Page #1
--------------------------------------------------------------------------
________________
અનાગ્રહી મહાવીરની સત્યસશેાધનની ઉદાર દષ્ટિ
લેખક : શ્રી રતિલાલ મફાભાઈ શાહુ
ભગવાન મહાવીર અહિંસામૂર્તિ હતા, વીતરાગ હતા; પણ એમને વિશિષ્ટ ગુણ કહેવા હાય તા એમ કહી શકાય કે એ અનાગ્રહી હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે જ પૂર્વગ્રહેાથી મુક્ત બની તેએ આત્યંતિક સત્યની ખેાજ અને પ્રાપ્તિ કરી શકયા હતા. અને એ માટે એમને અહિંસાની ઊ'ડી સાધના કરવી પડી હતી.
એ સાધનાને અંતે એમને જણાયું કે જો આપણે આંખે। મી'ચીને ચાલીએ તે ખાડામાં ગબડી પડીએ યા સામે ટેકરા હાય ! પછડાઈ ને હેઠા પડીએ. બાકી નથી ખાડા આપણને ગમ ડાવવા સામે આવતા કે નથી ટેકરા પછાડવા માટે આડા પડીને ઊભા રહેતા. મતલખમાં, આપણને જે કઈ દુઃખ પ્રાપ્ત થયું છે એ આપણી જ ભૂલનું પરિણામ છે; તેમ સુખ પ્રાપ્ત કરવું એ પણ આપણા પેાતાના જ હાથની વાત છે. કારણ કે તે તેનું વચ્ચે યમ્મ તે તેળ વૈદ્ય—જેણે જે જે કમ આંધ્યું હાય છે, તે તેને ભેગવવું જ પડે છે—વિશ્વના એ નિયમ અચળ છે. આમ મા પ્રાપ્યતે ટુાં ર્મના પ્રાપ્યતે પુર્ણ—દુઃખ કથી જ મળે છે, તેમ સુખ પણ કથી જ મળે છે.
આ રીતે સુખ-દુઃખ પ્રાપ્ત થવું એ આપણા પેાતાના જ હાથથી વાત હેાઈ ભગવાન કહેછે કે ' વ્રુત્તિા તુમમેય તુમ મિત્રં વિદિયા મિત્તમિદ્ઘત્તિ ?' ——હે માનવ ! તું જ તારા મિત્ર છે, તેા પછી શા માટે બહાર ભીખ માંગતા કરે છે? તારા અભ્યુદય, કોઈની—ચાહે એ
શ્વર હાય, દેવ હાય કે દેવી હેાય એની—પણુ કૃપા, યાચાના કે ખુશામત પર નથી અવલખ તા.: કારણ કે શક્તિનું કેન્દ્રસ્થાન તું પાતે જ હાઈ તારા પેાતાના પગ પર જ ઊભા રહેતાં શીખ. તું ધારે તે વિશ્વના વહેણને પણ ખદલી શકે છે. આમ સુખ-દુઃખના કારણરૂપ કર્મના મહાસિદ્ધાન્ત ભગવતે શેાધી કાઢવો હતા.
પણ એ માટે એમણે જણાવ્યું કે સારા કે નરસા વિચાર છેવટે આપણા પેાતાના જ માનસ પર શુભ-અશુભ અસર નિર્માણ કર્યા વિના નથી રહેતા; કારણ કે સારી કે માઠી પ્રવૃત્તિનું
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી રતિલાલ મફાભાઈ શાહ : અનાગ્રહી મહાવીરની ઉદાર દૃષ્ટિ
૧૭૭ -
મૂળ ઉદ્ભવસ્થાન સારા કે માઠા વિચારા જ છે. તેથી જીવનની પૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ કની અનાદિ જ જાળમાંથી છૂટવાના અને એ રીતે પરમ સુખ-શાંતિરૂપ નિર્વાણુ પ્રાપ્ત કરવાને એકમાત્ર ઉપાય છે. પણ એ માટે સાધ્યની જેમ સાધન પણ વિશુદ્ધ હેવુ જોઈ એ.
