Book Title: Yogdrahti Samuchchaya Part 02 Author(s): Bhagwandas Mansukhbhai Mehta Publisher: Mahavir Jain Vidyalaya View full book textPage 6
________________ ૧ ૩ વિવેચનકારનું મંગલાચરણ યોગદૃષ્ટિ કળશકાવ્ય માલિની જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું, ગણધર-હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને, ભગવતા શ્રુતગંગા રક્ષકો તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મબ્રાંતિ હરતી, જગત હિત કરતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવસુખ જનની તે વંદું જૈનેન્દ્ર વાણી અનુષ્ટપુ અનંતા સંતમાં એક, વિલસતતી સંતતા; સુધાસિંધુ સમી તેને, મનોગંદન વંદના. | ઉપજાતિ ઊંચા ચિદાકાશ વિષે ઉડતા, હે હંસ ! હેજાત્મ સ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, | મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. હદે સ્મરી સદ્ગુરુરાજ એવા, શ્રીમદ્ હરિભદ્રસૂરીંદ્ર દેવા; સવૃત્તિ તેની અનુવર્તવાને, ઇચ્છી વિવેચું કંઈ એક સ્થાને. સલ્ફાસ્ત્ર વિવેચનકારિણી આ, ટીકા કરું સુમનનંદની આ, ને યોગદષ્ટિ કળશો કરું છું, યોગામૃત સંભૂત તે ધરું છું. ६अPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 456