Page #1
--------------------------------------------------------------------------
________________
જયવંતસૂરિ કૃત સીમંધરસ્વામીલેખ
જયંત કોઠારી જયવંતસૂરિ સોળમા સૈકામાં થઈ ગયેલા જૈન સાધુકવિ છે. એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા અને ઉપાધ્યાય વિનયમંડનના શિષ્ય હતા. એ પોતાને જયવંતસૂરિ ઉપરાંત ઘણી વાર તો જયવંત પંડિત તરીકે ઉલ્લેખે છે અને એમનું ગુણસૌભાગ્યસૂરિ એવું અમરનામ પણ મળે છે. કવિ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી હોય એવું જાણવા મળે છે. અને સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરાનો પણ એમને ઊંડો પરિચય હશે એવું એમની કૃતિઓ બતાવે છે. - કવિની બે રાસકૃતિઓ - શૃંગારમંજરી (૧૫૫૮) અને ઋષિદના રાસ (૧૫૮૭) - ઉપરાંત સ્તવન, લેખ(પત્ર), સંવાદ, ફાગ, બારમાસા વગેરે પ્રકારની કેટલીક કૃતિઓ અને ૮૦ જેટલાં ગીતો મળે છે. એમાં કવિની એક ભાવ કવિ તરીકેની પ્રતિભા ઉપસી આવે છે અને અલંકારો, વિવિધ અભિવ્યકિત તરાહો અને વાભંગિઓ, પદ્યબંધો, સમસ્યાબંધો, સુભાષિતો વગેરે પરનું કવિનું અજબ પ્રભુત્વ પ્રતીત થાય છે. કવિને સર્વ રીતિના આલેખનની ફાવટ છે, પણ એમની કૃતિઓમાં ચક્રવર્તી છે તે તો નેહરસ જ. તીર્થકર સ્તવના પણ પ્રેમલક્ષણા ભકિતને રંગે રંગાયેલી છે. આ રીતે, ખરેખર અને ઉચ્ચ કવિત્વગુણે કરીને આ જૈન સાધુ મધ્યકાલીન સાહિત્યના એક પ્રથમ પંકિતના સર્જક કવિ બની રહે છે.
સીમંધરસ્વામીલેખ કયારેક સીમંધરસ્વામીસ્તવન તરીકે પણ ઉલ્લેખાયેલ છે. એમાં જયવંત પંડિત એવી કવિનામછાપ છે ને કવિએ પોતાને ઉપાધ્યાય વિનય મંડનના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. એમણે આ કૃતિ આસો સુદ ૧૫ ને શુક્રવારે રચી હોવાનું પણ નિર્દેશ્ય છે. આ તિથિ-વરસ. ૧૫૯૯ એટલે ઈ. ૧૫૪૩માં પડે છે એવું કનુંભાઈ શેઠે (શૃંગારમંજરી, ૧૯૭૮, પૃ ૧૦) જણાવ્યું છે. પણ આ બાબત શંકાસ્પદ જણાય છે. ૧૫૫૮માં શૃંગારમંજરી પોતે લઘુ વયે રચેલી છે એમ કવિએ કહ્યું છે. તેમાં લઘુ વય એટલે વીસ-પચીસ વર્ષથી વધારે ઉંમર સંભવી ન શકે, ને તો, ૧૫૪૩ માં કવિ દશેક વર્ષથી વધારે ઉંમરના ન હોઈ શકે. આમેય, આસો સુદ ૧૫ ને શુક્રવાર ઘણાં વર્ષોમાં આવી શકે.
અહીં મુદ્રિત થયેલા પાઠમાં કૃતિ ૩૭ કડી ધરાવે છે. તેમાં કૂપદ એટલે ધ્રુવપદ કે આણી આંચલીની પાંચ કડી છે તે ઉમેરીએ તો કુલ ૪૨ કડી થાય. કૃતિમાં ઢાળ નિર્દેશ નથી પણ એ, આ રીતે, સ્પષ્ટપણે પાંચ ઢાળની કૃતિ છે. (મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં બે ઢાળ કહી છે તે ભૂલ છે.) બધી જ ઢાળમાં ત્રણ-ચાર ચરણની આખી કડીની યુવા એ આ કૃતિના પદ્યબંધની એક ધ્યાન ખેંચતી લાક્ષણિકતા ગણાય. બે ઢાળમાં દેશીનો નિર્દેશ છે, પણ રાગનો નિર્દેશ બધી ઢાળમાં છે. હસ્તપ્રતોમાં આ નિર્દેશો થોડા જુદા પણ પડે છે.
