Page #1
--------------------------------------------------------------------------
________________
પરમ તારક શ્રી જિનશાસનના શણગાર રૂપ એવાં સાધુ-સાધ્વીજીઓને સાનેરી શિખામણા
નેાંધનાર : અચલગચ્છ મુનિમહલાગ્રેસર પ. પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.
[ અહીં પ્રગટ થતી ૩૯ નાંધે અચલગચ્છાધિપતિ મુનિમંડલાગ્રેસેર ૫, પૂ. દાદાશ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે તૈયાર કરેલી તે અહીં અક્ષરસ: આપેલી છે. ]
પહેલાના સમયમાં ગચ્છનાયકા પેાતાના સમુદાયમાં રત્નત્રયની સુઉંદર આરાધના થતી રહે, તે માટે આવા આદેશપટ્ટા કાઢતા અને તેને અનુસરી સાધુ-સાધ્વીજી ભગવંતા આરાધનામાં ઉલ્લાસભેર આગળ ધપતા. આ ૩૯ સેાનેરી શિખામા સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ અને રક્ષણને લગતી છે, તેમ જ સાધુ-સાધ્વીજીઓને અતિ ઉપયાગી છે. અચલગચ્છાધિપતિ તથા છેલ્લા શ્રીપૂજ જિનેન્દ્રસાગરસૂરિજીના સમયમાં અચલગચ્છનાં પૂર અભિતઃ એસરતા રહ્યાં હતાં. તે અગાઉથી જ સાધુએ ગારજીના સ્વાંગ સર્જી પેદશાળામાં સ્થિરવાસ કરી, આજવા માટે જ્યાતિષાદિના માધ્યમથી શિથિલ જીવન જીવતા થઈ ગયા હતા. તે સમાજમાં આધ્યાત્મિક નેતૃત્વ પૂરુ' નહાતા પાડતા. આવા જ સમયે આપણા શ્રીસંધના ભાગ્યેદયે રાજસ્થાનમાં શ્રીમાળી બ્રાહ્મણ કુળમાં જન્મેલા બાળ ગુલાબમલ કે જે પછીથી અ*ચલગચ્છ મુનિમ ડેલાગ્રેસર મુનિશ્રી ગૌતમસાગરજી ( પછીથી અચલગચ્છાધિપતિ પૂ દાદાશ્રો ગૌતમસાગરસુરિજી ) ને નામે પ્રસિદ્ધિ પામ્યા હતા, તેઓએ સ. ૧૯૪૬, ફાગણુ સુદ ૧૧ ના પેાતાની જન્મભૂમિ પાલી શહેરમાં ક્રિયાહાર કરી, સર્વંગી દીક્ષા લઈ જિનશાસનની અને "ચલગચ્છની ઉન્નતિ માટે વિરાટ કદમ ઉઠાવ્યું. અચલગચ્છના ઈતિહાસમાં 'ક્રિયે દ્વારક' ‘કચ્છ હાલાર દેશેાધારક’ જેવાં બિરુદાથી તેઓ નવાજાયા છે. સ, ૧૯૪૮-૪૯ ના કચ્છ, ભૂજનગરના ચાર્તુમાસ બાદ સં. ૧૯૪૯ મહા સુદ ૧૦ ના તેઓએ સુથરી ગામના ભાઈયાભાઈને ‘ઉત્તમસાગર' નામ આપીને દીક્ષા આપી. એ જ વર્ષમાં સુથરી તીર્થાંમાં જેઠ સુદ્દ ૧૦ ના ચીઆસરના ગેવરભાઈને દીક્ષા આપી મુનિશ્રી ગુણસાગરજી નામ આપ્યું, તેમ જ શ્રાવિકા સેાનબાઈ અને શ્રાવિકા ઉમરબાઈને એ જ દિવસે દીક્ષા આપી સાધ્વીશ્રી શિવશ્રીજી અને સાધ્વીશ્રી ઉત્તમશ્રીજી નામ આપ્યાં. ત્યાર બાદ તેઓશ્રીની પ્રેરણા-સદુપદેશથી તેઓના પવિત્ર કરકમલેાથી અનેક મુમુક્ષુ આત્માઓએ ભાગવતી દીક્ષા સ્વીકારી. તેમેના હસ્તે યાનિશ્રામાં યા તે પ્રેરણાથી થયેલ દીક્ષાઓના આંક લગભગ સાની (૧૦૦) સંખ્યાને આંબી જાય છે. સમગ્ર સાધુ-સાધ્વી સમુદાય તેએની આજ્ઞામાં હતા. તે દરમ્યાન પોતાના સમુદાયની વ્યવસ્થા અને સમુદાયમાં રત્નત્રય આરાધનાંદિની વૃદ્ધિ થાય તે માટે આ પ્રસ્તુત ૩૯ નિયમેા કે કલમેાની નેધ તૈયાર કરેલ હાય તેમ લાગે છે.
