંસ્કાર ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક અને એવા મા લીધા હતા. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં આ ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તે જૈનધર્મીના મૌલિક સિદ્ધાન્તા સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા તે, અને જૈનધમ અને ગુજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહેાંચી શકયાં એ, ન બની શકત; તેમ જ આજે શ્રી હેમચંદ્રાચાર્યાંનું સદનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉચ્ચ સ્થાન છે, તે પણ ન હેાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org