________________
૧૪૮ • સંગીતિ
ચોથા પુષ્પવર્ગના ત્રીજા શ્લોકમાં આ શરીરને પૂપ એટલે પાણીના ફીણ જેવું તથા વિધખે એટલે ઝાંઝવાના જળ જેવું કહીને તેની ક્ષણભંગુરતા બતાવી છે. શ્લોક ચોથામાં જે માણસ પોતાની મોજમાં રહે છે અને કલાપી જેમ કહે છે કે “ફૂલ વીણ સખે, ફૂલ વીણ સખે અર્થાત માણસ, યુવાવસ્થામાં આવીને હજુ જગતની વાડીનાં ફૂલો વીણવામાં મશગૂલ બનીને રોકાયેલ હોય છે તેવામાં તે મોજીલા માણસને મૃત્યુ આવીને ઉપાડી જાય છે, જેમ સભર ઊંઘમાં પડેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય છે તેમ. સુi
મહોરો વા પુwાનિ દેવ પવનતં આમ કહીને માણસ મૃત્યુના મુખમાં અણધારી રીતે સપડાઈ જાય છે એમ બતાવી આત્માર્થી પુરુષને સાવધાન રહેવાની સૂચના આપેલ છે. છઠ્ઠા શ્લોકમાં મુનિએ કે ગૃહસ્થ આ જગતમાં પોતાની આજીવિકાને કઈ રીતે શુદ્ધ મેળવવી, કઈ રીતે કોઈને પણ દૂભવ્યા સિવાય અથવા ઓછામાં ઓછું દૂભવીને મેળવવી એ હકીકતને સ્પષ્ટ કરતાં
डेलुछ 3 यथा पि भमरो पुष्पं वण्णगंधं अहेठयं पलेति रसमादाय एवं गामे મુની રે / અર્થાત સુંદરવર્ણ-રૂપવાળા અને સુગંધીદાર પુષ્પમાંથી તેને ત્રાસ આપ્યા વિના ભમરો જેમ રસ પીએ છે અને ઊડી જાય છે તેમ આજીવિકા મેળવનાર હરકોઈએ પોતાના સહચારીઓના જીવનને ધક્કો પહોંચાડ્યા વિના પોતાની આજીવિકા મેળવવા બરાબર સાવધાનીથી પ્રયત્ન કરવો જોઈએ. જોકે ભમરો પુષ્પમાંથી રસ પીએ છે, ત્યારે પુષ્યને ત્રાસ મુદ્દલ થતો નથી એમ તો નથી, પરંતુ ઘણો જ ઓછો ત્રાસ થાય છે; તેમ સમાજમાં એકબીજા દ્વારા પોતપોતાનો વહેવાર, ધંધો કામકાજ કરતાં-કરાવતાં, એકબીજા સહચારીને બિલકુલ ત્રાસ ન થાય તેમ તો બની શકતું જ નથી; પરંતુ તેમનો ત્રાસ ઓછામાં ઓછો કરીને પણ જરૂર આજીવિકા મેળવી શકાય છે. તો એ માટે ભગવાન બુદ્ધ તમામ ગૃહસ્થોનું અને મુનિઓનું ધ્યાન ખેંચવા આ ભમરા અને ફૂલનો દાખલો આપે છે. આજીવિકા મેળવવા દરેકે દરેક માણસે વધારે કે ઓછો શ્રમ તો કરવો પડે છે; આમાં કોઈને શરીર તૂટી જાય એવો શ્રમ કરવાનો આવે છે તો કોઈને નહિવત્ શ્રમ કરવાનો હોય છે. આ પરિસ્થિતિ સમાજનો વિઘાત કરનારી છે. એટલે સૌએ સરખે ભાગે પોતપોતાના ગજા પ્રમાણે શરીરશ્રમ કરવો જોઈએ. તો ધંધારોજગારમાં એકબીજાને જે વિશેષ ત્રાસ થાય છે તે અટકી જશે. આ રીતે ત્રાસ અટકાવવાની પ્રવૃત્તિને ભમરો જેમ ફૂલમાંથી રસ મેળવે છે તે રીત સાથે સરખાવી છે. આ બોધવચન વર્તમાનકાળમાં ખાસ વિશેષ ઉપયોગી છે. કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org