હશ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
destestostecesoteste de destacados estestostecostestastedes deste destestostesteste stede sa stalada destesso tedestedeste desteedtesto destestostestostestoster
અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા. સ્વયં જિંદગીને છેલ્લા શ્વાસ સુધી પિતાના મુનિજીવનમાં અને રત્નત્રયની આરાધનામાં લીન હતા. તેઓ સં. ૨૦૦૮, વૈશાખ સુદ ૧૩ ના ભજનગરમાં કાળધર્મ પામ્યા હતા. પણ તે અગાઉ સં. ૨૦૦૧ ના માગશર સુદ ૧૧, રવિવારે તેઓએ ગછને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. તે પત્ર ભૂજના સંઘપતિ નાથા નારાણજી હસ્ત, સાકરચંદ પાનાચંદને લખ્યું હતું તે પત્રની નકલે અંચલગચ્છાધિપતિ છેલ્લા શ્રી પૂજ જિતેંદ્રસાગરસૂરિજી તથા અન્ય સંઘને પણ મેકલવામાં આવેલી. તે પત્રમાંથી ગ૭ના ભાવિ આધ્યાત્મિક વિકાસ અંગે તેઓના હૃદયની વિચારણાઓ અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. (તે પત્ર “અંચલગરછ દિગ્દર્શન” પૃ. ૬૦૦ પર પણ પ્રકાશિત છે) તે પત્ર પરથી જણાય છે કે શ્રી જિનેન્દ્રસાગરસૂરિની પાટે ગચ્છનાયક તરીકે ત્યાગી મુનિને જ સ્થાપવા જોઈએ. અને પૂજ્ય દાદાશ્રીએ તે એટલે સુધી જણાવ્યું કે “એ ત્યાગી ગચ્છનાયકને હું મારે સમગ્ર સાધુ-સાધ્વી સમુદાય સોંપી દઉં, આ તેમની ઉદાત્ત અને મંગલ ભાવના પ્રત્યે શિર મૂકી જાય છે.
પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ને ઉપરક્ત પત્ર અનુસાર ખાસ કંઈ કાર્યવાહી ન થઈ અને સં. ૨૦૦૪, કાર્તિક વદ ૧૦ ના છેલ્લા શ્રીપૂજ શ્રી જિનેંદ્રસાગરસૂરિ ભુજપુર પિશાળમાં સ્વર્ગસ્થ થયા. હવે ગરનાયક કોણ ? અલબત, તે વખતે યતિઓ-ગોરજીઓની સંખ્યા પણ નહીંવત હતી. આવી સ્થિતિમાં શ્રી જિને દસાગર સૂરિ પછી શ્રીપુજ ગરછનાયક કેને બનાવવા ? તે પ્રશ્ન હતો જ. બહોળા ત્યાગી સમુદાયના નાયક પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ હતા. ઉપરાંત પત્ર અંગે ખાણ કાર્યવાહી ન થઈ હોઈ, પૂ. દાદાશ્રીએ સં. ૨૦૦૩ માં પિતાને સમગ્ર અજ્ઞાવતી સાધુ-સાધ્વી સહાય પિતાને પ્રશિષ્ય ૫. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યને યોગ્ય જાણી પી દીધો હતો. આમ્ર છતાં ગચ્છનાયકને પ્રશ્ન ઉપસ્થિત જ હતો. શ્રીપૂજ શ્રી જિનેન્દ્રસાગરસૂરિના ગૃહસ્થ વેશધારી શિષ્ય શ્રી ક્ષમાનંદજી કે જેઓ શ્રી જિનેંદ્રસાગરસૂરિના પટ્ટધર થવા પોતાને અસમર્થ સમજતા હતા, તેમને પણ આ વાત મનમાં ખટકતી હતી, કે ગચ્છનાયક વગર ગ૭ કેમ શોભે છે.
