Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું લોકજીવન
મંજુલાલ ૨૦ મજમુદાર
ગુજરાતને મિશ્ર સમાજ મધ્યકાલીન ગુજરાતી સમાજ અનેકાનેક જાતિ, વર્ણ અને સંસ્કારોના સંમિશ્રણમાંથી અસ્તિત્વમાં
* આવ્યો છે, એ હકીકત છે. ગુજરાતની ભૂમિ ઉપર અનેક પ્રજાસમૂહોનાં સંમિશ્રણ થયાં છે; પરિણામે, એ સૌનાં સ્વભાવલક્ષણ ગુજરાતી સમાજમાં વરતાવા લાગ્યાં છે. પ્રજાનાં પરિભ્રમણોએ ગુજરાતી સમાજને અને તેના સ્વભાવને ધડ્યો છે, તેથી જ ગુજરાતી પ્રજાજનને, અનુભવથી ઘડાઈને નમ્ર અને વ્યવહારકુશલ થતાં આવડયું છે; તેમ જ આ કારણથી જ ગુજરાતીમાં સ્વપ્રાંતાભિમાન, બીજાને મુકાબલે, બહુ મૉળું રહેવા પામ્યું છે. દ્રવ્યલક્ષી પ્રજા
ગુજરાતીઓ મોટે ભાગે દ્રવ્યલક્ષી પ્રજા છે”—એવું આક્ષેપાત્મક કથન ચાલ્યું આવે છે; તેની સાથે એ પણ યાદ કરવા જેવું છે કે ગુજરાતનાં બંદરો ઉપર ઘણીવાર પરદેશી હકૂમત રહેલી છે, અને તેને લીધે ગુજરાતનો આંતરપ્રદેશ જુલમી અધિકારથી બચી પણ ગયો છે.
મુદ્રાવ્યાપારમાં અગ્રેસર
ગુજરાતના દ્રવ્યલક્ષીત્વની સારી છાપ રાષ્ટ્ર તંત્ર અને તેના કારભાર ઉપર પણ પડ્યા વગર રહી નથી. જેમ આજના જમાનામાં મોટાં રાષ્ટ્રોનો વ્યવહાર શરાફી પેઢીઓ, બેન્કો અને કરાધિપતિઓ ઉપર નભે છે તેમ, ગુજરાતનાં રાજ્યોનો વ્યવહાર તેના મોટા મોટા વેપારીઓ ઉપર નભતો હતો. મધ્યકાલીન ગુજરાતમાં વસ્તુપાલ-તેજપાલ, શાંતિદાસ ઝવેરી, તથા પેશ્વાઈના વખતમાં પૂનામાં પહેલી ટંકશાળા ચલાવનાર ગુજરાતી દુલભ શેઠ, અને કંપની સરકારના વખતમાં સુરતથી મુંબઈમાં આવીને રહેલા આત્મારામ ભૂખણ ત્રવાડી વગેરે શરાકોની પેઢીઓએ નોંધપાત્ર સેવા બજાવી છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ લોકવાર્તા-વ્યાપારી રાજાઓ
ગુજરાતી લોકવાર્તાના સાહિત્યમાં, વેપારીઓને “રાજાઓ” તરીકે ઓળખાવેલા છે. તેમના કુમારો, વ્યાપારમાં કમાયેલી લક્ષ્મીથી ભરપૂર વહાણ લઈને પરદેશથી આવતા ત્યારે, રાજા પણ તેમનું સન્માન કરતા. ઘણીવાર રાજાની કુંવરીને, વૈશ્ય પ્રધાનના વ્યાપારી પુત્રને પરણાવવામાં નાનમ ગણાતી નહિ. પરદેશી વ્યાપારીઓ પ્રત્યેનો વર્તાવ
ગુજરાત-સૌરાષ્ટ્રનાં બંદરો સાથે વેપાર કરવા આવનાર પરદેશીઓ અને પરધર્મીઓ કોઈપણ જાતની હરકત વગર પોતપોતાનો ધર્મ તથા આચાર પાળી શકે તે માટે, ઉદારભાવે જોગવાઈઓ કરી આપવામાં આવતી હતી. માંગરોળ તથા ખંભાતનાં બંદરો ઉપર મુસલમાનો માટે મજિદો પણ બાંધી આપવામાં આવી હતી, એવી તેની નોંધ મળી આવી છે.
ધર્મમત-સહિષ્ણુતા
- ગુજરાતમાં ધર્મમત સહિષ્ણુતા સોલંકી સમયમાં પ્રવર્તતી હોવાના નિર્ણાયક દાખલા ઈતિહાસમાંથી મળે છે. અગિઆરમા અને બારમા સૈકામાં દક્ષિણમાં, શેવરાજાઓ દ્વારા વૈષ્ણવોની ભારે કનડગત થઈ હોવાના દાખલા મળે છે, પણ ગુજરાતમાં એવા દાખલા નથી. શૈવધર્મ રા” મંડલિકે વૈષ્ણવ સંતકવિ નરસિંહ મહેતાને પજવ્યાનો દાખલો અપવાદ ગણવો જોઈએ. અલબત્ત, શ્વેતામ્બર અને દિગમ્બર જૈનો વચ્ચે તથા બ્રાહ્મણ અને જેનો વચ્ચે વાયુદ્ધો તથા પરસ્પરની નિંદા થયેલી છે ખરી. પણ એથી આગળ કંઈ થયું નથી. રાજાઓએ તથા મંત્રીઓએ તો સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખેલો છે.
પારસીઓને આવકાર
એટલું જ નહિ, પણ ઈ. સ. ૯૩૬માં મુસિલમ કનડગતને લીધે ઇરાનથી દક્ષિણ ગુજરાતમાં ભાગી આવેલા અગ્નિપૂજક પારસીઓને, ગુજરાતના પડોશી એવા કોંકણના શિલાહાર રાજાએ આશ્રય આપ્યો હતો, અને એ દક્ષિણ કાંઠા પર આવીને વસેલા પારસીઓ ગુજરાતીઓ તરીકે જ અગિયારસો વર્ષથી માનભેર જીવી રહ્યા છે. સિદ્ધરાજના સમયમાં ખંભાતની મસ્જિદને આ સૂર્યપૂજકોએ કાફિરો દ્વારા બાળી મુકાવી હતી. એ દંગામાં એંસી મુસ્લિમો માર્યા ગયેલા. આની ફરિયાદ સિદ્ધરાજ પાસે પહોંચતાં, તે રાજાએ જાતે તપાસ કરી, વાત સાચી ઠરતાં, બ્રાહ્મણોનો તથા અગ્નિપૂજકોના મુખ્ય નેતાઓનો યોગ્ય દંડ કર્યો અને પ્રજાપાલનની સમભાવભરી વ્યવસ્થા અમલમાં મૂકી.
ધાર્મિક સમભાવ મંદિર, મસ્જિદો | વાઘેલા રાજ્યકાળમાં મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલે જૈન અને બ્રાહ્મણધર્મનાં પૂજાસ્થાનો ઊભાં કર્યા હતાં. તે સાથે મસ્જિદો પણ બંધાવી હતી એમ તેમના ચરિત્રલેખકો જણાવે છે. કચ્છ-ભદ્રેશ્વરના જગડુશાહે પણ મસ્જિદો બંધાવી હતી. પરંતુ ધાર્મિક સમભાવનો સૌથી સરસ દાખલો તો વેરાવળના સં. ૧૯૨૦ના લેખમાં છે.– અર્જુનદેવ વાઘેલાના મહામાત્ય રાણક શ્રી માલદેવ હતા ત્યારે, સોમનાથના પાશુપતાચાર્ય ગડશ્રી પરવીર અને ત્યાંના આગેવાન મહાજનો પાસેથી હરમુઝ(ઇરાનનું હોરમઝ)ના કાંઠાના અમીર ફકરૂદીનના રાજ્યના નાખુદા પીરોઝ, સોમનાથદેવના નગરની બહારના ભાગમાં એક મસ્જિદ બાંધવા માટે જમીનનો એક ટુકડો, બધા હકકો સાથે, ખરીદી લીધો હતો.
