________________ કુહાડી મારીએ તો પછી જગતની કોઈ પણ શક્તિ આપણી રક્ષા કરવા શક્તિમાન નથી. વસ્તુત : ઇતિહાસની આ સંવેદનશીલ પળે, જે કંઈ કરવાનું છે, તે આપણે પોતે જ કરવાનું છે અને પૂરી કાળજી સાથે કરવાનું છે. અહિંસામાં આસ્થા ધરાવનારા લોકોની ભારતમાં ખોટ નથી. એ કરોડોની સંખ્યા ધરાવે છે પણ નિષ્ક્રિય તેમજ ચૂપ છે. શું એ લોકોએ પોતાની ચૂપકીદી છોડીને વિદેશી ષડયંત્રને નિષ્ફળ કરવા માટે કોઈ મોટું ધર્મયુદ્ધ ન લડવું જોઈએ? શું સરકાર પાસે જેલોમાં એટલી બધી જગ્યા છે કે એ કરોડો દેશપ્રેમીઓની ધરપકડ કરે, એમની સારસંભાળ લે અને અન્યાય, અનીતિ, અદૂરંદેશી તથા અસત્યના રસ્તા પર હંમેશાં અડીખમ રહે ? ના. માટે જ આપણે કમર કસવી જોઈએ અને ન્યાય, નીતિ, સત્ય તથા દેશભક્તિના માર્ગે ચાલીને એ સર્વ વસ્તુઓનો વિરોધ કરવો જોઈએ જે રાષ્ટ્રના હિતમાં નથી. ખ્યાલમાં રાખવું ઘટે કે પૉલ્ટી કોંગ્રેસ એ એક છળ છે, દગલબાજી છે જેનાં ખરાબ પરિણામોને, દેશ, એકવીસમી સદીની શરૂઆતની પૂર્વે જ ભોગવવા માંડશે. લેખક : ડૉ. નેમિચંદ ઇન્દૌર-૪૫૨૦૦૧ (મ. પ્રદેશ) મધ્યપ્રદેશ, નોંધ : હિન્દી લેખ પરથી ગુજરાતી અનુવાદ