________________
જૈન અભ્યાસમાં નવીન દષ્ટિની આવશ્યકતા
પ્રા કેશવલાલ હિં, કામદાર, એમ.એ.
હમણાં હમણાં જૈન સાહિત્ય, ફિલસુફી, ઈતિહાસ, સંસ્કારિત્વ વગેરે ઉપર અતિ માર્ગદર્શક પ્રકાશ. જોઈ શકાય છે. એ પ્રયાસમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ હવે પ્રવેશ કર્યો છે તે આનંદની વાત છે. આવાં પ્રકાશનોમાંથી કેટલાંક પ્રકાશનોને આદિથી અંત સુધી વાંચી જવાનો અને કેટલાંકનાં અવલોકન કરવાનો મને પ્રસંગ મળ્યો છે. દિલગીરીની વાત તો એ છે કે આ પ્રકાશનો અને તેમનાં વિવેચન તરફ આપણી પ્રાકૃત જનતાનું તો ઠીક, પણ આપણા વિદ્વજનોનું ધ્યાન બહુ ઓછું જાય છે. કારણ સ્પષ્ટ છે. અવલોકનો જે સામયિકોમાં કે વર્તમાનપત્રોમાં આવે છે તે બધે ઉપલબ્ધ હોતાં નથી, અને જે વર્તમાનપત્રોનાં અને સામયિકોનાં કાર્યાલયોને એ પ્રકાશનો મોકલવામાં આવે છે તેમના કાર્યવાહકો અને સંપાદકો યાદીમાં તેમની સ્પષ્ટ નોંધ પણ લેતા નથી. ઘણીવાર એવું બને છે કે પ્રકાશનો જે માણસોના હાથમાં અવલોકન અર્થે મૂકવામાં આવે છે તેઓ એ વિષયોના અભ્યાસી હોતા નથી, એટલે તેમનાં અવલોકનો અર્ધદગ્ધ અને ઉપલયિાં નીવડે છે.
આવાં પ્રકાશનો બહુધા ગુજરાતીમાં અને હિન્દીમાં હોય છે. દક્ષિણ ભારતની ભાષાઓનો મને પરિચય નથી એટલે તેમને વિષે હું લખી શકતો નથી. પ્રકાશનો જૈન સંસ્કારના તમામ વિષયો સંબંધી હોય છે, મુખ્યત્વે તેઓ ઇતિહાસ, ફિલસૂફી, જીવનચરિત, સાહિત્ય, ભાષા વગેરે ઉપર હોય છે. તેમના સંપાદકો વિદ્વાનો હોય છે એટલે સંપાદનક્ષેત્રની ન્યૂનતા ઓછી હોય છે. એક ન્યૂનતા મને માલમ પડી છે અને તે વિષે હું અહીં લખવા ઇચ્છું છું, તેને દૂર કરવાનો ઇલાજ પણ સાથે હું સૂચવીશ.
આવાં પ્રકાશનોનાં સંપાદનોમાં, મારા નમ્ર મત પ્રમાણે, ક્રાંતિકારક ફેરફાર થવાની જરૂર છે. કોઈ પ્રકાશન જૈન ફિલસુફી કે ન્યાય વિષે હોય છે. એમાં જૈન દૃષ્ટિનો સચોટ વિચાર રજૂ થયેલો હોય છે. અનેક જૈન-જૈનેતર અવતરણોથી તે પ્રકાશન ખીચોખીચ ભરેલું હોય છે. અનુવાદ હોય તો તે ઘણો સ્પષ્ટ હોય છે. પ્રસ્તાવના જૈન દષ્ટિને બરોબર સમજાય તેવી લખાયેલી હોય છે. એનો અભ્યાસ તુલનાત્મક હોય છે, એમાં લેખકે બૌદ્ધ, બ્રાહ્મણ, જૈન સન્દર્ભ ગ્રન્થોનાં અનેક અવતરણો ટકેલાં હોય છે. વર્તમાન જૈન લેખકોએ આ દિશા પર તો ખરેખર અનેરું માર્ગદર્શન કરેલું છે, બીજા લેખકોએ આ માર્ગદર્શન સ્વીકારી લેવું જોઈએ, કારણ કે આ પ્રકારના જૈનેતર સાહિત્યમાં જૈન દૃષ્ટિનો વિચાર નજરે પડતો નથી. આટલી પ્રગતિ થયેલી આપણે જોઈએ છીએ, છતાં મને એક ન્યૂનતા જણાઈ આવી છે. તે આપણે હવે સુધારી લેવી જોઈએ. દષ્ટાંતમાં સંપાદક કે લેખક જૈન ન્યાયનો વિચાર કરે ત્યારે તે વિચારમાં હવે પશ્ચિમનો વિચાર પણ આવી જવો જોઈએ. કોઈ લેખક કે સંપાદક જે જૈન તત્ત્વવિચારની સમજાવટ કરતો હોય તો તેમાં હવે પશ્ચિમની વિદ્યાનો વિચાર પણ આવી જવો જોઈએ. જેનોની એકાન્ત દષ્ટિ પશ્ચિમનાં ન્યાયસૂત્રોમાં નજરે પડે છે. જૈનોએ કરેલો અપેક્ષાવાદ યુરોપમાં રાયેલો હોય છે. જેનોનો નિયતિવાદ - Pre-destination Determinism – સમગ્ર ખ્રિસ્તી કિલસકીમાં સ્થળે સ્થળે નજરે ચડે છે. આ દષ્ટિ પ્લેટોથી માંડીને ડયુએ સુધીના ફિલસૂફોમાં જોઈ શકાય છે. ગ્રીક ગ્રન્થોનાં તો અનેક ઈગ્રેજી ભાષાંતરો થયાં છે. જર્મન ફિલસૂફી સાહિત્ય ઈગ્રેજીમાં મળી શકે છે. આપણી કોલેજોમાં આ સાહિત્યનો અભ્યાસ થાય છે, પણ ત્યાંના અધ્યાપકો જૈન દષ્ટિથી અપરિચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org