Book Title: Dhammapadni Upmao
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249413/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ધમ્મપદની ઉપમાઓ જયારે તત્ત્વનું ચિંતન કરવાનું હોય છે વા તત્ત્વનું ચિંતન બીજાઓને સમજાવવાનો પ્રસંગ આવે છે, ત્યારે અનેક બીજી સર્વાનુભૂત હકીકતોના દાખલા સ્મરણમાં આવી જાય છે અથવા લોકોને એવા દાખલા આપવામાં આવે છે. આ દાખલા એટલા બધા પ્રસિદ્ધ હોય છે કે જેને આ-બાળગોપાળ જાણતા હોય છે. મૂળ વિચાર અને આ સર્વાનુભૂત હકીકતો વચ્ચે પરસ્પર સમાનતા બતાવીને મૂળ વિચારને સમજાવવો વધારે સુલભ વા સુકર લાગે છે. આમ એકબીજી ઘટના વચ્ચે પરસ્પર સમાનતા બતાવવાનું નામ ઉપમા છે. કવિઓ પોતાનાં કાવ્યોમાં પ્રસંગે પ્રસંગે વિવિધ પદાર્થોનું વર્ણન કરતાં વા વિવિધ હકીકતોનું વર્ણન કરતાં ઉપમાનો પ્રયોગ કરતા આવ્યા છે, તેમ તત્ત્વચિંતકો પણ એ જ ઉપમાઓનો તત્ત્વવિચારો સાથે પણ પ્રયોગ કરતા આવ્યા છે. અલંકારશાસ્ત્રમાં જેટલા અલંકારો ગણાવેલા છે, તેમાં મૂળભૂત આ ઉપમા અલંકાર છે, અથવા સર્વ અલંકારોની માતા આ ઉપમા જ છે એમ કહીએ તો કહી શકાય. વેદોમાં પણ કોઈ પ્રસંગે જડ બ્રાહ્મણને દેડકા સાથે સરખાવેલ છે. જેમ દેડકો અર્થ વગરનું ડ્રાઉં ડ્રાઉં કરતો રહે છે, તેમ અર્થને સમજ્યા વગર જે માત્ર વેદપાઠ કર્યા જ કરે છે, તેને દેડકા સાથે સરખાવીને એ હકીકતને વધારે સ્પષ્ટ કરવામાં આવેલ છે. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના રઘુવંશમાં પ્રથમ જ શ્લોકમાં મહાદેવ અને પાર્વતીનો પરસ્પર અભેદ બતાવવા તેમને શબ્દ અને અર્થની સાથે સરખાવેલ છે. જેમ વાણી અને અર્થ પરસ્પર સંબદ્ધ છે, પરસ્પર સંપર્ક ધરાવે છે, તેમ પાર્વતી અને પરમેશ્વર એટલે મહાદેવ પણ એકબીજા એવો જ અભેદ સંબંધ પરસ્પર ધરાવે છે. “વાર્થી રૂવ સં9ી પાર્વતી-પરમેશ્વ' આમાં પાર્વતી અને પરમેશ્વરના પરસ્પરના સંબંધને વાણી અને અર્થના પરસ્પરના સંબંધ સાથે સરખાવીને તેને વિશેષ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. આ જ રીતે ધમપમાં પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ • સંગીતિ બુદ્ધ ભગવાનના વિચારોને સમજાવવા સારુ અનેક સ્થળે પ્રસિદ્ધ પ્રસિદ્ધ હકીકતોને મૂળ વિચાર સાથે સરખાવીને વિશેષ વિશદ રીતે સમજાવેલ છે. એ હકીકત આ લખાણમાં આવવાની છે. ધમ્મપદના કયા વર્ગની કઈ ગાથામાં કેવી કેવી ઉપમાઓ બતાવેલ છે તેનું વિગતવાર વર્ણન આ લેખમાં છે. સૌથી પ્રથમ યમકવર્ગમાં શરૂઆતની ગાથામાં શુભ સંકલ્પો અને અશુભ સંકલ્પો વિશે ચર્ચા છે. ગ્રંથકારને એમ કહેવાનું છે કે જે માણસ શુભ સંકલ્પો કરે છે તેને સુખ કદી છોડતું નથી–જેમ પડછાયો અને પદાર્થ પરસ્પર સદા સાથે જ રહે છે. પડછાયો પદાર્થ વિના કદી હોતો નથી તેમ શુભ સંકલ્પ કરનાર કદી પણ સુખ વિના રહી શકતો નથી. આ હકીકતને સમજાવવા ધમ્મપદનો કર્તા કહે છે કે “મની વે પ્રસન્નેન માસતિ વા કરોતિ વા તો તે સુમતિ છીયેવ બનાવની' અર્થાત્ જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, તેની પાછળ સુખ સદા ચાલ્યા જ કરે છે–જેમ પદાર્થનો પડછાયો પદાર્થની પાછળ પાછળ નિરંતર ચાલ્યા જ કરે છે. અહીં પ્રસન્ન એટલે સમદર્શી સમભાવયુક્ત મન એમ સમજવાનું છે. આથી ઊલટું જે માણસ અપ્રસન્ન મન વડે એટલે વિશેષ દુષ્ટતાયુક્ત મન રાખીને જે કાંઈ બોલે છે અથવા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે. જેમ ગાડામાં જોડેલો