૧૭૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
લેખ એટલે પત્ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં પત્રકાવ્યોની એક પંરપરા જોવા મળે છે. બહુધા લેખ ને નામે, પણ કેટલીક વાર કાગળ, પત્ર, વિજ્ઞપ્તિ એવાં નામે પણ આ કાવ્યો ઓળખાવાયાં છે. પત્ર કાવ્ય સ્વતંત્ર કૃતિ તરીકે મળે છે, તે ઉપરાંત લાંબા કથાકાવ્યમાં પણ એને, સ્વાભાવિક રીતે, સ્થાન મળ્યું છે. (આ વિશેની થોડી માહિતી મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં મધ્યકાલીન જૈન કવિતામાં પત્ર/લેખ એ લેખમાંથી મળશે.) કવિ જયવંતસૂરિને પત્રકાવ્ય પ્રત્યે ખાસ રુચિ હોય એમ જણાય છે. એમની શૃંગારમંજરીમાં અજિતસેને શીલવતી પર લખેલો લાંબો પત્ર અને શીલવતીએ અજિતસેન પર લખેલો એમ બે પત્રો આવે છે. પહેલો ટૂંકો, માત્ર ૧૨ કડીનો છે, પણ બીજો ખાસ્સો લાંબો, ૯૭ કડી સુધી વિસ્તરે છે. પત્રો સ્વસ્તિ શ્રીવર વીનવઈ એવો ઔપચારિક આરંભ ધરાવે છે, કુશળ સમાચાર આપે છે. પૂછે છે અને સ્નેહાસકિત તથા વિરહભાવની અભિવ્યક્તિ કરે છે. અજિતસેનના પત્રમાં મુખ્યત્વે શીલવતીનો. શીલવતીના પત્રમાં પોતાથી પત્ર કેમ નથી લખાયો એનાં અનેક રસિક કારણો છે, સ્થળ-સમયના અંતરથી ન અવરોધાતા સાચા સ્નેહનો મહિમા છે, સમસ્યાગર્ભિત કથનો છે, પોતાના પ્રીતિભાવની ઉત્કટ અભિવ્યક્તિ છે અને પત્ર લખવા જતાં ક્યા અંતરાયો આવે છે તે રમણીય તર્કોથી બતાવ્યું છે. આ પત્રમાં છેલ્લે પત્ર લખ્યાની મિતિ પણ છે. જયવંતસૂરિનાં ગીતોમાં પણ એક સ્થૂલિભદ્રકોશાલેખ છે.
આ સીમંધરસ્વામીલેખ સ્વસ્તિશ્રી પુંડરગિણી એમ રૂઢ પત્રપદ્ધતિએ આરંભાય છે. ને અંતે પત્ર લખ્યાની મિતિ પણ. એમાં પત્રસ્વરૂપ ચુસ્તપણે સચવાયું નથી. દેવને તથા સુડલા (પોપટ)ને સંબોધનો તથા મોરા વાહલાનંદ કોઈ મેલવઉ જેવી કોઈ ત્રીજી વ્યક્તિને થયેલી અભ્યર્થના સીમંધરસ્વામી પરના પત્રમાં અસંગત ગણાય. એમ લાગે છે કે કવિને મન પત્રસ્વરૂપ કરતાં મનોભાવની અભિવ્યક્તિ જ વધારે મહત્ત્વની છે, એ માટે જે કોઈ પ્રયુક્તિનો આશ્રય લેવાનો થાય તે લેવાનો બાધ નથી. જૂજ સ્થાનો બાદ કરતાં કવિ પત્રના સ્વરૂપને વળગી રહ્યા છે એ જ મોટી વાત છે.
આ પત્ર પણ સ્નેહાસક્તિ અને વિરહભાવને વાચા આપવા નિર્માયેલા છે ને એનો એકંદરે સૂર શૃંગારમંજરીમાંના અજિતસેન અને શીલવતીના પત્રો જેવો ગણાય, ને થોડીક પંક્તિઓ પણ બન્ને કૃતિઓમાં મળતી આવે છે. જેમકે,
માંનસ સમરઈ હંસલા રે, ચાતિક સમરઈ મેહ,
કમલ ભમર, વિંઝ હાથીઆ રે, તિમ સમરું તુઝ નેહ. ૨૮
ઝીમંત પીયે.
ભમરુ સમરઈ માલતી, હાથી સમરઈ વિંજ, મરુથલ સમરઈ કરહડું, તિમ સમરું હું તુઝ. ૨૧૩૫
(સીમંધરસ્વામી લેખ)
૧૭૫
Page #3
--------------------------------------------------------------------------
________________
માનસ-સરોવર હંસ જિમ, ભમરા જિમ કમલાઈ, મેહસંભારઈ મોર જિમ, તિમ તુહમ ગુણ સમરાંઈ. ૨૨૨૬ ગજવર સમરઈ વિંઝ જિમ, કાંઇલિ સમરઈ અંબ, તિમ સમરું હું તું હનઈ, સમરઈ ભમર કદંબ. ૨૨૨૭
(શૃંગારમંજરી) દઢ એકનિષ્ઠ સ્મરણપ્રીતિ દર્શાવવા માટેનાં આ બધાં પરંપરાપ્રાપ્ત ઉપમાનો છે. એનો ઉપયોગ કરવામાં મધ્યકાળના કવિઓને મૌલિકતાના કોઈ ખ્યાલ આડે આવતા નહતા. જયવંતસૂરિએ એક જ કૃતિમાં બન્ને પાત્રોમાં એ ઉપમાનોની પુનરુકિત ન થવા દેવાનું પાણ ઈચ્છર્યું નથી. પછી બે ભિન્ન કૃતિઓમાં એ પુનરાવર્તિત થાય એમાં શી નવાઈ ? પણ બધાં ઉપમાનો પુનરાવર્તિત થતાં નથી અને દરેક સ્થાને કંઈક જુદાપણું વરતાય છે, એ ખ્યાલમાં રાખવું જોઈએ જે જાઈ ઘડિ ઘડિ તે વિના, તે વરસ સરીખી થાઈ. ૩.૧
| (સીમંધરસ્વામીલેખ) વાહાલેસર, એક તુજ વિના, ક્ષણ વરસા સુ થાઈ. ૨૧૮ ૩.૧
(શૃંગારમંજરી) નવિ વીસરઈ ગુણ તોરડા, જઉ લાખ જો આગ દૂરિ, પંજરડૂ સૂનું ભમઈ, તુઝ પાસઈ રે મન રસપૂરિ. ૧૩
(સીમંધરસ્વામીલેખ) મ જગસિ તું વિસરિઉ, ગયા વિદેસિ અપાર, મુજ જીવિત તુજ પાસિ છઈ, સૂનું અહિં ઢંઢાર. ૨૨૦૮
(શૃંગારમંજરી) કિહાં સૂરિજ કિહાં કમલિની રે, કિહાં મહા કિહાં મોર, દૂરિ ગયા કિમ વીસરઈરે, ઉત્તમ નેહસ જોઈ. ૨૭
(સીમંધરસ્વામીલેખ) કિહાં સૂરજ કિહાં કમલવન, કિહાં કુમુદાલી ચંદ, વાહલા વસઈ વિદેસડઈ, સમરિયાં દેઈ આનંદ. ૨૨૧૨.
(શૃંગારમંજરી)
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
દોઈ આંખડી અલજઉધઈ, મોરઈ ચિત્તિ તોરું ધ્યાન, તુઝ નામ જીભ ન વીસરઈ, તોરા ગુણડા રે સુખ દિઈ કાંતિ. ૧૨
(સીમંધરસ્વામીલેખ) ધ્યાન તુમાર ચિતડઈ, ગુણ સુણિ સવાણ-સંતોસે, નાંમિ પવિત્ર સ જીભડી, દો નયણાં ઘરઈ સોસ. ૨૨૦૪ (શૃંગારમંજરી) ગૂંથી તુઝ ગુણ ફૂલડે, નામમંત્ર જ એહરે વિરહ તણાં વિષ ટાલિવા, હું જપું નિસિદીહરે. ૧૬ (સીમંધરસ્વામીલેખ) હૃદયકમલિ એક ટૂ રિઉં, ગૂંથી તુઝ ગુણ-માલ. શ્રેય-મિત અભિધાન તજ, જપતાં જાઈ કાલ. ૨૨૦૬ (શૃંગારમંજરી) મનિ જે ઉપજઈ, વાતડી, (તુ) તે લેખમાં ન લખાઈરે, પાપી દોષી જન ઘણા, (તું) મિલ્યા પાખઈન કિહિવાઈરે. ૩૩
(સીમંધરસ્વામીલેખ) મનમાં કઈ ઘણી વાતડી, જે કાગલિ ન લિખાઈ, દોખી દુરયન જગિ ઘણા, મિલિયા પખઈ ન કહાઈ. ૨૨૪૪
(શૃંગારમંજરી). તુજ ઉપર મુઝ નેહડઈ રે, સાખી ચંદ સુજાણ, ઘણું કહું ચુ કારિયું રે, તુજ હાથિ મુઝ પ્રાણ. ૨૫ (સીમંધરસ્વામીલેખ) ઘાણઉકહું સિઉકારિમૂ, સમ કીધે સિઉ હોઈ, તૂ એક સમય ન વીસરિઉ, થોડાઈ ઘણું સ જોઈ. ૨૨૩૦. (શંગારમંજરી) પસરી તુહ મનમાંડવઈ રે, મનોહર અહ્મ ગુણવેલિ, નેહિં-જલિં નિતું સીંચયો રે, જિમ હુઈ રંગરેલિ. ૨૬ (સીમંધરસ્વામીલેખ) પ્રીતિ-લતા થાલું કરિઉં, તુજ મન-અંડપિ લગ્ન, દુરિયન-વચન કટારડઈ, રખે છેદાઈ સુરંગ. ૨૨૦૯ (શૃંગારમંજરી)
સીમંધરસ્વામીલેખ
૧૭૭
Page #5
--------------------------------------------------------------------------
________________
સાયર મિસિ, મેરુ લેખણી, તુ કાગલ અંબર સાર રે, તુહઈ મનની વાતડી તે, (તું) લિખિતાં નાવઈ પાર રે. ૩૧
૧૦૮
ભૂમંડલ કાગલ કરું, સાયર વિ મિસ થાઈ, સવિ ડૂંગર કાંઠા હવઈ, તુહ્મ ગુણ તુહિ ન લિખાઈ. ૨૨૩૭ સવિ અંબર કાગલ હવઇ, ગંગા-જલ મિસિ હોઇ,
જઉ સુરગુરુ તુહ્મ ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ. ૨૨૩૮ (શૃંગારમંજરી) આખિર બાવન ગુણ ઘણા, તુ કહુ તાં કેતા લિખીઇ રે; થોડઈ ઘણું કરી જાણયો, (તું) સુખ હોસ્યઇ તુમ્હે દેખી રે. ૩૨
(સીમંધરસ્વામીલેખ)
અક્ષર બાવન ગુણ ઘણા, કેતા લિખીઇ લેખિ; થોડઇ ઘણું કરી જાણયો, સુખ હો
ઇ તુમ દેખિ. ૨૨૩૫ (શૃંગારમંજરી) આ સમાંતર ઉદ્ગારોથી મધ્યકાળની કાવ્યરચના પ્રણાલિ ઉપર પ્રકાશ પડશે. પણ એ બાબત ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે શબ્દશઃ સમાન હોય એવા ઉદ્ગારો તો ઓછા છે ને સમાંતર ચાલતા ઘણા ઉદ્ગારો વિગતો કે સંદર્ભનો ઓછોવત્તો ફરક બતાવે છે. સ્થૂળ વિગતોનો ફરક બહુ મહત્ત્વનો તેથી પણ એક જ ઉદ્ગારને કે એક જ ઉપમાનને નવા ભાવસંદર્ભમાં પ્રયોજવામાં કવિકૌશલ રહેલું છે એમ અવશ્ય કહેવાય. અને એ કવિકૌશલ્યને પ્રમાણવામાં આપણે સંકોચ ન અનુભવવો જોઈએ. એવા ઉદ્ગારોના પણ થોડાક દાખલા ઉપરનાં ઉદાહરણોમાં જોવા મળશે. અને આ ઉદ્ગારો ઉપરાંત બન્ને કૃતિઓમાં જે વિશેષ છે તે તો જુદું.
