Page #1
--------------------------------------------------------------------------
________________
ઈડાંનું રાજકારણ
- ડૉ. ને મીચંદ ૨જી થી ૮મી સપ્ટેમ્બર, ૧૯૯૬ સુધી રાજધાની દિલ્હીમાં વીસમી “વિશ્વ પૉલ્ટી કોંગ્રેસ'નું આયોજન થયું છે. આ કાર્યક્રમ કુતુબ હોટેલમાં થશે અને એમાં, વિશ્વના લગભગ ૩૦૦૦ પૉસ્ટ્રી નિષ્ણાતો, ધંધાદારી મરઘા-બતકો ઊછેરનારાઓ તેમજ વૈજ્ઞાનિકો અને તંત્ર વિજ્ઞાનીઓ ભાગ લેશે. આ કોંગ્રેસનો આશય પૉલ્ટીશ - વિજ્ઞાન અને ઉદ્યોગને મજબૂત કરવાનો છે – એવા પૉલ્ટી વિજ્ઞાનને મજબૂત કરવાનો આ પ્રયાસ છે જે ભારતને માટે અર્થહીન તથા બેહૂદો છે અને એ સોદો ભારત માટે આર્થિક દ્રષ્ટિએ નુકસાનકારક છે. પ્રસ્તુત પૉલ્ટી કોંગ્રેસ - (મરઘાં - ઊછે૨ની અવનવી પદ્ધતિઓ દ્વારા ઈડાનું ઉત્પાદન વધારવાનો ઉદ્યોગ ચલાવનારાઓનો સંઘ) નો વિષય છે : "તંત્ર વિજ્ઞાન : ગઈકાલ, આજ અને આવતી કાલ.” આ કાર્યક્રમ ભારતમાં યોજવાનો નિર્ણય આઠ વર્ષ પૂર્વે, છેક ૧૯૮૮માં, જાપાનમાં યોજાયેલી ઓગણીસમી “વર્લ્ડ પૉસ્ટ્રી કોંગ્રેસ' વખતે લેવામાં આવ્યો હતો. ૧૯૯૨ના વર્ષમાં નેધરલેન્ડમાં "પોસ્ટ્રી એકસ્પો” નું આયોજન થયું હતું, જેમાં દુનિયાની ૧૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આ કોંગ્રેસ, ભારતમાં એટલા માટે યોજાઈ રહી છે કે એનાથી એશિયા ખંડમાં પૉસ્ટ્રી માટે એક વિશાળ બજા૨ તૈયાર કરી શકાય. આ કોંગ્રેસના યોજકોનો દાવો છે કે એ કોંગ્રેસ ત્રીજી દુનિયાના અલ્પ વિકસિત તથા અવિકસિત દેશોમાં પૉસ્ટ્રી ફાર્મિગ (ખેતી)ને પ્રોત્સાહન આપીને, એ દેશોનો સામાજિક તેમજ આર્થિક કાયાકલ્પ કરશે (કેવી રીતે કરશે, એ તો, એ કોંગ્રેસ, ભારત સરકાર, ખાસ કરીને સ્થાપિત સ્વાર્થને કારણે રાજકારણ ખેલનારા - ફેલાવનારા લોકો જ જાણે) !
આ સંદર્ભમાં, ૨૨ મી ઑગષ્ટ “દૂરદર્શન' પરથી પ્રસારિત થતા “બિઝનેસ બ્રેકફાસ્ટ' કાર્યક્રમમાં • વેંકટેશ્વર ચરિઝ'નાં મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી અનુરાધા દેસાઈના એ ચિંતા સૂચક છે કે "નૅશનલ ઍગ કો
ઓર્ડિનેશન કમિટી (ગિરગાંવપૂણે)ની સ્થિતિ કથળેલી છે અને એ ગંભીર તકલીફમાંથી પસાર થઈ રહી છે. આનો અર્થ એ કે ભારતની જનતાને પોસ્ટ્રી અથવા ઈડાં ઉદ્યોગની પાછળ ચાલતા કાવતરાની તથા તેની પોલની ખબર પડવા માંડી છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે એન.ઈ.સી.સી. (નેક) એ ઈડાંના ખોટા પ્રચાર - પ્રસારને માટે છેલ્લાં દશકોમાં કરોડો રૂપિયા ખચ્યા છે. અને જાહેરખબરોની હલકી તરકીબો અજમાવી છે. એણે એવાં નિવેદનો બહાર પાડયાં છે કે જેમને પગ-માથું કયાંય કશું નથી. ખરું જોતાં, જે પૉલ્ટી, કોંગ્રેસ કેનેડામાં થવાની હતી તેને જાણી જોઈને ભારતમાં નિમંત્રણ આપવામાં આવ્યું છે જેથી એન.ઈ.સી.સી. જેવી જાલી કંપનીઓને આશ્રય આપી શકાય. વીસમી વર્લ્ડ પૉલ્ટી કોંગ્રેસ, એ ઈડાંની નિર્મૂળ થતી જતી પ્રતિષ્ઠાને, એક, બિનજરૂરી, સહારો આપવાનો પ્રયાસમાત્ર છે.
સુશ્રી અનુરાધા દેસાઈએ, આ કોંગ્રેસની સરખામણી “ઓલિમ્પિક રમતો' સાથે કરી છે અને કહ્યું છે કે આ કોંગ્રેસ યોજાવાથી, ઈડાં ઉદ્યોગની સ્થિતિ સુધરશે. એમણે ઈડાંને પ્રોટીનથી સમૃદ્ધિ (પ્રોટિનસ) ખોરાક કહ્યો છે; જ્યારે, હકીકતમાં ૧૦૦ ગ્રામ ઈડામાં માત્ર ૧૩.૩ ગ્રામ પ્રોટીન હોય છે અને કુલ કેલેરી ૧૭૩ હોય છે. બીજી તરફ, ૧૦૦ ગ્રામ સોયાબીનમાં ૪૩.૨ ગ્રામ પ્રોટીન હોય છે અને એમાંથી સહજ રીતે જ જરૂર કેલેરી મળી રહે છે. મગફળીને લઈએ તો, ૧૦૦ ગ્રામ મગફળીમાંથી ૧૫.૬ ગ્રામ પ્રોટીન છે અને ૫૬૭ કેલેરી સહેલાઈથી મળી શકે છે. જ્યારે આ પ્રમાણે વસ્ત સ્થિતિ છે ત્યારે ઇંડાંને ‘પ્રોટિનસ' કહીને, કૃષિથી ઉત્પન્ન થતા ખોરાક અંગે ગે૨સમજૂતી કેમ ફેલાવાય છે ? સરકાર, જેનું મુખ્ય સૂત્ર છે “સત્યમેવ
Page #2
--------------------------------------------------------------------------
________________
જયતે', તે, આવો ભ્રામક પ્રચાર કરવાની રજા કેમ આપે છે ?
