Book Title: Virchandr R Gandhi Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ 146 સમકાલીન જૈન વિભૂત્તિ બંધ કરાવવા કલકત્તા પહોંચ્યા. તેઓ ત્યાં છ મહિના રોકાયા, બંગાળી શીખ્યા અને કારખાનાં વિરુદ્ધ કેસ તૈયાર કર્યો અને ચુકાદો મેળવ્યો. “સમેતશિખર એ જૈનોનું પવિત્ર યાત્રાનું સ્થળ છે અને ત્યાં કોઈની કોઈ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરી ન શકાય” અંતે કારખાનું બંધ કરાવ્યું. વીરચંદ ગાંઘી ખૂબ નાની ઉંમરે તેઓ સામાજિક સુધારક બન્યા. ૨૨ વર્ષની નાની ઉંમરે એમણે સમાજના દૂષણો દૂર કરતો લાંબો લેખ લખ્યો અને ખોટ રિવાજો સામે સતત લડતા રહ્યા. કેટલાક રિવાજોને તો સંપૂર્ણપણે નાબૂદ કર્યાં. ઈ. સ. ૧૮૯૩ માં વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા અમેરિકા સ્વામી વિવેકાનંદ સાથે ગયા. ધર્મ પરિષદ પત્યા પછી પણ તેઓ અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યા અને શિકાગો, બોસ્ટન, ન્યુયોર્ક, વોશિંગ્ટન જેવા શહેરોમાં ભાષણો આપ્યા. તેમણે ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને યુરોપના બીજા દેશોની મુલાકાત પણ લીધી. પરદેશમાં તેઓ લાંબો ઝભ્ભો પહેરતા. ખભા પર સફેદ શાલ નાંખતા, સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી અને દેશી બૂટ પહેરતા. આ પહેરવેશમાં તેમની ભારતીયતાની છાપ ઉપસી આવતી હતી. તેમણે જૈનધર્મ, યોગ, ભારતીય તત્ત્વજ્ઞાનની શાખાઓ, ભારતીય સંસ્કૃતિ, તંત્રવિદ્યા તથા આધ્યાત્મિકતાના વિષયો પર લગભગ ૫૩૫ થી વધુ ધાર્મિક પ્રવચનો આપ્યાં. લંડનની કોર્ટે તેમને બેરિસ્ટરની ડીગ્રી આપી પણ પૈસા કમાવવા માટે તેમણે ક્યારેય તેનો ઉપયોગ ન કર્યો. જૈન થા સંગ્રહPage Navigation
1 2 3 4