Book Title: Jain Abhyas ma Navin Drushtini Avashyakta
Author(s): Keshavlal H Kamdar
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/210563/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન અભ્યાસમાં નવીન દષ્ટિની આવશ્યકતા પ્રા કેશવલાલ હિં, કામદાર, એમ.એ. હમણાં હમણાં જૈન સાહિત્ય, ફિલસુફી, ઈતિહાસ, સંસ્કારિત્વ વગેરે ઉપર અતિ માર્ગદર્શક પ્રકાશ. જોઈ શકાય છે. એ પ્રયાસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ હવે પ્રવેશ કર્યો છે તે આનંદની વાત છે. આવાં પ્રકાશનોમાંથી કેટલાંક પ્રકાશનોને આદિથી અંત સુધી વાંચી જવાનો અને કેટલાંકનાં અવલોકન કરવાનો મને પ્રસંગ મળ્યો છે. દિલગીરીની વાત તો એ છે કે આ પ્રકાશનો અને તેમનાં વિવેચન તરફ આપણી પ્રાકૃત જનતાનું તો ઠીક, પણ આપણા વિદ્વજનોનું ધ્યાન બહુ ઓછું જાય છે. કારણ સ્પષ્ટ છે. અવલોકનો જે સામયિકોમાં કે વર્તમાનપત્રોમાં આવે છે તે બધે ઉપલબ્ધ હોતાં નથી, અને જે વર્તમાનપત્રોનાં અને સામયિકોનાં કાર્યાલયોને એ પ્રકાશનો મોકલવામાં આવે છે તેમના કાર્યવાહકો અને સંપાદકો યાદીમાં તેમની સ્પષ્ટ નોંધ પણ લેતા નથી. ઘણીવાર એવું બને છે કે પ્રકાશનો જે માણસોના હાથમાં અવલોકન અર્થે મૂકવામાં આવે છે તેઓ એ વિષયોના અભ્યાસી હોતા નથી, એટલે તેમનાં અવલોકનો અર્ધદગ્ધ અને ઉપલયિાં નીવડે છે. આવાં પ્રકાશનો બહુધા ગુજરાતીમાં અને હિન્દીમાં હોય છે. દક્ષિણ ભારતની ભાષાઓનો મને પરિચય નથી એટલે તેમને વિષે હું લખી શકતો નથી. પ્રકાશનો જૈન સંસ્કારના તમામ વિષયો સંબંધી હોય છે, મુખ્યત્વે તેઓ ઇતિહાસ, ફિલસૂફી, જીવનચરિત, સાહિત્ય, ભાષા વગેરે ઉપર હોય છે. તેમના સંપાદકો વિદ્વાનો હોય છે એટલે સંપાદનક્ષેત્રની ન્યૂનતા ઓછી હોય છે. એક ન્યૂનતા મને માલમ પડી છે અને તે વિષે હું અહીં લખવા ઇચ્છું છું, તેને દૂર કરવાનો ઇલાજ પણ સાથે હું સૂચવીશ. આવાં પ્રકાશનોનાં સંપાદનોમાં, મારા નમ્ર મત પ્રમાણે, ક્રાંતિકારક ફેરફાર થવાની જરૂર છે. કોઈ પ્રકાશન જૈન ફિલસુફી કે ન્યાય વિષે હોય છે. એમાં જૈન દૃષ્ટિનો સચોટ વિચાર રજૂ થયેલો હોય છે. અનેક જૈન-જૈનેતર અવતરણોથી તે પ્રકાશન ખીચોખીચ ભરેલું હોય છે. અનુવાદ હોય તો તે ઘણો સ્પષ્ટ હોય છે. પ્રસ્તાવના જૈન દષ્ટિને બરોબર સમજાય તેવી લખાયેલી હોય છે. એનો અભ્યાસ તુલનાત્મક હોય છે, એમાં લેખકે બૌદ્ધ, બ્રાહ્મણ, જૈન સન્દર્ભ ગ્રન્થોનાં અનેક અવતરણો ટકેલાં હોય છે. વર્તમાન જૈન લેખકોએ આ દિશા પર તો ખરેખર અનેરું માર્ગદર્શન કરેલું છે, બીજા લેખકોએ આ માર્ગદર્શન સ્વીકારી લેવું જોઈએ, કારણ કે આ પ્રકારના જૈનેતર સાહિત્યમાં જૈન દૃષ્ટિનો વિચાર નજરે પડતો નથી. આટલી પ્રગતિ થયેલી આપણે જોઈએ છીએ, છતાં મને એક ન્યૂનતા જણાઈ આવી છે. તે આપણે હવે સુધારી લેવી જોઈએ. દષ્ટાંતમાં સંપાદક કે લેખક જૈન ન્યાયનો વિચાર કરે ત્યારે તે વિચારમાં હવે પશ્ચિમનો વિચાર પણ આવી જવો જોઈએ. કોઈ લેખક કે સંપાદક જે જૈન તત્ત્વવિચારની સમજાવટ કરતો હોય તો તેમાં હવે પશ્ચિમની વિદ્યાનો વિચાર પણ આવી જવો જોઈએ. જેનોની એકાન્ત દષ્ટિ પશ્ચિમનાં ન્યાયસૂત્રોમાં નજરે પડે છે. જૈનોએ કરેલો અપેક્ષાવાદ યુરોપમાં રાયેલો હોય છે. જેનોનો નિયતિવાદ - Pre-destination Determinism – સમગ્ર ખ્રિસ્તી કિલસકીમાં સ્થળે સ્થળે નજરે ચડે છે. આ દષ્ટિ પ્લેટોથી માંડીને ડયુએ સુધીના ફિલસૂફોમાં જોઈ શકાય છે. ગ્રીક ગ્રન્થોનાં તો અનેક ઈગ્રેજી ભાષાંતરો થયાં છે. જર્મન ફિલસૂફી સાહિત્ય ઈગ્રેજીમાં મળી શકે છે. આપણી કોલેજોમાં આ સાહિત્યનો અભ્યાસ થાય છે, પણ ત્યાંના અધ્યાપકો જૈન દષ્ટિથી અપરિચિત Page #2 -------------------------------------------------------------------------- ________________ જેના અભ્યાસમાં નવીન દૃષ્ટિની આવશ્યકતા ૧૭ હોય છે, અથવા તો તેમને એ સુલભ હોતી નથી. આપણા જે અભ્યાસીઓ આવા સંપાદનકાર્યમાં પડેલા છે તેમને પશ્ચિમની વિદ્યાઓનો સંસર્ગ હોતો નથી. ઘણે ભાગે આ લેખકો સાધુઓ હોય છે. કોઈ કોઈ શ્રાવકો તેમાં જોવામાં આવે છે. તેમનો મોટો ભાગ પશ્ચિમની વિદ્યાથી અપરિચિત હોય છે. તેમને પશ્ચિમની વિવેચનકળાનું યોગ્ય જ્ઞાન પણ હોતું નથી. પરિણામે એમનાં અમૂલ્ય પણ જૂની ઢબમાં થયેલાં પ્રકાશનોનું ઉપયોગિત્વ સંકુચિત થઈ જાય છે અને જૈન દષ્ટિનો જે પરિચય બહારની દુનિયાને થવો જોઈએ તે થઈ શકતો નથી. જૈન સાહિત્યના સંપાદનમાં આ ન્યૂનતા મને ગંભીર રીતે જણાય છે. એ સંપાદનોમાં સામયિક પૂર્વપીઠિકા, ઐતિહાસિક અન્વેષણ, અવલોકનની તીક્ષ્ણતા વગેરે ગુણ પશ્ચિમની દૃષ્ટિએ ઓછા જોવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રરતાવના લખાયેલી હોય તો ભાષાનો કોઈ ધડો હોતો નથી, અને એમાં વાસ્તવિક