________________ 154 સંગીતિ વળી આ સંસાર, રાજાના રથની જેવો ચિત્રવિચિત્ર રંગનો છે; એકરંગી નથી. સંસારમાં અનેક જાતના અનંત રંગો છે : તો વિત્ત ! રનરયૂપHI (શ્લોક 5). જે માણસ પહેલાં અજ્ઞાનને લીધે પ્રમાદ કરે છે, પણ પછી સાવધાન થઈને સદાચારી સંયમી બની જાય છે તે, વાદળાંમાંથી બહાર નીકળેલા ચંદ્રની પેઠે પ્રકાશમાન થઈને આ સંસારને પણ પ્રકાશિત કરતો દેખાય છે : સો મેં નોર્વ પાતિ ગમે મુત્તો વ વંતિમ 1 (શ્લોક 6). આ સંસારમાં આંધળાઓ જ વધારે છે, દેખતા લોકો ઘણા થોડા છે. જેઓ દેખતા છે તેઓ જ જાળમાંથી મુક્ત થયેલા પક્ષીની પેઠે સ્વતંત્ર બની શકે છેઃ સન્તો ખાતમુત્તો (શ્લોક 8). - તથા એવા પ્રજ્ઞાવંત વિવેકવંત દેખતા પરમહંસ લોકો જ મારને, તૃષ્ણાને જીતીને આકાશમાં જેમ હંસો મોકળાશથી વિચરે છે, તેમ જગતમાં સ્વતંત્રભાવે વિચરે છે : હંસાડડવિડ્યપણે ચા વા. (શ્લોક 9). આ લખાણમાં ધમ્મપદના કુલ છવ્વીસ વર્ગોમાંથી; તેર વર્ગોમાં જે જે ઉપમાઓ આપેલી છે, તે લગભગ બધી વિવેચન કરીને સમજાવેલી છે. - અખંડ આનંદ, નવે. - 1956 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org