બળદ જ્યારે ચાલે છે ત્યારે તેની પાછળ ગાડાનું પૈડું ચાલ્યા જ કરે છે. મનસા વે પર બાસતિ વી કરોતિ વા તો તું તુવરHવેતિ વર્ષ વ વદતો પર્વ | આ રીતે પડછાયો અને પદાર્થનો તથા બળદ અને પૈડાંનો દાખલો આપવાથી માણસ સાથે દુઃખ અને સુખનો સંબંધ વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપમા આબાળગોપાળ સૌને જાણીતી છે. શ્રી બુદ્ધ ભગવાન જગતના નાના મોટા તમામ પદાર્થોને જોઈને કેવી સૂક્ષ્મ રીતે વિચારતા હતા એ વાત પણ આ હકીકતથી આપણા ખ્યાલમાં આવી શકે છે. પછી એ જ વર્ગમાં સાતમી ગાથામાં પવન અને દૂબળા વૃક્ષની ઉપમા આપીને એમ જણાવેલ છે કે જેમ પવન દૂબળા વૃક્ષને મૂળથી ઉખેડી નાખે છે, તેમ જે માનવ ખાવાપીવામાં માપ રાખતો નથી અને મોજમાં આવે તેમ જ્યારે ખાવાનું મન થાય ત્યારે પ્રમાણનું ધ્યાન રાખ્યા વગર ખાધા કરે છે અને પીધા કરે છે, તે માનવને તેનો સ્વછંદ જ, તેની વાસના જ મૂળથી ઉખેડી નાખે છે; એટલે કે તેનો પોતાનો વિનાશ તેની વાસના દ્વારા જ થાય છે : પોનનષ્કિ અમથું છુસીત હીનવરિએ તે વે પતિ મારો વાતો વર્ષ ૨ ટુવ્વતં | જે મનુષ્ય પોતાના Page #3 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૫ ખાનપાનનું માપ જાણતો નથી, તે આળસુ થાય છે અને આળસુ થવાથી સામર્થ્ય વગરનો બને છે; આવી સ્થિતિમાં તેનું મન તેના પોતાના કબજામાં રહી શકતું જ નથી. તેથી જેમ પવન દૂબળા ઝાડને ઉખેડી નાખે છે તેમ તે માણસને તેની પોતાની પ્રવૃત્તિ જ વિનાશ તરફ ધકેલે છે. પછી એવે ટાણે તે કશું વિચારી કે સમજી શકતો જ નથી. એટલે માણસે જો સુખી થવું હોય તો પોતે પોતાના મનને કબજે રાખવાનો થોડો થોડો અભ્યાસ કરવો જોઈએ. આ પછીની ગાથામાં આથી બરાબર ઊલટી હકીકત આપીને પવન તથા શિલામય પર્વતનો દાખલો બતાવેલ છે. જેમ પવન એવા શૈલ પર્વતને જરા પણ કંપાવી શકતો નથી. તેમ જે માણસ ખાનપાનમાં બરાબર નિયમિત છે, માપસર જ ખાય છે અને પીએ છે, ગમે તેવું સ્વાદિષ્ટ ખાણું કે પીણું આવ્યું હોય તો પણ તેને બરાબર માપસર જ લે છે, તે માણસ પૂરી શ્રદ્ધાવાળો હોઈ કદી આળસુ હોતો નથી, અને આળસ તેનાથી દૂર રહેતી હોવાથી તે બરાબર સારી રીતે શક્તિસંપન્ન હોય છે, શક્તિનો સદુપયોગ કરનાર હોય છે. તેથી આવા વીર્યશાળી માણસને તેની વાસના જરા પણ હેરાન કરી શકતી નથી; જેમ પવન પર્વતને મુદ્દલ હલાવી શકતો નથી : મોલમ્ફ 7 મત્તબું સર્જ આન્દ્વવીરિયં તું ને ન વ્વસતિ મારો વાતો સેલ્લું વ પનતં ! આમાં એક ધ્યાન રાખવાની વાત એ બતાવેલ છે, કે ધૂળનો ભારે મોટો કોઈ ઢગલો હોય તો પવન તેને પોતાના ઝપાટાથી આકાશમાં ઉડાડી મેલે છે; પણ આ તો શિલામય અર્થાત્ પાષાણોથી ભરપૂર પર્વત છે, તેને પવન જરા પણ હલાવી શકતો નથી, એ બતાવવા પર્વત સાથે ‘શૈલ’ શબ્દને જોડ્યો છે. અર્થાત્ જે માણસ ખાનપાનમાં માપને સમજે છે તે માણસ શિલામય પર્વત જેવો ભારે મજબૂત હોય છે. આથી આગળ તેરમી અને ચૌદમી ગાથાઓમાં બરાબર છાયેલ ધરની અને બરાબર નહીં છાયેલ ઘરની ઉપમા આપીને ચિત્તની પરિસ્થિતિ સમજાવેલ છે. જે માણસે નિરંતર ટેવ પાડી પાડીને પોતાના ચિત્તને બરાબર કબજામાં રાખેલ છે અને અમુક સદ્ભાવનાઓ કરી કરીને બરાબર ભાવિત કરેલ છે તે માણસની વાસના તેને વીંધી શકતી નથી. જેમ ઘર સારી રીતે છાયેલ હોય, તેના છાપરામાં ક્યાંય કાણું ન હોય તો વરસાદ એ ઘરને વીંધી શકતો નથી, તેમ ભાવિત ચિત્તવાળો માણસ પોતાની વૃત્તિઓથી જરા પણ વીંધાતો નથી. યથા ઝાં સુઘ્ધાં વુદ્ધિ ન સમતિવિતિ । એથી