Book Title: Yogbinduna Tikakar Kon
Author(s): Jambuvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ યોગબિંદુના ટીકાકાર કોણ? : 71 (4) યોગબિંદુનો છેલ્લો શ્લોક નીચે મુજબ છે : समुद्धृत्यार्जितं पुण्यं यदेनं शुभयोगत : / भवान्ध्यविरहात् तेन जनः स्ताद योगलोचनः // 527 // આની ટીકામાં ટીકાકાર જણાવે છે કે વિદૃ તિ 2 માવતઃ શ્રીહરિમદ્રસૂઃ સ્ત્રાપાડ્યોત કૃતિ હવે આ ટીકા ખરેખર જે પણ હોય તો હરિભદ્રસૂરિ મહારાજ પોતાને માટે ભગવાન હરિભદ્રસૂરિ' એવો ઉલ્લેખ કરે જ નહિ. અહીં ભગવાન હરિભદ્રસુરિ એવો ટીકામાં ઉલ્લેખ હોવાથી દીવા જેવું સ્પષ્ટ છે કે, “યોગબિંદુ મૂળના કર્તા હરિભદ્રસૂરિજી મહારાજ છે, જ્યારે એના ટીકાકાર કોઈ બીજી વ્યક્તિ છે.' આ ઉપરાંત આ ટીકાનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કરવાથી બીજા પણ એવા આધાર મળવાનો સંભવ છે કે જે ઉપર જણાવેલ હકીકતનું સમર્થન કરે. આ ટીકાકારે ટીકામાં કોઈપણ સ્થળે પોતાના ગુર્નાદિકના નામનો નિર્દેશ કરેલો ન હોવાથી એમનું શું નામ હતું, તેમની ગુરુપરંપરા કઈ હતી તેમ જ તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એ કંઈ પણ જાણી શકાતું નથી. ટીકામાં ઉદ્દત કરેલા અનેક પાઠોના મૂળસ્થાનોની ગવેષણ કરવાથી સંભવે છે કે તેમના સત્તાસમય વિષે કંઈક કલ્પના કરવાનું સાધન મળી આવે. વિદ્વાનો આ વિષે વિશેષ ગષણા કરશે એવી અભિલાષાથી આ લેખ સમાપ્ત કરું છું. વિ. સં. 2021, શ્રાવણસુદિ 5 માંડવી (કચ્છ) પૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રીભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4