SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રી રણેશ્વરાર્શ્વનાથાય નમઃ યોગબિંદુના ટીકાકાર કોણ? ચાકિનીમહારાસનુ આચાર્યપ્રવર શ્રીમાન હરિભદ્રસુરીશ્વરજી મહારાજે રચેલો યોગબિંદુ ગ્રંથ ટીકા સાથે ભાવનગરની જૈનધર્મપ્રસારક સભા તરફથી વિક્રમ સંવત ૧૯૬૭માં પ્રકાશિત થયો હતો. તેનું સંશોધન તથા સંપાદન એલ. લી (LUIGI SUALI) નામના યુરોપિયન (જર્મન) વિદાને કરેલું હતું. ત્યાર બાદ વિક્રમ સંવત ૧૯૯૬માં અમદાવાદની જૈનગ્રન્થપ્રકાશક સભા તરફથી તેનું પ્રકાશન થયું છે. આ બંને પ્રકાશનોમાં યોગબિંદુની ટીકાને પણ જણાવેલી છે, એટલે કે “હરિભદ્રસૂરિ મહારાજે પોતે જ યોગબિંદ ઉપર ટીકા રચી છે? એ જાતની પ્રસિદ્ધિ વ્યાપક રીતે થવા પામી છે. પરંતુ આજથી લગભગ આઠ વર્ષ પૂર્વે જ્યારે સટીક યોગબિંદુ વાંચવાનો મેં પ્રારંભ કર્યો ત્યારે મને તરત જ લાગ્યું હતું કે આ ટીકો હરિભદ્રસૂરિજી મહારાજની પોતાની નથી, પછી તો જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ અંદરનાં જ પ્રમાણોથી મને ખાતરી થઈ ચૂકી કે આ ટીકા સ્વપજ્ઞ નથી જ. મારા વિચારને પષ્ટ કરનારા કેટલાક આધારો આ લેખમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. (૧) ટીકાના પ્રારંભમાં મંગલાચરણ કર્યા પછી બીજો તથા ત્રીજે ક્લોક નીચે મુજબ છે : सुधाबिन्दोरिवानन्दममन्दमुपचिन्वतः। योगबिन्दोः समासेन वृत्तिरेषा विधीयते ॥२॥ गुरूपदेशो न च तादृगस्ति मतिर्न वा काचिदुदाररूपा । तथापि योगप्रियतावशेन यत्नस्तदभ्यासकृते ममायम् ॥ ३॥ બીજા શ્લોકમાં “યોગનિંદની સંક્ષેપથી ટીકા હ રચું છું” આ જાતનો નિર્દેશ કર્યા પછી ત્રીજ શ્લોકમાં જણાવે છે કે, “(ટીકા કરવા માટે જરૂરી) તેવા પ્રકારનો ગુરુ પાસેથી ઉપદેશ (બોધ) પ્રાપ્ત થયો નથી, તેમ જ તેવી શ્રેષ્ઠ બુદ્ધિ પણ નથી, તો પણ મને યોગ પ્રિય હોવાને લીધે યોગાભ્યાસના ઉદ્દેશથી આ (ટીકા રચવાનો પ્રયત્ન આદર્યો છે.” ટીકાકારના આ લખાણ ઉપરથી જણાય છે કે મૂળકાર કરતાં ટીકાકાર જુદા છે અને તેથી જ હરિભદ્રસૂરિ મહારાજના યોગબિંદુ ઉપર ટીકા રચતાં પોતાની નિર્બળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230212
Book TitleYogbinduna Tikakar Kon
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size413 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy