________________ ગુજરાતનું લોકજીવન : 229 જૈન તથા વૈષ્ણવ વચ્ચે સુમેળ ટૂંકમાં કહીએ તો, ગુજરાતમાં ભારતીય સંસ્કારોને, વિશિષ્ટ વલણ અર્થાત ગુજરાતી વ્યક્તિત્વ આપવામાં, જો કોઈ સંસ્કારો વિશેષ પ્રાબલ્ય દર્શાવ્યું હોય તો તે જૈનધર્મ અને વૈષ્ણવધર્મજેના અનુયાયીઓના જીવનવ્યવહારથી સાધારણ રીતે, ગુજરાતની સમસ્ત હિંદુ વસતિ એકરંગે રંગાયેલી રહી છે. અહિંસા, દુરાગ્રહનો અભાવ, બાંધછોડની સમાધાનવૃત્તિ અને દાનવૃત્તિ જેવા સંસ્કારો–મોટે ભાગે આ બે ધર્મસંપ્રદાયોથી અને લોકોની વેપારીવૃત્તિથી પોષાઈને ગુજરાતી સ્વભાવના સ્થાયી વલણરૂપ બન્યા છે. ગુજરાતીનાં સ્વભાવલક્ષણો ગુજરાતની વિશિષ્ટ સંસ્કારિતાનો અનુભવ ગુજરાતના અર્થલક્ષી સ્વભાવમાં, તેનાં વિનયશાળી ચારિત્રમાં, તેના સર્વવ્યાપી ઉદારભાવમાં તેની નમ્ર ધર્મશીલતામાં અને તેના બધા સાથે મેળથી રહેવાના ગુણમાં અનુભવી શકાય તેમ છે. ગુજરાતની અસ્મિતા તેથી જ એકદમ પ્રાંતિક, સ્થાનિક કે સંકુચિત નથી. ગુજરાતની સંસ્કારિતામાં બ્રાહ્મણત્વ છે, ક્ષત્રિયત્ન છે, વૈશ્યત્વે છે. તેમાં શું ભાવ પણ છે. તેમાં ભારતીય તત્ત્વ છે એટલું જ નહિ, પરંતુ તેમાં વિશ્વબંધુત્વના ગુણ પણ રહેલા છે. ભૂખ્યાં રાખી, ઉપાધ્યાયને આટો આપી, એ ખોટો આત્મસંતોષ અનુભવે છે. ગુજરાતને “થાય એવાં થઈને', ગામ વચ્ચે રહેતાં આવડતું નથી. અને તેથી જ, થવા ધારે તો મેં એને પ્રાન્તવાદી બનતાં આવયું નથી. ગુજરાતના આ ગુણની આવી મર્યાદા પણ છે તે ભૂલવું જોઈએ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org