Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 820
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યક્તિઓને પરિચય ૮૧૫ પરિશિષ્ટ ઓરિસ્સા-Orissa મધ્યપ્રદેશ-Madhya Pradesh મણિપુર–Manipur આંધ્રપ્રદેશ-Andhra Pradesh ત્રિપુરા-Tripura તામિલનાડુ–Tamilnadu હિમાચલ પ્રદેશ-Himachal Pradesh મૈસુર-Mysore મેધાલય–Meghalaya કેરળ-Kerala કેન્દ્રશાસિત પ્રદેશે દિલ્હી-Delhi ચંદીગઢ-Chandigarh દીવ, દમણ અને ગાવા-Dis, Daman & Goa દાદરા-નગરહવેલી-Dadra-Nagar Haveli પોંડીચેરી-Pondicherry આંદામાન અને નિકોબાર-Andaman & Nikobar લક્ષદીવ છે. ટાપુઓ-Laccadive and some other islands. ૧૪. કેટલીક પૌરાણિક વ્યક્તિઓને પરિચય અગત્ય : વેદકાલીન એક મહાન ઋષિ. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દાન દરિયામાં છુપાયા ત્યારે અગત્ય ઋષિ આખા દરિયે પી ગયા હતા. એવી એક કથા છે. અજ : શ્રીરામના પિતામહ. દશરથ રાજાના પિતા. અત્રિ: સપ્તર્ષિમાંના એક ઋષિ. તેમના નેત્રમાંથી ચંદ્ર નિર્માયો હોવાની કથા છે. અનસૂયા : અત્રિમુનિની પત્ની. દત્તાત્રેય અને દુર્વાસાની માતા. અનિરુદ્ધઃ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને પુત્ર અભિમન્ય : અર્જુન અને સુભદ્રાને પુત્ર. તેણે મહાભારત યુદ્ધના તેરમા દિવસે કરન ચક્રટ્યૂહ * એકલે હાથે ભેદેલો. છેલ્લે કોઠે છે કૌરવોએ સાથે મળીને તેને વધ કર્યો હતો. અરુધિતી : સપ્તર્ષિમાંના વસિષ્ઠ મુનિની પત્ની. તે અખંડ દામ્પત્યના આદર્શરૂપ ગણાય છે. અજુ ન : પાંચ પાંડવોમાં ત્રીજો ભાઈ. અવસ્થામાં : કોણ ગુરુ અને કૃપીને પુત્ર. તે પાંડવોને કટ્ટો દુશ્મન હતો. અશ્વિનીકુમાર : સૂર્યને અશ્વિનીથી થયેલા જોડિયા પુત્રો. તે દેવોના વૈદ્ય તરીકે ઓળખાય છે. અહલ્યા : ગૌતમ ઋષિની પત્ની તે ઇન્દ્રના છળથી શિયળ ભંગ થતાં પોતાના પતિના શાપથી શિલા બની ગયેલી. ભગવાન રામના પાદરથી તે ફરી શિલામાંથી સ્ત્રી બની હતી. ઇક્વાકુ : સૂર્યવંશને પ્રથમ રાજા. ઈદુમતી : અજની પત્ની અને દશરથની માતા. ઉર્વશી : નારાયણ નામના ઋષિએ પિતાના ઉરુ (સાથળ)માંથી પેદા કરેલી અતિ સ્વરૂપવાન સ્ત્રી. તે પુરૂરવાને પરણી હતી. ઉલૂપી : પાતાળલોકના સર્પરાજ કાવ્યની પુત્રી. તે અર્જુનને પરણી હતી અને અર્જુનથી તેને ઇરાવત નામને પુત્ર થયો હતો. ઊર્મિલા : જનક રાજાની પુત્રી અને લક્ષ્મણની પત્ની. કંસ : મથુરાને રાજા. શ્રીકૃષ્ણની માતા દેવકી કંસના કાકાની દીકરી હતી. એ રીતે કંસ શ્રીકૃષ્ણનો મામા થતો હતો. કચ : દેવોના ગુરુ બહસ્પતિને પુત્ર. તે અપાર કષ્ટ સહન કરીને શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખ્યો હતો. કવ બષિ : શકુંતલાના પાલક પિતા. કપિલ મુનિ : સાંખ્યશાસ્ત્રના રચયિતા. કર્ણ : કુંતીને સૂર્ય મંત્રથી કુમારિકા અવસ્થામાં થયેલો પુત્ર. દુર્યોધને તેને અંગ દેશને ૨ાજા બનાવ્યા હતા. તે દાનેશ્વરી તરીકે પ્રસિદ્ધ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 818 819 820 821 822