________________
જેના અભ્યાસમાં નવીન દૃષ્ટિની આવશ્યકતા
૧૭
હોય છે, અથવા તો તેમને એ સુલભ હોતી નથી. આપણા જે અભ્યાસીઓ આવા સંપાદનકાર્યમાં પડેલા છે તેમને પશ્ચિમની વિદ્યાઓનો સંસર્ગ હોતો નથી. ઘણે ભાગે આ લેખકો સાધુઓ હોય છે. કોઈ કોઈ શ્રાવકો તેમાં જોવામાં આવે છે. તેમનો મોટો ભાગ પશ્ચિમની વિદ્યાથી અપરિચિત હોય છે. તેમને પશ્ચિમની વિવેચનકળાનું યોગ્ય જ્ઞાન પણ હોતું નથી. પરિણામે એમનાં અમૂલ્ય પણ જૂની ઢબમાં થયેલાં પ્રકાશનોનું ઉપયોગિત્વ સંકુચિત થઈ જાય છે અને જૈન દષ્ટિનો જે પરિચય બહારની દુનિયાને થવો જોઈએ તે થઈ શકતો નથી.
જૈન સાહિત્યના સંપાદનમાં આ ન્યૂનતા મને ગંભીર રીતે જણાય છે. એ સંપાદનોમાં સામયિક પૂર્વપીઠિકા, ઐતિહાસિક અન્વેષણ, અવલોકનની તીક્ષ્ણતા વગેરે ગુણ પશ્ચિમની દૃષ્ટિએ ઓછા જોવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રરતાવના લખાયેલી હોય તો ભાષાનો કોઈ ધડો હોતો નથી, અને એમાં વાસ્તવિક ઈતિહાસદર્શન જોવામાં આવતું નથી. સ્વભાષા પણ એવી જ લૂલી હોય છે. સાહિત્યનાં પ્રકાશનનું સંપાદન તો ઘણે ભાગે ભારતવર્ષની પુરાણી પ્રણાલિકા પ્રમાણે કરવામાં આવેલું હોય છે. જીવનચરિત લખેલું હોય તો જીવનચરિત શું હોવું જોઈએ તેનો કોઈ ખ્યાલ હોતો નથી-ઈગ્રેજીમાં જેને characterisation – નિરૂપણ કહેવામાં આવે છે તે જોવાનું જ નથી. અવતરણું ખીચોખીચ હોય, પણ તેમનો ગૂઢ અર્થ સ્પષ્ટ થઈ શકતો નથી.
એક દષ્ટાંત આપું. વરતુપાળે ખંભાત બંદરનો કબજો સઈદ પાસેથી લીધો તે આપણે કેટલીવાર વાંચતા હશું! મને હરહંમેશ લાગ્યું છે કે લેખકને તેનો ગૂઢ અર્થ સમજાયો હોતો નથી, કારણ કે લેખક કે સંપાદક જૂની ઘરેડમાં લખ્યું જાય છે અને તેને ઈતિહાસનું શુદ્ધ દર્શન હોતું નથી, એટલે તે ઊંડો ઊતરી શકતો નથી. હું તે ગૂઢ અર્થને મારી અ૮૫ મતિ અનુસાર અહીં સ્પષ્ટ કરીશ, જેથી વાચકને મારી દષ્ટિનો ખ્યાલ આવી શકે.
ખરી વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. જેમ સોળમી સદીથી ઓગણીસમી સદી સુધી આપણે ત્યાં યુરોપના વેપારીઓ સશસ્ત્ર કોઠીઓ નાખી વેપાર કરતા હતા તેમ અરબ લોકો ખંભાત, સોમનાથપાટણ વગેરે સ્થળોએ સશસ્ત્ર કોઠીઓ જમાવી આપણી સાથે વેપાર કરતા હતા. સમકાલીન સાહિત્યમાં ખંભાત બંદરના સઈદ કુલનો ક્ષય કરનાર વસ્તુપાળની પ્રશંસા થયેલી છે ત્યારે કુળનો અર્થ આપણે આ પ્રમાણે સમજવો જોઈએ. એ સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે સઈદનો મહાલય વાર- હાથીઓથી રક્ષાયેલો હતો. તેનો અર્થ એવો કરવો જોઈએ કે એ વારણસેના હતી, હતિવૃન્દ સશસ્ત્ર હતું, અને જેમ ગોરા અને હિન્દી સિપાહીઓ મદ્રાસ, હુગલી, પદેચેરી, સુરત, દીવ, વસઈ માહે વગેરે સ્થળોએ પરદેશી વેપારીઓનો બચાવ કરતા હતા તેમ ખંભાતનો અરબ-વસવાટ પણ એવો જ સુરક્ષિત હતો; ઉપરાંત જેમ દુલેએ હિન્દીઓને પશ્ચિમી વિદ્યાની તાલીમ આપી નવીન સિપાહીઓ બનાવ્યા તેમ અરબ વેપારીઓએ આપણી યુદ્ધકલાને ઝડપી લઈ આપણા જ હાથીઓને શસ્ત્રસજ્જ કરી આપણું જ સામે ખડા કર્યા હતા. એ કારણથી વસ્તુપાલે આ પરદેશી સશસ્ત્ર વેપારી વસાહતનો ધ્વસ કર્યો—જેમ શાહજહાંએ પોર્ટુગીઝોના વેપારી થાણા હુગલીનો ધ્વંસ કર્યો હતો, ચમાજી અપ્પાએ વસઈને ઉડાડી દીધું હતું, સિરાઝ—ઉદ-દૌલાએ કલકત્તાને લીધું હતું, તેમ.
બીજું દષ્ટાંત આપું. હીરવિજયસૂરિએ અકબર ભારત અમારિ ઘોષણા ચલાવી, એનો અર્થ એવો ન થાય કે હીરવિજયસૂરીને અકબરને જૈનધર્મ કરવો હતો, કે અહિંસાવાદી કરતો હતો. એક રથળે એવું લખવામાં આવ્યું છે કે જજિયાવેરો અકબરે માફ કર્યો તેમાં હીરવિજયસૂરીનો હાથ હતો, પણ ઐતિહાસિક ઘટનાએ એ વાસ્તવિક નથી, કારણ કે જજિયારાની માફી અકબરે હીરવિજયસૂરીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org