Book Title: Jain Dharmna Prachar Mate Natak Kalano Upayoga
Author(s): Shilchandrasuri
Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Catalog link: https://jainqq.org/explore/230119/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના પ્રચાર માટે નાટક-કલાનો ઉપયોગ (પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદય પૂરીશ્વરજી મ.ના શિષ્ય) * લે. પૂ. મુનિશ્રી શીલચન્દ્ર વિજય મ. ભારતીય કલાના ચિત્ર, નૃત્ય, સંગીત અને નાટક વગેરે પ્રકારોને ઉપયોગ મુખ્યત્વે આ ત્રણ હેતુસર થાય છે : (૧) ભાવકના ચિત્તમાં રસનિષ્પત્તિ કરવા દ્વારા તેનું રંજન; (૨) ઐતિહાસિક કે કાલ્પનિક ઘટનાઓના માધ્યમે, લેકભાગ્ય શૈલીમાં, પ્રજાને અભિષ્ટ એવા રાજકીય કે વ્યાવહારિક હેતુઓની સિદ્ધિ અથવા ધાર્મિક સિદ્ધાંત અને ઉપદેશને પ્રચાર - પ્રસાર, (૩) ભારતીય (પ્રાચીન અર્વાચીન) સંસ્કૃતિનું સંરક્ષણ તથા સંવર્ધન. જેમ ચિત્ર, નૃત્ય અને સંગીત, તેમ નાટક પણ આ ત્રણે હેતુઓને બર લાવવાનું પ્રબળ અને શ્રેષ્ઠ સાધન મનાય છે. માત્ર અર્વાચીન યુગમાં જ નહિ, પણ પ્રાચીન ઈતિહાસકાળથી નાટકને આ હેતુઓ માટે ઉપયોગ થતો રહ્યો છે. હા, યુગભેદે તેમાં ભાષા અને રજુઆત વગેરેમાં અનેક પરિવર્તન થતાં આવ્યાં છે. સામાન્યત: કોઈ પણ નાટક-પછી તે રાજકીય ઘટના પર આધારિત હોય કે ઐતિહાસિક કે ધાર્મિક કથાવસ્તુ પર આયોજિત હોય તેનું ધ્યેય ‘રસનિષ્પત્તિ દ્વારા મનોરંજન’ જ હોય છે. એમાં જે સફળ ન થાય તે નાટક બીજા બે હેતુઓને ભાગ્યે જ પાર પાડી શકે છે, એટલે ખરી વાત એ છે કે “રસ નિષ્પત્તિ દ્વારા મનોરંજનનું કાર્ય સાધીને જ કોઈ પણ નાટક, તેના બાકીના બે હેતુને પાર પાડવા શકિતમાન બને છે. જ્યારે કાન્યકજનરેશ આમ રાજાના મનમાં, પોતાના ગુર. સિદ્ધ–સારસ્વત જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરબંધુઓ અને મહાન જૈનાચાર્યો-ગોવિંદસૂરિ તથા નમ્નસૂરિના ચારિત્ર્ય વિશે શંકા ઊપજી, ત્યારે તેનું નિવારણ કરવાને તે બન્ને આચાર્યોએ મોઢેરકથી કાન્યકુબ્ધ જઈ, નટવેષ ધારણ કરી, રાજસભામાં પિતાની ઉત્કૃષ્ટ અભિનયકળા દર્શાવવા દ્વારા વીર રસની એવી તે “વિચલિતવેદાન્તર” અનુભૂતિ કરાવી કે જેના પરિણામે ચાલુ નાટકે જ સભામાં બેઠેલા આમ રાજા વગેરે ક્ષત્રિયો રંગભૂમિને રણમેદાન સમજી બેઠા ને તલવાર ખેંચીને યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. એ જ વખતે પોતાનું ‘વિર: જો વા રસ : પોfuત :' આ વાત આમ રાજાને સમજાવવાનું મુખ્ય પ્રયોજન પૂરું થયું જોઈને બન્ને આચાર્યોએ નાટક, સમેટી લીધું. નાટકનો સામાન્ય પ્રયોજન'રસનિષ્પત્તિ અને તે દ્વારા મનોરંજનના માધ્યમથી ઉદ્દેશ સિદ્ધિ' નું આ ઉમદા ઉદાહરણ છે. (૨) માલવપતિ રાજા ભોજ જયારે અન્ય દેશ પર ચડાઈ કરવાનું વિચારતા હતા ત્યારે, તેનું આક્રમણ ખાળવાના એક રાજકીય ઉપાય