(સીમંધરસ્વામીલેખ)
સીમંધરસ્વામી લેખની વિશેષતા એ છે કે એમાં તીર્થંકરભક્તિ પ્રીતિભાવની નીકમાં વહે છે. જાણે કોઈ વિરહિણી સ્ત્રી પ્રિયતમને પત્ર લખતી ન હોય ! એવું લાગે છે. અલબત્ત, પત્ર લખનાર સ્ત્રી છે એમ કહેવા માટેનું પત્રમાં કોઈ ચિહ્ન નથી. પણ સીમંધરસ્વામીને સતત વહાલાજી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. તીર્થંકરદેવ પ્રત્યેના આવા પ્રીતિભાવનું આલેખન ઘણા જૈન કવિઓને હાથે થયું છે, છતાં કોઈને આમાં લૌકિક રાગની છાયા દેખાય ને તેથી એમાં અનૌચિત્યનો સંશય થાય એમ બની શકે. એક શક્યતા રહે છે. આ કૃતિની બે હસ્તપ્રતોમાં વહાલાજીને સ્થાને ‘અરિહંત’ ‘ભગવંત’ ‘સામી’ એવા શબ્દો મળે છે. તે આવી સંશયવૃત્તિનો સંકેત કરે છે. જોકે આટલા શબ્દના પરિવર્તનથી કંઈ આખા કાવ્યનો ભાવ બદલાઈ જતો નથી.
તીર્થંકરદેવ પ્રત્યે તો ગુણાનુરાગ જ સંભવે ને ? કાવ્યને આરંભે જ સાંગ રૂપક રચનાનો આશ્રય
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
1
1
Page #6
--------------------------------------------------------------------------
________________
લઈ કવિ પોતાનો ઉત્કટ ગુણાનુરાગ વ્યક્ત કરે છે. - “ગુણકમલ તોરઈ વેધીઉ, મનભમર મુઝ રસપૂરિ (તારા ગુણરૂપી કમલથી મારો મનરૂપી ભ્રમર રસપૂર્ણતાથી વીંધાયો છે, લુબ્ધ થયો છે.) પછી પણ કવિ જ્યારે એમ કહે છે કે ‘પસરી તુમ્હે મનમાંડવઇ રે, મનોહર અમ ગુણવેલિ ત્યારે ગુણવેલિ’ એટલે ગુણાનુરાગરૂપી વેલિ એમ જ અર્થ લેવો જોઈએ. (શૃંગારમંજરી માં પ્રીતિલતા જ કહેલી છે.) કવિ સીમંધરસ્વામીના નામનો મંત્ર જપે છે તે પણ એમનાં ગુણલડાંની માળા ગૂંથીને (૧૬). તીર્થંકરદેવ પ્રત્યેના કવિના ખેંચાણનું કારણ એમના ગુણો છે તે વાત એક સ્થાને માર્મિક રીતે કહેવાઈ છે - દૂતીપણું તોરા ગુણ કરે. ને સીમંધરસ્વામી ને વારે વારે સુગુણ એવું વિશેષણ લગાડાય છે અને એમના ગુણો લખતાં પાર આવે તેમ નથી એમ પણ કહેવાય છે. ગુણોનું ખેંચાણ એટલું બધું છે કે વિ વીસરઈ ગુણ તોરડા, જઉ લાખ જોઆગ દૂરિ.
પણ વાત આટલેથી અટકતી નથી. કિવ સીમંધરસ્વામીના ગુણો પ્રત્યે જ આસક્ત નથી, તેમના રૂપની અને અંગશોભાની મોહિની પણ એ અનુભવે છે. જેમકે, સીમંધરસ્વામીના મુખચંદ્રનું આકર્ષણ :
તુઝ દેખવા મુખચંદલઉ, દોઈ નયણ કરઈ રુહાડિ. ૨.૨
એમની ચાલ, એમનું બોલવું, એમની આંખના ભવાં વગેરેનું આકર્ષણ ઃચતુર ચમકઇ ચીતડઈ, તુ ચાલતાં ભુંઈ સોહઈ રે,
અમીય ઝરઇ મુખિ બોલંતા, તું તોરઈ નયન-ભ્રમિ સહુ મોહઈ રે.