અંતે તેઓની પણ પસંદગી વિશાળ સમુદાયના ગણનાયક પરમ ત્યાગી પૂ. દાદાશ્રી ગૌતમસાગરા મહારાજ સાહેબ પર જ પડી. જો કે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબ સદાય પદનીથી દૂર રહ્યા હતા, આમ છતાં ૮૮ વર્ષની વૃદ્ધ ઉંમરે પણ તેમને સતત શાસન અને ગોન્નતિની ચિંતા હતી જ. સં. ૨૦૦૯ ના મહા વદમાં રામાણી (કરછ) ના દેવજદંડ પ્રતિષ્ઠા અને સુવર્ણ મહોત્સવ પ્રસંગે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મસા., પૂજ્ય ઉપાધ્યાયજી ગુણસાગરજી મ. સા. સમેત મુનિવરની પાવન નિશ્રા હતી. વિધિવિધાન કરાવનાર શ્રી ક્ષમાનદ હતા. પ્રતિષ્ઠા વખતે અનેક સંઘ અને આગેવાન શ્રાવકેની ખૂબ જ અવરજવર હતી. દરમ્યાન ગ૭માં ત્યાગી એવા ગરછનાયકની ઉણપ બધાને સાલતી હતી. આ ચર્ચાએ તે પ્રસંગે મહત્તવને વળાંક લીધો. શ્રી ક્ષમાનંદજીએ આગેવાને સમજાવી પછી સંઘને સાથે લઈ વિનંતિપૂર્વક ગચ્છાધિપતિ અને સૂરિપદ માટે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ને પણ ખૂબ પ્રયતને સમજાવી અને મનાવી લીધા. શ્રી ક્ષમાનંદજી તથા શ્રી સંઘ અને આગેવાનોની વિનંતિને પૂ. દાદાશ્રીએ સ્વીકાર કરી લીધું અને ત્યાં નાણુ સમક્ષ ક્રિયા પણ કરવામાં આવી. પ્રતિષ્ઠાના નવગ્રહ, દશ દિકપાલાદિ પુજનેનાં વિધિવિધાનોમાં “અચલગચ્છાધિપતિ પ.
ચી શ્રી આર્ય કયાહાગૌતમ સ્મૃતિગ્રંથો
Page #3
--------------------------------------------------------------------------
________________
.
[૭૪]codebate obsceboosticedes.com.brotestoboosebeesweeeeee આચાર્ય દેવશ્રી ગૌતમસાગર સુરીશ્વરજી મ. સા. વિજય રાજયે આ રીતે દશ વાર બેલી પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ને “ અચલગચ્છાધિપતિ” અને “આચાર્ય તરીકે જાહેર કર્યા. આ રીતે દીર્ઘ સમયથી ચર્ચાતા પ્રશ્નને સુખદ અંત આવ્યો અને શ્રી પૂજેનાં નેતૃત્વને પડદો પડયો. પરમ ત્યાગી અને સમર્થ ગચ્છનાયક પ્રાપ્ત થતાં શ્રી સાધુ-સાવી સમુદાયમાં તથા શ્રી સંધમાં આનંદ વ્યાપી રહ્યો.
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તે પરમ ત્યાગી અને અનેક આત્માઓનાં દીક્ષાદાતા તારક ગુરુવર્ય હતા. નિત્ય તપસ્વી અને જ્ઞાનધ્યાનમાં લીન હતા. છેલ્લા કેટલાક ગચ્છનાયકે પૈકી શ્રી વિવેકસાગરસૂરિ શ્રી જિનંદ્રસાગરસૂરિને ગરછનાયક બનાવતી વખતે જ ગચ્છાધિપતિ અને સરિ તરીકે જાહેર કરાયા હતા. તેમણે ન તે વડી દીક્ષા
સ્વીકારી હતી, કે વડી દીક્ષા માટેના યંગ કર્યા હતા. તેમ જ ગ૨છને પ્રાણસ્વરૂપ સાધુ-સાધ્વી સમુદાય પણ તેઓની-શ્રીપૂજેની આજ્ઞામાં કેમ રહે? ત્યાગી નહીં, એવા શ્રીપૂજો જે આચાર્ય, સુરિ કે ગચ્છનાયક તરીકે જાહેર થયા, તે પરમ ત્યાગી અને અચલગચ્છના પ્રાણસ્વરૂપ અને સમર્થ કર્ણધાર પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. તે ગચ્છાધિપતિ અને આચાર્ય તરીકે જાહેર થયા, તે આપણું સંધના ઇતિહાસ માટે ગૌરવને જ વિષય કહેવાય. પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. સાહેબે ગરછમાં નવચેતના આણું. વિદ્યમાન અચલગચ્છને શ્રી ચતુર્વિધ સંઘ પૂ. દાદાશ્રીને કદાપિ ન ભૂલી શકે. - પૂ. દાદાસાહેબ શ્રી સંઘમાં જે જાગૃતિ આણી, તેમાં પિતાની આજ્ઞાવતી સાધુ- સાધ્વી સમુદાયમાં કરેલું જીવન ઘડતર એ મુખ્ય જાગૃતિ હતી. શરૂમાં સંવિજ્ઞ અને ત્યાગી તરીકે તેઓ એક જ હતા. તેમાંથી અદમ્ય પુરુષાર્થ આદરી શૂન્યમાંથી વિરાટનું સર્જન કરી દીધું. મુમુક્ષુ દીક્ષાર્થીઓને તથા સાધુ-સાધવજીના જીવનઘડતર માટે તેઓએ નિયમ નકકી કર્યા હતા. | નિયમ નં. ૧૫ મુજબ તેમ જ અનુભવીઓના કહેવા મુજબ પૂ. દાદાશ્રીએ હાજરી-નિયમ પત્રકો તૈયાર કરેલાં. તેઓનાં અજ્ઞાવતી સાધુ-સાધ્વીજીઓ તે પત્રક પૂરતાં. બાદ તે પત્રનું પૂ. દાદા ગુરુદેવશ્રી નિરીક્ષણ કરતા. આ નિયમમાં કેમ કચાશ છે ? અમુક ખાટલા સ્વાધ્યાય કેમ ન થયું ? ઇત્યાદિ અંગે પૂછતા. આલોચના આપીને તેને નિયમોમાં દૃઢ રહેવા માર્ગદર્શન–સૂચનાઓ આપતા. સંભવતઃ અહીં પ્રસ્તુત થતી કતિની નકલો કરાવી, તે વખતનાં સાધુ-સાધીજીએને પાઠવવામાં આવેલ હોય ! આ કૃતિથી પૂ. દાદાશ્રીના હૃદયમાં રહેલ ઉત્કટ ત્યાગ અને ત્યાગી સમુદાયમાં સંયમની અપૂર્વ જાગૃતિ અર્થે તેઓશ્રી ની પ્રેરણુ અને લગન સ્પષ્ટ સમજાઈ આવે છે. આવા પરમ યોગી, પરમ તારક પૂ. દાદાશ્રીને કેટ કેટ વંદના ! છે :- અહીં પ્રસ્તુત થતી “૩૮ સેનેરી શિખામણે” એ નામે આ કૃતિની મૂળ હસ્ત લિખિત પ્રત શ્રી અનંતનાથજી જન દેરાસર ( ખારેક બજાર ) મુંબઈના જ્ઞાનભંડારમાંથી મળી આવી હતી. પ્રત નં. ૩૨૦૪ છે." કુલ ૭ પત્ર છે પ્રતની હાલત સારી છે. આ પ્રત પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. પિતાને હાથે જ લખે છે. આ પ્રતનાં અંતિમ પત્રને બ્લેક આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ પ્રત
સ્થા સંવત કે કઈ તિથિમાં લખાઈ તે માહિતી મળી શકી નથી. અક્ષરશઃ અને શકયતઃ શુદ્ધ લખાણ આપવા પ્રયત્ન કરે છે. “સોનેરી શિખામણે' શીર્ષક મેં આપ્યું છે. - આશા છે કે આ કૃતિ અનેકને માટે પ્રેરણારૂપ બનશે.
- સંપાદક]
છેર શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ ટિ
Page #4
--------------------------------------------------------------------------
________________
stastastestastestasta sta sta sta sta sta sta sta sta ste stasta sta sta sta da du da sta tentu testa de to
hishtha [૪૫]
|| શ્રી મહાવીર સ્વામી નમઃ ।।
|| अनंत लब्धिनिधाय श्री गौतम स्वामोने नमः || || શ્રી સદ્ગુરુજ્યેવાય નમો નમઃ ||
(૧) શ્રી નમેા સિદ્ધાણુ, શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છના કચ્છ દેશના શ્રીસ'ધ ગુર્જર જ્ઞાતિના શેઠ નાથા નારાણજી તથા વીશા એશવાળ જ્ઞાતિના તથા દશા એશવાળ જ્ઞાતિના, એમ ત્રણે જ્ઞાતિના સંધ મુખ્ય મલી સ્વગચ્છ (અચલગચ્છ)ના મુનિમ'ડલ કાલના ભાવે કેટલાક મુનિએના સ્વત ંત્ર વર્તનથી આપસમાં કલેશ પેદા થાય છે. તે કલેશના ભાગીદાર કેટલાક શ્રાવકે સાધુના પક્ષપાતી થવાથી, મુનિએ પેાતાના શ્રાવકે રાગી થયા જોઇને મેફિકરથી વર્તી ને મુનિઓને તથા સ્વગચ્છની લઘુતાને પમાડે છે. તે કલેશને અને સ્વગચ્છ શાસનની લઘુતાને નાશ કરવા માટે સંધ મલી એક કમિટીની સ્થાપના કરવી જોઇએ. અવશ્ય તે કમિટીએ સ્વગચ્છની શાસનની ઉન્નતિ કેમ થાય, તેમ પક્ષપાત મૂકી ન્યાય કાર્ય કરવું. જેથી પરમાત્માના સિદ્ધાંતથી વિરુદ્ધ ન થાય, તેવું વર્તન મુનિઓને કરાવવું. સંઘ ૨૫ (પચ્ચીસ)મા તીર્થકર છે. માટે, મુનિવને શુદ્ધ માર્ગમાં વર્તાવવાને તેને ધર્મ છે.