તરીકે, તૈલંગણના રાજા તૈલપદેવના હાથે થયેલા માલવપતિ મુંજના ઘેર પરાજય અને દયાજનક અને મૃત્યુના પ્રસંગોને આવરી લેતું એક નાટક ભોજરાજાને દેખાડવામાં આવેલું અને તેથી એ નાટકના પ્રયોજકને રાજકીય હેતુ-ભેજ રાજાના આક્રમણના પ્રવાહને અન્યત્ર વાળવાને-બરાબર સફળ થયો-બર આવી ગયો. (૩) અને, ભારતીય સંસ્કૃતિનાં સંરક્ષણ અને સંવર્ધન માટે નાટકનો ઉપયોગ જેમ આજે થાય છે તેમ પ્રાચીન કાળમાં પણ થતો જ હતે. આપણાં પ્રાચીન, પ્રાચીનતમ નાટયશાસ્ત્રનાં ગ્રન્થ આ વાતના પુરાવા આપે છે. જેમ, આ બધા હેતુઓ સર નાટકો પ્રજાય છે, તેમ ધાર્મિક સિદ્ધાંત અને ઉપદેશોને જન સાધારણ સુધી પહોંચાડીને વ્યવહાર રીતે અમલી બનાવવા માટે પણ નાટક-કલાને આશ્રય સૈકાઓથી લેવાતો આવ્યો છે. આ બાબતથી જૈનધર્મ પણ વેગળ નથી રહ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના યુગમાં અને મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં, ગુજરાતમાં પ્રવતે લા સંસ્કારિતાના સુવર્ણયુગમાં જેમ ઈતર સાહિત્ય અને ઈતર નાટક સાહિત્ય રચાયું છે તેમ જૈન નાટક-સાહિત્ય પણ રચાયું છે. એટલું જ નહિ, પણ રંગભૂમિ પર તેની અસરકારક અને લોકરંજક રજૂઆત પણ થઈ છે. આવી રચનાઓમાં મુદ્રિતકુમુદચન્દ્ર, મહરાજ પરાજય, પ્રબુદ્ધ રૌહિણેય વગેરે નોંધપાત્ર છે. કલિકાલસર્વજ્ઞના પટ્ટધર અને સ્વતંત્રતાના પરમપૂજક આચાર્ય રામચંદ્રસૂરીજીએ જ સો જેટલાં સાહિત્ય પ્રબંધો રચ્યાં હતાં, જેમાં સંસ્કૃત નાટકોની સંખ્યા ગણનાપાત્ર હોવાનું શકય છે. આ જૈન નાટકો (જે મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં છે)ને મુખ્ય ઉદ્દેશ અહિંસા, અપરિગ્રહ, ત્યાગ અને વૈરાગ્યની ભાવના, આત્મશાંતિ અને એ બધાં વડે ‘પ્રાપ્તવ્ય’ એવા મેક્ષ વગેરે વગેરે જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો અને તેને અનુસરનારા ઉપદેશની લોકહૃદયમાં સ્થાપના-પ્રભાવના કરવી, એવું છે. આ માટે જૈન નાટકોના પ્રણેતાઓએ, કયારેક સંસારની અસારતા અને તેથી જ તેના તરફની આસકિતને ત્યાગ કરવા પૂર્વક સંવેગ અને નિર્વેદથી ભરપૂર વૈરાગ્યરસની ગ્રાહ્યતાનું નિરૂપણ કરતી કાલ્પનિક રૂપકકથાઓનું આલંબન લીધું છે. દા. ત. મહરાજ પરાજય નાટક; તે તેમાં કયારેક ધર્મક્ષેત્રે બની ગયેલી ઈતિહાસપ્રસિદ્ધ ઘટનાઓને આધાર લીધે છે. દા. ત. પ્રબુદ્ધ રૌહિણેય નાટક, નાટક જયારે ઐતિહાસિક ધર્મકથા પર આધારિત હોય ત્યારે તેની પાત્રસૃષ્ટિમાં, કથાની સાથે અને એથી જ નાટકમાં સંકળાયેલા ધર્મપુરુષોને પણ તેમાં સમાવેશ કરવો આવશ્યક થઈ પડે છે. પણ આમ કરવા જતાં એ ધર્મપુરુષની અને એ દ્વારા ધર્મની આશાતના થઈ જવા ન પામે, તેમ જ ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવા ન પામે એને નાટકકારે ખાસ ખ્યાલ રાખવો પડે છે. એવી ચીવટપૂર્વક કરાયેલી પાત્રકલ્પના, નાટકની કથાવસ્તુને તથા રજૂઆતને કોઈ અનેરો જ ઉઠાવ આપે છે. આવા જ એક ઉઠાવદાર નાટક કદ્ર રોયમાં નાટકકર્તાએ ખુદ શ્રમણ ભગવાન મહાવીરદેવને પાર્શ્વ- પાત્ર તરીકે થાક્યા છે. આવા પાત્રનું સંયોજન કરવાની નાટકકારની કુશળતા દાદ માગી લે તેવી છે. ઝવૃદ્ધ રોયિ ના પ્રણેતા, વિક્રમના બારમા સૈકામાં થયેલા અને તેરમા સૈકામાં દિવંગત થયેલા બૃહદ્ગછીય મહાન જૈનાચાર્ય શ્રી વાદી દેવસૂરિ મહારાજની પટ્ટધર સૈદ્ધાંતિક શિરોમણી આચાર્ય શ્રીજ્યપ્રભસૂરીજીના શિષ્ય, મધુરવાણીના ઉદ્ગાતા મુનિ રામભદ્ર છે. તેમણે રચેલું આ નાટક, તેરમા શતકમાં ગુજરાતના પાટણ શહેરમાં શ્રી યશવીર અને શ્રી અજયપાલ નામક બે કોષ્ઠિબંધુઓએ કરાવેલા શ્રીયુગાદિદેવ પ્રસાદની અંદર, પ્રથમ રજૂઆત પામ્યું હતું. જયારે મગધ દેશ પર સમ્રાટ, શ્રેણિક બિંબિસારનું શાસન પ્રવર્તતું હતું. ભારતવર્ષમાં અહિંસામૂર્તિ, પ્રેમાવતાર, ભગવાન મહાવીરનું ધર્મચક્ર પ્રસરી ચૂક્યું હતું, પિતાની વિદ્યાશકિત વડેથી વિ. નિ. સં. ૨૫૦૩ ૧૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન મંત્રીને પણ કાનની બૂર પકડાવનાર ચાર રોહિણેયના ચારજીવનની કથા લઈ, એનાં હૃદય પરિવર્તનની ઘટનાને કેન્દ્રબિંદુ બનાવીને રચાયેલું આ નાટક : दर्शन ध्यान संस्पर्श, मत्सी कूर्मी च पक्षिणी । પામેવામનાન્નિત્ય, તથા સબ્નન સંગતિ : ।। તેમજ “સત્સંગતિ : થય નગરોતિ પુંસામ્” આવી ઉકિતઓમાં વર્ણવેલી અસંગતિની અપે ને અનિચ્છાએ પણ થઈ ગયેલી અનુભૂતિ કે સ્પર્શનનાં ફળ કેવાં મીઠાં નીપજે છે! આ હકીકત, તેનું જવલંત દષ્ટાંત પૂરું પાડે છે. આ ઉપરાંત ભગવાન મહાવીરે પ્રબોધેલા, સૂક્ષ્મ કે સ્મૂત્ર કોઇ પણ વસ્તુ, તેના માલિકની અનુમતિ સિવાય લેવા રૂપ અસ્તેયના સિદ્ધાંતનો પાઠ પણ આડકતરી રીતે શીખવે છે. કે રૌહિણેયને અનિચ્છાએ પણ સત્સંગતિ કઈ રીતે થઈ ગઈ ? તે જાણવા માટે કાનુન નાટકમાં વર્ણવેલી એના જીવનની ઘટના આપણે ટૂંકાણમાં જોઈએ રૌહિણેયના પિતા લાહખુર નામે મગધના પ્રખર ચાર છે. અનેક ચોરોને એ નાયક હોવા ઉપરાંત ‘અદશ્યકારિણી’વગેરે વિદ્યા પણ જાણતા હતા. આ જ કારણે એ દુર્ઘર્ષ અને દ થઈ ગયો હતો. એણે પોતાની મરણ વખત, ચૌર્યાવિદ્યામાં પાનાથી મેં સવાયા પારંગત પુત્ર રહસને એક પ્રતિજ્ઞા લેવડાવી કે : “રીહિણેય ! તારે પ્રાણાંતે પણ શ્રમણ મહાવીરનું વચન સાંભળ્યું નહિ ને તેનો પરિચય કરવો નહિ."નિયા માટે ૧ ગણાતો સાપુર એકમાત્ર મળે મહાવીરથી ખૂબ ડરતો. એને ખબર હતી કે મહાવીરના નજીવા પરિચયે પણ માણસમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. ને જો એમ થાય તો પોતાના વારસાગત ચારીના ધંધા ને તેના કારણે મેળવેલી પ્રતિષ્ઠા પળવારમાં ખંડિત થઈ જાય. આ એની દહેશત હતી. એટલે એ પોતે તો જીવનભર મહાવીરથી દૂર જ રહેલો, પણ પોતાના પુત્રને પણ તેણે એમનાથી દૂર રહેવાની આવી પ્રતિજ્ઞા કરાવી પ્રતિજ્ઞા હેવરાવતાં પૂર્વે તેણે માટે વિષે