Book Title: Jain Dharm ane Jain Sanskruti ni Ketlink Lakshaniktao
Author(s): A S Gopani
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/210731/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ પ્રા. અમૃતલાલ સાવચંદ ગોપાણી, એમ.એ., પીએ.ડી. આર્ય સંસ્કૃતિના નિર્માણ અને ઘડતરમાં વૈદિક અને બૌદ્ધ સંસ્કૃતિઓની જેમ અને જેટલો જ જંન સંસ્કૃતિનો પણ ફાળો છે. જૈન એટલે “જિન”નો ભક્ત, અનુયાયી અને મન, વાણી તથા શરીર આ ત્રણે ય ઉપર જેણે સર્વાગ સંપૂર્ણ વિજય મેળવ્યો હોય તે “જિન”. આ “જિન” પછી ગમે તે દેશનો હોય, ગમે તે કાળે થઈ ગયો હોય અને ગમે તે ફિરકાનો હોય. આ એની ઉદારમાં ઉદાર વ્યાખ્યા છે. આમાંથી જૈન ધર્મ અને સંસ્કૃતિની અનાદિતા સ્વતઃ ફલિત થાય છે. જૈન ધર્મ અને સંસ્કૃતિનો ઊગમ કોઈ પણ અન્ય ધર્મ કે સંસ્કૃતિમાંથી થયો નથી; એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. ઐતિહાસિક પ્રમાણ અને પુરાણમાં પુરાણ ગણાતાં શાસ્ત્રો અને ગ્રંથોમાં આવતા ઉલ્લેખો ઉપરથી આ વિધાન હવે અસંદિગ્ધ રીતે પુરવાર થઈ ચૂક્યું છે. એના ઉપર અન્ય, અને અન્ય ઉપર એણે પ્રભાવ અને સંસ્કાર નાખ્યા છે – આ બન્ને વસ્તુઓ સ્વીકારવી જોઈએ. સંસ્કૃતિઓ પારસ્પરિક અસરથી તદ્દન મુક્ત રહી શકતી નથી એ સિદ્ધાંત સર્વમાન્ય છે. અહિંસા જૈન ધર્મ અને સંસ્કૃતિનો પ્રાણ છે. એટલા માટે એને અહિંસા ધર્મ તરીકે પણ વ્યવહારમાં ઓળખાવવામાં આવે છે. એના મૌલિક સિદ્ધાંતો પૈકીમાં કર્મવાદનો સિદ્ધાંત મોખરે છે. જન્મ અને મરણના ફેરાઓથી રચાતું સંસાર ભ્રમણ એ એક મહાનમાં મહાન દુઃખ એને હિસાબે ગણાય છે. આ દુઃખ કમજન્ય છે. ચોરાશી લાખ યોનિઓમાં ભમતો ભમતો, ઉત્ક્રાન્તિ સાધતો સાધતો આત્મા કર્મમુક્ત થઈ છુટકારો મેળવે છે. એ મોક્ષ સાધ્ય કરી આપવામાં ઈશ્વરાદિ કોઈ બાહ્ય તત્વ નિમિત્ત કારણભૂત નથી બનતું. આત્માએ પોતે જ સિદ્ધિ હાંસલ કરવાની છે. એટલે એનામાં અનંત સામર્થ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બાહ્ય પદાર્થની આપખુદ મહેરબાની ઉપર એને જીવવાનું નથી. એ પોતે જ કર્તા, ભોક્તા અને હર્તા છે. પોતાનાં સુખ-દુ:ખ માટે કોઈને પણ એ જવાબદાર ન ગણી શકે. આમાં રાગ-દ્વેષની પરિણતિનો પરિવાર સમાવિષ્ટ થઈ જાય છે. નિરહંકાર મિશ્રિત પુસ્થાર્થનું સંકલન પણ આ સિદ્ધાંતમાંથી જ સ્વતઃ સરે છે, ઝરે છે. જડ અને ચેતન અર્થાત અજીવ અને જીવ–આ બે મુખ્ય તત્ત્વો સ્વીકારી, બીજાં સાત તત્ત્વોને પુણ્ય પાપાદિને—અજીવના અવાંતર ભેદો તરીકે સ્થાપી કુલ્લે નવ તત્ત્વોની પ્રરૂપણા જૈન ધર્મે કરી છે. જગતના ભ્રષ્ટા અને સંહારક તરીકે “ઈશ્વર”ને કલ્પનાર ધર્મોની દૃષ્ટિએ જૈન ધર્મ નિરીશ્વરવાદી ગણાતો હોય તો ભલે ગણાય, પરંતુ નિરીશ્વરવાદી એટલે નાસ્તિક અને નાસ્તિક એટલે નીતિની આવશ્યકતા અને મૂલ્યમાં નહિ માનનાર એવો જ અર્થ કરવામાં આવતો હોય તો તે કેવળ બ્રાન્ત, અજ્ઞાનયુક્ત અને ન્યાયવિહીન છે. પાપ અને પુણ્યમાં અનીતિ અને નીતિના મૂલ્યાંકનો અંતર્ગત જ છે. આ કહેવાની પણ જરૂરત નથી. પૃથ્વી, પાણી, તેજ, વાયુ આદિ ઈશ્વરકર્વક નથી. તેઓનું અસ્તિત્વ પોતપોતાના ખાસ નિયમોને આભારી છે. ઈશ્વરત્વ આ રીતે જૈન દષ્ટિને અનુકૂળ નહિ હોવા છતાં આત્મા પોતે પોતાને બળે પરમાત્મા બની શકે છે એ રીતે ઈશ્વરત્વનો એ અંગીકાર પણ કરે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ ૧૩ કર્મને આભારી સંસારત્વ છે એમ પ્રતિપાદી તમામ પ્રાણ, જીવ, ભૂત અને સત્ત્વને સમકક્ષ બનાવ્યા છે તે ઉચ્ચ, નીચનો ભેદ ટાળ્યો છે, વર્ણ અને જ્ઞાતિના વિચારને બહિષ્કૃત કર્યાં છે અને સ્ત્રીપુરુષના એકસરખા અધિકારની હિમાયત કરી છે. આ રીતે કરેલી જગત પ્રત્યેની જૈન ધર્મની અપૂર્વ સેવા ઉવેખવા કે હાંસી કરવા જેવી તો છે જ નહિ, પરંતુ સન્માનવા જેવી છે. વર્તમાનમાં ચાલી રહેલ ભાણુ તાંડવને ખાળવાની અને અરાજકતાને સ્થાને સુરાજ્ય સ્થાપવાની, મારામારી અને કાપાકાપીને નાબૂદ કરવાની, શોષણ, લાંચ, રુશવત વગેરે બદીઓને નિર્મૂળ કરવાની, એકને ભોગે બીજાની જીવવાની અસદ્ વૃત્તિને વિદાય આપવાની શક્તિ કે કામયાબી કોઈપણ પ્રચલિત સંસ્કૃતિમાં સાંપ્રતમાં હોય તો તે કેવળ જૈન સંસ્કૃતિમાં છે. નીતિની નાદારીને દેવાળું કાઢતાં બચાવવાની અને કાચી પડવા જતી આસામીને ફડચામાં નહિ જવા દેતાં ટકાવી રાખવાની સંપૂર્ણ યોગ્યતા જૈન ધર્મ પ્રતિબોધિત અને પ્રરૂપિત અહિંસાના, કર્મવાદના, અનેકાંતના અને પંચમહાવ્રતોનાં તત્ત્વોમાં છે. આ સંસ્કૃતિના હાર્દને સમન્યે અને પચાવ્યે જ વર્તમાન ભ્રાન્ત અને મદમત્ત જગતનો છુટકારો છે—આ સંસ્કૃતિમાં એવાં ઉન્નાયક તત્ત્વો છે એ કારણે. જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરતો ખાલીનો શિલાલેખ મોજૂદ છે. શ્રેણિક, ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, મુંજ, ભોજ વગેરે વગેરે ઐતિહાસિક રાજાધિરાજાઓએ જૈન ધર્મને સપૂચો અપનાવ્યો હતો અથવા તો વેગ આપ્યો હતો. સિદ્ધરાજ, કુમારપાળ વગેરેએ તો જૈન ધર્મની સારી એવી પ્રભાવના કરી હતી એ તો હવે કયાં છાની વાત રહી છે ? જૈન ધર્મે દક્ષિણમાં પણ પોતાના પ્રભાવનો પ્રસાર સારો કર્યો હતો. મહાપ્રતિભાશાળી જૈન સાહિત્યકારોએ, કવિવયોંએ ખીજાઓને મોંમાં આંગળી ધાલવી પડે એવી સાહિત્યની ચિરંજીવ કૃતિઓનું નિર્માણ કર્યું છે. સ્થાપત્યના, ચિત્રકળાના, સાહિત્યના—ટૂંકમાં બુદ્ધિના એકેએક પ્રદેશમાં જૈન સાધુઓએ અને શ્રાવકોએ નિર્દોષ વિહાર કરી બતાવી જગતમાં નામ સ્થાપ્યું છે, કાઢયું છે. વસ્તુપાળ, તેજપાળ, જગડુશા, ભામાશા વગેરે દાનવીરોએ ફોર્ડ કે રોકફેલરને ભુલાવી દે એવું કરી બતાવ્યું છે. જૈન ધર્મની અને સંસ્કૃતિની જગતને આ દેણ છે. એની પુરાણી યશોગાથાને અહીં સ્પર્શવામાં ડંફાશ મારવાનો કોઇ અપ્રશસ્ત હેતુ નથી, પરંતુ એ ધર્મ અને સંસ્કૃતિ મહાપ્રાણવાન, સત્ત્વશાળી સંસ્કૃતિના બીજ ધરાવે છે એ તરફ કેવળ અંગુલિનિર્દેશ જ કરવાનો હેતુ છે. સાધુ, સાધવી, શ્રાવક, અને શ્રાવિકા—આ ચાર ચતુર્વિધ જૈન સંધના એકમ, ઘટક. પહેલાં એને પાળવાનો ધર્મ તે અણુગાર ધર્મ અને ખીજા એનો તે આગારધર્મ. પોતપોતાના કર્તવ્યપાલનની મર્યાદામાં રહી એ ચારે ય આત્મોન્નતિ સાધી સંપૂર્ણ દશાએ પહોંચી શકે છે. એ ચારેયે અમુક જ સ્થિતિ અવશ્યમેવ પ્રથમથી સ્વીકારવી જોઈ એ એવું કાંઈ નથી. પોતપોતાની મર્યાદાના વર્તુળમાં રહી, સદાચાર સેવી, વિકાસ વધારતાં વધારતાં અંતે છુટકારો મેળવી શકે. આ ઔદાર્યનો દાખલો છે. સંકુચિત નહિ પરંતુ વિસ્તારિત—તદ્દન વિસ્તારિત દષ્ટિનું આ ઉદાહરણ કહેવાય. સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ પારિભાષિક હોઈ અહીં અપ્રસ્તુત છે. સંયમ અને તપ દ્વારા અશુદ્ધિઓનું પરિમાર્જન કરવાની પરમ આવશ્યકતા બન્નેમાં નિર્ધારાઈ છે. વંશપરંપરાથી કે પેઢાનુપેઢીથી આચાર્ય કે એવા કોઈ પદની પ્રાપ્તિ થતી નથી. આચાર્યના ગુણ ધરાવતો હોય તો જ આચાર્ય કહેવાય, વય કે લિંગ આદરનું સ્થાન નથી, ગુણની જ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન ધર્મ રૂઢિચુસ્ત નથી પણ વેગવાન વિકાસમાં જ માનનારો છે એનું જવલંત પ્રતીક આથી ખીજું કયું હોઈ શકે ? માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા—આ બન્ને એકાંતો હોઈ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને એને સ્થાને જ્ઞાનક્રિયા સમુચ્ચયવાદને મૂકવામાં આવ્યો છે. સાધુ-સાધ્વીએ Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ મધુકરવૃત્તિથી ગોચરી કરવાની કહી છે. માલ-મલીંદા આત્મરમણના પોષક નથી એમ કહી એનો નિષેધ કરવામાં આવ્યો છે. “ શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ” આ સિદ્ધાંતના પુરસ્કર્તાઓ સામે લાલ બત્તી ધરતાં એ ભાખે છે કે ગરીબને એક ટુકડો પણ ન મળતો હોય ત્યાં ખીજાએ પાડેલા પરસેવાથી રહેલા અનાજનો કે ભોજનનો નકરા બની તમે ઉપભોગ ન કરી શકો. ફલાણું વિટામિન એમાં નથી એ જોવાનું એને ન હોય. સંયમ-યાત્રાના નિર્વાહમાં ઉપયોગી બને એટલી હદે જ શરીરની સંભાળ હોવી જોઈ એ—આ એક જ મુખ્ય વાત. દાન-દયાની ઉપાદેયતા વ્યવહારનયે એ સ્વીકારે છે જ. ક્રિયાશૂન્ય, આત્માની શુષ્ક જ્ઞાનની વાતો તરફ એને નફરત છે. ૧૪ જીવ અને અજીવ—આ બે મુખ્ય તત્ત્વોમાંથી ફલિત થતા નવ તત્ત્વોનો સ્વીકાર જૈન દર્શન કરે છે એ આગળ કહેવાઈ ગયું. આમાં જીવના, સંસારી અને મુક્ત; સંસારીના ત્રસ અને સ્થાવર; પૃથ્વીકાયાદિ પાંચ એ સ્થાવર ભેદ. ઈંદ્રિયાદિ ભેદો પણ ભેદો છે. ત્રસમાં એ ઈંદ્રિયોથી માંડી પાંચ ઈંદ્રિયો સુધીના ભેદો છે જ્યારે સ્થાવર એકેંદ્રિય છે. પાંચ અસ્તિકાયો—ધર્માંધમાંદિઅજીવના ભેદો છે. આમાં કાળને ભેળવી છ દ્રવ્યોની કલ્પના કરવામાં આવી છે. જૈન દર્શન વિષયક દૃષ્ટિને પ્રધાનપણે ધ્યાનમાં રાખી આ ઉપર કહી તે બાબતોની તાર્કિક કલ્પના, યોજના અને સિદ્ધિ પણ કરવામાં આવી છે જેના ઊંડાણમાં ઊતરવું એ અહીં અભીષ્ટ નથી. બધા જ જીવોનો મોક્ષ થાય તો સહેજે એક સ્થિતિ અને એક સમય એવો આવીને ઊભો રહે કે જે વખતે સંસાર જેવું કાંઈ હોય જ નહિ. ઉત્તર પક્ષની આ શંકાનો જૈનદર્શન એ રીતે જવાબ આપે છે કે ના, એમ નથી. કારણ કે જીવોના પણ ભવ્ય અને અભવ્ય એવા બે મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આમાંથી જે અભવ્ય છે તે વભાવે જ એવા છે કે એમનો મોક્ષ કદાપિ થતો જ નથી. આ અભવ્ય જીવોની ઉપમા શાસ્ત્રકારોએ (જૈન) કોરડુ મગની આપી છે. કોરડુ ભગ કદી પણ પાકતા નથી. આમ એ અભવ્ય જીવો પણ કદી મોક્ષ મેળવતા નથી. આત્માની સાથે કર્મના સંયોગને અનાદિ માનવા જતાં સામો પક્ષ એક મુશ્કેલી આ ઊભી કરી શકે કે અનાદિ વસ્તુનો નાશ થાય નહિ અને એમ માનવા જતાં સંપૂર્ણ કર્મનો નાશ અશક્ય બની જઈ મોક્ષનો પણ અસંભવ ઊભો થશે. આ મુશ્કેલીનો જૈન શાસ્ત્રકારોએ એવી રીતે કમાલો આપ્યો છે કે આત્મા સાથે નવાં કર્મો બંધાતા જાય છે અને જૂનાં ખરતાં જાય છે. આવી બાબતમાં કોઈપણ એક કર્મની યુતિ અનાદિ નથી, પરંતુ કર્મયુતિનો પ્રવાહ જ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને આ ઔપચારિક રીતે આત્મા સાથે કર્મો અનાદિ કાળથી જોડાયેલા છે એમ સમજવાનું છે. જૈન દર્શને આત્માને ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભોકતા, દેહપરિમાણી, પ્રતિક્ષેત્રે ભિન્ન, પૌદ્ગલિક અદૃષ્ટવાન માન્યો છે. જ્ઞાનને આત્માનું મૂળ સ્વરૂપ કહી તૈયાયિકોથી જૈનમત જુદો પાડ્યો છે. પરિણામી, કર્તા અને સાક્ષાત્ ભોક્તા કહી પરિણામરહિત—ક્રિયારહિત માનનાર સાંખ્યમતથી ભિન્નતા પ્રરૂપી છે. દેહપરિમાણી એવું લક્ષણ બાંધી આત્મા સર્વવ્યાપી છે એવું કહેનાર વૈશેષિક, નૈયાયિક, અને સાંખ્ય મતનો અનાદર કર્યો છે. શરીરે શરીરે આત્માનું પાર્થક્ય પ્રતિબોધી એક જ આત્મામાં માનનાર અદ્વૈતવાદીઓ સાથેની પોતાની અસંમતિ દર્શાવી છે. કર્મને એટલે કે ધર્મ-અધર્મને આત્માનો વિશેષ ગુણ માનનાર નૈયાયિક-વૈશેષિકો સાથેનું મવિભિન્નત્વ જૈનદર્શને છેલ્લા વિશેષણ મારફત વ્યક્ત કર્યું છે. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપનુબંધી પુણ્ય, અને પાપાનુબંધી પાપ આમ પુણ્ય-પાપના વિભાગો પણ જૈન દર્શનની વિલક્ષણતાના સૂચક છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ વસ્તુને અનંતધર્માત્મક માની એના ધર્મોને અમુક અમુક દૃષ્ટિકોણથી જેવાં તેનું નામ સ્યાદ્વાદ છે. જેનોનો આ અણમોલ સિદ્ધાંત છે પરંતુ પ્રતિસ્પર્ધીઓએ એને હાથે કરી ખોટે સ્વરૂપે સમજી અન્યાય કરવામાં પણ બાકી રાખી નથી. અપેક્ષા દષ્ટિએ સ્વીકાર કરવો એનું નામ પણ ચાઠાદ જ. નિત્ય, અનિયત્વ, વિનાશીપણું, સ્થિરપણું, સતપણું, અસતપણું–આ ઉપરાંત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જોવાનું–આમ અનેક ધર્મને અનેક દૃષ્ટિથી જોઈ શકાય છે. માટે અપેક્ષાવાદ સ્વીકારવાથી જ વરતના સ્વરૂપનું યત્કિંચિત્ પણ સાચું ભાન થાય છે. સ્યાદ્વાદ સંશયવાદ છે એવો એક મોટો આક્ષેપ એના ઉપર છે. એક જ વસ્તુને પ્રતિસ્પધી ગુણોથી યુક્ત કહેવી એ એક પ્રકારનો સંશય ઊભો કરવા જેવું જ થયું એવો સામા કે ઝાડના દૂઠામાં માણસની ભ્રાન્તિ–આ સંશય જરૂર કહેવાય. કારણ કે સર્પ અને દોરડી કે ઝાડ અને માણસઆ બેમાંની કોઈ પણ એક નિશ્ચિત નથી હોતું. જ્યારે વાદ્વાદ કથન કરે છે ત્યારે અમુક એક વસ્તુમાં અમુક ધર્મ એ કથન કરતી વખતે નિશ્ચિતપણે રહેલો છે એમ કહે છે. હકીકત જ્યારે આમ છે ત્યારે એને સંશયવાદ શી રીતે કહી શકાશે? વસ્તુના અનેક ધમે. એને વ્યક્ત કરનારા અભિપ્રાયો ક વચનપ્રકારો પણ અનેક હોય. છતાં એ બધાને વ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે પ્રધાન નય દ્વારા વિભક્ત કરી પછી અવાંતર સાત ભેદો પાડ્યા છે. જૈન ધર્મને વીતરાગનો ધર્મ પણ કહેવાય છે. રાગ-દ્વેષની પરિણતિને થંભાવવામાં સ્યાદ્વાદ અગત્યનો ભાગ ભજવે છે. પરમાત્માએ મુક્તિનો માર્ગ બતાવ્યો. આ માર્ગે ચાલી અને મુક્તિ હાંસલ કરી માટે પરમાત્મા મુક્તિદાયક ઉપચારથી ગણાય–આવું સ્યાદ્વાદ કહે અને એમ કહી ઈશ્વરકર્તૃત્વવાદના પુરસ્કર્તાઓને ન્યાય આપે. આત્મા જ ઈશ્વર છે અને આત્મા સ્પષ્ટ પણે કર્તા છે જ. ઈશ્વર જગતનો કર્તા છે એવું કહેનારના આશયને સ્યાદાદ એ પ્રમાણે સમજાવે. મોહવાસનાના પ્રાબલ્યને હણવા બુદ્ધે ક્ષણિકવાદ આગળ ધવિષયની આસક્તિ હઠાવવા વિજ્ઞાનવાદ પ્રરૂપવામાં આવ્યો; સમભાવની પ્રાપ્તિ અર્થે અદ્વૈતવાદની ખોજ થઈ–આમ પરમાર્થ બતાવી સ્યાદાદ બધાના મનનું સમાધાન કરે છે. ખરેખર ! વિચારકલહોને શમાવવાનું અમોઘ સાધન સ્થાદિ છે. અસ્તુ. આ પ્રમાણે ઉપર જણાવી તે લાક્ષણિકતાઓ જૈન ધર્મ અને સંસ્કૃતિની છે. અત્યારે આ લાક્ષણિકતાઓ ઘણું અનેરું કામ કરી બતાવે તેમ છે. સમસ્ત જગતને શાંતિ આપવાનું જમ્બર સામર્થ્ય આ ધર્મમાં છે એમ સૌ કોઈ ખરેખર સમજે અને એ પ્રમાણે આચરે તો જગત નું વાસ્તવિક કલ્યાણ થાય તેમ છે. ઇત્યલમ. * ::