ઊલટું જે માણસ પોતાના ચિત્તને બરાબર સમજી કબજામાં રાખવાની ટેવ પાડતો નથી અને સદ્વાચન, સત્સંગ વગેરેના Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ - સંગીતિ સંનિધાન દ્વારા પોતાના ચંચળ ચિત્તને સ્થિર રાખવાની ભાવનાઓ, સંકલ્પો કરતો નથી અને એવા સંકલ્પો અનુસાર પ્રયત્ન કરતો નથી, તે માણસની પોતાની વૃત્તિનો વેગ તેને વીંધી નાખે છે અને એવો પરવશ થયેલો માનવી સારાસારનો વિચાર કરી શકતો નથી–જેમ ઘર સારી રીતે છાયેલ ન હોય, તેના છાપરામાં ઠેકઠેકાણે અનેક કાણાં પડ્યાં હોય તો વરસાદ પોતાની જોરદાર ધારાઓ વડે તે ઘરને વીંધી નાખે છે. યથા મા કુછદ્મ પુષ્ટિ સમિતિવિતિ | આથી આગળ ૧૯મી ગાથામાં એમ કહેવું છે કે જે માણસ ધર્માચરણ વિશે, સદાચરણ વિશે, સંયમાદિક સાધનો વિશે પોતાના હિતને લક્ષ્યમાં રાખીને જો વારે વારે બોલ બોલ જ કરે, મોટાં મોટાં ભાષણો કરે અને સભાઓને ગજવી મૂકે તો તે ગાજયા મેઘ જેવો છે. એવો માણસ, જેમ પારકી ગાયોને એક-બે-ત્રણ એમ ગણગણ કરતો ગોવાળ ગાયનો સ્વામી થઈ શકતો નથી, તેમ કદી પણ પોતાના હિતનો, સદાચરણનો કે સંયમ વગેરે સાધનો દ્વારા પોતાના વિકાસનો ભાગી થઈ શકતો નથી. માપો વ ાવો અર્થ परेसं न भागवा सामञ्जस्स होति । આ પછી બીજા અપ્રમાદ-વર્ગની ઉપમાઓ આ પ્રમાણે છે : શ્લોક આઠમો : પબૂતરો મુખ્યદ્દે ધીરો વાને વેવતિ | અર્થાત્ માનવ જયારે પોતાનાં અસંયમ, સ્વછંદ અને પ્રમાદ વગેરેને સંયમ વડે, પુરુષની આજ્ઞાને અધીન રહીને અપ્રમાદ વડે હાંકી કાઢે છે, ત્યારે સમતાયુક્ત પ્રજ્ઞાના પ્રાસાદ ઉપર ચડી શકે છે, અને ત્યાં ચડેલો તે, અજ્ઞાન મનુષ્યો તરફ કરણાભાવે વા મધ્યસ્થભાવે નજર ફેરવે છે, જેમ પર્વત ઉપર ચડેલો મનુષ્ય જમીન ઉપર રહેલા માણસોને જાણે તેઓ તદન ઠીંગણાં હોય એમ જુએ તેમ. શ્લોક નવમામાં અવતરૂંવ સીધો ઉહત્વા યતિ સુધો | અર્થાત જેમ ઘોડદોડમાં નબળા ઘોડાઓને પાછળ રાખી શીઘગામી ઘોડો આગળ નીકળી જાય છે, તેમ પ્રમાદી માણસોને પાછળ રાખીને અપ્રમાદી બુદ્ધિમાન માણસ આગળ નીકળી જાય છે. એ હકીકત આ સચોટ ઉપમા દ્વારા સ્પષ્ટ કરી છે. શ્લોક અગિયારમામાં સંથોનનું આખું ચૂર્વ યુદં ૩ીવ છત ! એટલે જેમ અગ્નિ પોતાના માર્ગમાં આવતા નાનામોટા, જાડાપાતળા, તમામ પદાર્થોને બાળતો ચાલ્યો જાય છે તેમ અપ્રમાદી સંયમી માનવ, પોતાની સાધનામાં આવતાં તમામ નાનાંમોટાં બંધનોને કાપતો આગળ ને આગળ વધ્યે જ જાય છે. ત્રીજા ચિત્તવર્ગમાં પ્રથમ શ્લોકમાં ૩૬ કરોતિ મેધાવી સસુરો વ Page #5 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૪૭ તેનનું છે અર્થાત્ જેમ બાણ ઘડનારો કારીગર વળી ગયેલા કે મરડાઈ ગયેલા બાણને સીધું, પાંસરુંદોર કરી દે છે તેમ બુદ્ધિમાન આત્માર્થી પોતાના વાંકા થયેલા વા ઠરડાઈ ગયેલા ચિત્તને અભ્યાસ દ્વારા ઘડીઘડીને એકદમ સીધું સરળ બનાવી દે છે. બીજા શ્લોકમાં વારિનો વ ચત્તે faો મોત ૩૦મતો | એટલે પાણીમાં રહેતા માછલાને પાણીમાંથી બહાર કાઢતાં તે જેમ વારંવાર તરફડ્યા કરે છે, જરા પણ સ્થિર રહી શકતું નથી, તેમ ખાવાપીવાની, ભોગવિલાસની અને એવી બીજી અનેક હાજતોની ઘરેડમાં ટેવાઈ ગયેલ ચિત્તને જ્યારે તે ટેવોમાંથી બહાર કાઢવાનો થોડો પણ પ્રયાસ કરવામાં આવી છે, ત્યારે તે ચિત્ત વારંવાર ફફડાટ કર્યા કરે છે અને તે કેમે કરીને સ્થિર ન થતાં આત્માર્થીને ભારે વ્યાકુળ કરી મૂકે છે. કોઈ દરદી હોય, એને ખાવાપીવાની એવી ભયાનક ટેવો પડેલી હોય અને એને જ પરિણામે તે ભયંકર