SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર • સંગીતિ થોડું થોડું પુણ્ય પણ ભેગું થઈને સરવાળે એક મોટું પુણ્યસરોવર થઈ જવાનું અને તેથી તને ઘણો જ લાભ થવાનો; માટે રોજ થોડું થોડું પણ પુણ્ય કરનારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. પુણ્ય એટલે સવૃત્તિ. ૩વિનિપાતેના ૩૬મોfપ પૂરતિ ! (શ્લોક ૬-૭) જેની સાથે બરાબર સંગાથ નથી અને પોતાની પાસે ઘણું ધન છે એવો પ્રવાસી કોઈ વાણિયો જેમ ભયાવહ રસ્તાને છોડીને બીજે સારે રસ્તે ચાલે છે તેમ આ ભયયુક્ત સંસારમાં પાપનો મારગ છોડી દઈને પુણ્યને માર્ગે જ પ્રવાસ કરવો ઉત્તમ છે : વાળનો વ મri (શ્લોક ૮). જેના હાથમાં ઘા ન પડ્યો હોય તે માણસ પોતાના ઘા વગરના હાથમાં ગમે તે ઝેરી પદાર્થને પણ રાખી શકે છે, તેમ જેના મનમાં દુવૃત્તિ નથી, તે પોતાના નિર્મળ મન દ્વારા ગમે તે યોગ્ય, ઉચિત અને હિતકર પ્રવૃત્તિ કરે તો તેને પાપ લાગતું નથી; અર્થાત્ મનમાં પાપ ન હોય તો બહારની પ્રવૃત્તિથી પાપ લાગતું નથી : પાષ્ઠિ વો નાસ દોચ્ચ ના વિરં (શ્લોક ૯). દસમા દંડવર્ગમાં ખાસ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે નાનાં-મોટાં તમામ પ્રાણીઓ દંડથી ડરે છે અને મૃત્યુથી બીએ છે. માટે જેવું વર્તન પોતાની જાત સાથે માણસ રાખે છે, તેવું વર્તન તેણે તમામ પ્રાણીઓ સાથે રાખવું ઘટે : અાનં ૩૫i ઋત્વા (શ્લોક ૧). શ્લોક ૬માં કહેલું છે કે ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી, તેમ કોઈ પણ માણસે કઠોર અવાજ ન કરવો જોઈએ એટલે કઠોર વચન ન બોલવાં જોઈએ તો ૩૫હતો કથા | શ્લોક સાતમામાં એમ જણાવેલ છે કે જેમ ગોવાળ લાકડી સાથે રાખીને પોતાની ગાયોને ગોચરમાં પહોંચાડે છે, તેમ ઘડપણ અને મૃત્યુ એ બન્ને માણસને તેના આયુષ્યને છેડે પહોંચાડે છે : વથા ઇવેન ગોપાતો એવો પતિ નવર ! અગિયારમો જરા વર્ગ ઃ શરીર પક્ષીના માળાની પેઠે રોગનો માળો છે : રોનિડું (શ્લોક ૩). ફેંકી દીધેલાં લીલાં તુંબડાં પણ શરદઋતુમાં કરમાઈ કરમાઈને ભૂરાં થઈ જાય છે, કાં પડી જાય છે, તેમ આ બધાં હાડકાં કાં થઈ જાય છે, ઢીલાં પડી જાય છેઃ અનાપૂનેવ સારે છાપોતાનિ મીનિ ! વળી કહેલું છે કે જુઓ તો ખરા–શરીર હાડકાનું નગર છે. તે હાડકાંની આસપાસ માંસ અને લોહીના થરની ગાર કરેલ છે અને તેમાં ઘડપણ, મૃત્યુ અને અભિમાન પોતાની અમલદારી ચલાવે છે : મને ના તં મંલોહિતને ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249413
Book TitleDhammapadni Upmao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherZ_Sangiti_004849.pdf
Publication Year2003
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size605 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy