________________ જૈન અભ્યાસમાં નવીન દષ્ટિની આવશ્યકતા એમને સાયન્સનો પરિચય પણ હોવો જોઈએ, કોઈ વિધાન જૈન વિધાનોને પ્રતિકૂળ હોય એનો વાંધો હોવો જોઈએ નહિ. Jeans નો ખગોળનો ગ્રંથ વાચીયે તો, ઊલટું, જૈનોના- અનાદિ-અનંતકાળની ભાવનાનો વિચાર દઢ થવાનો. આ જ વિચાર જૈન સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકળાના અભ્યાસને લાગુ પડી શકે છે. આપણે અનેકવાર કહેતા ફરીએ છીએ કે મુસ્લિમ સ્થાપત્ય, શિ૯૫ અને ચિત્રકળા ઉપર જૈન છાયા જોવામાં આવે છે, પણ જે વધારે રક્ટ કરવાનું તે જ વિવેચકને કહેવામાં આવશે તો તે ગોથાં ખાશે, કારણ કે આ વિવેચકો ભાગ્યે જ કોઈ મરિજદમાં ગયા હશે, કે મુરિલમ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા તેમણે સૂક્ષ્મ રીતે જોયાં હશે!! કેટલાક લેખકો તો બધે અજંતાની છાયા જ જોતા આવ્યા છે !! આ વિષયમાં જે એકદમ વિશદ દૃષ્ટિ આપણામાં આવી હોત તો જૈન પ્રતિભાઓના ઓ વગેરેને લાલ રંગ લગાડવામાં આવે છે તે હોત નહિ ! A Literary criticism - સાહિત્યના વિમર્શને તો આ વિચાર ખાસ લાગુ પડશે. આપણે આ વિમર્શ ઘણે ભાગે આપણી જૂની પ્રણાલિકાથી કરીએ છીએ. આપણા આ જૂનવાણીથી ભરેલા સંપાદકો જાણતા નથી કે સાહિત્ય, કળા વગેરેનો વિમર્શ યુરોપમાં જે દૃષ્ટિથી થયો છે તે દૃષ્ટિ વ્યાપક અને મૌલિક દૃષ્ટિ છે અને તે દૃષ્ટિને આપણે ત્યાં ખાસ કેળવવાની જરૂર છે. આપણું ઈતિહાસનું પરિશીલન તો આ દૃષ્ટિએ અનેક ભૂલોથી ભરેલું છે. એ કળા આપણે કેળવી જ નથી. ચાલુ વરસ્થિતિમાં ફેરફાર થાય તે માટે આપણા આગેવાનોએ, ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓના સંચાલકોએ સાધુઓના અને વિદ્યાર્થીઓના અભ્યાસવિધિમાં ક્રાંતિ લાવવી પડશે અને તે માટે તેમણે વાચનાલયોની અને ગ્રન્થાલયોની વ્યવસ્થામાં નવું ચેતન લાવવું પડશે. હું તો એટલે સુધી દલીલ કરી શકું કે આપણો સાધવર્ગ થોડા સમય માટે કોલેજમાં શિષ્ટ પ્રાધ્યાપકોના વર્ગોમાં હાજરી આપે, અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ યોગ્યતા પ્રાપ્ત કરે !! અલબત્ત, તે માટે સંઘે વ્યવસ્થા કરવી પડશે. આપણા ખ્રિરતી પાદરી-ભાઈઓને મેં કોલેજોમાં અભ્યાસ કરતા જોયા છે. તેઓ અનેક સ્થળે Theology ની અભ્યાસસંસ્થાઓ ચલાવે છે. આપણે એવું કેમ ન કરીએ !! અમલ અગાઉ જૈન સાધુઓએ ભારતવર્ષપૂરતો તુલનાત્મક અભ્યાસ કરેલો; વિશેષ અભ્યાસ તે સમયે આવશ્યક નહોતો. મુરલમ યુગમાં કોઈ કોઈએ ફારસી અભ્યાસ કરેલો; જિનપ્રભસૂરી, ભાનુચન્દ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર વગેરે એ અભ્યાસના નિષ્ણાત હતા. શ્રાવક વર્ગ તો એ નવી પ્રણાલિકાને અપનાવતો જાય છે: સાધુ વર્ગ હજ પાત છે. ઇચ્છીએ કે શિક્ષિત સાધુસમુદાય અને શિક્ષિત શ્રાવકસમુદાય યુરોપની પ્રણાલિકાને ગ્રહણ કરે અને જૈન સંસ્કારિત્વને તેથી નવો ઓપ આપે. ત્યારે એ સિદ્ધ થશે ત્યારે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીનો પ્રયાસ પરિપૂર્ણતાના ગુણને વરશે અને ત્યારે જ આચાર્યપદની ભૂમિકા નવીન સફળતા પ્રાપ્ત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org