વ્યાધિમાં સપડાઈ ગયો હોય, ત્યારે તે જ્યારે વૈદ્ય પાસે જાય છે, ત્યારે વૈદ્ય સૂચના આપે છે કે હવે તારે અને મરણને ઝાઝું છેટું નથી. છતાં જો જીવવું જ હોય તો ખાવાપીવા વગેરેમાં ખાસ મર્યાદા જાળવવી પડશે, નહીં તો મરણને ભેટવા તૈયાર રહેવું પડશે. આવી પરિસ્થિતિમાં પણ એવા શૂરા દરદીઓ મળી આવે છે કે જેઓ મરણને ભેટવા તૈયાર થાય છે, પણ ચિત્તને સંયમમાં રાખવા પુરુષાર્થ કરી શકતા નથી. આઠમી ગાથામાં માછલાની પેઠે તરફડતા અને વકરાવી મૂકેલા ચિત્તવાળા માણસના શરીરને ધૂપ અર્થાત્ માટીના કાચા ઘડા જેવું કહ્યું છે અને ચિત્તને નામે એટલે મોટા નગર જેવું કહ્યું છે. ઘડો અને નગર આ બેમાં ઘડા કરતાં નગર વિશેષ મૂલ્યવંત છે. એટલે ઘડો નાશ પામે તો ભલે, પણ નગર તો નાશ ન પામવું જોઈએ એમ સમજાવી એમ સ્પષ્ટ કરેલું છે કે શરીર પડે તો ભલે પડે પણ મન ન જ પડવું જોઈએ. શરીરની રક્ષા કરતાં મનની જાળવણી વિશેષ કિંમતી છે. એટલે શરીરને ભોગે પણ નગર જેવા મનની શુદ્ધિની રક્ષા કરવી જોઈએ, એમ આ ઉપમાનું રહસ્ય છે. નવમી ગાથામાં નિત્યં વ #તિ અર્થાત્ શરીર નકામા ભૂસા જેવું છે અથવા નકામા લાકડા જેવું છે, અને તે ગમે ત્યારે માટીમાં મળી જવાનું છે. એટલે એના કરતાં મનની શુદ્ધિ વધારે અગત્યની છે. એથી શરીર કરતાં આત્માર્થીએ મન તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. દસમી ગાથામાં દુષ્ટ મનને વૈરી જેવું કહ્યું છે અને અગિયારમી ગાથામાં સરળ અને સ્વચ્છ મનને માતાપિતા તથા જ્ઞાતિજનો, સગાંવહાલાં કરતાંયે વધારે હિતકર કહીને વર્ણવેલું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ • સંગીતિ ચોથા પુષ્પવર્ગના ત્રીજા શ્લોકમાં આ શરીરને પૂપ એટલે પાણીના ફીણ જેવું તથા વિધખે એટલે ઝાંઝવાના જળ જેવું કહીને તેની ક્ષણભંગુરતા બતાવી છે. શ્લોક ચોથામાં જે માણસ પોતાની મોજમાં રહે છે અને કલાપી જેમ કહે છે કે “ફૂલ વીણ સખે, ફૂલ વીણ સખે અર્થાત માણસ, યુવાવસ્થામાં આવીને હજુ જગતની વાડીનાં ફૂલો વીણવામાં મશગૂલ બનીને રોકાયેલ હોય છે તેવામાં તે મોજીલા માણસને મૃત્યુ આવીને ઉપાડી જાય છે, જેમ સભર ઊંઘમાં પડેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય છે તેમ. સુi મહોરો વા પુwાનિ દેવ પવનતં આમ કહીને માણસ મૃત્યુના મુખમાં અણધારી રીતે સપડાઈ જાય છે એમ બતાવી આત્માર્થી પુરુષને સાવધાન રહેવાની સૂચના આપેલ છે. છઠ્ઠા શ્લોકમાં મુનિએ કે ગૃહસ્થ આ જગતમાં પોતાની આજીવિકાને કઈ રીતે શુદ્ધ મેળવવી, કઈ રીતે કોઈને પણ દૂભવ્યા સિવાય અથવા ઓછામાં ઓછું દૂભવીને મેળવવી એ હકીકતને સ્પષ્ટ કરતાં डेलुछ 3 यथा पि भमरो पुष्पं वण्णगंधं अहेठयं पलेति रसमादाय एवं गामे મુની રે / અર્થાત સુંદરવર્ણ-રૂપવાળા અને સુગંધીદાર પુષ્પમાંથી તેને ત્રાસ આપ્યા વિના ભમરો જેમ રસ પીએ છે અને ઊડી જાય છે તેમ આજીવિકા મેળવનાર હરકોઈએ પોતાના સહચારીઓના જીવનને ધક્કો પહોંચાડ્યા વિના પોતાની આજીવિકા મેળવવા બરાબર સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. જોકે ભમરો પુષ્પમાંથી રસ પીએ છે, ત્યારે પુષ્યને ત્રાસ મુદ્દલ થતો નથી એમ તો નથી, પરંતુ ઘણો જ ઓછો ત્રાસ થાય છે; તેમ સમાજમાં એકબીજા દ્વારા પોતપોતાનો વહેવાર, ધંધો કામકાજ કરતાં-કરાવતાં, એકબીજા સહચારીને બિલકુલ ત્રાસ ન થાય તેમ તો બની શકતું જ નથી; પરંતુ તેમનો ત્રાસ ઓછામાં ઓછો કરીને પણ જરૂર આજીવિકા મેળવી શકાય છે. તો એ માટે ભગવાન બુદ્ધ તમામ ગૃહસ્થોનું અને મુનિઓનું ધ્યાન ખેંચવા આ ભમરા અને ફૂલનો દાખલો આપે છે. આજીવિકા મેળવવા દરેકે દરેક માણસે વધારે કે ઓછો શ્રમ તો કરવો પડે છે; આમાં કોઈને શરીર તૂટી જાય એવો શ્રમ કરવાનો આવે છે તો કોઈને નહિવત્ શ્રમ કરવાનો હોય છે. આ પરિસ્થિતિ સમાજનો વિઘાત કરનારી છે. એટલે સૌએ સરખે ભાગે પોતપોતાના ગજા પ્રમાણે શરીરશ્રમ કરવો જોઈએ. તો ધંધારોજગારમાં એકબીજાને જે વિશેષ ત્રાસ થાય છે તે અટકી જશે. આ રીતે ત્રાસ અટકાવવાની પ્રવૃત્તિને ભમરો જેમ ફૂલમાંથી રસ મેળવે છે તે રીત સાથે સરખાવી છે. આ બોધવચન વર્તમાનકાળમાં ખાસ વિશેષ ઉપયોગી છે. કેમ Page #7 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ - ૧૪૯ કે વર્તમાનમાં અમુક લોકો તદન બેઠાડુ જ છે, અને તે બેઠાડુઓ બીજા મનુષ્યોના જીવતોડ પરિશ્રમને બળે પોતાની મોજ માણી રહ્યા છે અને સમાજમાં વિષમતાને વધારી રહ્યા છે. શ્લોક આઠમામાં નિષ્ફળ વાણીને યથાપિ વર્ષ પુરૂં વળવંત ગાંધર્વ કહીને રૂપકડા પણ ગંધ વગરના ફૂલ સાથે સરખાવી છે. અને સફળ વાણીને વાવંત સજધજં એટલે રૂપકડા પણ સરસ ગંધયુક્ત ફૂલ સાથે સરખાવી છે. નિષ્કળ વાણી એટલે આચાર વગરની કેવળ વાણી અને સફળ વાણી એટલે આચરણ સહિતની સાર્થક વાણી. કુશળના રાશિને ફૂલની માળા સાથે દસમા શ્લોકમાં સરખાવી છે. વળી અગિયારમા, બારમા અને તેરમા શ્લોકમાં જણાવેલ છે કે ચંદનની, તગરની કે મલ્લિકાની સુગંધ ઊલટી દિશામાં જઈ શકતી નથી, ત્યારે સંત પુરુષોની સુગંધ તો તમામ દિશાઓને સુગંધિત કરે છે, તથા કમળ, ચંદન અને તગર વગેરે સુગંધવાળા તમામ પદાર્થોની સુગંધ કરતાં સદાચારની ગંધને ઉત્તમોત્તમ કહેલ છે. તગર, ચંદન વગેરેની ગંધ તો ઘણી જ થોડી હોય છે, ત્યારે શીલવંત-સદાચારવંત માનવની સુગંધ તો પાર વગરની હોય છે. એમ કહીને શીલ અને ફૂલોની ગંધ વચ્ચેની સમાનતા બતાવેલ છે. પંદરમાં શ્લોકમાં એમ કહેવું છે કે જેમ સુગંધયુક્ત સુંદર પદ્મ ચોકમાં આવેલા ઉકરડામાં ઊગે છે, તેમ આ અંધકારમય સંસારના ઉકરડામાંથી જ બુદ્ધના શ્રાવકો પોતાની સ્થિર પ્રજ્ઞા વડે ઝળહળી ઊઠે છે : યથા સંધાક્ષ્મિ उज्झितस्मि महापथे । पदुमं तत्थ जायेथ सुचिगंधं मनोरमं ।। પાંચમા બાલવર્ગમાં પ્રથમ શ્લોકમાં કહેલ છે કે જેમ જાગતાને રાત લાંબી લાગે છે, થાકેલાને ગાઉ લાંબા લાગે તેમ અજ્ઞાની માણસોને સંસાર લાંબો લાગે છે. પાંચમા શ્લોકમાં દ્રવ્યો સૂપ યથા એટલે દાળના પાટિયામાં રહેલી કડછી જેમ દાળનો સ્વાદ માણી શકતી નથી, તેમ અજ્ઞાની માણસ પોતાની વાસનાઓને છોડ્યા વિના જીવતા સુધી સંતપુરુષની ઉપાસના કર્યા કરે તો પણ સંતના ગુણોના રસનો અનુભવ કરી શકતો નથી. લોકોમાં કહેવત છે કે “મુરબ્બાનો સ્વાદ ન જાણે બરણી.' આથી ઊલટું પોતાની વાસનાઓને છોડીને સંતની આજ્ઞાને શિરોધાર્ય કરીને સંતની એક ઘડી પણ સંગત-સોબત કરનારો તેમના ગુણોનો સ્વાદ ચાખી શકે છેઃ જિદ્દી સૂપરાં યથા . જેમ જીભ દાળનો સ્વાદ તત્કાળ જાણી લે છે. શ્લોક દસમામાં ‘પાપ કરતી વખતે તો તે મધ જેવું ગળ્યું લાગે છે (Hધુ વા મચ્છતો) પણ જયારે તે Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ • સંગીતિ પાપ ફળે છે ત્યારે ભારે ભયંકર નીવડે છે. એમ કહેલું છે. બારમા શ્લોકમાં કહેલું છે કે તાજું દૂધ જેમ તત્કાળ દહીં બનતું નથી તેમ તાજું કરેલું પાપ તત્કાળે તો દુઃખકર જણાતું નથી, પરંતુ તે રાખથી ભારી રાખેલા અગ્નિની પેઠે જયારે તેના ઉપર પગ મૂકો ત્યારે બાળ્યા જ કરે