ઈતિહાસદર્શન જોવામાં આવતું નથી. સ્વભાષા પણ એવી જ લૂલી હોય છે. સાહિત્યનાં પ્રકાશનનું સંપાદન તો ઘણે ભાગે ભારતવર્ષની પુરાણી પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવેલું હોય છે. જીવનચરિત લખેલું હોય તો જીવનચરિત શું હોવું જોઈએ તેનો કોઈ ખ્યાલ હોતો નથી-ઈગ્રેજીમાં જેને characterisation – નિરૂપણ કહેવામાં આવે છે તે જોવાનું જ નથી. અવતરણું ખીચોખીચ હોય, પણ તેમનો ગૂઢ અર્થ સ્પષ્ટ થઈ શકતો નથી. એક દષ્ટાંત આપું. વરતુપાળે ખંભાત બંદરનો કબજો સઈદ પાસેથી લીધો તે આપણે કેટલીવાર વાંચતા હશું! મને હરહંમેશ લાગ્યું છે કે લેખકને તેનો ગૂઢ અર્થ સમજાયો હોતો નથી, કારણ કે લેખક કે સંપાદક જૂની ઘરેડમાં લખ્યું જાય છે અને તેને ઈતિહાસનું શુદ્ધ દર્શન હોતું નથી, એટલે તે ઊંડો ઊતરી શકતો નથી. હું તે ગૂઢ અર્થને મારી અ૮૫ મતિ અનુસાર અહીં સ્પષ્ટ કરીશ, જેથી વાચકને મારી દષ્ટિનો ખ્યાલ આવી શકે. ખરી વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. જેમ સોળમી સદીથી ઓગણીસમી સદી સુધી આપણે ત્યાં યુરોપના વેપારીઓ સશસ્ત્ર કોઠીઓ નાખી વેપાર કરતા હતા તેમ અરબ લોકો ખંભાત, સોમનાથપાટણ વગેરે સ્થળોએ સશસ્ત્ર કોઠીઓ જમાવી આપણી સાથે વેપાર કરતા હતા. સમકાલીન સાહિત્યમાં ખંભાત બંદરના સઈદ કુલનો ક્ષય કરનાર વસ્તુપાળની પ્રશંસા થયેલી છે ત્યારે કુળનો અર્થ આપણે આ પ્રમાણે સમજવો જોઈએ. એ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે સઈદનો મહાલય વાર- હાથીઓથી રક્ષાયેલો હતો. તેનો અર્થ એવો કરવો જોઈએ કે એ વારણસેના હતી, હતિવૃન્દ સશસ્ત્ર હતું, અને જેમ ગોરા અને હિન્દી સિપાહીઓ મદ્રાસ, હુગલી, પદેચેરી, સુરત, દીવ, વસઈ માહે વગેરે સ્થળોએ પરદેશી વેપારીઓનો બચાવ કરતા હતા તેમ ખંભાતનો અરબ-વસવાટ પણ એવો જ સુરક્ષિત હતો; ઉપરાંત જેમ દુલેએ હિન્દીઓને પશ્ચિમી વિદ્યાની તાલીમ આપી નવીન સિપાહીઓ બનાવ્યા તેમ અરબ વેપારીઓએ આપણી યુદ્ધકલાને ઝડપી લઈ આપણા જ હાથીઓને શસ્ત્રસજ્જ કરી આપણું જ સામે ખડા કર્યા હતા. એ કારણથી વસ્તુપાલે આ પરદેશી સશસ્ત્ર વેપારી વસાહતનો ધ્વસ કર્યો—જેમ શાહજહાંએ પોર્ટુગીઝોના વેપારી થાણા હુગલીનો ધ્વંસ કર્યો હતો, ચમાજી અપ્પાએ વસઈને ઉડાડી દીધું હતું, સિરાઝ—ઉદ-દૌલાએ કલકત્તાને લીધું હતું, તેમ. બીજું દષ્ટાંત આપું. હીરવિજયસૂરિએ અકબર