(૨) કમિટીએ સ્વગચ્છ (અચલગચ્છ) નામ ધરાવનારા સાધુ-સાધ્વીનામ`ડલમાં એક આચાર્ય કે પ્રવર્તક અગ્રેસર સ્થાપવા. તે સર્વ સાધુ-સાધ્વીએ અગ્રેસરની આજ્ઞામાં વર્તે. તેથી મુનિમંડલમાં કુસંપ, સ્વેચ્છાચારીને વધારે ન જ થાય અને સ્વગચ્છની તથા શાસનની ઉન્નતિ થાય.
(૩) સાધ્વીના મડલમાં પણ એક સાધ્વીજીને મહત્તરા પ્રવર્તીની પદે સ્થાપવી જોઇએ, જેથી સ સાધ્વીએ મહત્તરા સાધ્વીની આજ્ઞામાં રહે
(૪) આ સમુદાયનાં દરેક સાધુ-સાધ્વીએએ પેાતાની, ગમે ત્યાં વિહાર કે વિચરવાની ઇચ્છા થાય, છતાં મુનિમ`ડલાન્ગ્રેસરની તેમ મહત્તરા સાધ્વીની આજ્ઞાને અનુસારે વિચરવું. પરદેશ પત્ર દ્વારા આજ્ઞા મંગાવવી.
(૫) આ સમુદાયનાં સાધુ-સાધ્વીઓએ, કેાઈ ણુ ગામના સંઘ અને પેાતાની ઇચ્છા તે ગામમાં ચામાસું કરવાની થાય, તેા મગાવી તે પ્રમાણે કરવુ
(૬) એક ઠેકાણે ઉપરાઉપરી ચામાસુ ન કરવું. લાભાલાભ જેવું કારણ હાય, તે તે લાભ મડલના અગ્રેસરને જણાવવેા. દૂર હાય તેા પત્રથી જણાવવા. તે પણ ત્યાંના સંઘને પત્રસહીએ સહિત જણાવવા. પછી માંડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે પ્રેમથી આજ્ઞા પ્રમાણુ કરવી. (આજ્ઞા પ્રમાણે જવું.)
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
ચામાસાની વિનંતિ કરે પણ મંડલાથ્રેસરની આજ્ઞા
''
Page #5
--------------------------------------------------------------------------
________________
[૭૬] ક bbebooks- bebooks.
goosessesssssssssssssssss (૭) ચોમાસું (ચાતુર્માસ) પૂર્ણ થયા બાદ લાભાલાભના કારણે સિવાય ત્યાં જ ન રહેવું. (૮) સાધુ ઓછામાં ઓછા બે અને સાધ્વીઓ ઓછામાં ઓછા ત્રણ, તે સિવાય મંડલના
અગ્રેસરની આજ્ઞા સિવાય ન વિચરવું. (૯) સ્વગચ્છના સાધુ સમુદાયના એક સાંઘાડામાંથી લડીને બીજા સ્વગચ્છના સાંઘાડામાં
મલવા ઈચ્છતા સાધુ કે સાદેવીને સાંઘાડાના માલિકે સ્વગચ્છના મુનિમંડલના અગ્રેસરની આજ્ઞા સિવાય એકદમ રાખવો નહીં. આવેલ મુનિને મંડલના અગ્રેસર પાસે મોકલ,
તેવી રીતે સાધ્વીએ મહત્તરા પાસે મેકલવી. (૧૦) અન્ય ગચ્છના કેઈ સાધુ કે સાધ્વી, તે પરગચ્છમાંથી નીકળી, સ્વગચ્છમાં મલવા ઈચ્છા
રાખનારાને એકદમ મંડલના અગ્રેસરની આજ્ઞા સિવાય શિષ્ય કરી ન રાખવો. તે આવેલા સાધુ કે સાધ્વીને મંડલના અગ્રેસર પાસે મૂકે. પછી મંડલના અગ્રેસરે ગ્ય જાણીને એક
વખત સંઘે નીમેલ કમિટીને જણાવવું. અને કમિટીની સંપ સલાહથી કામ કરવું. (૧૧) એક વખત દીક્ષા લઈને મૂકી દેનાર જે ફરીથી દીક્ષા લેવા તૈયાર થાય તે દીક્ષા ન
