________________
લેખ એટલે પત્ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં પત્રકાવ્યોની એક પંરપરા જોવા મળે છે. બહુધા લેખ ને નામે, પણ કેટલીક વાર કાગળ, પત્ર, વિજ્ઞપ્તિ એવાં નામે પણ આ કાવ્યો ઓળખાવાયાં છે. પત્ર કાવ્ય સ્વતંત્ર કૃતિ તરીકે મળે છે, તે ઉપરાંત લાંબા કથાકાવ્યમાં પણ એને, સ્વાભાવિક રીતે, સ્થાન મળ્યું છે. (આ વિશેની થોડી માહિતી મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં મધ્યકાલીન જૈન કવિતામાં પત્ર/લેખ એ લેખમાંથી મળશે.) કવિ જયવંતસૂરિને પત્રકાવ્ય પ્રત્યે ખાસ રુચિ હોય એમ જણાય છે. એમની શૃંગારમંજરીમાં અજિતસેને શીલવતી પર લખેલો લાંબો પત્ર અને શીલવતીએ અજિતસેન પર લખેલો એમ બે પત્રો આવે છે. પહેલો ટૂંકો, માત્ર ૧૨ કડીનો છે, પણ બીજો ખાસ્સો લાંબો, ૯૭ કડી સુધી વિસ્તરે છે. પત્રો સ્વસ્તિ શ્રીવર વીનવઈ એવો ઔપચારિક આરંભ ધરાવે છે, કુશળ સમાચાર આપે છે. પૂછે છે અને સ્નેહાસકિત તથા વિરહભાવની અભિવ્યક્તિ કરે છે. અજિતસેનના પત્રમાં મુખ્યત્વે શીલવતીનો. શીલવતીના પત્રમાં પોતાથી પત્ર કેમ નથી લખાયો એનાં અનેક રસિક કારણો છે, સ્થળ-સમયના અંતરથી ન અવરોધાતા સાચા સ્નેહનો મહિમા છે, સમસ્યાગર્ભિત કથનો છે, પોતાના પ્રીતિભાવની ઉત્કટ અભિવ્યક્તિ છે અને પત્ર લખવા જતાં ક્યા અંતરાયો આવે છે તે રમણીય તર્કોથી બતાવ્યું છે. આ પત્રમાં છેલ્લે પત્ર લખ્યાની મિતિ પણ છે. જયવંતસૂરિનાં ગીતોમાં પણ એક સ્થૂલિભદ્રકોશાલેખ છે.
આ સીમંધરસ્વામીલેખ સ્વસ્તિશ્રી પુંડરગિણી એમ રૂઢ પત્રપદ્ધતિએ આરંભાય છે. ને અંતે પત્ર લખ્યાની મિતિ પણ. એમાં પત્રસ્વરૂપ ચુસ્તપણે સચવાયું નથી. દેવને તથા સુડલા (પોપટ)ને સંબોધનો તથા મોરા વાહલાનંદ કોઈ મેલવઉ જેવી કોઈ ત્રીજી વ્યક્તિને થયેલી અભ્યર્થના સીમંધરસ્વામી પરના પત્રમાં અસંગત ગણાય. એમ લાગે છે કે કવિને મન પત્રસ્વરૂપ કરતાં મનોભાવની અભિવ્યક્તિ જ વધારે મહત્ત્વની છે, એ માટે જે કોઈ પ્રયુક્તિનો આશ્રય લેવાનો થાય તે લેવાનો બાધ નથી. જૂજ સ્થાનો બાદ કરતાં કવિ પત્રના સ્વરૂપને વળગી રહ્યા છે એ જ મોટી વાત છે.
આ પત્ર પણ સ્નેહાસક્તિ અને વિરહભાવને વાચા આપવા નિર્માયેલા છે ને એનો એકંદરે સૂર શૃંગારમંજરીમાંના અજિતસેન અને શીલવતીના પત્રો જેવો ગણાય, ને થોડીક પંક્તિઓ પણ બન્ને કૃતિઓમાં મળતી આવે છે. જેમકે,
માંનસ સમરઈ હંસલા રે, ચાતિક સમરઈ મેહ,
કમલ ભમર, વિંઝ હાથીઆ રે, તિમ સમરું તુઝ નેહ. ૨૮
Jain Education International
ઝીમંત પીયે.
ભમરુ સમરઈ માલતી, હાથી સમરઈ વિંજ, મરુથલ સમરઈ કરહડું, તિમ સમરું હું તુઝ. ૨૧૩૫
(સીમંધરસ્વામી લેખ)
For Private & Personal Use Only
૧૭૫
www.jainelibrary.org