પૉસ્ટ્રી એક અતિશય મોંઘો ઉદ્યોગ છે, જેને માટે ૫૩ લાખ ટન ખાદ્ય અનુન પૂરું પાડવું પડે છે. એ જાણીને આપણને આશ્ચર્ય થાય છે કે, જે, ભારત સરકારે એ તથ્યની કયારેય કોઈ તપાસ નથી કરાવી કે આપણાં વર્ષોથી થતા ઈડાના સેવન તથા ઉત્પાદનથી ભારતના લોકોના આરોગ્ય પર એની શી અસર પડી છે તેની પાસેથી આપણે એકદમ કશી આશા શી રાખી શકીએ ? પરદેશી દબાણ તથા પશ્ચિમની જીવનશૈલીના આડેધડ થતા આંધળા અનુકરણનું દુષ્પપરિણામ આજે એ છે કે એન.ઈ.સી.સી. (નૈશનલ એગ કોઓર્ડિનેશન કમિટી) ગભરાયેલી છે અને પૉસ્ટ્રીના ધંધામાં પડેલા ખેડૂતો, હવે, ધંધો બદલવા માટે લાચાર બન્યા છે. આપણને નવાઈ ત્યારે લાગે છે જ્યારે, આ બધાં જ તથ્યોની ઉપેક્ષા કરીને, સરકાર તથા યોજના પંચ, આઠમી પંચવર્ષીય યોજનામાં, પૉલ્ટી ઉદ્યોગ પર ૨૮ અબજ ૩૮ કરોડ ૩૨ લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરી રહી છે ! ૧૯૯૬ના વર્ષમાં ૩૦ અબજ ઈડા અને ૪૦ કરોડ બ્રોઈલરોના ઉત્પાદનનું લક્ષ્ય નકકી થયું છે ! આ નોંધવું જોઈએ કે માંસાહાર, ભલે ગમે તે પ્રકારનો હોય; પણ, એ કામોત્તેજક હોય છે; એટલે, પરિવારનિયોજનની યોજના ઉપર એ સીધો પ્રહાર કરે છે. સરકાર સમક્ષ આ તથ્ય નથી ? પણ, હોય તોયે શું ? સરકાર તો વ્યભિચારને શાબાશી આપવા માટે ધોરી માર્ગો પર આવેલાં ધાબાં (વીશીઓ) પર, વિનામૂલ્ય કંડોમ વહેંચવા લાગી છે ! જ્યાં સુધી સરકાર, મૂળ પ્રત્યે બેપરવાહ રહેશે અને માત્ર પાંદડાંને સીંચશે ત્યાં સુધી દેશના નૈતિક માળખામાં કોઈ ક્રાન્તિકારી/ નોંધપાત્ર પરિવર્તન નહિ થાય. વસ્તુતઃ રાષ્ટ્રીય ચારિત્ર્યને ઉન્નત કરવાના કાર્યમાં, એક સુસ્પષ્ટ તથા ઈમાનદાર આરોગ્યલક્ષી ખાદ્યનીતિનો ફાળો બહુ મોટો હોય છે – આ મર્મને કદાચ રાજનીતિજ્ઞો જાણતા નથી, પણ જાણવો જોઈએ. - પાકીસ્તાનનાં વડા પ્રધાન સુશ્રી બેનઝીર ભુટ્ટો જ્યારે પોતાના દેશને ચેતવણી આપે છે કે એ માંસનો મોહ ઓછો કરે તથા માંસાહાર છોડે, ત્યારે આપણો દેશ નવાં કતલખાનાં ખોલવાનું, જૂનાં કતલખાનાનું આધુનિકીકરણ કરવાનું તથા “વર્લ્ડ પૉલ્ટી કોંગ્રેસના માધ્યમથી દેશમાં માંસાહારના જોરદાર પ્રયાસ - પ્રસારનું આયોજન કરી રહી છે !! શું આ પ્રકારની નીતિરીતિ વિરોધભાસી નથી? શું આપણે, આપણી દુર્લભ જમીનનો, યોગ્ય ઉપયોગ ન કરવો જોઈએ? શું આપણે આપણી ધરતી પર હિંસા, ક્રૂરતા તથા લોહીનો ફાલ ઉતારીને, શાન્તિ, ભાઈચારો તથા ઉન્નતિની સ્થાપના કરી શકીશું? વસ્તુતઃ, આપણે એવી નીતિઓ ઘડવી જોઈએ જેથી આંતરરાષ્ટ્રીય ધૂર્તતાઓ નિષ્ફળ / પરાજિત થાય અને આપણે પશ્ચિમની ખતરનાક યુક્તિઓથી બચી શકીએ. ભારત પર પશ્ચિમનો ખૂની પંજો મજબૂત બનેલો છે - આપણે વિદેશી ચાલને ઓળખી લેવી જોઈએ અને એક વિવેકી, ચારિત્ર્યવાન રાષ્ટ્રની માફક વિશ્વના માર્ગદર્શન માટે આગળ આવવું જોઈએ.