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું લોકજીવન : ૨૨૫
જમીનના આ ટુકડા ઉપર પીરોઝે મસ્જિદ બાંધી અને એનાં ધૂપ, દીપ, તેલ, કુરાનપાડ વગેરે માટે, તથા ચાલુ દુરસ્તી ખર્ચ માટે ધઉલેશ્વરદેવીની માલિકીતી, એ માળના ધરવાળી એક મોટી વાડી, એ હાટ તથા એક ધાણી ખરીદી લઈ, તેની ઉપજ મસ્જિદ માટે વાપરવા આપી દીધી. તે ઉપરાંત શિયાપંથી વહાણવટીઓના ઉત્સવ માટે અમુક રકમ હરાવી આપી, જેનો વહીવટ પ્રભાસપાટણના મુસ્લિમો કરે, અને કાંઈ રકમ વધે તો મક્કા અને મદીના મોકલે. મુસલમાન વહાણવટીઓની સાથેનો હિન્દુ ધર્માચાર્યોનો મીઠો સંબંધ અહીં સ્પષ્ટ જણાય છે.
ગણરાજ્યના અવશેષ : મહાજનનું મળ
ગુજરાતમાં એક બીજી વિશિષ્ટતા ધ્યાન ખેંચે તેવી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નોંધ્યા પ્રમાણે, ‘સૌરાષ્ટ્રની પ્રજા વ્યાપાર તથા શસ્ત્રો ઉપર જીવનારી હતી.' યાદવોનાં વૃષ્ણુિ અને અન્યક કુલોના સમયથી ‘ગણરાજ્યો’નું અસ્તિત્વ પશ્ચિમ હિંદમાં હતું. ધીમે ધીમે સામ્રાજ્યવાદનું આક્રમણ થવા લાગ્યું; અને મૌર્યાં, ક્ષત્રપો, ગુપ્તો વગેરેના સમયમાં ગણરાજ્યોનું રાજ્યત્વ ગયું; છતાં એક સંગઠિત ‘ગણ' તરીકે વર્તવાની સમૂહશક્તિ, તેમનામાંથી લુપ્ત થઈ શકી નહિ. તેથી જ વર્ણવાર, અતિવાર, પ્રદેશવાર, ધર્મવાર અને વ્યવસાયપરત્વે ‘મહાજનો’નું આંતરિક રાજ્ય, પરસ્પર માટે એક અને અભેદ્ય રીતે ચાલ્યા જ કર્યું. આજે પણ ‘ મહાજન’ કે ‘પંચ’નું ખળ, રાજકીય સત્તાની સરખામણીમાં, હજી અબાધિત રહ્યું છે. સાંપ્રતકાળનું ‘ પંચાયતી રાજ્ય’ તેનો જ આછો પડધો છે.
જમીનદાર અને ગરીબનો વર્ગ
આ દૃષ્ટિએ, મધ્યકાલીન ગુજરાતમાં જે સમાજનો કોઈ પણ ભાગ વધારે પ્રભાવશાળી અને કાર્યક્ષમ તથા સંગઠિત શક્તિવાળો હોય તો તે આવાં મધ્યમવર્ગનાં જુદાં જુદાં ‘મહાજનો' છે. હિંદના ખીજા પ્રાંતોમાં મુખ્યત્વે કરીને આખો સમાજ એ મોટા વિભાગોમાં વહેંચાયેલો નજરે પડે છે : એક મોટો જમીનદાર, સરદાર અને બાબુલોકોનો દબદબાવાળો વર્ગ : તો ખીજી તરફ શૂદ્રોનો વર્ગ—વિવિધ સેવા આપનારનો વર્ગ : એક તરફ અમીરોનો વર્ગ, તો બીજી તરફ ફકીરોનો વર્ગ : એક છેડે બાણુઓનો વર્ગ તો ખીજે છેડે ખાખીઓનો વર્ગ. બંગાળમાં, રાજસ્થાનમાં તથા મહારાષ્ટ્રમાં મધ્યમવર્ગનું સ્થાન આ પ્રકારનું છે. એટલે કે બન્ને સમુદાયોની દયા ઉપર જીવનાર તરીકે જ શૂદ્રોનું સ્થાન રહ્યું છે. ગુજરાતનો મધ્યમવર્ગ
ત્યારે ગુજરાતનો મધ્યમવર્ગ સ્વાશ્રયી છે, આપકમાઉ છે; ગરીબ છે છતાં સ્વમાની છે. ગુજરાતમાં અનેકવાર રાજ્યક્રાંતિઓ થવા છતાં, થોડા થોડા સમયને અંતરે, મધ્યમવર્ગ પાછો પોતપોતાને કામે લાગી જતો. કોણ રાજ્ય કરે છે તેની તેમને બહુ પરવા પણ નહોતી. માત્ર તેમનો વ્યાપાર-રોજગાર નિર્માધિતપણે ચાલ્યા કરે એવી હકૂમતને જ તેઓ મહત્ત્વ આપતા.
મહાજનનું બળ એટલું બધું અસરકારક ગણાતું કે રાજા પણ તેમની આમન્યા તોડી શકતો નહિ. મોટા વિરોધ અને મતભેદને પ્રસંગે, નગરનું મહાજન આખી વસતિની હિજરતની ધમકી રાજાને આપી શકતું, અને રાજાને પણ એની સત્તાની મર્યાદાનું ભાન કરાવતું.
ગુજરાતમાં રાજાનું સ્થાન
એકરીતે ગામનો, નગરનો કે પ્રદેશનો રાજા પણ, પ્રજાના રક્ષણ માટે જ નિભાવાતો. પ્રજાનો રક્ષણહાર તથા સાચા અર્થમાં ‘ ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલ ’ હોવાથી જ એ પૂજ્ય ગણાતો; છતાં પ્રજાનો તો
સુગ્ર૰૧૫
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૨૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ
એ પોતાને ‘સેવક’ જ માનતો. લોકશાહીનાં મૂળ આ પ્રકારની મધ્યકાલીન ગુજરાતની સમાજવ્યવસ્થામાં જોઈ શકાય છે. તેથી જ ગુજરાત-સૌરાષ્ટ્રના રાજ્યવ્યવહારમાં, તેના સમાજજીવનમાં, તથા તેની સંસ્કારિતામાં, ‘ મહાજનમંડળો ’એ અને ‘ નગરશેઠો ’એ, અગત્યનું સ્થાન સાચવ્યું છે.
સાહિત્યપોષક મધ્યમવર્ગ
આ પ્રકારનો ખાધેપીધે સુખી, સંસ્કારી, સંયમી છતાં સાથે વિલાસી, અને ભાતભાતના વ્યાપાર દ્વારા પ્રાપ્ત થતા વૈભવોનો સંયમિત ઉપભોગ કરનારો મધ્યમવર્ગ જ સાહિત્ય, સંગીત, કલા, શિલ્પ, સ્થાપત્ય અને ધર્મનો પોષક હોય એમાં આશ્ચર્ય નથી. વલભીપુરમાં મૈત્રકરાજા ધરસેનના રાજ્યકાળમાં આશ્રય પામેલો ‘ ભટ્ટીકાવ્ય ’ અથવા ‘ રાવણવધ ' રચનાર ભટ્ટીકવિ, શ્રીમાલ(ભિન્નમાલ)માં ‘ શિશુપાલવધ ’ રચનાર શ્રીમાલી કવિ માત્ર, ગુર્જર પ્રતિહારવંશના મહેન્દ્રપાલ તથા મહીપાલના રાજ્યમાં સન્માનિત કવિ રાજશેખર, સિદ્ધરાજ-કુમારપાળના રાજ્યમાં સન્માનિત ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને એમનું શિષ્યમંડલ, તથા અનેક કાવ્ય-નાટકના રચનાર ગુર્જરેશ્વર પુરોહિત શ્રી સોમેશ્વરદેવ સિવાય, ખીજા કોઈ સાહિત્યકારોને ગુજરાતમાં રાજ્યાશ્રય મળ્યાનું જાણવામાં નથી.
વસ્તુપાલ-તેજપાલ જેવા રાજ્યમંત્રીઓએ તથા એવા બીજા શ્રેષ્ઠીઓએ, સેનાપતિઓએ અને નગરપતિઓએ જ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને સમાજના નીચલા થર સુધી પહોંચતા કરવાની સેવા ગુજરાતમાં ઉપાડી લીધી હતી. કવિ પ્રેમાનંદને નંદુરબારના દેસાઈ મહેતા શંકરદાસે (અત્યારસુધી મનાતું હતું તેમ નંદુરબારના ઠાકોરે નહિ) કવિના ‘આખ્યાન-સાહિત્ય તે ખીલવવામાં સારી આર્થિક અનુકૂળતા કરી આપી હતી. શામળભટ્ટને એક ઠીક ઠીક કહીએ એવા સામાન્ય જમીનદાર રખીદાસે, તેમની પદ્યવાર્તાઓને રસભેર સાંભળી, તેમને પોતાના ગામ સિંહુજમાં કાયમ માટે વસાવ્યા હતા.