ભારત અમારિ ઘોષણા ચલાવી, એનો અર્થ એવો ન થાય કે હીરવિજયસૂરીને અકબરને જૈનધર્મ કરવો હતો, કે અહિંસાવાદી કરતો હતો. એક રથળે એવું લખવામાં આવ્યું છે કે જજિયાવેરો અકબરે માફ કર્યો તેમાં હીરવિજયસૂરીનો હાથ હતો, પણ ઐતિહાસિક ઘટનાએ એ વાસ્તવિક નથી, કારણ કે જજિયારાની માફી અકબરે હીરવિજયસૂરીનો Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પરિચય થયો તે પહેલાં વર્ષો થયાં આપી દીધી હતી. જૈન સાધુઓના આવા પ્રયાસોમાં એક હેતુ હતો, તે એ કે મુરિલભ અને હિન્દુ રાજ્યકર્તાઓના અમલમાં જે હિંસક અને Irrational, વહીવટનાં સૂત્રો ઘૂસી ગયાં હતાં તેમને દૂર કરવાનો હેતુ હતો, જેમ રોમના મહારાજ્યના સમયમાં રોમના પાટનગરમાં અને અન્ય સ્થળોએ Gladiators એટલે હિંસક પ્રાણીઓની સાથે માણસજાતને ઠંડયુદ્ધ કરવાની ફરજ પાડવામાં આવતી અને અગડ–Arena-માં દાખલ થઈ જીવને ભોગે અનેક ખ્રિરતી સાધુઓએ તે પાશવ પરંપરાને અટકાવી હતી તેમ. આ સાહિત્યના સંપાદનક્ષેત્રમાં પણ આ દલીલ લાગુ પાડી શકાય. ડૉ. બુલચંદે મહાવીરના જીવનચરિત્રને લખવામાં નવીન ભાત પાડી છે તેમ હવે આ ક્ષેત્રમાં નવીન ભાત પાડવાની જરૂર છે. જૈન દર્શનના એક ઇગ્રેજી ગ્રન્થમાં આવી જ નવીન ભાત મેં જોઈ છે. સાહિત્યના વિચાર૫ર એક દૃશ્યને રજૂ કરું. રામ સીતાને વનવાસમાં મોકલે છે તે અગાઉ ઋષિ લોકો અને પ્રધાનમંડળ ઋષ્યશૃંગને આશ્રમે શરૂ થયેલા યજ્ઞમાં હાજરી આપવા ગયા છે ત્યાંથી તેઓ રાજયધર્મમાં હમણાં જ દીક્ષિત થયેલા રામને સર્દેશ મોકલે છે કે જમાઈના યજ્ઞમાં હવે અમે રોકાઈ ગયા છીએ. તું બાળ છે, રાજ્ય નવું છે, તો પ્રજાને અનરંજતો રહેજે, કારણ કે તેથી મળતો યશ એ જ ખરું ધન છે ... કામાતૃયન વયે નિરુદ્ધાઃ સર્વ વા વાસિ નવું જ રડ્યા યુ. પ્રજ્ઞાનામરંગને સ્વાદ ! તમારાતુ પરમં ધનં યઃ || આમાં બાળનો અર્થ અનુભવહીન એવો થવો જોઈએ, કારણ કે આ સમયે રામનું વય ૩૫-૪૦ વર્ષનું તો હોવું જોઈએ. રામ વયમાં પુખ્ત હતા, પણ રાજ્યના અનુભવની અપેક્ષાએ બાળક જ હતા, એટલે વસિષ્ઠ આદિ મોટેરાંઓએ તેને યોગ્ય સલાહ આપેલી કે ધ્યાન રાખજે, ઉતાવળો ન થતો. રામ લોક-અપવાદનો આશ્રય લઈ સીતાને લક્ષ્મણ સાથે વનવાસે કાઢે છે, ત્યારે પણ કવિને એનું બાળવ યાદીમાં જ છે, કારણ કે બાર બાર વર્ષ થઈ ગયાં, પણ રામ હજુ જીવે છે, જ્યારે સીતાનું નામ સરખું રહ્યું છે – વેવ્યા સૂચસ્થ ગાતો દ્વારા પરિવ સર:1 porછવિ નાના િન ર વાનો ન લીવતિ | રામને આ શલ્ય જિંદગીભર સાલતું હતું. વિધિ પ્રમાણે રાજ્ય કરવું, અને પ્રિય સીતાનો વિયોગ સહન કરવો–કેવું દુષ્કર કામ છે! (૮ રાચં વર્ચ રિવત (constitutionally) અમિન મના) ઉત્તરરામચરિત”માં રામના પાત્રની માનવભૂમિકા સરજીને ભવભૂતિએ પતિધર્મ, રાજયધર્મ, અનુભવહીનતા અને વેદનાશીલ રામરવભાવ – એનું અનેરું ચિત્ર રજૂ કરી આપણને કરુણ રસની પરાકાષ્ટા બતાવી છે, સાહિત્યના સંપાદનમાં આવી દૃષ્ટિ આવવી જોઈએ. - આપણું સંપાદનો યોગ્ય દૃષ્ટિ કેળવી શકે તે માટે શું થવું જોઈએ એ બીજો પ્રશ્ન છે. એટલું તો ખરું છે કે આપણા સંપાદકો વિદ્વાનો છે, તેમનો ભારતવય સંસ્કારિત્વનો અભ્યાસ ખરેખર તુલનાત્મક છે; જે ન્યૂનતા છે તે પરંપરાગત શૈલીથી અભ્યાસ કરવાથી નિપજતી ન્યૂનતા છે. અત્યારે જૈન સાધુઓ પંડિતો પાસે ભણે છે, એ પંડિતોની ગીર્વાણ ભાષાની વાધારા ખરેખર અદ્ભુત જોવામાં આવી છે; વ્યવસ્થા ખરેખર ઉત્તમ છે; પણ હવે સમય આવ્યો છે, જ્યારે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી આપણું સાધુવર્ગ અને અપેક્ષિત શ્રાવકવર્ગ પશ્ચિમની વિદ્યાથી પણ વિભૂષિત હોય. ફિલસૂફીના વિવેચનમાં તેમણે ગ્રીક અને યુરોપીય તત્ત્વવિવેચકોનો પરિચય બતાવવો જોઈએ, તેમણે તે માટે ફિલસૂફી અને ન્યાયનો ઈતિહાસ જાણવો જોઈએ. હું એથી પણ આગળ જાઉં અને દલીલ કરું કેતેમણે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એનાં સામાન્ય સૂત્રો પણ જાણવાં જોઈએ, જેથી તેઓ વિવેચનમાં ગંભીર ભૂલો ન કરે, અને દરેક વિચારને ઈતિહાસના યોગ્ય ચોકઠામાં ગોઠવી શકે. Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન અભ્યાસમાં નવીન દષ્ટિની આવશ્યકતા એમને સાયન્સનો પરિચય પણ હોવો જોઈએ, કોઈ વિધાન જૈન વિધાનોને પ્રતિકૂળ હોય એનો વાંધો હોવો જોઈએ નહિ. Jeans નો ખગોળનો ગ્રંથ વાચીયે તો, ઊલટું, જૈનોના- અનાદિ-અનંતકાળની ભાવનાનો વિચાર દઢ થવાનો. આ જ વિચાર જૈન સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકળાના અભ્યાસને લાગુ પડી શકે છે. આપણે અનેકવાર કહેતા ફરીએ છીએ કે મુસ્લિમ સ્થાપત્ય, શિ૯૫ અને ચિત્રકળા ઉપર જૈન છાયા જોવામાં આવે છે, પણ જે વધારે રક્ટ કરવાનું તે જ વિવેચકને કહેવામાં આવશે તો તે ગોથાં ખાશે, કારણ કે આ વિવેચકો ભાગ્યે જ કોઈ મરિજદમાં