ભારત સરકાર જો ઈડાંના ધંધા ઉદ્યોગથી થનારા જાહેર નુકસાનને સમજવાની મરજી ન દાખવે તો સેવાભાવી સંસ્થાઓએ તથા દેશપ્રેમી કાર્યકરોએ આગળ આવવું જોઈએ, સંપૂર્ણ પરિસ્થિતિની તટસ્થ સમીક્ષા કરવી જોઈએ અને તમામ તથ્યોને દિવસના પ્રકાશની માફક જનતાની સામે મૂકવાં જોઈએ. સ્પષ્ટ છે કે જ્યાં સુધી સરકારને સ્પષ્ટ જનાદેશ મળી ન જાય ત્યાં સુધી આ ઈડાં ઉદ્યોગને કશું જ પ્રોત્સાહન - અનુદાન - સહકારાદિ આપવું ન જોઈએ.
એક લાલ પ્રશ્નચિહ્ન આપણી સામે છે કે શું આપણે, આપણા પશુધનને, ૨૧મી સદીના પહેલા દાયકામાં છેલ્લા શ્વસા લેતું જોવા માગી છીએ ? શું પર્યાવરણ મંત્રાલયના આંકડા ખોટા છે ? ગાય ભેંસ તો ઠીક પણ ૨૦૧૧ ના વર્ષમાં ભારત પોતાનાં તમામ ઘેટાં – બકરાં નષ્ટ કરી ચૂકયું હશે અથવા એમને મધ્યપૂર્વના દેશોના ભીમકાય પેટમાં પધરાવી ચૂકયું હશે. આ બધું છતાં પણ જો આપણે ચૂપ રહીને આપણા જ પગ પર
Page #3
--------------------------------------------------------------------------
________________ કુહાડી મારીએ તો પછી જગતની કોઈ પણ શક્તિ આપણી રક્ષા કરવા શક્તિમાન નથી. વસ્તુત : ઇતિહાસની આ સંવેદનશીલ પળે, જે કંઈ કરવાનું છે, તે આપણે પોતે જ કરવાનું છે અને પૂરી કાળજી સાથે કરવાનું છે. અહિંસામાં આસ્થા ધરાવનારા લોકોની ભારતમાં ખોટ નથી. એ કરોડોની સંખ્યા ધરાવે છે પણ નિષ્ક્રિય તેમજ ચૂપ છે. શું એ લોકોએ પોતાની ચૂપકીદી છોડીને વિદેશી ષડયંત્રને નિષ્ફળ કરવા માટે કોઈ મોટું ધર્મયુદ્ધ ન લડવું જોઈએ? શું સરકાર પાસે જેલોમાં એટલી બધી જગ્યા છે કે એ કરોડો દેશપ્રેમીઓની ધરપકડ કરે, એમની સારસંભાળ લે અને અન્યાય, અનીતિ, અદૂરંદેશી તથા અસત્યના રસ્તા પર હંમેશાં અડીખમ રહે ? ના. માટે જ આપણે કમર કસવી જોઈએ અને ન્યાય, નીતિ, સત્ય તથા દેશભક્તિના માર્ગે ચાલીને એ સર્વ વસ્તુઓનો વિરોધ કરવો જોઈએ જે રાષ્ટ્રના હિતમાં નથી. ખ્યાલમાં રાખવું ઘટે કે પૉલ્ટી કોંગ્રેસ એ એક છળ છે, દગલબાજી છે જેનાં ખરાબ પરિણામોને, દેશ, એકવીસમી સદીની શરૂઆતની પૂર્વે જ ભોગવવા માંડશે. લેખક : ડૉ. નેમિચંદ ઇન્દૌર-૪૫૨૦૦૧ (મ. પ્રદેશ) મધ્યપ્રદેશ, નોંધ : હિન્દી લેખ પરથી ગુજરાતી અનુવાદ