Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 321
________________ ૨૧૭૦ થઈ રહેલું છે. લેણદેણને ધંધે કે જે આપણી જ્ઞાતિને મુખ્ય ધંધે છે તેના ઉપર રૂણ-રાહત ધારાથી ઘણી ખરાબ અસર થઈ છે અને તે ધંધે છેડા વખતમાં નાબુદ પણ થઈ જશે. કાપડના ધંધા પર પણ કન્ટ્રોલે અને કવીટ સીસ્ટમને લીધે ઘણી ખરાબ અસર થએલી છે, જે પણ આપણી જ્ઞાતિને એક મુખ્ય ધંધા હાઈ આપણી જ્ઞાતિને ખાસ સહન કરવું પડયું છે. ટૂંકમાં દરેક ધંધામાં (elimination of middlemen ) વચલા ધંધાદારીને લય કરવાની પરીસ્થિતિ વધતી જાય છે અને તેમાં આજે નહિ તે ચેડા વર્ષોમાં સરકારી મંડળીઓ પણ મોટો ભાગ ભજવશે. આપણી જ્ઞાતિને ધંધે ખાસ કરીને વચલાધંધાદારી(middlemen) નો છે અને જો આપણે વખતસર ચેતીશું નહિ તે ખરાબ પરિસ્થિતિમાં આવી પડીશું. જો કે લડાઈને અંગે બદલાયેલી પરિસ્થિતિ, લડાઈ પુરી થયા બાદ થોડા વખતમાં, અમુક બાબતમાં પહેલાંના જેવી થશે પણ સરવાળે જઈશું કે આપણે લડાઈ પહેલાની જેએલી દુનિયાં તેના તેજ રવરૂપમાં પાછી જેવાના નથી; અને જે બદલાયેલા સ્વરૂપમાં તે આવશે તેનું બુદ્ધિપુર્વકનું મુલ્યાંકન તથા કલ્પના અત્યારથી જ કરી લઈ, આપણે બે જળવાઇ રહે અને તે માટે સામાજીક ને આર્થિક રીતે આપણે વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકીએ તે રીતે આપણે આપણી રહેણી કરણી-સામાજીક બંધારણ-વર્તન-વેપાર અને વિચાર શ્રેણીમાં ફેરફાર કરવા આવશ્યક છે આપણા જ્ઞાતિબંધુઓ પિતે જે જે ધંધારોજગારમાં રિકાએલા છે તેમણે પલટાતા સંજોગે પિછાણી, તે તે ધંધારોજગારમાં ફેરફાર કરવા જોઈએ અને નવા ધંધાએ અને ઉદ્યોગને સાથ શોધ જોઈએ. આ રીતે જ આપણે આપણું સ્થાન ટકાવી શકીશું અને પ્રગતિ સાધી શકીશું. આ દિશામાં તાત્કાલિક પ્રયત્નશીલ થવાની આવશ્યકતા ઉપર જેટલો ભાર મુકીએ તેટલે ઓછો છે. વધારામાં આજના પલટાતા વાતાવરણ માટે કોઈ પણ સંસ્થા અગર વ્યકિત, પક્ષ કે વર્ગને જ આપવો વ્યાજબી નથી. જગતમાં હાલ ચાલતા દેખીતા શાંત પણ અમુક અંશે થતા ક્રાંતિકારી યુગમાં આપણે રહીએ છીએ. અને હાલના ફેરફારો અને ઘર્ષણ એ નવી આવતી સંસ્કૃતિના પ્રતિક સમાન છે. તે ક્રાંતિમાંથી આપણે અને આપણા સમાજે તેને અનુરૂપ થઈ સફળતાથી પાર ઉતરવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે તેજ રીતે આપણામાં રહેલી નૈસર્ગિક શક્તિઓને આપણે બરાબર ઉપયોગ કરીશું તો આપણે આપણું સ્થાન સાચવી રાખીશું અને પ્રગતિ સાધી શકીશું. ખરી જરૂર માત્ર આપણી વિચારશ્રેણી બદલવાની છે. આપણી આ કંઈ રાજકીય કે સામાન્ય રીતે સમજીએ છીએ તેવી આર્થિક પરિષદ નથી અને તેથી આ બાબતમાં વધારે વિવેચન અસ્થાને છે પણ પલટાતા સંજોગેની ભુમિકા સમજવા માટે ઉપરની વાતનો ઉલ્લેખ કરે છે. આપણી સ્થિતિ ટકાવવા માટે અને આપણી આર્થિક અને સામાજીક પ્રગતિ સાધવા માટે અતિશય અગત્યની ચીજ આપણી આખી કોમનું સંગઠન યાને એક્તાની છે. જે સાધ્યા સિવાય આપણી પ્રગતિ અશકય છે. આપણા માહેમાંયના ભેદભાવ ભુલી ગયા સિવાય આપણે છુટક નથી. “આપણો પક્ષ” કે “આપણું ગામ” એ શબ્દ હવે ભુલી જવાના છે-કાયમના માટે હવે ભુલી જવાના છે. જ્યારે વાહન વ્યવહારથી દુનિયા ટુંકી થતી જાય છે ત્યારે દુરદુરનાં આંદેલને આપણું ઉપર અસર કર્યા વગર રહેશે નહિ પછી ભલે આપણી ઇચ્છા હોય કે ના હોય. આપણા વડવાઓ પિતાને છેલ્લે કે પ્રાંતની વાત કરતા હતા. હાલ આપણે આપણા દેશની વાત કરીએ છીએ અને થોડા દિવસ-વખતમાં “ પણ એશીઆ ખંડ” તેવી વાત કરીશું. આવા જમાનામાં “મારો કે મારો પક્ષ કે ગામ” તેવી સંકુચિત મનોદશા રાખવી તે માત્ર નુક્સાનકર્તા નહિ પણ અધઃપતનની નિશાની છે. આપણી પ્રથમ જરૂરીઆત વિશાળમાનસ“broad mindedness” કેળવવાની છે. જેની સાથે સાથે રચનાત્મક દૃષ્ટિબિંદુ પણ કેળવાશે. આને માટે આપણી જ્ઞાતિમાં કેળવણીની ખાસ જરૂર છે. બીજી કમેના પ્રમાણમાં આપણી કામની કેળવણી ઓછી છે. વેપારી બુદ્ધિ તે આપણને વારસામાં મળી છે તે બુદ્ધિને જો આધુનિક કેળવણી

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390