ગયા હશે, કે મુરિલમ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા તેમણે સૂક્ષ્મ રીતે જોયાં હશે!! કેટલાક લેખકો તો બધે અજંતાની છાયા જ જોતા આવ્યા છે !! આ વિષયમાં જે એકદમ વિશદ દૃષ્ટિ આપણામાં આવી હોત તો જૈન પ્રતિભાઓના ઓ વગેરેને લાલ રંગ લગાડવામાં આવે છે તે હોત નહિ ! A Literary criticism - સાહિત્યના વિમર્શને તો આ વિચાર ખાસ લાગુ પડશે. આપણે આ વિમર્શ ઘણે ભાગે આપણી જૂની પ્રણાલિકાથી કરીએ છીએ. આપણા આ જૂનવાણીથી ભરેલા સંપાદકો જાણતા નથી કે સાહિત્ય, કળા વગેરેનો વિમર્શ યુરોપમાં જે દૃષ્ટિથી થયો છે તે દૃષ્ટિ વ્યાપક અને મૌલિક દૃષ્ટિ છે અને તે દૃષ્ટિને આપણે ત્યાં ખાસ કેળવવાની જરૂર છે. આપણું ઈતિહાસનું પરિશીલન તો આ દૃષ્ટિએ અનેક ભૂલોથી ભરેલું છે. એ કળા આપણે કેળવી જ નથી. ચાલુ વરસ્થિતિમાં ફેરફાર થાય તે માટે આપણા આગેવાનોએ, ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓના સંચાલકોએ સાધુઓના અને વિદ્યાર્થીઓના અભ્યાસવિધિમાં ક્રાંતિ લાવવી પડશે અને તે માટે તેમણે વાચનાલયોની અને ગ્રન્થાલયોની વ્યવસ્થામાં નવું ચેતન લાવવું પડશે. હું તો એટલે સુધી દલીલ કરી શકું કે આપણો સાધવર્ગ થોડા સમય માટે કોલેજમાં શિષ્ટ પ્રાધ્યાપકોના વર્ગોમાં હાજરી આપે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ યોગ્યતા પ્રાપ્ત કરે !! અલબત્ત, તે માટે સંઘે વ્યવસ્થા કરવી પડશે. આપણા ખ્રિરતી પાદરી-ભાઈઓને મેં કોલેજોમાં અભ્યાસ કરતા જોયા છે. તેઓ અનેક સ્થળે Theology ની અભ્યાસસંસ્થાઓ ચલાવે છે. આપણે એવું કેમ ન કરીએ !! અમલ અગાઉ જૈન સાધુઓએ ભારતવર્ષપૂરતો તુલનાત્મક અભ્યાસ કરેલો; વિશેષ અભ્યાસ તે સમયે આવશ્યક નહોતો. મુરલમ યુગમાં કોઈ કોઈએ ફારસી અભ્યાસ કરેલો; જિનપ્રભસૂરી, ભાનુચન્દ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર વગેરે એ અભ્યાસના નિષ્ણાત હતા. શ્રાવક વર્ગ તો એ નવી પ્રણાલિકાને અપનાવતો જાય છે: સાધુ વર્ગ હજ પાત છે. ઇચ્છીએ કે શિક્ષિત સાધુસમુદાય અને શિક્ષિત શ્રાવકસમુદાય યુરોપની પ્રણાલિકાને ગ્રહણ કરે અને જૈન સંસ્કારિત્વને તેથી નવો ઓપ આપે. ત્યારે એ સિદ્ધ થશે ત્યારે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો પ્રયાસ પરિપૂર્ણતાના ગુણને વરશે અને ત્યારે જ આચાર્યપદની ભૂમિકા નવીન સફળતા પ્રાપ્ત કરશે.