________________ દર્શન અને ચિંતન ભાવના પ્રમાણે વર્તે નહીં, તે સ્વરાજ કયાંથી થાય?” વિનેબાજીએ 1957 સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણા કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરોબર છે, બીજ બરાબર છે-એ બધું જોવું રહ્યું. આ પાક તે પૂરે થતો નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવે કેઈ નો માર્ગ કાઢયા વગર ગતિ જ નથી. નહીંતર તે નેતાઓ બુદ્ધિને યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તે બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કોઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. –પ્રસ્થાન, કારતક 2013. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org