SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું લોકજીવન : ૨૨૫ જમીનના આ ટુકડા ઉપર પીરોઝે મસ્જિદ બાંધી અને એનાં ધૂપ, દીપ, તેલ, કુરાનપાડ વગેરે માટે, તથા ચાલુ દુરસ્તી ખર્ચ માટે ધઉલેશ્વરદેવીની માલિકીતી, એ માળના ધરવાળી એક મોટી વાડી, એ હાટ તથા એક ધાણી ખરીદી લઈ, તેની ઉપજ મસ્જિદ માટે વાપરવા આપી દીધી. તે ઉપરાંત શિયાપંથી વહાણવટીઓના ઉત્સવ માટે અમુક રકમ હરાવી આપી, જેનો વહીવટ પ્રભાસપાટણના મુસ્લિમો કરે, અને કાંઈ રકમ વધે તો મક્કા અને મદીના મોકલે. મુસલમાન વહાણવટીઓની સાથેનો હિન્દુ ધર્માચાર્યોનો મીઠો સંબંધ અહીં સ્પષ્ટ જણાય છે. ગણરાજ્યના અવશેષ : મહાજનનું મળ ગુજરાતમાં એક બીજી વિશિષ્ટતા ધ્યાન ખેંચે તેવી છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નોંધ્યા પ્રમાણે, ‘સૌરાષ્ટ્રની પ્રજા વ્યાપાર તથા શસ્ત્રો ઉપર જીવનારી હતી.' યાદવોનાં વૃષ્ણુિ અને અન્યક કુલોના સમયથી ‘ગણરાજ્યો’નું અસ્તિત્વ પશ્ચિમ હિંદમાં હતું. ધીમે ધીમે સામ્રાજ્યવાદનું આક્રમણ થવા લાગ્યું; અને મૌર્યાં, ક્ષત્રપો, ગુપ્તો વગેરેના સમયમાં ગણરાજ્યોનું રાજ્યત્વ ગયું; છતાં એક સંગઠિત ‘ગણ' તરીકે વર્તવાની સમૂહશક્તિ, તેમનામાંથી લુપ્ત થઈ શકી નહિ. તેથી જ વર્ણવાર, અતિવાર, પ્રદેશવાર, ધર્મવાર અને વ્યવસાયપરત્વે ‘મહાજનો’નું આંતરિક રાજ્ય, પરસ્પર માટે એક અને અભેદ્ય રીતે ચાલ્યા જ કર્યું. આજે પણ ‘ મહાજન’ કે ‘પંચ’નું ખળ, રાજકીય સત્તાની સરખામણીમાં, હજી અબાધિત રહ્યું છે. સાંપ્રતકાળનું ‘ પંચાયતી રાજ્ય’ તેનો જ આછો પડધો છે. જમીનદાર અને ગરીબનો વર્ગ આ દૃષ્ટિએ, મધ્યકાલીન ગુજરાતમાં જે સમાજનો કોઈ પણ ભાગ વધારે પ્રભાવશાળી અને કાર્યક્ષમ તથા સંગઠિત શક્તિવાળો હોય તો તે આવાં મધ્યમવર્ગનાં જુદાં જુદાં ‘મહાજનો' છે. હિંદના ખીજા પ્રાંતોમાં મુખ્યત્વે કરીને આખો સમાજ એ મોટા વિભાગોમાં વહેંચાયેલો નજરે પડે છે : એક મોટો જમીનદાર, સરદાર અને બાબુલોકોનો દબદબાવાળો વર્ગ : તો ખીજી તરફ શૂદ્રોનો વર્ગ—વિવિધ સેવા આપનારનો વર્ગ : એક તરફ અમીરોનો વર્ગ, તો બીજી તરફ ફકીરોનો વર્ગ : એક છેડે બાણુઓનો વર્ગ તો ખીજે છેડે ખાખીઓનો વર્ગ. બંગાળમાં, રાજસ્થાનમાં તથા મહારાષ્ટ્રમાં મધ્યમવર્ગનું સ્થાન આ પ્રકારનું છે. એટલે કે બન્ને સમુદાયોની દયા ઉપર જીવનાર તરીકે જ શૂદ્રોનું સ્થાન રહ્યું છે. ગુજરાતનો મધ્યમવર્ગ ત્યારે ગુજરાતનો મધ્યમવર્ગ સ્વાશ્રયી છે, આપકમાઉ છે; ગરીબ છે છતાં સ્વમાની છે. ગુજરાતમાં અનેકવાર રાજ્યક્રાંતિઓ થવા છતાં, થોડા થોડા સમયને અંતરે, મધ્યમવર્ગ પાછો પોતપોતાને કામે લાગી જતો. કોણ રાજ્ય કરે છે તેની તેમને બહુ પરવા પણ નહોતી. માત્ર તેમનો વ્યાપાર-રોજગાર નિર્માધિતપણે ચાલ્યા કરે એવી હકૂમતને જ તેઓ મહત્ત્વ આપતા. મહાજનનું બળ એટલું બધું અસરકારક ગણાતું કે રાજા પણ તેમની આમન્યા તોડી શકતો નહિ. મોટા વિરોધ અને મતભેદને પ્રસંગે, નગરનું મહાજન આખી વસતિની હિજરતની ધમકી રાજાને આપી શકતું, અને રાજાને પણ એની સત્તાની મર્યાદાનું ભાન કરાવતું. ગુજરાતમાં રાજાનું સ્થાન એકરીતે ગામનો, નગરનો કે પ્રદેશનો રાજા પણ, પ્રજાના રક્ષણ માટે જ નિભાવાતો. પ્રજાનો રક્ષણહાર તથા સાચા અર્થમાં ‘ ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલ ’ હોવાથી જ એ પૂજ્ય ગણાતો; છતાં પ્રજાનો તો સુગ્ર૰૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230075
Book TitleGujarat nu Lokjivan
Original Sutra AuthorN/A
AuthorManjulal R Majumdar
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Society
File Size599 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy