Book Title: Aajno Yathartha Marg Bhudan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249278/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આજને યથાર્થ માર્ગ : ભૂદાન [૬] એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનોબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહે. મારા વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરે છે તેમ હું નથી કરી શકતે, ક્તાં અભ્યાસ મારફતે હું વિનેબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય? જવાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે, એરોપ્લેનમાં દેડા કરે છે, ખૂબ મહેનત કરે છે તે વાત સાચી છે. પણ ગાંધીજીની કાય પદ્ધતિને જે કેઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તે તે વિનેબાજીએ-અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મેટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી. બાબતોનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મેટું મંડળ એકઠું થતું. સાધનામૂતિ ગાંધીજી પહેલાં ઘણો સુધારકે થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહેતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કારણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીને અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાત કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં એકસાઈ, સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેને ત્યાગ અને વિચારના બળે જે કોઈએ ઉપયોગ કર્યો હોય તે તે વિનેબાજીએ. આ દેશમાં ઘણું સતિ અને વિદ્વાનો છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લેકેને સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કેટિને બીજો કોઈ માણસ જેત નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને અનાસક્તિ ન હોય તે આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે લેકને દેશવિદેશના ઝઘડામાં રસ છે, તેના સમાધાનમાં રસ છે, તે કાને પડ્યું Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૦] દાન અને ચિંતન વિનોબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનેબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરકે માત્ર બ્રહ્મા જ નહીં પણ જાગરૂક શ્રદ્ધા પેદા થાય છે. એ દૃષ્ટિએ માત્ર શાસ્ત્ર— પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પવસાન પામે નહીં. ત્યાં સુધી તે ઉપયેાગી નહીં થાય. , C ભૂદાનના વિચાર " ? હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તેના આ દેશમાં ઘણાં ચાલે છે, પરંતુ તે બધાંમાં કઈક ને કઈક ખામી હેાય છે. જેતે જનતાનુ કામ કરવું છે, ગરીખેાનાં દુઃખા નિવારવાં છે, તેને માટે આજે પક્ષો ઊભા કરવામાં આવે છે. પક્ષે ઊભા થાય તેને પણ વાંધે નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષી છે તેમાં એક ખીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીમાં (પદયાત્રામાં) જાએ છે તેથી કાંઈ જુદા પડતા નથી. એક ખીજા પ્રત્યે આદર, સદ્ભાવ ને પ્રેમ રહે છે. પક્ષામાં એવું નથી બનતું. બધા નામ તે દેશહિતનું, ગાંધીજીનુ લે છે, પણ તે ધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. · કયા મુદ્દા પર ચૂંટણી લડવી ’ તે કરતાં સામા પક્ષને કેમ ઉતારી પાડવા, ચક્રવર્તી વ્યાજ સાથે ધ્રુષ કેમ જણાવવા, ' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કાઈ પણ ભાગમાં, બીજાનાં દોષદર્શન, નિંદા અને પોતાની ત્રુટિઓ નહી” જેવાની વૃત્તિ-આટલું બધે દેખાય છે. વિનેબાજી આની વચ્ચે એક નવું માન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તા માંધવા જોઇએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવા જોઈ એ તે કબૂલ, પણ દેશમાં જેઓ કામ કરે છે. તેમનામાં જે કરે છે તે કાણ સાર્કરે? બધાનાં મનના મેલ કાણુ કાઢે? અશોક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે મેલે તેથી ખીજાના મનને મેલ નહીં નીકળે; કૃપાલાનીજી જેવા મેાટા વિચારક પણ મેલે તેથી કાઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કાઇને માટે મેલ નથી, જેને સૌ સરખા છે, જેને કાઈ માટે પણ પૂર્વગ્રહ નથી, એવી વ્યક્તિ વિનેબાજી છે. તે જ સૌના મનને મેલ કાઢી શકશે. એને કાઈની પડી નથી: કોંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની, એને બધાયની પડી છે; છતાં કાઈની નથી પડી આવા માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું. જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ છ, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્થ [૪૧ વૃત્તિ વધુ છે તે પ્રજ્ઞાવાન છે. દેશમાં જેટલા સત થયા તેમનાં જીવન વિનોબાજીએ વાંચ્યાં, વિચાર્યા અને અનુભવ્યાં. એ જ તેમની પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞામાંથી ભૂદાનને વિચાર આવ્યો છે. અહીં જે બહેનોએ પિતાના અનુભવોની વાત કરી તે બહુ સહજ, સુસ્થિત અને હૃદયસ્પર્શી હતી. યુનિવર્સિટીઓની વકતવ-સ્પર્ધાઓમાં જેઓ ભાગ લે છે તેમાં પણ આવી સહજતા નથી આવતી. એ ક્યાંથી આવે છે? માણસ કામ કરવા જાય છે, બુદ્ધિ અને મન જાગૃત રાખે છે, તે આપ આપ જ એ ઝરે પ્રગટે છે. ગાંધીજીએ સ્ત્રીશક્તિ જાગૃત કરી તે પછી અહમાં ધારાસભા વગેરેમાં જવાની પ્રવૃત્તિ વધી. વિનોબાજીએ પાછે જુદો રસ્તે લીધે. તેમાં બહેને આજે આગળ આવી રહી છે. ભૂદાન શું છે? તમને આ કામ કરવાની જે તક મળી છે, તેથી ગાંધીજીના રસ્તે ચાલવાને અવસર પ્રાપ્ત થયું છે. આથી ચડિયાત આનંદ કદાચ બીજે ન હોઈ શકે. વિનોબાજી કહે છે કે, “હું બુદ્ધને ખભે ચડ્યો છું' તેમાં કેટલી નમ્રતા છે! જૂના વખતમાં છોકરાઓ ભવાઈ અને રામલીલા જેવા જતા ત્યારે તેઓ તે જોઈ ન શકે માટે વડીલે તેમને પિતાના ખભા પર બેસાડતા. ખભે ચડવાથી બાળક બાપ કરતાં ઊંચે જાય છે અને તે બાપના આધારે. તેમ જજૂનાના આધારે વિનોબા ભૂતકાળમાં જે કાંઈ થયું છે તેના કરતાં ઊંચી ભૂમિકાએ કામ કરી રહ્યા છે—પણ તે પિતાની દૃષ્ટિએ. ભૂદાન શું છે? પિસાથી જે થતું નથી તે ભૂમિથી થાય છે. પેસે ગજવામાં હોય તે તેની ચિંતા રહે છે. રાત દિ' સંભાળ રાખવી પડે છે. ભૂમિમાં આવું છે? ના. ભૂમિ તો એક એવી નક્કર વસ્તુ છે કે કપડાં, અનાજ, પૈસા વગેરે બધું પેદા કરે, છતાં તે તેવી ને તેવી કુંવારીની કુંવારી રહે..પરણેલી ને કુંવારી ! માણસને ભૂમિ પર મમત્વ શા માટે રહે છે ? આ જ કારણે કે એ સ્થિર છે. જૂના વખતમાં બાપ-દાદાએ ભૂમિ પર વધુ ભાર મૂકતા અને પોતાનાં સંતાનો માટે જે કંઈ બચાવે તે ભૂમિ રૂપ બચાવતા, જેથી તેઓ શ્રમ કરીને સાચી મૂડી સાચવી રાખી શકે. આપણે ત્યાં સાધુ-સંન્યાસીને દાન દેવાની પ્રથા ચાલી આવી છે. તેને ખાવાનું દઈએ તે આરોગી લે છે અને કપડું પહેરી લે છે. પણ જે તેને દાનમાં અન્ન કે કપડાને બદલે ભૂમિ આપે તો તેને મહેનત કરવી પડશે, કાં તે બીજા પાસે કરાવવી પડશે, નહીંતર કશું જ નહીં પાકે. Page #4 -------------------------------------------------------------------------- ________________ * દર્શન અને ચિંતન મહેનત કરે તે પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેને તે ઉપયોગ કરે1 ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિના, બુદ્ધિતા ઉપયાગ હાય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણુ, તેને ઉપયોગ કરે તે જ કંઈક નિર્માણ થાય. ધનને અથ વિનાષ્ઠાએ સ્પષ્ટ કર્યો છે. ાન એટલે એક આપે અને ખીજો લે એમ નહી પણ સમાનપણે જીવવાને અધિકાર મેળવવા તે. ’ < દુનિયાના કાઈ દેશમાં કાઈ ને આ વિચાર સૂઝયો છે? ત્યાં તે હુંસાતુંસી ચાલે છે. સુએઝના પ્રશ્ન આવ્યા અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડયાં ! દેશમાં જાગૃતિ હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમીરી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબે, આદિવાસી, ભીલે વગેરે જાગતા જશે તેમ તેમ ક્રાંતિ ઝડપી બનશે. જ્યાં જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ. આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાના ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીખીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાના અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણુસમાં ઘણી વાર સાત્વિક મન હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહી પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈ એ. તેઓ બીજા ગરીએની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, ‘ કરોડપતિના દાન કરતાં મારે મન ગરીબની કાડીનું દાન મોટું છે.' રવિશ'કર મહારાજ ઘણી વાર કહે છે, ‘જ્યારે ગરીમાનાં દાનની નદી વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડે તે આપોઆપ કાંસાઈ પડશે.’ લોકાનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસે જીવતા રહે ત્યાં! પાંજરાપોળ તા ઘણી છે પણ માણસાળા કાં? આનો અર્થ એમ નથી કે પશુપક્ષીઓ પર ધ્યાન રાખવી. આજે પ્રથમ માણસને પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞામાં ઘી હોમાતાં, આ સમાજીએ યજ્ઞાને બદલે હવનમાં ઘી હોમાવાં શરૂ કર્યો. આથી સ્વામી રામતીર્થે એક વાર કહેલું કે તેને ખલે માણસના જારમાં ઘી જાય તેમ કરવું આજના પ્રશ્નોને લઈ ને ચાલતા દાનના યથાય ભાગ છે. જોઈએ. . યજ્ઞમાં ને હવનમાં ઘી હામાય છે ભૂમિદાન એ " Page #5 -------------------------------------------------------------------------- ________________ અચ સામુદાયિક પદયાત્રાના કારણે તમારામાં ઘણું નિર્ભયતા આવશે. અનભ થશે, લોકોને સંપર્ક થશે. લેકોને ઉપાગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અર્થકારણ વગરે બીજા ઘણા વિષયોને. અભ્યાસ હેવો જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે. અનુભવોથી વધુ જ્ઞાન મળે છે આજે તમે પદયાત્રાનાં ભાઈબહેનોએ પિતપોતાના જે અનુભવો કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કંઈક અદ્દભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવાજ હતા તે વખતેવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકની પરંપરા હતી. એક આચાર્યની નીચે થેડા ભિક્ષકે રહેતા હતા પણ જ્યારે આચાર્યમાં શિથિલતા આવતી ત્યારે એ સંઘે તેજહીન થતા, આ પણ એક ન સંધ છે. આમાં વિશેપતા એ છે કે દરેક યાત્રી-ટુકડી પદયાત્રા કરીને પાછી આવે છે, પિતાના અનભવ કહે છે અને વિચારોની આપ-લે કરે છે. મને લાગે છે કે સેંકડો. પુસ્તકે વાંચવા કરતાં આવા અનુભવે તમે કહે છે તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકમાં તે ઘણે ભાગે કલ્પનાઓ હેય છે. જે ધર્મવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણુ જૂના વિચારો સાથે થશે. કેઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારેએ લડાઈ ન કરી હોય તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારને પણ વિધ ક પડશે. તમે બધા પવિત્ર સંકલ્પ માટે ભેગા થયા છે તે માટે હું મારા. મનમાં જ આભાર માનું છું, એને સંધરીને જ જાઉં છું. વિનોબાજીએ જે પવિત્ર સંકલ્પ કર્યો છે તેમાં સમયને સંકેત છે, તે પૂરેપૂરે સમજવો જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દષ્ટિ રહી. છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે કે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધીજીએ ૧૯૨૨માં કહેલું કે, “સૂતરના તાંતણે સ્વરાજ લેશું.” એ પૂછ્યું કે, “ક્યાં છે તમારું સ્વરાજ?” તે તેમણે ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસમાં જવાબ આપે કે, “સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે. સૂતરને તાંતણે કાઢ્યો છે?” જ્યાં લગી આતમા તત્વ ચિને નહીં ત્યાં લગી સાધના સર્વ જૂદી” વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી સૂતરના તાંતણાનો આત્મા સમજે નહીં, એ મુજબ કામ કરે નહીં, એની Page #6 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ભાવના પ્રમાણે વર્તે નહીં, તે સ્વરાજ કયાંથી થાય?” વિનેબાજીએ 1957 સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણા કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરોબર છે, બીજ બરાબર છે-એ બધું જોવું રહ્યું. આ પાક તે પૂરે થતો નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવે કેઈ નો માર્ગ કાઢયા વગર ગતિ જ નથી. નહીંતર તે નેતાઓ બુદ્ધિને યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તે બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કોઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. –પ્રસ્થાન, કારતક 2013.