રોહિણેયને અગણિત વિચિત્ર કાલ્પનિક વાતો કહી. આ બધાથી દોરવાયેલા રોહિણેયે પ્રાણના ભોગે ‘પણ’ પાળવાનું વચન આપીને આ પ્રતિજ્ઞા લીધી. આથી સંતોષ પામેલા વાર નિરાંતે મળે, એ પછી સ્વતંત્રપણે આરંભાયેલી રૌહિણેયની મગધના મહાચાર તરીકેની કારકિર્દી જયારે ટોચે પહોંચી અને તેને પકડવામાં મગધની તમામ દંડશિકત નાકામિયાબ પુરવાર થઈ ત્યારે મહામંત્રી અભયકુમારે પ્રજાને ભયમુકત કરવા માટે પોતે જ રોહિણેયને પકડવાનું બીડું ઝડપ્યું. લોકોને લાગ્યું કે હવે ચારનું આવી બન્યું ! અને બધું પણ એવું જ. કારે ભયકુમાર પોતાની જાસૂસી જાળ ને સૈન્યશકિતને વ્યૂહબદ્ધ ગાઠવી રહ્યા હતા, ત્યારે જ રૌહિણેયને રાજગૃહીમાં ચોરી કરવા જવાનું સૂઝયું. તે રાજગૃહી ભણી નીકળી તો પડયો પણ ધૂનમાં ને ધૂનમાં તેને એ ખબર ના રહી કે માર્ગમાં મહાવીરનું સમવસરણ છે ને તેમના ઉપદેશ ચાલી રહ્યો છે. સમવસરણની તદ્દન નજીક પહોંચ્યા ત્યારે જ તેને આ વાતનો ખ્યાલ આવ્યો કે પ્રતિજ્ઞાભંગ થઈ જશે. આ વિચારથી તે વિહ્વળ થઈ ગયો. પણ હવે કોઈ ઉપાય ન હતા. ગમે તે તરફ જાય પણ મહાવીરના શબ્દો કાને પડવાના જ. જીવનનું કોઈ મહાન પાપ પેાતે કરી રહ્યો છે એમ તેને લાગ્યું. આ પાપથી બચવા ખાતર તેણે પાતાના બન્ને કાનામાં આંગળી ખોસી દીધી ને ખેતર કે રસ્તા જોયા વગર આડેધડ દોડવા લાગ્યા. પણ ઝડપથી દોડવા જતાં પગમાં ધારદાર સાયા જેવી કાંટાની શૂળ ભાંકાઈ ગઈ, તે કાઢયા વિના ચાલવું અશકય બન્યું. એ ૧૨ કાઢવા માટે તેણે માં વી. પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. એને માટે ધર્મસંકટ ખડું થયું. કાંટો કાઢ્યા વિના ચલાય નહિ ને કાંટો કાઢવા માટે કાનમાંથી હાથ છૂટો કરે તો મહાવીરનું વચન કાને પડી જાય તો પ્રતિજ્ઞાભંગ થાય. પણ જો હવે જલદી આગળ ન વધે તો પકડાઈ જવાના પણ સંભવ હતા. એટલે તેણે એક હાથ છૂટો કર્યો ને કાંટો ખેંચી કાઢયો. પણ, આમ કરવામાં વીતેલી ગણતરીની પળેામાં પણ એના કાને ભગવાન મહાવીરનાં વેણ પડી જ ગયાં. અત્યારે એ જેને સાંભળવામાં મહાપાપ માનતા હતા, એ જ વેણ ભવિષ્યમાં એની રક્ષણઢાળ બની ગ, એટલું જ નહિ, એના હ્રદય પરિવર્તનનું પણ માન નિમિત્ત બની ગયાં. આ રહ્યા ભગવાનના એ શબ્દો : “દવાને પરસેવો થાય નહિ, દેવાને થાક લાગે નહિ, દેવાને રોગ થાય નહિ, દેવાની ફૂલમાળા કરમાય નહિ; દેવા પૃથ્વીથી અદ્ધર ચાલે, દેવોની આંખમાં પલકારા ન હોય; દેવ-વસ્ત્રો સદા વપરાય છતાં નિત્ય નૂતન રહે; દેવાના શરીર સુગંધયુક્ત હોય, દેશ, વિચાર માત્રથી ધાર્યુ કાર્ય કરી શકે. આ વચનો, પત્ર સૈનિય માં મુનિ રામભદ્ર સામાન ભગવાન મહાવીરના મુખે બાલાઈ રહ્યાં હોય તે રીતે એક શ્લાકમાં પરોવી દીધાં છે. જોવાની ખૂબી તો એ છે કે આવા લોકોત્તર પુરુષનું પાત્ર પણ તેમણે નેમાં પાર્થ પાળ તરીકે રજ કર્યું છે. એટલે કાંટો કાઢી રહેલા વિના મનામાં નેપક્ષમાંથી ભગવાન મહાવીરની ધીર અને મેઘગંભીર વાણી પ્રવેશી રહી છે : निःस्वेदागा श्रमविरहिता नीरुजनमाल्या, अस्पृष्टवलचलना निर्निमषाक्षिरम्या । शश्वभ्दोगेऽ प्यमलवसना विस्रगन्ध प्रमुक्त्काचिन्तामात्रोपजनिमनोवाहितार्थाः सुराः खुः ॥ અને આ સાંભળનાર રૌહિણેય(નુંપાત્ર) આ વખતે વિચારે છે કે અરે! મારી અનિડા છતાં આ મહાવીરનાં પાત્રોનું વર્ષન મારાથી સંભળાઈ. ગ. મેં પિતાને આપેલું વચન પણ હું ન પાળી શકતો ! વિસ્તાર છે. અને અને, આમ વિચારતા તે નગરમાં ચાલ્યો જાય છે. ☆ લક્ષ્યમાં રાખીને ર મંચ ઉપર સાક્ષાત અહીં એ સમજાય તેવી વાત છે કે નાટકકારે ભગવાન મહાવીરનાં વચનો ઉચ્ચારનાર એક પાત્રની કલ્પના કરી છે, જેને રોહિણેયનું પાત્ર ‘મહાવીર’ સમજે છે પણ આવા લોકોત્તર ધર્મતીર્થંકરની અશાતના ન થવા પામે, એ વાતને બરાબર નાટકકારે ‘મહાવીર’ના પાત્રને રંગ(પ્રગટપણે) રજૂ ન થવા દઈને, તેને નેપથ્યમાં ગોઠવીને જાણે, દિવ્યગાન ચાલી રહ્યું હોય તેમશ્લાકગાનને જ પ્રસારિત થવા દીધું છે. પણ આને અર્થ એ નથી થતો કે રોય || પાશે અને પ્રાદ પણ, બે શ્લોકગાનને પ્રભુ મહાવીરના મુખે ઉચ્ચારાતાં વચનરૂપે નથી સ્વીકારવું. એ બધાં તો એમ જ સમજે છે કે, આ સાક્ષાત મહાવીર પ્રભુ જ બોલી રહ્યા છે અને એમ સમજીને તેઓ પોતાને ધન્ય પણ માની રહ્યા છે. આમ થાય એમાં જ નાટકના ‘ભાવકના ચિત્તમાં વિગલિતવેદ્યાંતર અને બ્રહ્માનંદ સહાદર રસની સમાધિ નીપજાવવાનો’ ઉદ્દેશ સફળ બને છે. વળી, નાટકકારની પાત્રગુંફનની કુશળતા પણ ભાવકના મનમાં રોચક અને ઊંડી છાપ અવશ્ય પાડી જાય છે. આ પછી નો ગેપ અવમાની જાળમાં આબાદ સાઈ જાય છે. પણ પકડાવા છતાં તેને ચાર સાબિત કરે એવા રાજેન્દ્ર જયોતિ Page #3 -------------------------------------------------------------------------- ________________ કોઈ દાર્શનિક પુરાવા નથી મળતો એટલે રાજા તેને, ચારને કરાતી સજા નથી કરતા, પણ અભયકુમાર આથી નાસીપાસ નથી થતા. તે તે નવીન મુકિત જ અજમાવે છે. રૌહિણેયને ઉત્કટ પ્રકારનો મઘ પાઈને બેહોશ બનાવે છે ને પછી રાજમહેલમાં સ્વર્ગનું જીવંત વાતાવરણ રચી દે છે. સ્વર્ગના એક દેવવિમાનના સ્વામી તરીકે બેહોશ હણેયને ગોઠવી દે છે. ચોપાસ સ્વર્ગની અપ્સરાઓને દેવદેવીઓ રૂપે સુનિપુણ સેવકગણને ગેાઠવે છે. એ બધા કર્ણમધુર શબ્દોથી રવિને જગાડે છે. અર્ધજાગૃત દશામાં આ બધું સાંભળીને રીતિજ્ઞેષને, પોતે સાથે જ દેવતમાં હોવાનો ભ્રમ ઘડીભર વાય છે. ઈંગિતાકારથી જ માનવ-મનને પરખનારા સેવકો આ સમજી જાય છે ને તે સાવધપણે-ભૂલ ન થાય તેવી તકેદારીયો, ખુણે છે : હે સ્વામિન અમને દેવલોકના ! અધિપતિ મહારાજાએ મેક્લ્યા છે, અમારે અહીં નવા ઉત્પન્ન થનાર દેવને યોગ્ય કૃત્યો કરવા લઈ જવાનાં છે; પણ એ પૂર્વે આપ કૃપા કરીને અમને કહા કે ગતજન્મમાં આપે કયા કયા શુભ-અશુભ કૃત્યો કરેલાં ? રૌહિણેય બડભાગી હતો, જો સ્હેજ વધુ સમય તેની અર્ધભાનાવસ્થા ચાલુ રહી હાત તા તે બધું જ પોતાનું ચાર-ચરિત્ર કહી દેતા. પણ તેના મગજ પરથી પેલા ઉત્કટ મઘની અસર ધાર્યા કરતાં વહેલી ઉતરી ગઈ. સેવકોના પ્રશ્ન સાંભળતાં જ તે એકદમ સાવધાન થઈ ગયો. ઘડીભર આ બધું તેને સાચું તે લાગ્યું પણ વળતી જ પળે તેને શંકા જાગી કે આ બધી અભયકુમારની માયાજાળ તો નહીં હોય? તે નક્કી તો ન કરી શક્યો પણ તેણે ચેતીને ચાલવાનો નિર્ણય તેા કર્યો જ. આ જ વખતે, અનાયાસે એને પેલા કામણ મહાવીરનાં અનિચ્છાએ સંભળાઈ ગયેલાં વચનો યાદ આવી ગયાં. એણે વિચાર્યું: દેશનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાતો કહેલી, તે જો આ લાકોમાં સંભવતી હોય તે આ બધું સાચું, અન્યથા અભય મંત્રીની માયા. એણે ભગવાનનાં વચને યાદ કરી કરીને બારીકાઈથી બધું જોવા માંડયું. તરત એને પ્રતીતિ થઈ કે ના, આ લોકો ‘દેવ’ ન હોઈ શકે. આ લોકો તો ભગવાન મહાવીરે વર્ણવેલા દેવા કરતાં વિપરીત - સામાન્ય માણસ જેવા લાગે છે! બસ, હવે માયાના જવાબ. માયાથી આપવાના રોહિણેય નિશ્ચય કરે છે. નિષ્કામાં પણ નિર મનાતા મહાર સાયનાં હ્રદયપરિવર્તનનું પ્રારંભિક બીજ એની આ વિચારણામાં જોવા મળે છે. જે વ્યકિતનો પડછાયો પણ એને ત્યાજ્ય હતા, જેને માટે એ ‘મહાવીર’કે‘શ્રામણ મહાવીર' જેવા શબ્દોના તે પણ હૈયામાં હોય તેટલી સઘળી તોછડાઈથી પ્રયોગ કરતા હતા, એવા એ જ મહાવીર માટે આ પળામાં એના અંતરમાં ઊંડે ઊંડે, અવ્યકત આદર અનાયાસે જ ઊગતા દેખાય છે. એ આદર જ એને “દેવાનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાતો કહેલી” એવા અને “આ લોકો તા ભગવાને વર્ણવેલા દેવા કરતાં વિપરીત એવા વિચાર કરવા પ્રેરે છે. જો એને મહાવીર પ્રત્યે અવ્યકત આદર જાગ્યો ન હોત તો એ એક વિચારનિપુણ માનવીને છાજે તેવી સભ્ય વિચારણા ન કરી શકયો હોત અને ‘મહાવીર'ને માટે આદરસૂચક ‘ભગવાન’ શબ્દનો સ્વાભાવિક પ્રયોગ ન કરી શક્યો હોત. એના મનમાંથી ‘મહાવીર’ પ્રત્યેની તોછડાઈ નામશેષ બની રહી હતી, એનું સૂચન ‘ભગવાન’શબ્દ કરે છે. નાટકમાં પણ મુનિ રામભદ્ર વિયોઢારા હિત મળવાન: સંવતવ્યત તેમ જ “યદો ! માવńતર્વાંગ સ્વાવાદ્યા તે” આમ લખીને રીહિગેયનાં હૃદયપરિવર્તનનો પ્રારંભ, પૂરી સાહજિકતાથી ગ્રંથી દીધા છે, પૈકાકો માટે પણ, આ બીનો, ઐહિકને પોતાને માટે આ ભિકત જેટલી અવ્યકત છે, તેટલી જ અવ્યકત રહે છે. વી. નિ. સં. ૨૫૦૩ અને પ્રેક્ષકોને સ્પષ્ટપણે ભાન ન થાય (કેમ કે એવું ભાન થાય તે રસ-ક્ષતિ થાય) એ રીતે હૃદયપરિવર્તનનો પ્રારંભ થવા દેવો, એમાં જ નાટકકારની નિપુણતા છે ને! અહીં બીજી પણ એક વાત છે. નાટકમાં અભિનય કરનાર વ્યકિત, તે જે પાત્રનો અભિનય કરતી હોય, તેની સાથે સહજઅકૃત્રિમ ભાવે એકાકાર બની જાય એટલે કે ઈતિહાસ કાળમાં થઈ ગયેલી તે વ્યક્તિ છે. પોતે જ છું” એવા અનુભવ – પૂરી સાહજિકતાથી, કરે તો જ તે અભિનેતા વ્યકિતનો