Book Title: Yogbinduna Tikakar Kon
Author(s): Jambuvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230212/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી રણેશ્વરાર્શ્વનાથાય નમઃ યોગબિંદુના ટીકાકાર કોણ? ચાકિનીમહારાસનુ આચાર્યપ્રવર શ્રીમાન હરિભદ્રસુરીશ્વરજી મહારાજે રચેલો યોગબિંદુ ગ્રંથ ટીકા સાથે ભાવનગરની જૈનધર્મપ્રસારક સભા તરફથી વિક્રમ સંવત ૧૯૬૭માં પ્રકાશિત થયો હતો. તેનું સંશોધન તથા સંપાદન એલ. લી (LUIGI SUALI) નામના યુરોપિયન (જર્મન) વિદાને કરેલું હતું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૯૯૬માં અમદાવાદની જૈનગ્રન્થપ્રકાશક સભા તરફથી તેનું પ્રકાશન થયું છે. આ બંને પ્રકાશનોમાં યોગબિંદુની ટીકાને પણ જણાવેલી છે, એટલે કે “હરિભદ્રસૂરિ મહારાજે પોતે જ યોગબિંદ ઉપર ટીકા રચી છે? એ જાતની પ્રસિદ્ધિ વ્યાપક રીતે થવા પામી છે. પરંતુ આજથી લગભગ આઠ વર્ષ પૂર્વે જ્યારે સટીક યોગબિંદુ વાંચવાનો મેં પ્રારંભ કર્યો ત્યારે મને તરત જ લાગ્યું હતું કે આ ટીકો હરિભદ્રસૂરિજી મહારાજની પોતાની નથી, પછી તો જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ અંદરનાં જ પ્રમાણોથી મને ખાતરી થઈ ચૂકી કે આ ટીકા સ્વપજ્ઞ નથી જ. મારા વિચારને પષ્ટ કરનારા કેટલાક આધારો આ લેખમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. (૧) ટીકાના પ્રારંભમાં મંગલાચરણ કર્યા પછી બીજો તથા ત્રીજે ક્લોક નીચે મુજબ છે : सुधाबिन्दोरिवानन्दममन्दमुपचिन्वतः। योगबिन्दोः समासेन वृत्तिरेषा विधीयते ॥२॥ गुरूपदेशो न च तादृगस्ति मतिर्न वा काचिदुदाररूपा । तथापि योगप्रियतावशेन यत्नस्तदभ्यासकृते ममायम् ॥ ३॥ બીજા શ્લોકમાં “યોગનિંદની સંક્ષેપથી ટીકા હ રચું છું” આ જાતનો નિર્દેશ કર્યા પછી ત્રીજ શ્લોકમાં જણાવે છે કે, “(ટીકા કરવા માટે જરૂરી) તેવા પ્રકારનો ગુરુ પાસેથી ઉપદેશ (બોધ) પ્રાપ્ત થયો નથી, તેમ જ તેવી શ્રેષ્ઠ બુદ્ધિ પણ નથી, તો પણ મને યોગ પ્રિય હોવાને લીધે યોગાભ્યાસના ઉદ્દેશથી આ (ટીકા રચવાનો પ્રયત્ન આદર્યો છે.” ટીકાકારના આ લખાણ ઉપરથી જણાય છે કે મૂળકાર કરતાં ટીકાકાર જુદા છે અને તેથી જ હરિભદ્રસૂરિ મહારાજના યોગબિંદુ ઉપર ટીકા રચતાં પોતાની નિર્બળતા Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુના ટીકાકાર કોણ : ૯ પ્રારંભમાં જ તેઓશ્રી જણાવી દે છે. જે હરિભદ્રસૂરિજી મહારાજ પોતે જ આ ટીકાના રચયિતા હોત તો પોતાના ગ્રંથનો જ અર્થ સ્પષ્ટ કરવામાં પોતાની નિર્બળતા જણાવવાની જરૂર પડત નહિ. (૨) ૧૭૯મો ક્લોક અને તેની ટીકા નીચે મુજબ છે : अस्यैषा मुख्यरूपा स्यात् पूर्वसेवा यथोदिता । कल्याणाशययोगेन शेषस्याप्युपचारतः ॥