________________
પંદરમા શતકનાં બે નવપ્રાપ્ત સ્તોત્રો
મુનિ કૃતપુણ્યસાગર
સં. ૧૫૧૩ / ઈ. સ. ૧૪૫૭માં લખાયેલી એક પ્રત પરથી ઉતારેલાં બે સ્તોત્રો અહીં સંપાદિત કર્યાં છે. બન્નેમાં વ્યાકરણાદિ દોષો હતા, જે બે સંસ્કૃતજ્ઞ વિદ્વાનો—પં, મૃગેન્દ્રનાથ ઝા અને શ્રી અમૃત પટેલ— ની સહાયથી સુધારી લીધા છે. શ્રી પટેલે બન્ને સ્તોત્રોને લા ૬ ભા સં૰ વિની હસ્તપ્રત ભેટ સૂચિ ક્રમાંક ૨૯૪૪૪ સાથે મેળવી વિશેષ શુદ્ધ કર્યાં છે. બન્નેના કર્તા તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિના પરિવારના, સંભવતઃ એક જ મુનિ હોવાનું જણાય છે. બન્ને સ્તોત્ર યમકમય છે. પહેલું પાર્શ્વજિનસ્તોત્ર અષ્ટક રૂપે છે અને તેનાં પઘો ‘વંશસ્થ'માં નિબદ્ધ છે. તે પછી નવમું પદ્ય પણ છે, જે શાર્દૂલવિક્રીડિત છંદમાં ઢાળ્યું છે, પરંતુ તે અંતિમ નોંધ રૂપે છે. જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું, પણ ગુરુ સોમસુંદરનો ઉલ્લેખ જરૂર છે. લેખન સંવત્ની નીચે જુદી નોંધમાં શ્રીસોમસુંવરસૂરિશિષ્ય શ્રીમહોપાધ્યાયારેિવ શ્રી સોમલેવસૂરિ પાવૈવિવિત: એમ નોંધ્યું છે. બીજું સ્તોત્ર રાણકપુરના સુપ્રસિદ્ધ ચતુર્મુખવિહાર(ધરણવિહાર)ને ઉદ્દેશીને રચાયું છે. તેમાં પણ લેખન સંવત્ની નોંધમાં શ્રીસોમસુંવરસૂરિ શિષ્ય શ્રીમટ્ટાર પ્રભુ શ્રીસોમવેવસૂરિવાયૈઃ પ્રગીતઃ । એવી નોંધ છે. આ સ્તવ પણ અષ્ટક રૂપે, પણ આર્યાછંદમાં બાંધેલું છે. તેમાં નવમા પઘમાં ‘સોમસુંદરપ્રભ’ ઉલ્લિખિત છે અને તે ઉપરાંત તે પછી ‘જયચંદ્ર' શબ્દ પણ આવે છે. (શું અહીં શ્વેષથી સોમસુંદરસૂરિના શિષ્ય ‘જયચંદ્ર’ સૂચિત હશે ?) જોકે લેખન સંવત્ નોંધ પરથી તો બન્ને સ્તોત્રના કર્તા સોમદેવસૂરિ સૂચવાતા હોવાનું જણાય છે. નામ પણ અપાયું છે, જે પણ ‘સોમદેવસૂરિ’ની જેમ સોમસુંદરસૂરિના મુનિ પરિવારના
સદસ્ય હતા.
‘રાણપુર-ચતુર્મુખ-યુગાદિદેવ-સ્તવ' એ રાણકપુરના આ વિખ્યાત જિનાલય પર સોમસુંદરસૂરિના જ એક અન્ય શિષ્ય રત્નશેખરસૂરિના, પ્રાયઃ એ જ કાળમાં રચાયેલા, સ્તવની સાથે જોડીરૂપે ઘટાવી શકાય. આમ અહીં પ્રકાશિત થઈ રહેલાં બન્ને નવપ્રાપ્ત સ્તોત્રોથી સોમસુંદરસૂરિયુગના અને એ મહાન્ આચાર્ય અને તેમના શિષ્ય પ્રશિષ્યાદિ દ્વારા બહુલ સંખ્યામાં રચાયેલાં સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિમાં વિશેષ વધારો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org