છે. અર્થાત્ પાપનો દાહ નિરંતરનો હોય છે, પણ તે ભારેલા અગ્નિ જેવો છે ને મૅ સજ્જરવીર વ मुच्चति । भस्मच्छन्नो व पावको | - છઠ્ઠા પંડિતવર્ગમાં જે માણસ આપણા દોષોને દેખાડી તે તરફ આપણું ધ્યાન ખેંચે છે તે માણસ તરફ ધનનો મોટો ગુપ્ત ભંડાર બતાવનાર કોઈ આપણો હિતૈષી હોય તેમ વર્તવાનું જણાવેલ છે : નિધી વ પવાર વે પક્ષે વજ્ઞક્ષિi (શ્લોક ૧). પાંચમા શ્લોકમાં જે જ્ઞાની પુરુષો સંયમની સાધના વડે પોતાના મનને અને ઇંદ્રિયોને નિગ્રહમાં રાખવા તત્પર રહે છે અને એમ કરીને મનને સ–વૃત્તિઓ તરફ વાળતા રહે છે, તે જ્ઞાની પુરુષોને ખેતરમાં જુદા જુદા ક્યારામાં પાણીને વાળતા કોશિયા સાથે સરખાવ્યા છે, ઠરડાઈ ગયેલા બાણને સીધું કરનાર બાણ બનાવનાર સાથે સરખાવ્યા છે અને લાકડાને છોલીને સીધું કરનાર સુથાર સાથે સરખાવ્યા છેઃ ૩ દિ નક્તિ નત્તિકા | સુઈ નમન તેનાં સારું નમત છે ! અત્તા મત પંડિતા ! શ્લોક છઠ્ઠામાં જે જ્ઞાની પુરુષ પોતાની નિંદા સાંભળીને વા પોતાની પ્રશંસા સાંભળીને લેશ પણ કંપ અનુભવતો નથી તેને લેતો પવનો યથા | પવનથી નહીં કંપતા નક્કર પર્વત જેવો એમ કહીને વર્ણવેલ છે. શ્લોક સાતમામાં જ્ઞાની પંડિત પુરુષોના સુપ્રસન્ન મનોભાવને પાણીના ઊંડા અને નિર્મળ તથા વિશેષ પ્રસન્ન ધરા સાથે સરખાવેલ છે : યથા પિ रहदो गंभीरो विप्पसन्नो अनाविलो. સાતમા અરહંત-વર્ગમાં બીજા શ્લોકમાં વીતરાગ અરહંતો વિશે કહેલું છે કે એ વીતરાગ પુરુષો જગતના પ્રપંચમાં રુચિ ધરાવતા નથી, જેમ હંસો ખાબોચિયામાં રચિ ધરાવતા નથી. હંસા વ પક્ટતું ! ત્રીજા શ્લોકમાં જેઓ અપરિગ્રહી છે–જેમની પાસે કોઈ પણ ચીજનો સંગ્રહ નથી અને જેઓ નિર્વાણનો અનુભવ કરી રહેલા છે તેમની ગતિ-દશા-અવસ્થા ભારે દુર્ગમ છે. ઊડતા પક્ષીનાં પગલાં જેમ આકાશમાં જણાતાં નથી, તેમ એવા વિતરાગો દેખાય છે તો માણસ જેવા માણસ પણ તેની દશાનો ખ્યાલ આપણને આવી શકતો નથી : માસે વ સંતાન જત તેનં કુરયા શ્લોક Page #9 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ - ૧૫૧ પાંચમામાં શાંત થયેલી એટલે સંયમની સાધના વડે કેળવાયેલી ઇંદ્રિયોને કોચમેને પલોટેલા ઘોડાઓની સાથે સરખાવેલી છે. સા યથા સારથિના સુદ્રત્તા આવા પલોટાયેલા ઘોડા જેમ ઊંધે રસ્તે જતા નથી તેમ આવી શાંત ઇંદ્રિયો પાપના માર્ગે જતી નથી એમ કહેવાનું તાત્પર્ય છે. પછી છઠ્ઠા શ્લોકમાં વીતરાગ અરહંતને પૃથ્વીની જેવો સર્વસહ કોઈની સાથે વિરોધ નહીં કરનાર, પણ તમામ પ્રસંગોને સહન કરનાર કહેલ છે અને ઇંદ્રકલ જેવો અડગ વર્ણવેલો છે તથા કાદવ વગરના નિર્મળ પાણીવાળા ધરા જેવો પ્રસન્ન કહેલો છે. પીવીસમો રૂદ્રાણીસૂપમાં રહેતો વ આપેતો ! - આઠમા સહસ્રવર્ગમાં કહેવું છે કે હજારો નિરર્થક વાક્યો બોલવા કરતાં ઉપશમ કરાવનારું એક જ સાર્થક વાક્ય બોલવું ઉત્તમ છે. એ જ રીતે હજારો ગાથા નિરર્થક રીતે ગણગણવા કરતાં શાંતિ પમાડનારી એક જ ગાથા બસ છે, તથા સંગ્રામમાં લાખો માણસોને જીતવા કરતાં એક પોતાના આત્માને જીતવો એ ઉત્તમોત્તમ છે. આમ પોતાના આત્માને જ જીતનારાને ખરો બહાદુર યોદ્ધો ગણવો એ જ સર્વોત્તમ છે. જે મનુષ્ય મહિને ને મહિને મોટો ખર્ચ કરીને યજ્ઞો કર્યા કરે, જે સેંકડો વરસ સુધી હોમહવન કર્યા કરે વા અગ્નિની પૂજા કર્યા કરે તે કરતાં પણ ઘડીભર સંતનો સમાગમ કરવો ઉત્તમ છે. - સો વરસ દુઃશીલ રહીને એટલે અનાચારી રહીને, સો વરસ દુર્બુદ્ધિયુક્ત રહીને તથા સો વરસ પુરુષાર્થહીનપણે વર્તીને જીવવા કરતાં