આમ જીવનનુ ધ્યેય સાધનાકાળમાં જ ભગવાન મહાવીરને સ્પષ્ટ થયુ હતું. એથી એ ધ્યેયને પહેાંચવા જીવનને કેવી રીતે પૂર્ણ વિશુદ્ધ બનાવવું એ માટે એમણે ચાસ મા` પણ આંકી લીધા હતા. પણ હૃદયની ઉદારતા અને વ્યાપક દૃષ્ટિને કારણે એમણે જોયુ કે જેમ મારા પેાતાના ખાસ વિચાર છે તેમ બીજાઓને પણ પાતપેાતાના ખાસ વિચારે છે. જેમ મારા એક પ્રકારના પ્રયત્ન છે તેમ બીજાએને પણ એ માટેના જ પ્રયત્ન છે. તેા પછી આમ વિચારભેદ કેમ ? જેમ મને મારા વિચારો સ્પષ્ટ હેાઈ સાચા લાગે છે, તેમ ખીજાઓને પણ શું પેાતાના વિચારે સાચા લાગતા નહીં હૈાય ? આથી મારે બીજાએના વિચારો પણ જાણવા જોઈ એ. અને એમાં તથ્યાંશ હોય તેા મારે એના પણ આદર કરવા જોઈએ. બાકી બીજાને સમજ્યા વિના કેવળ મારા જ વિચારો એમના પર લાદવામાં આવે અને એ રીતે એમની લાગણીએ-ભાવનાઓને છૂંદી નાખવામાં આવે તે તેઓ પણ એ જ રીતે મારા વિચારોને પણ છૂંદી નાખવાનો આગ્રહ પકડે તા એમને કેવી રીતે રોકી શકાય? પરિણામે જે માર્ગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવી છે એ માગ જ વાદવિવાદ, કલહ અને અશાંતિનું કારણ બની જવાથી સત્યની શેાધ અને પ્રાપ્તિમાં જ ખાધાકારક નીવડે.
આથી મારે ખીજાએનાં વિચાર, ભાવનાએ, લાગણીઓને સમજવા તૈયાર રહેવું જોઈ એ; અને એમ કરવું એ મારી સાધનાને અનુરૂપ પણ છે. કારણ કે કોઈ પણ જીવને ઘાત કરવા એમાં જ કેવળ હિંસા છે એવું નથી ! પણ બીજાએના વિચારાને સમજ્યા વિના છૂંદી નાખી એમને આઘાત પહેાંચાડવા કે એમના તિરસ્કાર કરવા એ પણ હિંસા જ છે. વળી, પેાતાને સમજાતા માર્ગ દ્વારા પણ કેટલાક જીવા જો પેાતાની રુચિ પ્રકૃતિ અનુસાર ધર્મ પામી શકતા હાય તા એનેા ઇન્કાર પણ કેમ થઈ શકે? એથી એ બધા ખાટા છે એમ કહીને એનું ખંડન કરવું એ તેા કેવળ સત્યના દ્રોહ જ ગણાય.
આવા વ્યાપક વિચારમાંથી એમને વૈચારિક અહિંસાની સાધના પ્રાપ્ત થઈ હતી. ને એથી જ એમણે અનાગ્રહી સ્વભાવ કેળવ્યા હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે પૂર્વગ્રહેાથી મુક્ત અની હરેકનાં દૃષ્ટિબિંદુએ તથા એમની વચ્ચેના ભેદનું કારણ વિચારતાં એમને વિચારની એક નવી જ સૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેને શાસ્ત્રમાં અનેકાંતષ્ટિ કહેવામાં આવી છે. અનેકાંતષ્ટિ એટલે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હાઈ એને ભિન્ન ભિન્ન દષ્ટિએ જોવાની અને એ રીતે ન્યાયી નિણ્ય પર આવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. અનેકાંતવાદ, સ્યાદ્વાદ યા સાપેક્ષવાદ એ જૈનધમ'નુ' એક વિશિષ્ટ લક્ષણ છે. અને એ કારણે જગતના અન્ય ધર્મોથી એને એક પ્રકારનું વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયુ છે. કારણ કે અન્ય મત૫થા પાતપેાતાના દૃષ્ટિબિંદુ પર આગ્રહ રાખી કેવળ પેાતાનુ' જ મતવ્ય સાચું છે એવા આગ્રહ ધરાવે છે; જ્યારે જૈનધમ જ એક એવા ધમ છે કે જે પેાતાનાં દૃષ્ટિબિંદુએ સાથે અન્યનાં દૃષ્ટિબિંદુઓને પણ આદર કરે છે ને એમાંથી પણ સત્યને તારવી લઈ પેાતાનામાં
૨૩
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહેાસગ્રંથ
એને પચાવી લેવાની બુદ્ધિ અને શક્તિ રાખે છે. આ કારણે વિરોધી મતભ્યેા વચ્ચે પણ શકચ સમન્વય કરવાનું વિશિષ્ટ વલણ એણે કેળવ્યુ છે.
જોકે જૈનધર્મના આવા ઉદાત્ત દૃષ્ટિ િંદુને ન સમજવાથી શંકરાચાય, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય વગેરેથી માંડી આધુનિક યુગના સ્વામી દયાનંદ સરસ્વતી સુધીના ધર્માચાર્યોએ એને ઘણા અન્યાય કર્યો છે. આમ છતાં સ્વતંત્ર વિચારકા-સ’શાષકા એની ઉદાર અને ઉદાત્ત ન્યાયમુદ્ધિથી પ્રભાવિત પણ થયા છે. એવાઓમાં મધ્વાચાય મુખ્ય છે.
જૈનધમ કાઈ પણ મત-સ...પ્રદાયને ખોટા કે પાખંડી ન કહેતાં એટલું જ કહે છે કે અન્યનું દૃષ્ટિમિંદુ સાચુ હોવા છતાં એકાંગી છે ને એ કારણે જ એમાં વિચારની અપૂર્ણતા રહી ગઈ છે.
આ વિચારને સમજાવવા નદી અને સાગરનું ખાસ ઉદાહરણ આપવામાં આવે છે. કોઇ સાગર-નદીના સ‘ગમને સેવક-સેવ્યના અર્થાત્ જીવ-ઈશ્વરના મિલન-સંબંધ રૂપે જુએ છે; કોઈ એને જળના બિંદુએની જેમ આ વિશ્વને આત્માઓના સમૂહ માને છે. કોઈ એને કેવળ જલતત્ત્વરૂપે જુએ તેમ વિશ્વને કેવળ બ્રહ્મરૂપે જ જુએ છે; તો કેાઈ વળી એને 11,0 હાઈડ્રોજન-એક્ષીજનના સયેાગના પરિણામરૂપે એને આલયવિજ્ઞાનની કરામત જ માને છે. મહાવીર કહે છે કે રેકનુ બિંદુ છે તે સાચુ, પણ એ એકાંગી દઈન હાઈ અપૂર્ણ દન છે. પણ જ્યારે એને જોવા-સમજવાનાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓને અપનાવવામાં આવે છે ત્યારે જ એ દર્શન પૂર્ણ બને છે.
મહાવીરની આ દૃષ્ટિને પછીના આચાર્યએ વિશદ રીતે સમજાવતાં કહ્યું છે કે સર્વÁનસંપ્રદ્ વૃતિ નૈનધર્મ:સત્યને જોવાની જુદી જુદી એકાંગી દૃષ્ટિએના સંગ્રહથી જ જૈનધર્મ સત્યદૃષ્ટિ અને છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પણ ‘ સન્મતિતક'માં મળ્યું મિચ્છાળ સમૂËÄ સમયસારણ ......એ ગાથા દ્વારા જિનવચનને મિથ્યા કનેાના સમૂહુરૂપ જણાવ્યુ છે. આન’ઘનજી જેવા મહાયેાગીએ પણ ‘ ષડ્ઝન જિન અંગ ભણીજે ’ પદ દ્વારા આ જ વસ્તુનું નિરૂપણ કર્યું છે; જ્યારે શ્રી વિનેાખાજી ભાવેએ ભગવાન મહાવીરના આ દૃષ્ટિદુને પેાતાની આગવી શૈલીમાં સમજાવતાં કહ્યું છે કે—
“ કાઈ પણ એકાંગી વિચાર એ વિચાર જ નથી, અવિચાર છે. કારણ કે વસ્તુમાત્ર અનતધર્માત્મક હોઈ એના બધા જ પાસાઓને તપાસી જે સર્વાંગીણ વિચાર આપે છે એ જ સાચા વિચાર છે. આ દૃષ્ટિને કારણે તેએ ( ભગવાન મહાવીર ) જે કોઈ ને મળતા તેની ભૂમિકા પર જઈ ને તેને વિચાર સમજાવતા હતા; પેાતાના–નિજના જે વિચાર છે તેનુ' સામેવાળા પર આક્રમણ નહેાતા કરતા. પહેલાં પૂછી લેતા કે તે વ્યક્તિ કઈ રીતની વિચારપદ્ધતિમાં માને છે. જો ગૌતમ ગણધરની જેમ તે વેદેને માનતી હોય તે તેને વેઢાના આધાર આપી સમજાવતા. અગર તે બીજી પદ્ધતિમાં માનતી હૈાય તે તેને તે પદ્ધતિ પ્રમાણે સમજાવતા, અને પછી કહેતા કે ‘તમે જે વિચારો છે તે પણ ખરુ' હાઈ શકે છે; પણ તેનાથી જુદી વાતેા પણ ખરી હાઈ શકે છે. માટે હૃદયનાં દ્વાર હ ંમેશાં ખુલ્લાં રાખેા.' પણ એમને જે કાઈ એવી વ્યક્તિ મળતી કે જે પહેલેથી કાઈ પણ એક વિચારપદ્ધતિને વરેલી નહેાતી તે તેને તેએ પેાતાની રીતે વિચાર સમજાવતા,’
Page #4
--------------------------------------------------------------------------
________________
છે એ જોઈ ભગવાને કહ્યું છે
',
તો યેય દૂર રહેશે અને '
શ્રી રતિલાલ મફાભાઈ શાહ : અનાગ્રહી મહાવીરની ઉદાર દષ્ટિ
૧૭૯ - આમ અન્યના વિચારને, એમની ભાવના કે લાગણીઓને સમજવાની બુદ્ધિથી એમનામાં (ભગવાન મહાવીરમાં) ઉચ્ચ પ્રકારની ન્યાયદષ્ટિ પણ વિકસી હતી, જે કારણે સ્ત્રી-પુરુષોમાં ભેદ નહીં કરતાં સ્ત્રીઓને પણ પુરૂષની જેમ જ પિતાને આત્મવિકાસ સાધવાની પૂર્ણ સ્વતંત્રતા એમણે કરી આપી હતી. અને એ માટે ભગવાન બુદ્ધ જેવા પણ અચકાતા હતા ત્યારે સહેજ પણ થડકારે ખાધા વિના એમણે સ્ત્રીઓને ભિક્ષુણીઓ બનાવી હતી અને ભિક્ષુણીઓને પણ સંઘ સ્થાપ્યો હતો. એ માનતા હતા કે યેગ્ય પુરુષાર્થ કરવામાં આવે તે સ્ત્રી પણ પૂર્ણ આત્મસાક્ષાત્કાર સાધી શકે છે, અર્થાત્ મુક્તાત્મા બની શકે છે. જગતમાં આજ સુધી કોઈ પણ પંથ કે અનુગામે નારીજાતિને આ સમાન અધિકાર આપ્યો નથી. આ કારણે ન્યાય અને માનવ સમાનતાનું આવું ધોરણ જેનધર્મનું વિશિષ્ટ ગૌરવ ગણાય છે.
આવી વ્યાપક સત્યસંશોધનની દષ્ટિને કારણે વ્યક્તિ પૂજા કરતાં ગુણપૂજા તરફ અને એ રીતે સત્યસંશોધન પર એમાં વિશેષ ભાર દેવાયો છે. અને આ કારણે જ જૈનધર્મની પ્રધાન પ્રાર્થનામાં નથી સ્થાન મહાવીરનું કે અન્ય તીર્થકરનું, પણ કેવળ ગુણેના પ્રતીકરૂપ અરિહંત–વીતરાગાદિ સંતનું જ એમાં મહત્ત્વ ગાવામાં આવ્યું છે. પણ મનુષ્યસ્વભાવ ગુણોના પ્રતીકરૂપ સંતને પણ વ્યક્તિત્વ અપી રાગદ્વેષ પોષવા તરફ ઢળી પડે
જોઈ ભગવાને કહ્યું છે કે “ સરવે હું મયર્વ -સત્ય એ જ પરમાત્મા છે. બાકી ગુરુઓના નામે વાડા બાંધી મારા-તારાના ભેદો ઊભા કરશે તે ધ્યેય દૂર રહેશે ૨ મમત્વના કાદવમાં જ ખૂપી જશે.
આમ પિતાનું ધ્યેય સત્યસંશોધનનું હોઈ ભગવાને નથી કેઈ પણ વિધિવિધાનોનો આગ્રહ રાખે કે નથી એકાંગી નિષેધ કર્યો; એમણે તે માત્ર એટલું જ કહ્યું છે કે
કાર્ય ઉપસ્થિત થાય ત્યારે કેવળ સત્યને જ આશ્રય લે. પણ પોતાના કે અન્યના આત્માને ધોખે ન દે.” (નિશીથ, ગાથા ૫૨૪૮)
સંયમી પુનું ધ્યેય મોક્ષ છે. એથી એણે પ્રત્યેક કાર્યમાં વિચારવું કે હું મોક્ષથી દૂર જઈ રહ્યો છું કે નિકટ? જ્યારે સિદ્ધાંતમાં એકાંત વિધિ કે એકાંત નિષેધ નથી મળતો ત્યારે વાણિયાની જેમ સાધક આવક-ખર્ચની જેમ તુલના કરીને કેવળ લાભની જ ચિંતા કરે.” (નિશીથ, ગાથા ૨૦૬૭).
ઉત્સર્ગ અને અપવાદ વિસ્તૃત છે, જેથી સંયમની વૃદ્ધિ અને નિર્જરનું કારણ જોઈને જ કર્તવ્યને નિશ્ચય કરે.” (નિશીથચૂર્ણ ૬૦૨૩)
આમ ભગવાને ધ્યેય પ્રતિ લક્ષ રાખવાનું કહ્યું છે અને એ માટે જીવનને વિશુદ્ધ કરવાનું કહ્યું છે, પણ એ માટે ચેકસ આચારવિધિ કે માન્યતાને આગ્રહ નથી રાખ્યો. આ કારણે ભગવાન કહે છે કે “હે ગૌતમ! ઘરમેળે સિદ્ધા–જૈનના લિંગે જ મોક્ષ મળે છે, એમ નથી પણ અન્ય લિંગે પણ એ પ્રાપ્ત થઈ શકે છે; ભલે પછી એ પુરષ હો કે સ્ત્રી, યા એ અમુક અનુગમ અનુયાયી હોય કે કેઈ અન્ય અનુગામને. આજની ભાષામાં કહીએ તો ભલે પછી એ વૈષ્ણવ હોય, સમાજિષ્ટ હોય કે મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, યહુદી કે શીખ પણ હોય; શરત એટલી જ કે એણે પૂર્ણ જીવનશુદ્ધિ પ્રાપ્ત કરી હોવી જોઈએ.
Page #5
--------------------------------------------------------------------------
________________ 180 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવથ આવું ઉદાર અને નિષ્પક્ષ વલણ એ મહાવીરની મહાવીરતા છે, વિશિષ્ટતા છે; એટલું જ નહીં, મહાવીરની વિચારધારા વિધી દેખાતાં કે ભિન્ન ભિન્ન પ્રકારનાં મંતવ્ય ધરાવતા અન્ય સંતને “અરિહંત' શબ્દના ઉદ્દધનથી આદર પણ કરે છે, જેમ કે– सातिपुत्तेण बुद्रेण अरहता बुइतं / दीपायणेण अरहता इसिणा बुइतं / मातंगेण अरहता इसिणा बुइतं / जण्णवक्केण अरहता इसिणा बुइतं / मंखलिपुत्तेण अरहता इसिणा बुझ्ने / અર્થાત્ શાક્યપુત્ર બુદ્ધ અરિહંતે કહ્યું છે. દ્વૈપાયન અરિહંતે કહ્યું છે. માતંગ, યાજ્ઞવલ્કય તથા મંખલિપુત્ર ગોશાલક અરિહંતે કહ્યું છે (“ઋષિભાષિત”). આ શબ્દ બતાવે છે કે મહાવીરને અન્ય દ્રષ્ટાઓ પ્રત્યે કેટલો સમભાવ હશે, તેમ જ એમના અભિપ્રાયને સમજવાની અને એને આદર કરવાની કેવી ગુણગ્રાહક દૃષ્ટિ હશે–એ ઋષિભાષિત ગ્રંથમાં જળવાઈ રહેલાં ઉપરનાં વાક્યો પરથી કલ્પી શકાય છે. આમ સત્યસંશોધનની બાબતમાં ઉદાર દષ્ટિ અને અનાગ્રહી સ્વભાવને કારણે હમેશાં દિલ અને દિમાગને ખુલ્લું રાખવાનું એમનું વલણ હતું. આવા વલણને કારણે એ અન્ય મતના ભિક્ષુઓ પ્રત્યે પણ કે સમભાવ રાખતા એના કેટલાંક ઉત્તમ ઉદાહરણે શામાં જળવાઈ રહ્યાં છે. આ અંગે ભગવાન ગૌતમને કહે છે કે “હે ગૌતમ! આજ તારે મિત્ર સ્કન્દક સંન્યાસી આવી રહ્યો છે, તે તારે એનું ઉચિત સન્માન કરવું જોઈએ.” અને ગૌતમ એનું રૂડી રીતે સ્વાગત કરે છે. (ભગવતીસૂત્ર, શતક 2, ઉ. 2) ભગવાનને એક બીજે પરમ ભક્ત અંબડ ભગવાનની સાથે વિહરે છે, ભગવાને એને સમભાવપૂર્વક પિતાના સંઘમાં સમાવી લે છે. આમ આજના શામાં વેરણછેરણ બચી રહેલાં ભગવાનનાં ઉદાર અને ઉદાત્ત મંત અસલી જૈનધર્મનું સ્વરૂપ સમજવા માટે ઘણું ઉપયોગી છે; ન્યાય, સમાનતા, સત્યસંશોધનની દષ્ટિ ઉપરાંત સત્યના સ્વીકાર માટે દિલ અને દિમાગ ખુલ્લું રાખવાનું વલણ ત્યારે કેવું ઊંચું હશે એને ખ્યાલ એ આપી જાય છે.