ગુણપૂજા તો દૂર રહીને પણ થઈ શકે પરંતુ કાવ્યમાં તો વહાલાજી ને સાથે આંખ મેળવવાની, એમનું દર્શન કરવાની, એમની સાથે વાત કરવાની તીવ્ર અભિલાષા વારંવાર વ્યક્ત થઈ છે, અને પ્રતીક્ષા વિરહ વ્યાકુળતા અધીરાઈ વગેરે ભાવો વ્યક્ત થયા છે જે પ્રત્યક્ષ મિલનની આકાંક્ષા સૂચવે છે. પ્રિયતમને કહેવાની મનની વાત તો એવી છે કે જે ‘પાપી (દોષી)’ જન ‘વેરી’ વગેરેથી છાની રાખવા કવિ ઈચ્છે છે. જાણે કે આ ખાનગી પ્રેમપત્ર ન હોય ! -
મિન જે ઊપજઈ વાતડી, (તુ) તે લેખમાં ન લખાઈ રે,
પાપી દોષી જન ઘણા, (તુ) મિલ્યા પાખઈ ન કિહિવાઈ. રે. ૩૩
આ રીતે કવિની પ્રીતિભક્તિનો લૌકિક પ્રીતિભાવનો રંગ લાગેલો છે એ સ્પષ્ટ છે પણ એથી આ પ્રીતિભાવ તાદ્દશ બને છે. એમાં તીક્ષ્ણતા અને તીવ્રતા પ્રતીત થાય છે, એમાં આત્મીયતા, એકેનિષ્ઠતા અને એકાન્તિકતાનો એક મનોરમ અનુભવ થાય છે. વસ્તુતઃ એ લૌકિક પ્રીતિ નથી જ. વધારે અગત્યનું તો આ મનોભાવોને કયા કાવ્યકસબોથી અભિવ્યક્ત કર્યા છે અને એને કેવા માર્મિક અને ધારદાર બનાવાયા છે તે છે. વહાલાજીને જાળવાની ઉત્સુકતા સૂડલા (પોપટ) ને ઉદ્દેશીને કહેવાયેલી આ પંક્તિમાં કેવી અસરકારકતાથી પ્રગટ થઈ છે તે જુઓ :
સીમંધરસ્વામીલેખ
૧૭૯
XIXI
Page #7
--------------------------------------------------------------------------
________________
રે સૂડિલા, તોરી પાંખડી, મુઝ આપિ કરિ ઉપગાર,
નવણસંતોષ જઈ કરું, ન ખમાઈ વેધવિકાર. ૩-૧-૨ વહાલાજી તો વિદેશમાં જ વસનારા છે. એમની સાથે વિયોગ તે તો નિત્ય વિયોગ. દેવને પૂછેલા આ પ્રશ્નમાં એની વ્યથા વેધક રીતે વ્યકત થઈ છે.
રે દૈવ, તઈ એક દેસડઈ, સિંઈ ન કીઆ દોઈ અવતાર. ૪.૧ ચંદ્રને સંદેશવાહક બનાવવાની એક રસિક કલ્પના અહીં મળે છે. પણ ચંદ્ર સંદેશવાહક બનતો નથી. એથી નીપજેલી હતાશા જે રોષભર્યો ઉદ્ગાર કરાવે છે અને સચોટ વ્યવહારસૂત્રનો આશ્રય લે છે તે ભાવપ્રકટીકરણની એક છટા તરીકે આપણા મનમાં વસી ગયા વિના રહેતું નથી.
તેહવઉ કો નહી આપાગઉ, જોઈ મુઝ તુઝ પ્રીતિ રે, લેખ-સંદેસ પાઠવું, કહું વાત જે ચીતિ રે. ૧૯ ચંદુ વલી વલી વીનવ્યું, મુઝ નવિ કરઈ કાજ રે, વિરહ-વિછોહિઆ વેદના, પાપી નવિ લહઈ આજ રે. ૨૦ વિરહ-વિછોહિઆ માણસો, થોડા મેલણહાર રે,
આપ સમી લહઈ વેદના, ઉસિ જાંઉંબલિહારિ રે. ૨૧ એક જ પદાર્થને ફેરવી પલટાવીને વિવિધ મનોભાવોને વ્યકત કરવા પ્રયોજવાનું એક કવિચાતુર્ય હોય છે. આ કવિ પણ એવું વિચાતુર્ય બતાવે છે. સ્વપ્નનો એમણે કરેલો ઉપયોગ આપણે જોઈએ.
મુઝ દિવસ વરસા સુ સમુ, તુઝ વિના રયણિ છ માસ,
તોરઈ વેધડઈ સહુ વીસરવું, સુહાગા તણી સી આસ. ૬.૧.૨ વિરહભાવની તીવ્રતા અને અન્યમનસ્કતાનું આ ચિત્ર છે. દિવસ સો વરસ જેવડો ને રાત્રિ છ માસની એ વિરહમાં સમયનું બદલાઈ જતું પરિમાણ છે. ને એ રીતે વિરહની ઘનતાનું પણ માપ છે. પણ પછી તો પ્રેમઘાયલ કવિને રાતદિવસનું ભાન રહેતું નથી એ એમની અન્યમનસ્કતા છે. રાતદિવસનું ભાન ન હોય ત્યાં સ્વપ્ન કેમ હોઈ શકે ? તેથી સ્વપ્નના મિલનસુખથી પણ વંચિત. આમ અતુલ નિરાશાનો આ ઉદ્દગાર બને છે. અહીં સ્વપ્નના અભાવને કવિ કામે લગાડ્યો, તો અન્યત્ર સ્વપ્નની સ્થિતિને પણ એમણે ઉપયોગમાં લીધી છે
નવિનીસરઈ મન બાહિરિઇ, મુઝ સુહાગઇ રે તોરડી ખંતિ. ૧૦. ૨ સ્વપ્નમાં માણસની દુનિયા ઘણી વાર બદલાઈ જાય છે. પણ પ્રભુ પ્રિયતમ માટેની અભિલાષા
૧૮૦
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્વપ્નમાં પણ મનમાંથી જતી નથી. અભિલાષા કેવી ઊંડી અને અતૂટ છે એ આથી દર્શાવાય છે. સ્વપ્નાવસ્થા કંઈ કાયમી નથી હોતી. રાત્રે ઊંધમાં જ સ્વપ્ન શક્ય. પછી એ પૂરું. આ સ્થિતિનો ઉપયોગ પણ કવિએ ભાવપ્રકટીકરણ માટે કર્યો છે.
સ્વપ્નનું મિલનસુખ રાત્રિ જતાં વિલાઈ ગયું. એની વેદના અહીં વ્યક્ત થઈ છે. રાત્રિ વૈરિણી અને દૈવને મસ્તીખોર કહીને પ્રેમમગ્ન મનના રોષને વાચા આપવામાં આવી છે, જે એ વેદનાને ઘનીભૂત બનાવે છે.
જવ સુપન માંહિ તું મિલઈ, તવ હર્ષ હીઈ ન માઈ,
હે હે રે દૈવ અટારડુ, વઇરિણી રયણી વિહાઈ. ૨.૩-૪
ક્યાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી પ્રદેશમાં પુંડરીકિણી નગરીમાં વિરાજતા સીમંધરસ્વામી અને કયાં પોતે ? આ દૂરત્વ કંઈ સહેલાઈથી પાર થઈ શકે એવું નથી. વચ્ચે છે ડુંગર અને દરિયા તથા આકરા ને મુશ્કેલીભર્યા માર્ગ. આથી મિલનની દુષ્કરતા. આ દુષ્કરતાને અંતરાયકર્મની વાત ગૂંથીને કવિ વિશેષ વળ આપે છે.
છે.
એકઇ રે ગામિ વસતડાં, અંતરાયવસિ ન મિલાઈ,
પરદેસિ વાહલા વેગલા, તસ મીલિઇ રે કેણઈ ઉપાય. ૯
આશાલુબ્ધ મનની નિરંતર પ્રતીક્ષા એક સાદા પણ અસરકારક ચિત્રથી મૂર્ત કરી છે આંણી વાટઈ જાણું આવસઈ રે, તિણિ વેધઈ રહું બારિ, આશા-બાધું મન રહઈ રે, ન લહઈ અસૂર સહવાર. ૨૪
સાંજ-સવારનું ભાન ન રહેલું એમ અહીં અન્યમનસ્કતા નથી, અખંડ પ્રતીક્ષાજાગરણની નિશાની
કાવ્યોદ્ગારને સ્વાભાવિકતા અર્પતી ને આત્મીય ગોષ્ઠિના ભાવને ઉપકારક થતી બોલચાલની વાભંગિઓ કાવ્યમાં વારંવાર મળ્યા કરે છે. નીચેની વાગિ કેવી લાક્ષણિક અને અર્થપૂર્ણ છે તે જુઓ :
તુઝ ઉપરિ મુઝ નેહડઈ રે, સાખી ચંદ સુજાંણ,
ઘણું કહું સ્યું કરિનૂં રે, તુઝ હાથિ મુઝ પ્રાણ. ૨૫
કારમું-અદ્ભુત, અસાધારણ વાત ઝાઝી તો શું કરું એ વાગ્ભગિથી તારા હાથમાં મારા પ્રાણ એ કથનને કેવો ઉઠાવ મળે છે ! એનું કેવું મૂલ્ય સ્થાપિત થાય છે !
કૌશલનાં ઘણાં ઉદાહરણો આગળ આવી ગયાં છે. એટલે હવે અહીં કવિની તાજગીભરી
સીમંધરસ્વામીલેખ
૧૮૧
Page #9
--------------------------------------------------------------------------
________________ તીણ રસદૃષ્ટિની પરિચાયક એક અલંકારરચના તરફ ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. સવિ અક્ષર હીરે જડ્યા, (તુ) લેખ અમૂલિક એહ રે, વેધક-મુખિ તંબોલડું, (8) મન-રીઝવણું એહરે. 35 લેખના સર્વ અક્ષરો હરે જડ્યા છે એ એક મનોરમ કલ્પના છે ને એથી લેખ અમૂલિક હોવાની વાત ચરિતાર્થ થાય છે; પણ બીજી પંકિત તો એક એવું ઉપમાન લઈને આવે છે, જે નૂતન ચમત્કૃતિભર્યું છે. આ લેખ એ તો રસિક જનના મુખનું તાંબુલ. તાંબુલ એના મનને પ્રસન્ન કરે છે તેમ આ લેખ પણ પ્રિયજનને સુખ આપનાર નીવડશે. રસિક જનનું મન-રીઝવણું એવા તાંબુલ સુધી પહોંચતી કવિ દષ્ટિને આપણે અભિનંદ્યા વિના કેમ રહી શકીએ? અને એક ભાવગર્ભ, સઘન અલંકારચના મન માંહિ જણ છાંના વસઈ, ધુણ અંબ માંહિ જિમ, મોટું ચિત્ત કોઈ ખિણિ-ખિણિ, દૂબઘું થાઈ મોરું તન રે. 7.3-4 મનમાં વસતા જણ એટલે કે પ્રિયજન અને આંબાના વૃક્ષમાં વસતા ધુણ (કાષ્ઠનો કીડો) વચ્ચે એટલું જ સામ્ય નથી કે એ છાનાં વસે છે, એ પણ સામ્ય છે કે ધુણ આંબાના વૃક્ષને કોતરે છે તેમ પ્રિયજન ચિત્તને કોરે છે; આંબાનું વૃક્ષ ખવાતું જાય છે તેમ પોતાનું તન કૃશ થતું જાય છે. કવિની પદાવલિની એક લાક્ષણિકતા ચૂકી જવા જેવી નથી. લાડવાચક શબ્દો કવિએ કેટલા બધા પ્રયોજ્યા છે ! -ચંદલઉ, અટારડુ (અટારુ), સૂડિલો(સૂડો), પાંખડી (પાંખ), દેસડG (દસ), સંદેસડુ (સંદેશ), વેધડઉ (વે), તોરડG (તોરું), વસંતડાં (વસંત-વસતાં), પ્રીતડી (પ્રીતિ), નેહડફ (નેહ), તંબોલ (તંબોલ) વગેરે. સર્વનામ અને કૃદંત સુધી પહોંચતો લાડભાવ જરા વિલક્ષણ જ ગણાય. આ પદાવલિ વિરહ શૃંગારના અહીં આલેખાયેલા નાજુક, મુલાયમ, મૃદુ હૃદયભાવને ખૂબ પોષક બનતી અનુભવી શકાય છે. પ્રેમનો પુર પામેલો ભકિતભાવ, અનેક સંચારિભાવોથી એની થયેલી પુટિ, પરંપરાપ્રાપ્ત પણ સાર્થક રીતે પ્રયોજાયેલાં તથા નવીન ને ચમત્કૃતિભર્યા અલંકારોનાં સૌન્દર્ય-સામર્થ્ય તેમજ સાહજિક ને લાક્ષણિક લાભંગિઓની કાર્યસાધકતા જયવંતસૂરિની આ કૃતિને એક નિતાન્ત આસ્વાદ્ય કૃતિ બનાવે છે. 182 શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