१७९॥ अस्य अपुनर्बन्धकस्य एषा प्रागुक्ता मुख्यरूपा निरुपचरिता स्याद् भवेत् पूर्वसेवा देवादिपूजारूपा यथोदिता यत्प्रकारा निरूपिता प्राक् कल्याणाशययोगेन मनाग मुक्त्यनुकुलशुभभावसम्बन्धेन । शेषस्यापि अपुनर्बन्धकापेक्षया विलक्षणस्य सकृबन्धकादेः उपचारत औपचारिकी पूर्वसेवा स्यादद्यापि तथाविधभववैराग्याभावात् तस्य । इह केचिद् मार्गपतित-मार्गाभिमुखावपि शेषशब्देनाहुः । तच्च न युज्यते, अपुनर्बन्धकावस्थाविशेषरूपत्वात् तयोरपुनर्बन्धकग्रहणेनैव गतत्वात् । यतो ललितविस्तरायां मार्गलक्षणमित्थमुक्तम् "ईह मार्गश्चेतसोऽवक्रगमनं भुजगगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही ક્ષયરામવિવઃ” ત ા तत्र प्रविष्टो मार्गपतितः, मार्गप्रवेशयोग्यभावापन्नो मार्गाभिमुखः । एवं च नैतावपुनर्बन्धकावस्थायाः परपरतरावस्थाभाजी वक्तुमुचितौ, भगवदाज्ञाक्गमयोग्यतया पञ्चसुत्रकवृत्तावनयोरुक्तत्वात् । यथोक्तं तत्र ___"इयं च भागवती सदाज्ञा सदैवापुनर्बन्धकादिगम्या। अँपुनर्बन्धकादयः के सत्त्वाः ? उत्कृष्टां कर्मस्थिति तथाऽपुनर्बन्धकत्वेन ये क्षपयन्ति ते खल्वपुनर्बन्धकाः। आदिशब्दाद् मार्गपतित-मार्गाभिमुखादयः परिगृह्यन्ते दृढप्रतिज्ञालोचनादिगम्यलिङ्गाः। एतद्गम्येयम् , न संसाराभिनन्दिगम्या” इति । संसाराभिनन्दिनश्चापुनर्बन्धकप्रागवस्थाभाजो जीवा इति । અહીં પૂરાવારતઃ આ મૂળમાં શg શબ્દથી કયો અર્થ લેવો એ વિષે ટીકાકારે જે લખ્યું છે તે ખાસ ધ્યાન ખેંચી લે છે. સેવ શબ્દથી સકૃબંધકાદિ લેવા, પણ માર્ગપતિત કે માર્ગાભિમુખ નહિ, એવો ટીકાકારનો અભિપ્રાય છે, જ્યારે બીજા કેટલાકનો અભિપ્રાય એવો છે કે સેવ શબ્દથી માર્ગપતિત તથા માર્ગાભિમુખ પણ લેવા. ટીકાકારે બીજાના અભિપ્રાયનું ખંડન કરીને પોતાના અભિપ્રાયનું સમર્થન કરવા ખાસ પ્રયત્ન ટીકામાં કર્યો છે. હવે જે હરિભસૂરિ મહારાજ પોતે જ ખરેખર ટીકાકાર હોત તો પોતે લખેલા રોડ શબ્દનો અર્થ કયો છે એ પ્રશ્ન ઉપસ્થિત થવાનો અવકાશ જ ન આવત. યોગબિંદુના ટીકાકાર હરિભદ્રસૂરિ મહારાજથી જુદા છે માટે જ તેમની સામે એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને તેથી જ ૧ લલિતવિસ્તરામાં મગ્નદયાણં'ની ટીકામાં આ પાઠ છે. અપુનબંધકનું સ્વરૂપ યોગશતકની ૧૩મી ગાથામાં હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે. તેમ જ ભગવાનની આજ્ઞા કયા કયા જીવોને કેવી કેવી રીતે પ્રાપ્ત થાય છે આ સંબંધમાં ઉપદેશપદની ગાથા ઉપર થી ૨૬૨ સુધીની ગાથાઓ પણ ટીકા સાથે ધ્યાનમાં લેવા જેવી છે. ૩ પંચસૂરના પાંચમા સૂત્રની વૃત્તિમાં આ પાડે છે. ૪ હસ્તલિખિત પ્રતિઓને આધારે શુદ્ધ કરેલા અને તપસ્વિ પ્રવર પૂજ્યપાદ પંન્યારાજી શ્રી કાંતિવિજયજી ગણિવરે નોંપેલાં પાડોવાળા ચોગબિંદુરીકાના પુસ્તકને આધારે આ પાઠ અહીં આપ્યો છે. પરંતુ ચાગાબંદુરીકાના જૈનગ્રંથ પ્રકાશકસભાના તેમ જ જૈનધર્મપ્રસારકસભાના પ્રકાશનમાં અપુનર્વષાઢયો સરવા વણાં થર્મfસ્થતિ તથા:પુનર્વધવાન ક્ષયતિ તે ફ્લિપુનઃ એવો પાઠ છે. पंचत्रवृत्तिमा व्यापार अपुनर्बन्धकादयो ये सत्त्वा उत्कृष्टां कर्मस्थिति तथाऽपुनर्बन्धकत्वेन ये क्षपयन्ति ते વૈપુનર્વથil: એ પ્રમાણે છે. : Page #3 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થે બીજા કોઈ ટીકાકાર અથવા તો મૌખિક વ્યાખ્યાકારના અભિપ્રાયની નોંધ લઈને તેનું ખંડન કરીને સ્વઅભિપ્રાયનું સમર્થન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. વળી સ્વમતનું સમર્થન કરવા માટે લલિતવિસ્તરા તથા પંચસૂત્રકત્તિ કે જે બંને હરિભદ્રસૂરિ મહારાજની જ કૃતિ છે તેનો આધાર લઈને શેષ શબ્દનો અર્થ નકકી કરવા ટીકાકારે પ્રયત્ન કર્યો છે. જે ખરેખર હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ આ ટીકાકાર હોય તો પોતાના અભિપ્રાયની સિદ્ધિને માટે પોતાના જ અન્ય ગ્રંથોમાં લખેલા લખાણને પ્રમાણ તરીકે રજૂ કરવાનો એ અહીં પ્રયત્ન કરે જ નહિ. એટલે આ ૧૭મા શ્લોકની ટીકાથી એ વાત સ્પષ્ટ દેખાઈ આવે છે કે ટીકાકારે “હરિભદ્રસૂરિ મહારાજને રપ શબ્દનો કયો અર્થ અભિપ્રેત હશે” એ નક્કી કરવા માટે હરિભદ્રસૂરિ મહારાજના બીજા ગ્રંથોનો આધાર લઈને બીજાઓના અભિપ્રાયનું ખંડન કરીને સ્વઅભિપ્રાયનું સમર્થન કર્યું છે. આથી નિશ્ચિત જણાય છે કે મૂળકાર તથા ટીકાકાર બને પરસ્પર જુદા છે. (૩) યોગબિંદુમાં ૪૩૮થી ૪૪૨ સુધી નીચે મુજબ શ્લોકો છે : एवं च तत्त्वतोऽसारं यदुक्तं मतिशालिना । इह व्यतिकरे किञ्चिच्चारुबुद्धया सुभाषितम् ॥ ४३८ ।। ज्ञानवान् मृग्यते कश्चित् तदुक्तप्रतिपत्तये । अज्ञोपदेशकरणे विप्रलम्भनशंकिभिः ।। ४३९ ।। तस्मादनुष्ठानगतं ज्ञानमस्य विचार्यताम् । कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥ ४४०॥ हेयोपादेयतत्त्वस्य साभ्युपायस्य वेदकः । यः प्रमाणमसाविष्टो न तु सर्वस्य वेदकः ॥ ४४१॥ दूरं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेत गृध्रानुपास्महे ॥ ४४२ ।। અહીં ૪૩૮થી ૪૪૨ સુધીના શ્લોકોમાં હરિભદ્રસુરિજી મહારાજે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિને મત રજૂ કર્યો છે. ધર્મકીતિનું કહેવું એમ છે કે “અમારે મોક્ષ માટે તત્ત્વદર્શીની જરૂર છે, એ સર્વજ્ઞા હોય કે ન હોય એ સાથે અમારે કોઈ નિસ્બત નથી.” સામાન્ય રીતે બૌદ્ધો સર્વને માનનારા છે, છતાં ધર્મકાતિએ એ વાત ઉપર ભાર ન મૂકતાં બુદ્ધના તત્ત્વદર્શિપણા ઉપર જ ભાર મૂક્યો છે. પ્રમાણુવાર્તિકની ચાર કારિકાઓમાં ધમકીર્તિએ પોતાનો આ મત દર્શાવ્યો છે. આ જ ચાર કારિકાઓ હરિભદ્રસૂરિજી મહારાજે અહીં ઉદ્ધત કરેલી છે. છતાં ટીકાકારે આ ચાર કારિકાઓમાં સર્વજ્ઞવિરોધી વાદનું પ્રતિપાદન હોવાથી આને મીમાંસને મત માની લઈને યદુવં મતિરાત્રિના આ ૪૩૮માં લોકના અંશની વ્યાખ્યા કરતાં ચí મતિરાત્રિના મારિન્ટેન આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. આ ચાર કારિકાઓની વ્યાખ્યા પણ મીમાંસક મતને અનુસરીને કરી છે. તેમ જ ૪૪૪મા લોકની અવતરણિકામાં પણ રૂવૅ મીમાંસમતમાકૃત્ય સાંથનિર/કરાયાણ એમ યોગબિંદુના ટીકાકારે લખ્યું છે. હકીકતમાં આ બૌદ્ધોનો મત છે, કારિકાઓ પણ બૌદ્ધોની છે, તેની વ્યાખ્યા પણ બૌદ્ધ મત અનુસાર કરવાની છે. છતાં ટીકાકારે આને મીમાંસકનો મત માની લઈને મીમાંસકોના પ્રસિદ્ધ અગ્રણી સર્વસવાદવિરોધી કમાટિલના નામે ચારે કારિકાઓને ક૯૫નાથી ચડાવી લીધી છે. જે હરિભદ્રસુરિજી મહારાજ પોતે જ આ ટીકાના રચયિતા હોત તો આ પ્રસિદ્ધ હકીકત વિષે આમ બનવા પામત નહિ. Page #4 -------------------------------------------------------------------------- ________________ યોગબિંદુના ટીકાકાર કોણ? : 71 (4) યોગબિંદુનો છેલ્લો શ્લોક નીચે મુજબ છે : समुद्धृत्यार्जितं पुण्यं यदेनं शुभयोगत : / भवान्ध्यविरहात् तेन जनः स्ताद योगलोचनः // 527 // આની ટીકામાં ટીકાકાર જણાવે છે કે વિદૃ તિ 2 માવતઃ શ્રીહરિમદ્રસૂઃ સ્ત્રાપાડ્યોત કૃતિ હવે આ ટીકા ખરેખર જે પણ હોય તો હરિભદ્રસૂરિ મહારાજ પોતાને માટે ભગવાન હરિભદ્રસૂરિ' એવો ઉલ્લેખ કરે જ નહિ. અહીં ભગવાન હરિભદ્રસુરિ એવો ટીકામાં ઉલ્લેખ હોવાથી દીવા જેવું સ્પષ્ટ છે કે, “યોગબિંદુ મૂળના કર્તા હરિભદ્રસૂરિજી મહારાજ છે, જ્યારે એના ટીકાકાર કોઈ બીજી વ્યક્તિ છે.' આ ઉપરાંત આ ટીકાનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કરવાથી બીજા પણ એવા આધાર મળવાનો સંભવ છે કે જે ઉપર જણાવેલ હકીકતનું સમર્થન કરે. આ ટીકાકારે ટીકામાં કોઈપણ સ્થળે પોતાના ગુર્નાદિકના નામનો નિર્દેશ કરેલો ન હોવાથી એમનું શું નામ હતું, તેમની ગુરુપરંપરા કઈ હતી તેમ જ તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એ કંઈ પણ જાણી શકાતું નથી. ટીકામાં ઉદ્દત કરેલા અનેક પાઠોના મૂળસ્થાનોની ગવેષણ કરવાથી સંભવે છે કે તેમના સત્તાસમય વિષે કંઈક કલ્પના કરવાનું સાધન મળી આવે. વિદ્વાનો આ વિષે વિશેષ ગષણા કરશે એવી અભિલાષાથી આ લેખ સમાપ્ત કરું છું. વિ. સં. 2021, શ્રાવણસુદિ 5 માંડવી (કચ્છ) પૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રીભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય