________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય [177 ધાર્મિકતા અને ઐક્યને જે અસહ્ય ફટકાઓ લગાવ્યા છે, એવા વિધમી ગણાતા તરફથી સેંકડો વર્ષોમાં પણ ભાગ્યે જ લાગ્યા હશે. આજે જગત પરસ્પરમાં ઐક્ય સાધી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા શુદ્ર ચર્ચાઓ પાછળ સમય અને બુદ્ધિને વેડફી કલહ કરી રહેલ છે એ તદન અનિચ્છનીય અને ખેદજનક વસ્તુ છે. આટલું પ્રસંગોપાત્ત સૂચન કર્યા પછી ટૂંકમાં એમ કહી શકાય કે, સમભાવરહિત સાંપ્રદાયિતકા એ પ્રજાજીવનને ઉન્નત કરવાને બદલે પતિત અને અવિવેકી બનાવે છે, જ્યારે સમભાવપૂર્ણ સાંપ્રદાયિકતા એ સ્વ-પરના જીવનને ઉન્નત અને વિજ્ઞાનપૂર્ણ સરજે છે. આ ઉદાત્ત ગુણને લીધે જ ભગવાન શ્રી હેમચંદ્ર તરફ સિદ્ધરાજ જેવો અપક્ષપાતી રાજા તેમને પક્ષપાતી બન્યો હતો, અને દેશવિદેશમાં ચિર પરિભ્રમણ કરી " વિચારચતુર્મુખ’ બનેલ રાજા શ્રી કુમારપાલે શિષ્યવૃત્તિ ધારણ કરી હતી. તેમ જ આ જ એક ઉદાત્ત ગુણને લીધે તેઓશ્રીએ જૈનધર્માનુયાયી કવિચક્રવર્તી શ્રીપાલ અને વૈદિક ધર્મનુયાયી સમર્થ વિદ્વાન શ્રી દેવબોધિ જેવા પરસ્પર વિરોધી વિદઘુગલના વચમાં ઐક્ય સાધી આપ્યું હતું. ભગવાન શ્રી હેમચંદ્રના જીવનચરિત્રના સ્વાધ્યાય દ્વારા આજના જૈન ધર્મગુરુઓ અને જૈન પ્રજા આ ગુણલેશને જીવનમાં પચાવી એકરૂપ અને અમર બને. અંતમાં આ આમુખ પૂરું કરવા પહેલાં પ્રત્યેક વાચકનું ધ્યાન હું એક વસ્તુ તરફ દોરું છું, કે શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત જીવનચરિત્રના લેખનમાં કેટલી પ્રામાણિક્તા, કેટલી તટસ્થતા અને કેટલું અનાગ્રહિણપણું જાળવેલાં છે એ, ગુજરાતના સાક્ષરરત્ન ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ “જન્મભૂમિ' દૈનિકપત્ર (તા. 27-10-1940, અંક 118, પાનું 7 ) ના 8 કલમ અને કિતાબ” વિભાગમાં “આંદલનો " લખતાં જે હકીકત જણાવી છે એ ઉપરથી સમજી શકાશે. ભાઈશ્રી મેઘાણીએ જણાવ્યું છે કે - શ્રી ધૂમકેતુના પિતાને પંચાશી વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાવસ્થામાં દેહ પડ્યો. એને ખરખરે જતાં ધૂમકેતુએ ફક્ત આટલી જ એક ઘટના કહી: હું “હેમચંદ્ર'નું પુસ્તક લખતો હતો. એ પૂરું થવા આવેલું ને એમાં હેમચંકે પિતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટિપ્પણ કરેલું કે “મોટા પુરુષોનો મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે. તે પછી મારા પિતાની માંદગીના ખબર મળ્યા, ગાંડળ ગયે, ખબર પડવા કે એમણે પોતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું. દવા-ઉપચારની ના કહી દીધી હતી, સૌને મળવા બોલાવી લીધા હતા. તે પછી ભાખેલ દિવસે એમણે મારા હાથનું પાણી પીધું, પીને પડખું ફેરવી ગયા, ફરી એ જાગ્યા નહિ. મેં ગોંડળથી પાછા આવીને “હેમચંદ્ર'ના કંપોઝ થઈ ગયેલાં યુફેમાંથી પેલી મારી ટિપ્પણીકા કાઢી નાખી.” ખરખરાના જવાબમાં આથી કશું જ વધુ શ્રી ધૂમકેતુ બોલ્યા નથી.” આ ઉપરથી સૌને ખાતરી થશે કે, જગતના સનાતન સત્યને રજૂ કરવાની જે અનિવાર્ય જવાબદારી સાહિત્યસર્જકને માથે રહેલી છે એનું સંપૂર્ણ ભાન ભાઈશ્રી ધૂમકેતુને હાઈ પોતાની કોઈ પણ માન્યતા પ્રત્યે તેઓ આગ્રહી નથી. આ સ્થિતિમાં રહી લખાયેલ પ્રસ્તુત જીવનચરિત્રને વાંચનારાઓ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી એને સ્વાધ્યાય કરે અને આપણું સાહિત્યસર્જકે, કવિઓ અને મંથલેખકે ભાઈબી ધૂમકેતુની માફક સનાતન સત્યને રજૂ કરનારા બને એટલું ઈરછી વિરમું છું. પાટણ. [“કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય, આમુખ, સને 1940] જ્ઞાનાં. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org