સદાચારી, સદ્ગદ્ધિસહિત અને પુરુષાર્થસહિત એક જ દિવસ જીવવું શ્રેયસ્કર છે. આ રીતે આ વર્ગમાં આમ દુર્જીવન અને સુજીવનની સરખામણી કરી બતાવેલી છે. - નવમા પાપવર્ગમાં જણાવેલું છે કે કોઈ માણસ એમ સમજે કે હું થોડું થોડું જ પાપ કરું તો તેથી શી હરકત છે, તો તેવા માણસને સમજાવતાં જણાવેલ છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે, એ રીતે થોડું થોડું પાપ કરતાં પણ એક વખત એવો આવે છે કે પાપનું મોટું તળાવ ભરાઈ જાય છે અને તેનાં કડવામાં કડવાં ફળ આવે છે. માટે કોઈએ થોડું થોડું પણ પાપ કદી ન કરવું. પાપ એટલે અસવૃત્તિ. એ જ રીતે કોઈ એમ કલ્પના કરે કે હું તો થોડું થોડું જ પુણ્ય કરી શકું છું તો તેથી પણ મને શો ફાયદો થવાનો છે? વધારે પુણ્ય કરી શકતો હોઉં તો જરૂર ફાયદો થાય, પણ થોડા થોડા પુણ્યથી શી રીતે ફાયદો થાય ? એવા થોડું થોડું પુણ્ય કરનારને બુદ્ધ ભગવાન ભલામણ કરે છે, કે ભાઈ ! ભલે રોજ થોડું થોડું પણ પુણ્ય કર, કારણ કે એ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર • સંગીતિ થોડું થોડું પુણ્ય પણ ભેગું થઈને સરવાળે એક મોટું પુણ્યસરોવર થઈ જવાનું અને તેથી તને ઘણો જ લાભ થવાનો; માટે રોજ થોડું થોડું પણ પુણ્ય કરનારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. પુણ્ય એટલે સવૃત્તિ. ૩વિનિપાતેના ૩૬મોfપ પૂરતિ ! (શ્લોક ૬-૭) જેની સાથે બરાબર સંગાથ નથી અને પોતાની પાસે ઘણું ધન છે એવો પ્રવાસી કોઈ વાણિયો જેમ ભયાવહ રસ્તાને છોડીને બીજે સારે રસ્તે ચાલે છે તેમ આ ભયયુક્ત સંસારમાં પાપનો મારગ છોડી દઈને પુણ્યને માર્ગે જ પ્રવાસ કરવો ઉત્તમ છે : વાળનો વ મri (શ્લોક ૮). જેના હાથમાં ઘા ન પડ્યો હોય તે માણસ પોતાના ઘા વગરના હાથમાં ગમે તે ઝેરી પદાર્થને પણ રાખી શકે છે, તેમ જેના મનમાં દુવૃત્તિ નથી, તે પોતાના નિર્મળ મન દ્વારા ગમે તે યોગ્ય, ઉચિત અને હિતકર પ્રવૃત્તિ કરે તો તેને પાપ લાગતું નથી; અર્થાત્ મનમાં પાપ ન હોય તો બહારની પ્રવૃત્તિથી પાપ લાગતું નથી : પાષ્ઠિ વો નાસ દોચ્ચ ના વિરં (શ્લોક ૯). દસમા દંડવર્ગમાં ખાસ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે નાનાં-મોટાં તમામ પ્રાણીઓ દંડથી ડરે છે અને મૃત્યુથી બીએ છે. માટે જેવું વર્તન પોતાની જાત સાથે માણસ રાખે છે, તેવું વર્તન તેણે તમામ પ્રાણીઓ સાથે રાખવું ઘટે : અાનં ૩૫i ઋત્વા (શ્લોક ૧). શ્લોક ૬માં કહેલું છે કે ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી, તેમ કોઈ પણ માણસે કઠોર અવાજ ન કરવો જોઈએ એટલે કઠોર વચન ન બોલવાં જોઈએ તો ૩૫હતો કથા | શ્લોક સાતમામાં એમ જણાવેલ છે કે જેમ ગોવાળ લાકડી સાથે રાખીને પોતાની ગાયોને ગોચરમાં પહોંચાડે છે, તેમ ઘડપણ અને મૃત્યુ એ બન્ને માણસને તેના આયુષ્યને છેડે પહોંચાડે છે : વથા ઇવેન ગોપાતો એવો પતિ નવર ! અગિયારમો જરા વર્ગ ઃ શરીર પક્ષીના માળાની પેઠે રોગનો માળો છે : રોનિડું (શ્લોક ૩). ફેંકી દીધેલાં લીલાં તુંબડાં પણ શરદઋતુમાં કરમાઈ કરમાઈને ભૂરાં થઈ જાય છે, કાં પડી જાય છે, તેમ આ બધાં હાડકાં કાં થઈ જાય છે, ઢીલાં પડી જાય છેઃ અનાપૂનેવ સારે છાપોતાનિ મીનિ ! વળી કહેલું છે કે જુઓ તો ખરા–શરીર હાડકાનું નગર છે. તે હાડકાંની આસપાસ માંસ અને લોહીના થરની ગાર કરેલ છે અને તેમાં ઘડપણ, મૃત્યુ અને અભિમાન પોતાની અમલદારી ચલાવે છે : મને ના તં મંલોહિતને ન Page #11 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદની ઉપમાઓ ૦ ૧૫૩ (શ્લોક ૪). આ મૂઢ અને તૃષ્ણાતુર માનવ બળદની પેઠે વધ્યે જાય છે, તેમાં નર્યું માંસ વધે છે પરંતુ તેની સત્પ્રજ્ઞા તો જરાય વધતી નથી : વાવો વ નીતિ (શ્લોક ૭). બુદ્ધ ભગવાન પોતાનો સ્વાનુભવ ટાંકતા હોય તેમ જાણે આપણને કહે છે, કે હે ભાઈઓ ! હું અત્યાર સુધી દેહરૂપ ઘર બનાવનારનીઆ પ્રપંચના બનાવનારની—શોધમાં દોડતો હતો, પણ હવે તો તેનો પત્તો મને લાગી ગયો છે. તેથી મેં એની તમામ પાંસળીઓના એટલે દેહરૂપ ઘરની પાટડીઓના ચૂરેચૂરા કરી નાખ્યા છે અને ઘરનો મોભ પણ તોડી નાખ્યો છે, ચિત્તને તૃષ્ણા વગરનું બનાવી દીધેલ છે. એટલે હવે મારી પાસે ઘરને બનાવનારી–જન્મજન્મમાં ધક્કા ખવરાવનારી–એ તૃષ્ણાનું કશું જ ચાલવાનું નથી : ગદ્દાર ! ટ્ટિો ત્તિ પુન બેઠું ન હ્રાપ્તિ સવ્વા તે જાસુજા મા નહીટ વિસંવત ॥ (શ્લોક ૯) શ્લોક ૧૦ તથા ૧૧ : જેઓએ જુવાનીમાં સંયમ રાખ્યો નથી અને (જુવાનીમાં) ધનનું ઉપાર્જન પણ કર્યું નથી તેઓ ઘડપણ આવતાં ભારે પસ્તાવામાં પડીને રિબાયા કરે છે, જેમ માછલાં વગરના ખાબોચિયામાં રહેલાં ઘરડાં બગલાંઓ બિચારા ટગરટગર જોયાં કરે છે, પણ કશું જ મેળવી શકતાં નથી તેમ. તથા સડી ગયેલું ધનુષ્ય કશું જ કામ આપી શકતું નથી; પડ્યું જ રહે છે, તેમ તે ઘરડા લોકો માત્ર પસ્તાવામાં સડ્યા કરે છે : जिण्णकोच्चा व झायन्ति खीणमच्छेव व पल्लले । सेन्ति चापाऽतिखीणा व । બારમા આત્મવર્ગમાં નિરૂપણ કરેલ છે કે માલુવા નામનો મોટો વિશાળ વેલો જેમ શાલના ઝાડ ઉપર ચારે બાજુ ફેલાઈ શાલના ઝાડનો મૂળમાંથી નાશ કરે છે, તેમ જ્યારે માનવની દુરાચારિતાનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે તેનો નાશ જ થઈ જાય છે : યસ્ય અત્યંત તુસ્સીન્યં માતુવા સાતમિવોસ્થિતં । (શ્લોક ૬) શ્લોક ૮ : જેમ વાંસડાનું ફળ તેનો (વાંસનો) પોતાનો જ નાશ સર્જે છે, તેમ ધર્મની નિંદા કરનારો પણ પોતે જાતે પોતાનો વિનાશ સર્જે છે : फलानि कटुकस्सेव अत्तघञ्ञाय फल्लति. તેરમો લોકવર્ગ : સંસારના આ તમામ પ્રપંચને પરપોટા જેવો જાણો તથા ઝાંઝવાનાં જળ જેવો સમજો. જેઓ એમ સમજે છે તેમની સામે મૃત્યુરાજ જોઈ શકતો નથી : યથા વુશ્રુત । યથા મરીચિત્રં । મન્તુરાના ન પતિ (શ્લોક ૪). Page #12 -------------------------------------------------------------------------- ________________ 154 સંગીતિ વળી આ સંસાર, રાજાના રથની જેવો ચિત્રવિચિત્ર રંગનો છે; એકરંગી નથી. સંસારમાં અનેક જાતના અનંત રંગો છે : તો વિત્ત ! રનરયૂપHI (શ્લોક 5). જે માણસ પહેલાં અજ્ઞાનને લીધે પ્રમાદ કરે છે, પણ પછી સાવધાન થઈને સદાચારી સંયમી બની જાય છે તે, વાદળાંમાંથી બહાર નીકળેલા ચંદ્રની પેઠે પ્રકાશમાન થઈને આ સંસારને પણ પ્રકાશિત કરતો દેખાય છે : સો મેં નોર્વ પાતિ ગમે મુત્તો વ વંતિમ 1 (શ્લોક 6). આ સંસારમાં આંધળાઓ જ વધારે છે, દેખતા લોકો ઘણા થોડા છે. જેઓ દેખતા છે તેઓ જ જાળમાંથી મુક્ત થયેલા પક્ષીની પેઠે સ્વતંત્ર બની શકે છેઃ સન્તો ખાતમુત્તો (શ્લોક 8). - તથા એવા પ્રજ્ઞાવંત વિવેકવંત દેખતા પરમહંસ લોકો જ મારને, તૃષ્ણાને જીતીને આકાશમાં જેમ હંસો મોકળાશથી વિચરે છે, તેમ જગતમાં સ્વતંત્રભાવે વિચરે છે : હંસાડડવિડ્યપણે ચા વા. (શ્લોક 9). આ લખાણમાં ધમ્મપદના કુલ છવ્વીસ વર્ગોમાંથી; તેર વર્ગોમાં જે જે ઉપમાઓ આપેલી છે, તે લગભગ બધી વિવેચન કરીને સમજાવેલી છે. - અખંડ આનંદ, નવે. - 1956