અભિનય પૂર્ણતયા સફળ બને અને પ્રેક્ષકો પણ તદાકાર બનીને રસાનુભવ કરે. યુદ્ધ રૌìય માં પણ, પણ, નેપથમાં વિરાજે ભગવાન મહાવીરનું પાત્ર ખૂબ સામાંથી પોતાનું 'મહાવીર' સાથેનું તાદાત્મ્ય અનુભવતું લાગે છે, ને એ તાદામ્ય જ એની પાસે ધીરગંભીર સ્વરે શ્લોકગાન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એ તાદાત્મ્ય જપ્રેક્ષકોને ‘વીર’વાણી સાંભળી રહ્યાની અનુભૂતિ કરાવે છે. એ અનુભૂતિ કરતી વખતે કે તેમાંથી બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકોને એવો વિચાર નથી આવતો કે ‘આહ, આ તો વીતરાગની આશાતના, કરી !' બલ્કે, આ સંયોજન એમને સુશિષ્ટ, સાંસ્કારિક અને સ્વાભાવિક જ લાગે છે, જે નિતાંત નિર્દોષ હોઈ શકે. એ તાદાત્મ્યનાં કારણે અત્યારની છેલ્લી પરિસ્થિતિમાં રૌહિણેયને ‘ભગવાન તો તે દિવસે જુદું કહેતા હતા, ને આ ગોકોનું સ્વરૂપ તો જ છે' એવી પ્રતીતિ સંભવે છે. તા, રણેયના ભિનય કરતી વ્યક્તિ પણ પોતે જુદી વ્યકિત છે. રોહિણેય નથી.' એવો અનુભવ જો કરતી હોત તો તેના અભિનય કાં તો કૃત્રિમ બનત, કાં તો તે શિથિલતા ભાગવત. પરિણામે પ્રેક્ષકોને રસાસ્વાદ ન મળત. પણ અહીં એવું નથી. અહીં તે પ્રેક્ષકો માત્ર રસાસ્વાદ જ નહિ પણ રસની સમાધિ મેળવી ચૂકયા જણાય છે, અને અભિનેતામાં પણ શિથિલતા કે કૃત્રિમતા નથી લાગતી, એ જોતાં સમજાય છે કે, એ અભિનેતાએ સ્વાનુભવથી જ સંવેદ્ય એવી સહજતાથી ઈતિહાસકાલીન ‘રોહિણેય નામની વ્યકિત સાથે અભેદ સાધ્યા છે. આ જ નાટકકારની ઉ સિદ્ધિ છે. પાછા મૂળ વાત પર આવીએ. પેલા દેવાની કૃત્રિમતા પારખીને રોહિણેય પણ એમને કૃત્રિમ જવાબો આપીને અભયકુમારની ધાર ણાને ધૂળમાં મેળવે છે. સામ - દામ - દંડ - ભેદ અજમાવીને થાકેલા અભયકુમાર રાજાને સૂચવે છે કે ‘આ ચાર છે એવી ખાતરી નથી થતી, માટે અને છોડી દેવા જોઈએ, પણ તે પહેલાં આપ એને અમત્સરભાવે સાચી વાત પૂછે તો સારું. આમ કરવા માટે રાજાની સંમતિ મળતાં જ રૌહિણેયને રાજા સમક્ષ હાજર કરાય છે. એ વખતે રાજા ને મંત્રી સિવાય કોઈ હાજર નથી રહેતું. રાજાએ પૂછ્યું: “ભાઈ! અમને ખાતરી છે કે તમે જ રૌહિણેય ચાર છે, પણ પુરાવાના અભાવે તમને છોડી મૂકવા પડે છે. તમને શિક્ષા કરવા કે બાંધી રાખવા અમે અસમર્થ છીએ પણ તમે મારી એક વાતનો સાચો જવાબ આપશે? શું ખરેખર તમે રીહિય નથી? ડરશે। મા, તમને અભયદાન છે, જે સત્ય હોય તે કહેજો.” રાજા પૂછે છે. વિશ્વાસથી પૂછે છે. ઉભયનું ગૌરવ જળવાય એ રીતે પુછે છે એની પૂછવાની રીત અને તે તેનું એકાંત, એ બધું જોતાં લાગે છે કે માનવ જીવનમાં વિશ્વાસ એ અદ્રિતીય અને અમોઘ શકિત તત્ત્વ છે. કઠોર કે પાપી જન ઉપર પણ તમે વિશ્વાસ મુકો તો તે પોતાનાં કુકર્મના એકરાર કરતાં નહિ અચકાય. બલ્કે કુકર્મો કરવાનું છોડી પણ દેશે. કારણ કે સાચ વિશ્વાસ હમેશાં પ્રેમ-મૂલક જ હોય છે. ભય-મૂલક નહિં જ ૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તવાસમાં લઈ જઈ, ચેરેલો ધનમાલ તથા બાન પકડેલાં સ્ત્રીપુરુષે સુપરત કરી દઈ, રાજાશા પ્રાપ્ત કરીને ભગવાન મહાવીરના ચરણમાં આત્મસમર્પણ કરી દે છે અને એ સાથે જ આ નાટકકથા સમાપ્ત થાય છે. રહિણેય તે પ્રથમથી જ ધારી બેઠો હતો કે પોતે હવે જલદી છૂટી જ જશે. પણ જે ઘડીએ એ અભયકુમારનાં ચાતુર્યને નિષ્ફળતામાં ફેરવી શકો, તે જ ઘડીએ એના હૃદયમાં એક તુમૂલ મંથન શરૂ થઈ જાય છે. એને થાય છે: ‘રે ભગવાનનાં વચન સાંભળવાને ને દર્શન કરવાને મારા પિતાએ મને કડક પ્રતિબંધ કર્યો, તે ભગવાનનાં એક જ વચનમાં આટલી બધી તાકાત? જે એ વચન મારા કાને પરાણે પણ ન પડયું હોત તો આજે હું ઘોર શિક્ષા વેઠતો હોત? ઓહ, મારા પિતા કેવા ગેરમાર્ગે દોરવાયા અને મને પણ દોરતા ગયા ! રૌહિણેયનું આ હૃદયમંથન, રાજાની પાસે પોતાનું સાચું સ્વરૂપ કબૂલ્યા પછી પોતાના જીવનનું બયાન આપતી વખતે બોલાયેલા પ્રસ્તુત નાટકના થતા 4 ફૂટ હૂિવવનપ્રસ્તનના मयापास्तं जैनं वचनमनिशं चौर्यरतिना / हहापास्याम्राणि प्रवर रसपूर्णानि तदहो !, कृता काकेनेव प्रकटकटुनिम्बे रसिकता // 34 // चौर्य निष्ठापहिष्ठस्य धिगादेशं पितुर्मम / बञ्चितोऽस्मि चिरं येन, भगवद्वचनामृतात् / / 35 // આ શ્લોકોમાં પ્રાકટય પામતું જોવાય છે. અને એ હૃદયમંથન એટલે કે હૃદયપરિવર્તનની પરાકાષ્ઠા એના મુખે બોલાયેલાં. "देव ! कमपि प्रेषय पूरुषम् / यथा वैभारगिरि गह्वरन्यस्तं लोप्नं समय तत्र भ्रमयत: श्रीवर्धमानस्वामिन : क्रमाम्भोजसपर्यया ની સતા નથfમ' આ વાકયમાં જોવા મળે છે. - માત્ર આ બોલીને રૌહિણેય નથી અટકતે. એ તો તરત જ પિતાની સાથે આવવા તૈયાર થયેલા રાજા અને મંત્રી વગેરેને પોતાના સમગ્ર રીતે પ્રવુ પtfzય 1 નો સાર વિચારીએ તો લાગે છે કે આ નાટક, જૈન ધર્મના “અસ્તેય’ ના સિદ્ધાંતને અને “લકોત્તર ધર્મતીર્થંકરની વાણીના શ્રવણના અમોઘ મહિમા નો પ્રચાર - પ્રસાર કરવાના જીવંત સાધન તરીકે પ્રયોજાયું છે. આવા ઉદ્દે શ માટે પ્રયોજાતાં નાટકો અનેક છે. આ તે તેનું એક ઉદાહરણ છે. જેમ પ્રાચીન કાળમાં, તેમ આજે પણ ધર્મ સિદ્ધાંતે તથા ઉપદેશોના પ્રચાર માટે વિવિધ પદ્ધતિઓ અખત્યાર કરાય છે. દા. ત., ધાર્મિક ઉત્સવાદિ પ્રસંગોએ યંત્રની મદદથી ધાર્મિક કથાઓ પર આધારિત માટી કે કાષ્ઠની હાલતી ચાલતી રચનાઓ, જેમાં તીર્થકર વગેરે લોકોત્તર પુરુષની પ્રતિકૃતિમાં પણ યંત્રસહાયથી સજીવારોપણ કરાય છે. અનેક શિષ્ટ, સંસ્કારી, અભિનય કલાવિદો આજે પણ વિદ્યમાન છે જેઓ અભિનયના માધ્યમથી ધર્મપ્રસારના પોતાના હેતુને સફળ કરવા માટે પુરુષાર્થ ખેડતા જોવાય છે. (1) પ્રઢ રળિય જૈન આત્માનંદ સભા (ભાવનગર) દ્વારા મુદ્રિત (વિ. સં. 1974), આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજી દ્વારા સંપાદિત. 14 રાજેન્દ્ર જ્યોતિ Jain Education Intemational