જ દેવી. કદાચ વૈરાગ્યવાન હોય તે તે દીક્ષા ફરી લેનારને મંડલના અગ્રેસર પાસે મોકલે. તે અગ્રેસર તેને યોગ્ય જાણે, તે પણ સંઘે નીમેલ કમિટીની સલાહથી ફરી
દીક્ષા આપવી. (૧૨) સાધુ-સાધ્વીઓએ લેચ શાસ્ત્ર પ્રમાણે વર્ષમાં બે વખત અવશ્ય કરવી. અને બાલ
ગ્લાન-વૃદ્ધ અને રેગાદિનાં કારણે હોય તે મંડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે કરવી. (૧૩) બાલ-વૃદ્ધ-લાન અને રે દિના કારણે સિવાય ગૃહસ્થ પાસે પુસ્તક સિવાય ઉપકરણ
(ઉપાધિ) વગેરે ન ઉપડાવવાં. (૧૪) બાલ-વૃદ્ધ-ગ્લાન અને રોગાદિના કારણ સિવાય સર્વ સાધુ-સાધ્વીઓએ પાંખીને
ઉપવાસ અવશ્ય કરે. વિહાર આદિ કારણે આગળ પાછળ કરી લે. (૧૫) દરેક સાધુ-સાધ્વીઓએ તપસ્યાદિક – સ્વાધ્યાય નિયમોની હાજરી પત્રક પ્રમાણે નિયમો
પાળવા. રેગાદિના કારણે આગળ-પાછળ નિયમ સંપૂર્ણ કરવા. અગાઢ કારણે જયણ. . (૧૬) સાધુ-સાધ્વીઓ એ સેડ ના જેવી ચળકતી ધાતુન ફ્રેમવાળા તથા કચકડાના ચમાં
ન રાખવી. (૧) વડા (ગુરુ) સાથે વિચારનારા સાધુ-સાધ્વીઓએ, જરૂર કોઈને પત્ર લખ હોય
તે વડીલ-ગુરુ આ દિકની મંજૂરી સિવાય ન લખો. વડીલાદિકની મંજૂરી મેળવીને લખે. પત્ર લખી વડીલાદિકને વંચાવ. તે વડીલાદિકને એગ્ય લાગે તો મેકલે. તે સિવાય પિતાની અખત્યારીથી (મરજી મુજબ) ક ગળ ન લખવે, ન મોકલ.
મા શ્રી આર્ય કયાણાગૌતમ સ્મૃતિગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
dada na daalaa aachhaa
, [૪૭૭] (૧૮) કેઈ પણ સાધુ-સાધ્વીએ એ કાગળ-પત્ર મગાવવા હાય તે વડીલ–ગુર્વાદિકને સરનામે મંગાવવા. તે કાગળ-પત્ર આવે તે વડીલાદિક પ્રથમ વાચીને પછી યાગ્ય લાગે તે મગાવનારને આપે. અયેાગ્ય લાગે તેા તે કાગળ કે પુત્ર મડલના અગ્રેસરને માકલી દેવા. તેમાં સાધુ-સાધ્વીએ તકરાર ન લેવી. જેમ બને તેમ પત્ર વ્યવહાર આછા કરવા (૧૯) ગૃહસ્થને દીક્ષાના ભાવ થાય તે તેને પ્રથમથી શ્રાવકના પાંચપ્રતિક્રમણુ, તેના શબ્દાર્થ, જીવવિચારાદિ, છ ક ગ્રંથ, સા સિદ્ધાંતે શીખવવા અને યથાર્થ સાધુનેા માગ બતાવવા. બૈરાગ્ય પ્રાપ્ત થાય તેવા ઉપદેશ આપવે, શિષ્યની લાલચથી-ભયથી ખે`ચાવું નહિ અને તેની પ્રકૃતિ તથા હીલચાલની પૂર્ણ પરીક્ષા કરવી. પછી માંડલના અગ્રેસરની સમતિ મેળવીને દીક્ષા આપવી. તેમ સાધ્વીજીએએ મહત્તરા સાધ્વીની સમતિ મેળવીને ખાઇને દીક્ષા અપાવવી, મ'ડલાથ્રેસરની આજ્ઞાથી.
(૨૦) ભાવ દીક્ષિતના કુટુંબીએની રાજીખુશીથી તેમની આજ્ઞાના કાગળ લખાવીને મ`ડલાગ્રેસરજીને રજૂ કરવા. પછી મ`ડલના અગ્રેસરે તે ભાવ ચારિત્રીઆ (દીક્ષા )ના કુટુંબની ખુશીથી રજાના કાગળની ખાત્રી મંગાવી, પછી દીક્ષાની આજ્ઞા આપવી.
૨૧) ભાવ ચારિત્રીઓને (દીક્ષાર્થીને) આગળથી લાંચ કરાવવાનુ ચાસ કરી લેવું. (રર) સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પાસે કપડાં ન ધવરાવવાં.
(૨૩) સાધુ-સાધ્વીએ એ બહુ મૂલ્યવાળી કામળી-ધાંસા ન રાખવાં. અલ્પ મૂલ્યવાળી વસ્તુ વાપરવી. બહુ કિંમતવાળી કામળી વગેરે ન વાપરવી,
(૨૪) કેાઈ શ્રાવક કે શ્રાવિકા દીક્ષા લેવા માટે આવેલ હોય તે તે પેાતાના કુટુખની આજ્ઞા સિવાય આવ્યા હોય તેા સાધુ-સાધ્વીએ તેના વારસદારને સદ્દગૃહસ્થા પાસેથી કાગળ લખાવી તેના વારસદારોની આજ્ઞા મગાવી પછી રાખવા ને સાધુના આચાર વગેરે શીખવવા.
(૨૫) સાધુ કે સાધ્વીઓએ રાગાદિ કારણ તશ્રા તપસ્યાના પારણા સિવાય નવકારશી ન કરવી. પેરિસિના પચ્ચખાણ કરવા. ચા પીવાની ટેવ ન રાખવી.
(૨૬) મ`ડલના અગ્રેસર (મહત્તરા સાધી) ગુર્વાદિક કાઈ પણ મુનિની વૈયાવચ્ચ અથવા સહાયતા માટે જ્યાં મેકલે ત્યાં જવું. તેમાં મનાઈ ન કરવી. ત્યાં જઈ પ્રેમથી પોતાની કનિરા માટે મુનિની વૈયાવચ્ચ કરીને આગલા મુનિને શાતા ઉપજાવી; તેમ સાધ્વીઓએ પણ સમજી લેવું.
(૨) કેઈ પણ સાધુ-સાધ્વીએ ગુર્વાદિક સાથે અવિનયથી વર્તન કરે, ગુરુઆદિક સમજૂતી આપવા છતાં કદાગ્રહ કરે, કેઈ રીતે શાંતિથી ન વર્તે, તે પછી સાંધાડાના ગુર્વાદિક
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
(૪૭૮......
મંડલના અગ્રેસરજીને કહું (જણાવે), તે અગ્રેસર કદાગ્રહી સાધુ-સાધ્વીને સમજણ આપી બીજા સાંઘાડામાં રાખે. તે પણ અવિનયી ત્યાં પણ અશાંતિથી વર્તે, તા ત્રીજા સાંઘાડામાં રાખે. તેમ કરતાં કઠ્ઠાગ્રહ ન મૂકે, શાંતિથી ન વતે તે પછી મ`ડલના અગ્રેસર સ`ઘની કમિટીને સર્વ હકીકત જણાવે. પછી કમિટીવાળાને અાગ્ય લાગે ને કાનાથી (કેઈ સાથે પણ) સ`પથી ન વર્તે તા છેવટે અવિનયી અને અનાચારીને સાધુસાધ્વીને વેશ લઈને ગચ્છમાંથી કાઢી મૂકવા....કમિટીના હુકમથી.
(૨૮) સાધુઓએ કપડાંને સાબુ ન લગાડવા, સેડાખાર તથા આરીડા વાપરવા, (૨૯) સાધુએ પેાતે જે ઉપાશ્રયમાં વસતા હાય, ત્યાં સ્ત્રીઓને પ્રતિક્રમણ કરવાની મનાઈ કરવી. તે જ પ્રમાણે સાધ્વીએને સમજવું. પુરુષોને પ્રતિક્રમણની મનાઈ કરી દેવી. પુરુષે પુરુષવર્ગ માં તેમ સ્ત્રીએએ સ્ત્રીવર્ગમાં પ્રતિક્રમણ કરવું, ધર્માંક્રયા કરવી.
(૩૦) સાધ્વી કે ગૃહસ્થ સ્રીએ એકલા સાધુ આદિ પુરુષ પાસે ન ભણવું. કલ્પસૂત્રની સમાચારી પ્રમાણે ભણવું. એછામાં ઓછી પાંચ વ્યક્તિ ભણવા માટે જોઈએ (વિજાતીય માટે).
(૩૧) સાધુએએ પાતાની વસ્તીમાં રાત્રિના ભાગમાં સ્ત્રીવર્ગને આવવાની મનાઇ કરવી. જરૂર જેવું હાય તા એક-બે પુરુષ સાથે હેાવા જોઇએ. તેમ સાધ્વીઓએ પુરુષને મનાઇ કરવી...ઉપર પ્રમાણે.
