Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 270
________________ ૨૨૫ ઈ. સ. ૧૮૬૪માં એટલે સંવત ૧૮૨૦ માં ત્યાં વેપારી તથા શાહુકાર દેલત આબરૂમાં જોઈએ તો ફક્ત નડીઆદથી જ ઉતરતા વહેરા મોટા વેપારી હતા. તેઓ અકીક ને પંદર માલિ ઉપર માજમ નદી છે તેમાંના કંકર એકઠા કરતા. સાબુ, કાચ અને ચામડાનાં કુવડા (ધી ભરવાનાં) બનાવવાનાં કારખાનાં હતાં. ધાતુભર્યો કચર કપડવંજમાં મળતાં જેનાં ઢેફાં હાલ ગામને પાદરે દેખાય છે. મધ્ય હિંદુસ્થાનમાંથી અનાજ તથા અફીણ આવતાં અને ગુજરાતમાંથી તંબાકુ જતી. કપડવંજ માલ પંચમહાલ–વાડાસીનેર ને મધ્ય હિંદમાં જતે હતા. શહેરમાં જોવા લાયક એક તળાવ અને એક મહેરાબ ચાલુકય સમયનાં છે. (૧૦૦૦–૧૩૦૦) તળાવને માટે કહેવાય છે કે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) એ રાજાને એક બુટ્ટો ભીમ નામને ભાટ બહુ રંગ ભર્યો મધુમતી-વાત્રકમાં નહાવા આવે છે, તે કાંઠા ઉપર અહીં તહી ફરતો હતો તેવામાં એક પાણીથી ભરેલા ખાબોચીઆમાં તેને પગ ખસ્યો ને તે ઉંડા પાણીમાં પડે. પણ સખત મહેનત કરી તરીને જ્યારે કાંઠે આવ્યા ત્યારે તે જુવાન અને જબરો થયો હતો. એ વાત રાજાએ જાણું ત્યારે તેણે વિષ્ણુનું ત્યાં દહેરૂં બંધાવ્યું. એક કુંડની દક્ષિણે જમીનની અંદર મહાદેવનું દહેરે છે, પણ તેની હજી ખરેખરી શોધ થઈ નથી. વળી એક સારી મજીદ અને કબર એની નિશાની છે. નવા મકાનોમાં (કંસાર વાડાને ચકલે ઢાકવાડીની ખડકીમાં) એક જૈન દહેવું છે તે કેટલાક વર્ષ ઉપર દોઢ લાખને ખરચે બંધાવેલું છે. અંદરની જગ્યાએ આરસના થાંભલા છે. ને કેટલીક જગામાં ઘણું જ સારી ફરસબંધી છે. એક ખૂણામાં ભોયરાના ઓરડામાં કાળા પત્થરની (શ્રી પાર્શ્વનાથની) મુર્તિ છે. બૉમ્બે ગેઝીટીઅરમાં તે વર્ણન નીચે પ્રમાણે છે. જેની નકલ કરી આ સાથે સામેલ કરી છે જે જેયાથી ખાત્રી થશે. GAZETTEER OF THE BOMBAY PRESIDENCY 1879 Volume III Pages 171,173 Kaira and Panchmahals. Kapadwanj North Lat. 23.1. East Long. 73.7: Of modern buildings, that of most note, is a Jain place of worship. This temple built about twentyfive years ago, at a cost of £15,000 (1,50,000) is raised on a ten feet high stone plinth. The interior is richly ornamented with marble pillars and a marble pavement inlaid with much delicacy and taste. At one corner is a plain underground chamber with a black stone image. Under Government orders, Bombay, Printed at the Government Central Press. વાહોરવાડમાં પાંચ મકાન છે તેમાં એક મજીદ ઘણી દેખાવડી છે. ને ઘણાંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે. મામલતદારનું થાણું, પોલીસ ઑફિસ, સબજાજની કૉટ, પિસ્ટ-ઑફિસ, ડીસ્પેન્સરી એ કપડવંજમાં છે. પુર્વ દરવાજે એક ધર્મશાળા છે તે એક ધનવાન વેપારીની વિધવા એ (શેઠાણું માણેકબાઈએ) લાખ રૂપિઆ ખર્ચાને બંધાવી છે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390