Book Title: 15 ma Shatak ma Be Navprapta Stotro
Author(s): Krutpunyasagarji
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249348/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંદરમા શતકનાં બે નવપ્રાપ્ત સ્તોત્રો મુનિ કૃતપુણ્યસાગર સં. ૧૫૧૩ / ઈ. સ. ૧૪૫૭માં લખાયેલી એક પ્રત પરથી ઉતારેલાં બે સ્તોત્રો અહીં સંપાદિત કર્યાં છે. બન્નેમાં વ્યાકરણાદિ દોષો હતા, જે બે સંસ્કૃતજ્ઞ વિદ્વાનો—પં, મૃગેન્દ્રનાથ ઝા અને શ્રી અમૃત પટેલ— ની સહાયથી સુધારી લીધા છે. શ્રી પટેલે બન્ને સ્તોત્રોને લા ૬ ભા સં૰ વિની હસ્તપ્રત ભેટ સૂચિ ક્રમાંક ૨૯૪૪૪ સાથે મેળવી વિશેષ શુદ્ધ કર્યાં છે. બન્નેના કર્તા તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિના પરિવારના, સંભવતઃ એક જ મુનિ હોવાનું જણાય છે. બન્ને સ્તોત્ર યમકમય છે. પહેલું પાર્શ્વજિનસ્તોત્ર અષ્ટક રૂપે છે અને તેનાં પઘો ‘વંશસ્થ'માં નિબદ્ધ છે. તે પછી નવમું પદ્ય પણ છે, જે શાર્દૂલવિક્રીડિત છંદમાં ઢાળ્યું છે, પરંતુ તે અંતિમ નોંધ રૂપે છે. જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું, પણ ગુરુ સોમસુંદરનો ઉલ્લેખ જરૂર છે. લેખન સંવત્ની નીચે જુદી નોંધમાં શ્રીસોમસુંવરસૂરિશિષ્ય શ્રીમહોપાધ્યાયારેિવ શ્રી સોમલેવસૂરિ પાવૈવિવિત: એમ નોંધ્યું છે. બીજું સ્તોત્ર રાણકપુરના સુપ્રસિદ્ધ ચતુર્મુખવિહાર(ધરણવિહાર)ને ઉદ્દેશીને રચાયું છે. તેમાં પણ લેખન સંવત્ની નોંધમાં શ્રીસોમસુંવરસૂરિ શિષ્ય શ્રીમટ્ટાર પ્રભુ શ્રીસોમવેવસૂરિવાયૈઃ પ્રગીતઃ । એવી નોંધ છે. આ સ્તવ પણ અષ્ટક રૂપે, પણ આર્યાછંદમાં બાંધેલું છે. તેમાં નવમા પઘમાં ‘સોમસુંદરપ્રભ’ ઉલ્લિખિત છે અને તે ઉપરાંત તે પછી ‘જયચંદ્ર' શબ્દ પણ આવે છે. (શું અહીં શ્વેષથી સોમસુંદરસૂરિના શિષ્ય ‘જયચંદ્ર’ સૂચિત હશે ?) જોકે લેખન સંવત્ નોંધ પરથી તો બન્ને સ્તોત્રના કર્તા સોમદેવસૂરિ સૂચવાતા હોવાનું જણાય છે. નામ પણ અપાયું છે, જે પણ ‘સોમદેવસૂરિ’ની જેમ સોમસુંદરસૂરિના મુનિ પરિવારના સદસ્ય હતા. ‘રાણપુર-ચતુર્મુખ-યુગાદિદેવ-સ્તવ' એ રાણકપુરના આ વિખ્યાત જિનાલય પર સોમસુંદરસૂરિના જ એક અન્ય શિષ્ય રત્નશેખરસૂરિના, પ્રાયઃ એ જ કાળમાં રચાયેલા, સ્તવની સાથે જોડીરૂપે ઘટાવી શકાય. આમ અહીં પ્રકાશિત થઈ રહેલાં બન્ને નવપ્રાપ્ત સ્તોત્રોથી સોમસુંદરસૂરિયુગના અને એ મહાન્ આચાર્ય અને તેમના શિષ્ય પ્રશિષ્યાદિ દ્વારા બહુલ સંખ્યામાં રચાયેલાં સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિમાં વિશેષ વધારો થાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ १७४ Nirgrantha મુનિ કૃતપુણ્યસાગર श्रीपार्श्वजिनस्तोत्रम् (वंशस्थ छन्दः) विभाति यद्-भास्तरुणारुणारुणा तनू' घनस्था त्वचला चला चला । तवाऽत्रते पार्श्व ! महेम हे मरे-श्वरायितं निविपदे पदे पदे ॥१॥ विदुर्यदुच्चैः सुकृते कृतेकृते प्राप्यं स्वसंवित् कलयालयालयाः । तन्मेऽस्त्यपह(त्)प्रकरे करेकरे त्वय्यद्य दृष्टेऽतिसुखं सुखंसुखम् ॥२॥ नते प्रपीड्या पुरुषा रुषाऽरुषा नतांश्च दृष्टाः समया मयामयाः । नमंति तान् मुद्रसवासवासवा येषां मतिस्ते रमते मतेऽमते ! ॥३॥ वढेविनम्र धुसदा सदा सदा सदाऽऽयताऽक्षनागं भवता बताऽवता । आHकृतान्तर्हदयोदयोदयो निदर्शितः सद्विधिनाधिनाधिना ॥४|| यदीयगीश्चङ्गा-गमा गमाऽऽगमावनी समा मोहरतीरतीरती । उपासते त्वामदरा दराऽदरा-पहं न के सन्महितं हि तं हितम् ।।५।। तावत् कुविद्यागुरवो रखोरखो वादीदवः संयमधाम धामधाः । यावद्भवत्तीर्थ्यघनाघनाघना नोद्यन्ति तविप्लवदाव-दाव-दा: ॥६॥ प्रपञ्चितामप्पतिभीतिभीतिभी रुणद्धि भक्त्योल्लसतां सतां स ताम् । त्वन्मूर्तिरति सकला कला कला-वपीश ! क्लृप्तव्यसना सनासना ॥७॥ त्वयि प्रसन्ने प्रगुणागुणागुणा द्विषोऽपि प्राज्यमहा महामहा । भवेत् सदा दित्वरधीरधीरधीर धी-शता च जन्तुष्वतिभूतिभूति भूः ॥८॥ __ (शार्दूलविक्रीडित छन्दः) इत्थं स्तोत्रपथं कथं घन घन-श्यामाङ्ग ! वामाङ्गज ! त्वां नीत्वा तनुधीरपि त्रिभुवन-त्राणैकदीक्षागुरो ! नेन्द्रत्वादि वरं जिनेश ! न वरं नाथामि नाथाऽमिताऽऽ नंद ! श्रीगुरुसोमसुन्दरपरब्रह्मप्रकाशोदयम् ॥९॥ इति श्री पार्श्वदेवाधिदेवस्तवः श्री तपागच्छगगननभोमणिश्रीपूज्यसोमसुन्दरसूरिशिष्यश्रीमहोपाध्यायादिदेवश्रीसोमदेवसूरिपादैविरचितः ॥ लेखनसम्वत् १५१३ वर्षे कार्तिक वदि ४ रविवारे ॥ १. किमङ्ग मे रुचिरा चिराचिरा - लाद.द.भे.सू. २९४४४ Page #3 -------------------------------------------------------------------------- ________________ 175 Vol. III - 1997-2002 પંદરમા શતકનાં બે નવપ્રાપ્ત સ્તોત્રો श्रीराणपुर-चतुर्मुखयुगादिदेवस्तवम् (आर्याच्छन्दः) सुषमाऽतिपुराणपुरे राणपुरे श्रीचतुर्मुखं प्रणमन् / प्रथमजिनं सुकृतार्थी सुकृताऽर्थी भवति को न जनः ? // 1 // त्वयि जनकदम्बकानन-कदम्बकाऽऽनन ! घनाधन समान ! / अद्याजनि मम दृष्टेऽजनि मम दृष्टेः सफलभावः // 2 // किङ्करमानि बिडोजसि निबिडौजसि यस्त्वयीश ! भक्तिपरः / तं संवर-रमणीयं वररमणीयं भजेन् न कि मुक्ति // 3 // अविरतमनघ ! नमज्जन-घन ! मज्जनतस्तैवागमोर्मिषु / जलधिवदुरुकमलाऽऽलय ! मलाऽलयः कैर्न मुच्यन्ते // 4 // तव जगदाऽऽनंदीश्वर ! नन्दीश्वर-चैत्यविजयिनमिहैत्य / सुधियोऽप्यमुमनि भाऽऽलयमनिभालयतः कथं मुधा न जनुः // 5 // स्वमसम-समुदयसदनं समुदय सदनन्त-तेजसां मन्ये / यदञ्जन नमने निजजननमनेनिजमहं तवाऽऽद्यकृते // 6 // शिवमेल सज्जपाऽवन ! लसज्जपा-वन विडम्बिनि शु(सु) द्यौते / पदनखमहे शलभतां महेश ! लभतां ममाऽघभरः // 7 // जगदमि धर्मधुरन्धर ! मधुरं धरणेन्द्रः गायति यशस्ते / चतुरास्यविभुविहारं भुवि हारं यद् ध्रुवं नास्यः (नास्यत्) // 8 // श्री सोमसुन्दरप्रभ दरप्रभग्नाङ्गि-तप्तिजयचन्द्र ! इति नुत !(ति) मामनुपरमां मनुपरमां वृषभ ! शिवरमां देयाः // 9 // इतिश्री राणपुरालंकार श्री चतुर्मुखप्रासादमण्डन श्रीयुगादिदेव जिनस्तवः तपगच्छनायक परमभट्टारक प्रभु श्रीश्रीश्रीसोमसुंदरसूरिशिष्य श्रीभट्टारकप्रभु श्रीसोमदेवसूरिपादैः प्रणीतः // लेखनसम्वत् 1513 वर्षे कार्तिक वदि 4 रविवासरे //