કલાપોષક મધ્યમવર્ગ
જેવું સાહિત્યમાં હતું તેવું જ લલિતકલાઓમાં—ખાસ કરીને પોથીનાં ચિત્રોની કલામાં, મધ્યમ છતાં પોસાતા વર્ગનું જ પ્રોત્સાહન તથા પ્રેરણા ગુજરાતમાં સુલભ બન્યાં હતાં. એટલે જ ગુજરાતની ચિત્રકલા રાજ્યાશ્રિત હતી નહિ, પરંતુ મોટે ભાગે શ્રીમંત મધ્યમવર્ગના જૈનો તથા ભાવિક હિંદુઓ દ્વારા પોષાઈ હતી. પુણ્ય કમાવાની ઇચ્છાથી મધ્યમવર્ગ આ રીતે કલાને પોષણ આપી કૃતાર્થ બનતો હતો.
એ જ પ્રમાણે શિલ્પસ્થાપત્યમાં પણ ગુર્જરેશ્વરના મંત્રીઓ વિમળશાહે અને વસ્તુપાલ-તેજપાલે આયુ–દેલવાડાનાં અને કુંભારિયાનાં મંદિરોની તથા ગિરનાર અને શત્રુંજય ઉપરની જે શિલ્પસમૃદ્ધિ ખડી કરાવી તેઓ પણુ, ગુજરાતી સમાજમાં ઉપલા મધ્યમ વર્ગના જ હતા. આ ઉપરાંત અસંખ્ય વાવ, કૂવા અને તળાવ જેવાં સાર્વજનિક બાંધકામો ભાવિક પ્રજાજનોની સંપત્તિમાંથી જ નિર્માણુ થયેલાં છે. આમ ગુજરાતમાં આ પ્રકારની લોકશૈલીને જે ઉત્તેજન મળ્યું તેને, રાજ્યાશ્રયથી વિકસેલી શિષ્ટકલા સાથે સરખાવવાની ભૂલ કદી ન થવી જોઈ એ.
ગુજરાતનું લોકાશ્રિત સંગીત
ગુજરાતનું સંગીત~~ખાસ કરીને લોકસંગીત——રાસ, ગરબા, ગરબી, ભજન, પદ-એ પણ મોટે ભાગે લોકભોગ્ય અને લોકાશ્રિત એવું દેશી સંગીત જ છે. ‘ માર્ગી ’ અથવા શાસ્ત્રીય સંગીત તથા નૃત્ય વગેરે, જે રાજસભાઓમાં જ વિકાસ પામતું રહે છે તે, ગુજરાતમાં બહુધા જોવા મળતું નથી. જોકે શાસ્ત્રીય સંગીતના કેટલાક વિશિષ્ટ રાગોને ગુજરાતનાં કેટલાંક સ્થળો ઉપરથી ઓળખાવવામાં આવે છે
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું લોકજીવનઃ રર૭ ખરા? જેમકે ખંભાયતી, બિલાવલ, મારુ, ગુર્જરી વગેરે. છતાં ગુજરાતનું સંગીત તથા ગુજરાતનું નાટ્ય મોટે ભાગે “લોકસંગીત” અને “લોકનાટ્ય' જ રહ્યાં છે. વિદ્યાસેવનમાં ઉદાસીન ગુજરાતીઓ
મધ્યકાલીન ગુજરાતનો વિદ્યાસેવકવર્ગ સોલંકીઓ અને વાઘેલાના સમયમાં વિદ્યાવ્યાસંગી બન્યો હતો, જે માટેની પ્રેરણા, પરમાર રાજા ભોજની હિન્દવ્યાપી સરસ્વતી-ઉપાસનામાંથી મળી હતી. પરંતુ તે પછીના સમયમાં, વિદ્યાનું સેવન મોટા પ્રમાણમાં અથવા તો ઉચ્ચ કક્ષાએ થયું જણાતું નથી. “વિદ્યા ખાતર વિદ્યાનું સેવન” ગુજરાતમાં અ૫–અત્ય૫ થયેલું જણાય છે. યજ્ઞયાગાદિ કરનાર બ્રાહ્મણોએ તથા ઉપાશ્રયોમાં વિદ્યાનું સેવન કરનાર જૈન મુનિઓએ જ્ઞાનની જ્યોતને ઝાંખી થતી અટકાવવામાં સારી સેવા બજાવી છે એ કબૂલ કરવા છતાં, આ વર્ગની ઉપાસના સમાજવ્યાપી બની હોય એમ કહી શકાય તેમ નથી. ગુજરાતમાં સંસ્કૃતને પ્રચાર
સંસ્કૃત સાહિત્યનું અવતરણ ગુજરાતમાં ઘણા સમય પહેલાનું થયું હતું તે ધ્યાનમાં લેવા જેવું છે. સંસ્કૃતમાં જે પહેલો લાંબો લેખ આ દેશમાં કોતરેલો મળ્યો છે તે, જૂનાગઢની ગિરનારની તળેટી આગળ અશોકના લેખવાળી શિલા ઉપરનો છે. આ લેખ ક્ષત્રપ મહારાજા રકાદામાનો ઈ. સ. ૧૫૦નો લેખ છે. આ લેખમાં “શબ્દાર્થ વિદ્યા” અથવા “ વ્યાકરણ વિદ્યાનો ઉલ્લેખ છે. તે પછી ભદ્દી અને માધ જેવા સંસ્કૃત કવિઓ થઈ ગયા છે ખરા.
પછી ઈસ્વીસનના બારમા શતકમાં હેમચંદ્રાચાર્ય અને તેમના રામચંદ્રસૂરિ જેવા શિષ્યોની સાહિત્યકૃતિઓથી અને તેરમા શતકમાં સોમેશ્વરદેવ, અરિસિંહ, નાનાક, શ્રીપાલ વગેરે વસ્તુપાલ–તેજપાલના આશ્રિત કવિઓની કૃતિઓ દ્વારા ગુજરાતે સંસ્કૃત સાહિત્યમાં ફાળો અપ્યો છે. પરંતુ ઉચ્ચ સાહિત્યકક્ષાની દષ્ટિએ પહેલા વર્ગનાં નહિ, પરંતુ બીજા-ત્રીજા વર્ગનાં કાવ્યો અને નાટકો ગુજરાતમાં ઠીક સંખ્યામાં રચાયાં છે. તે પછી, સંસ્કૃત વિદ્યાનું ગાઢ પરિશીલન ઘટી ગયું. જોકે સંસ્કૃત રચનાઓનો નાનો પ્રવાહ તો છેક ગયા સૈકા સુધી ચાલ્યો છે. વિદ્યાવ્યાસંગમાં પાછળ ગુજરાત
એટલે જ સ્વીકારવું પડે છે કે ગુજરાતીઓનો વિદ્યાનો વ્યાસંગ, મહારાષ્ટ્ર, બંગાળ કે દ્રવિડના પંડિતો સાથે સરખાવતાં નબળો જ કહેવો પડે તેવો છે. મહારાષ્ટ્રમાં તો “માધુકરી’ પ્રથાની મદદથી ગરીબ બ્રાહ્મણબહુઓને વિદ્યાર્થી અવસ્થામાં નિર્વાહનું સાધન સૈકાઓ સુધી અપાયું છે; જે એ પ્રાંતના વિદ્યાપ્રેમ બતાવે છે. ત્યારે ફક્ત પુરાણની કથા વાંચી, પોતાનો પાટલો સાચવી શકે તેથી વધારે સંસ્કૃત ભણનારા બ્રાહ્મણો, ગુજરાતમાં કોઈક જ નીકળ્યા છે. સંસ્કૃત મહાકાવ્યોમાંથી એકબે, અને થોડું વ્યાકરણ કૌમદી’ કે ‘સારસ્વત” એટલાથી જ સંતોષ માનનાર ઘણા હતા. કાશી જઈને વધારે ભણનારા તો વિરલ જ. વળી કાશીમાં શાસ્ત્રી અને શ્રેષ્ઠ અધ્યાપક તરીકે મહારાષ્ટ્રીઓ અને બંગાળીઓની, ગઈકાલ સુધી જે પ્રખ્યાતિ જોવામાં આવે છે તેવું કોઈ ગુજરાતીએ પોતાનું નામ કાશીમાં કાઢયું હોય એમ જાણવામાં નથી. આ હકીકત વિદ્યાવ્યાસંગમાં ગુજરાતીઓની ન્યૂનતા સચોટ રીતે બતાવે છે.
ધર્મમતાન્તરે પ્રત્યે સમભાવ
બીજે પક્ષે જોઈએ તે ગુજરાતમાં બ્રાહ્મણનું વિદ્યાબળ ઓછું હોવાથી, આપણામાં ધર્મનું ખૂની ઝનૂન પણ ઘણું ઓછું જોવામાં આવ્યું છે. બ્રાહ્મણ અને અ–બ્રાહ્મણના ઝઘડાથી ગુજરાત પર રહી
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થે શક્યું છે; અને ધર્મભાવનામાં પરસ્પર મત-સહિષ્ણુતાનો ગુણ તેમનામાં વધારે જોવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોના ક્રમની બાબતમાં ગુજરાતમાં ઊંચી વરણ એટલે “વાણિયા-બ્રાહ્મણ” એમ કહેવાય છે. વસ્તુતઃ, બ્રાહ્મણનું સ્થાન વાણિયા પછી આવે છે. જૈન મંત્રીઓની સમાધાનવૃત્તિ
વિક્રમ સંવત ૧૧૮૧માં મહારાજાધિરાજ સિદ્ધરાજની સભામાં દિગંબર જૈનોની વાદવિવાદમાં હાર થઈ ત્યારે, બીજી તરફથી શૈવ રાજાઓના આશ્રયથી સ્વધર્મનો પ્રચાર કરતા જેન આચાર્યોએ, શૈવવૈઠણવ મત સાથે વ્યવહારુ ડહાપણથી સમાધાનવૃત્તિ રાખી. એ કાળ પછીથી આજ સુધી, જૈનો અને શવષ્ણવોએ ગુજરાતમાં સલાહસંપથી રહેવાનું ચાલુ રાખ્યું છે.
મધ્યકાળમાં શેવરાજાની સેવા જૈન મંત્રીઓએ કરી છે; અને તેમણે દાન વગેરેનો લાભ જૈન ઉપરાંત બ્રાહ્મણ સંસ્થાઓને તથા બ્રાહ્મણ વિદ્વાનોને અને કવિઓને પણ આપ્યો છે. કેવળ મતાંતરસહિષ્ણુતા જ નહિ, પણ મતાંતરો પ્રતિ સમભાવનું જે ઊંચું ધોરણ મૌર્ય સમ્રાટ અશોકે આરંવ્યું હતું અને જેને ગુપ્તોએ અને વલભીના મિત્રોએ અપનાવી લીધું હતું કે, ગુજરાતના રાજવીઓએ અને જેન-બ્રાહ્મણ મંત્રીઓએ મધ્યકાલીન જમાનામાં પણ જાળવી રાખ્યું હતું.
જૈન ધર્મને ગુજરાતના ઘડતરમાં ફાળો
જૈન ધર્મે ગુજરાતની સંસ્કૃતિના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આ મધ્યકાલીન સમયમાં જ ગુજરાતના સંસ્કૃત સાહિત્યની, અપભ્રંશ સાહિત્યની અને જૂની ગુજરાતીના સાહિત્યની જૈનોએ ઘણી સેવા કરી છે. વળી ગ્રંથો લખી–લખાવીને, તથા “ગ્રંથ ભંડારો' સ્થાપીને, વિદ્યાને જીવંત રાખવાનું કાર્ય તેમણે કર્યું છે.
જેન અને જૈનેતર વિદ્યાવિષયક અનેક ગ્રંથો, બીજે ક્યાંય નથી સચવાયા તે, જૈન ભંડારોમાં સચવાઈ રહેલા મળ્યા છે. જેના માટે જિનાલયો બંધાવીને, તથા પુસ્તકોને સચિત્ર કરાવવાની પ્રથાને ઘણું આશ્રય આપીને, સ્થાપત્ય, મૂર્તિવિધાન તથા તાડપત્ર, લાકડાની પાટલી કે કાગળ ઉપર ચિત્રો દોરાવવાના વિષયમાં લાખો રૂપિયા ખરચતાં, તેમણે પાછું વાળીને જોયું નથી.
અહિંસા અને જીવદયાન પ્રસાર
અહિંસા અને જીવદયાના આચારને વ્યાપક બનાવવામાં પણ જૈનોનો અગ્રગણ્ય ફાળો છે. પક્ષીઓને ચણ નાખવા માટે ગામડે ગામડે દેખાતું “પરબડી'નું સુંદર સ્થાપત્ય તથા મૂંગાં પ્રાણીઓના વિસામારૂપી પાંજરાપોળો', ગુજરાત બહાર ભાગ્યે જોવા મળશે. મંદિરોના સ્થાપન–મહોત્સવો, મૂર્તિઓનાં રાગરાગણીનાં તથા દેશી સંગીતનાં સુશ્રાવ્ય સ્તવન, અર્ચન, વ્રત–ઉપવાસ તથા વરઘોડા અને તીર્થયાત્રાઓ—વગેરે વિષયોમાં, વૈષ્ણવ ધર્મની અને જૈન ધર્મની સમાન અને સમાંતર પ્રવૃત્તિ ચાલતી હતી.
આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નિત્ય નિહાળવાથી, જનસમાજ ઉપર ઉદાત્ત અસર થતી આવી છે, તેમ બને ધર્મોના આચારમાં કોઈ મોટો ભેદ ભાગ્યે તેમને દેખાય છે. પરિણામે, સામાજિક જીવનમાં પણ એક જ વૈશ્ય જ્ઞાતિમાં વૈષ્ણવ કુટુંબો અને જૈન કુટુંબો હોય છે, અને તેઓ પરસ્પર બેટીવ્યવહાર કરવામાં પણ બાધ ગણતાં નથી. આમ બન્ને સમાજ સમરસ રીતે વર્તતાં જણાયા છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ ગુજરાતનું લોકજીવન : 229 જૈન તથા વૈષ્ણવ વચ્ચે સુમેળ ટૂંકમાં કહીએ તો, ગુજરાતમાં ભારતીય સંસ્કારોને, વિશિષ્ટ વલણ અર્થાત ગુજરાતી વ્યક્તિત્વ આપવામાં, જો કોઈ સંસ્કારો વિશેષ પ્રાબલ્ય દર્શાવ્યું હોય તો તે જૈનધર્મ અને વૈષ્ણવધર્મજેના અનુયાયીઓના જીવનવ્યવહારથી સાધારણ રીતે, ગુજરાતની સમસ્ત હિંદુ વસતિ એકરંગે રંગાયેલી રહી છે. અહિંસા, દુરાગ્રહનો અભાવ, બાંધછોડની સમાધાનવૃત્તિ અને દાનવૃત્તિ જેવા સંસ્કારો–મોટે ભાગે આ બે ધર્મસંપ્રદાયોથી અને લોકોની વેપારીવૃત્તિથી પોષાઈને ગુજરાતી સ્વભાવના સ્થાયી વલણરૂપ બન્યા છે. ગુજરાતીનાં સ્વભાવલક્ષણો ગુજરાતની વિશિષ્ટ સંસ્કારિતાનો અનુભવ ગુજરાતના અર્થલક્ષી સ્વભાવમાં, તેનાં વિનયશાળી ચારિત્રમાં, તેના સર્વવ્યાપી ઉદારભાવમાં તેની નમ્ર ધર્મશીલતામાં અને તેના બધા સાથે મેળથી રહેવાના ગુણમાં અનુભવી શકાય તેમ છે. ગુજરાતની અસ્મિતા તેથી જ એકદમ પ્રાંતિક, સ્થાનિક કે સંકુચિત નથી. ગુજરાતની સંસ્કારિતામાં બ્રાહ્મણત્વ છે, ક્ષત્રિયત્ન છે, વૈશ્યત્વે છે. તેમાં શું ભાવ પણ છે. તેમાં ભારતીય તત્ત્વ છે એટલું જ નહિ, પરંતુ તેમાં વિશ્વબંધુત્વના ગુણ પણ રહેલા છે. ભૂખ્યાં રાખી, ઉપાધ્યાયને આટો આપી, એ ખોટો આત્મસંતોષ અનુભવે છે. ગુજરાતને “થાય એવાં થઈને', ગામ વચ્ચે રહેતાં આવડતું નથી. અને તેથી જ, થવા ધારે તો મેં એને પ્રાન્તવાદી બનતાં આવયું નથી. ગુજરાતના આ ગુણની આવી મર્યાદા પણ છે તે ભૂલવું જોઈએ નહિ.