(૩૨) સાધુ-સાધ્વીઓએ શિષ્ય-શિષ્યાને પ્રથમ નવકાર મંત્રથી માંડી પંચપ્રતિક્રમણ તથા પ્રકરણ, જીવવિચાર, છ કર્મગ્રંથ અર્થ સહિત ભણાવ્યા પછી બુદ્ધિમાન હોય તેા વ્યાકરણ ભણાવવું.
(૩૩) સાધુ-સાધ્વીએએ રેશમનાં કપડાં કે રૂમાલ ન વાપરવાં. જ્ઞાનનાં ઉપકરણ પાઠો તથા પાટલીઓ ચાપડીએ ઉપર રેશમી કપડું ન ચડાવવું'. સ્થાપનાચાર્યજીને માટે મુહપત્તિ, રૂમાલ રેશમનાં ન વહેારવાં.
(૩૪) સાધુ-સાધ્વીએએ કામળી વગેરેમાં ભરત વાપરવાં, ફક્ત આઘા માટે અષ્ટ માંગલિક ભરેલ (ભારતીગર) રંગીન ભરત ભરેલ ઉપકરણુ ન જ વાપરવું',
ન ભરવું. ભરત ભરેલ ઉપકરણ ન પાઠે વાપરવા, તેની છૂટ. તે સિવાય
(૩૫) સામાન્ય સાધુ મ`ડલના અગ્રેસરની આજ્ઞાથી નાની દીક્ષા સાધુ-સાધ્વીને આપી શકે, પણુ જોગ માટા-નાના વહન કરાવવા કે મેાટી દીક્ષા તા મંડલના અગ્રેસરની આજ્ઞાથી પદવીધર સિવાય સામાન્ય સાધુ મેટા જોગવહન ને વડી દીક્ષા ન કરી શકે.
(૩૬) સાધુ-સાધ્વીએ કેાઈ ગૃહસ્થને ઉપદેશ આપી ભાવચારિત્રીએ બનાવે અથવા કેઈ પેાતાની ઇચ્છાથી વૈરાગ્યવાન ચારિત્ર લેવા આવેલને ભણાવુ. તેની પ્રકૃતિ વગેરે
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________ defecte de dades destestaldetabestato dalodad desto dedada dastustestostessestesteste stedestestadosadosbobdodestoestestostessestestestostess આચરણની પરીક્ષા કરવી. શિષ્યના લેભમાં ન પડવું. કદાચ પિતાથી પરીક્ષા ન થાય તે પિતાના ગચ્છના મુનિઓના સાંઘાડામાં ભાવ-ચારિત્રીઆ (દીક્ષાથી)ને મોકલ. (જેના ઉપદેશથી મૂકેલ) ભાવ-ચારિત્રીઆની વડીલેએ પરીક્ષા કરવી. મૂકેલ મુનિને યથાર્થ હકીકત લખવી. ભાવચારિત્રીઆના ગુણદોષ લખવા. પણ આવેલ * ભાવ અને આડું અવળું સમજાવીને પોતાના શિષ્ય ન કરવો. પરીક્ષા સિવાય દીક્ષા ન આપવી, જેથી પાછળથી પસ્તા ન થાય. (37) સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થને અથવા ભાવ-ચારિત્રીઆને ભણાવ, તે પરમાર્થથી પણ તે ગૃહરીને ચારિત્ર લેવા ઈચછા બીજા પાસે થાય તે મમત્વભાવ ન રાખ. (38) સાધુ-સાધ્વીઓની તથા વગછના સાધુસંડલના સુધારા માટે મંડલના અગ્રેસર સામાન્ય સાધુ કે સાધ્વી અથવા સંઘે નીમેલ કમિટીના ધ્યાનમાં આવે તે કાયદે કઈ પણ નવીન તે મંડલના અચેસરની સમતિથી પસાર કરે તે સર્વ સાધુ-સાધ્વીઓએ નવીન કાયદાને માન્ય કર. હયાત ગુરુનામ ધરાવ્યા સિવાય કોઈએ તે સાધુને સ્વગચ્છમાં ન માન. (39) આ કલમની બુકની નકલ દરેક સાધુ-સાધ્વીઓને આપવી. તે દરેક સાધુ-સાધ્વીઓએ તે કાયદા પ્રમાણે પ્રેમભાવથી વર્તવું .... શ્રી અસ્તુ હિ. મેં ગૌતમસાગરજી સ્વરૂપસાગરજી સ્વ હતું [ શ્રી અનંતનાથ જૈન જ્ઞાનભંડારની પ્રતમાંથી / નં. 3024, પાના 7] એ શ્રી આર્ય કયાણાગતિમસ્મૃતિગ્રંથ ઉગ્ર