Page #1
--------------------------------------------------------------------------
________________
વીરચંદ આર. ગાંધી
3. શ્રી વીરચંદ આ૨. ગાંધી
જીવન અને કવન
(ઓગસ્ટ ૨૫,૧૮૬૪ થી ઓગસ્ટ ૭, ૧૯૦૧)
સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩ નો એ યાદગાર દિવસ હતો. શિકાગોના કલા સંસ્થાનો (આર્ટ ઇસ્ટીટ્યુટ ઓફ શિકાગો) કોલંબસ હોલ જુદા જુદા દેશ અને ધર્મના લગભગ 3000 પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલો હતો. જગતના ધર્મોની પરિષદનો એ ઉદ્ધાટનનો દિવસ હતો. માનવ ઇતિહાસમાં આવી પરિષદ આ પ્રથમ વખત જ ભરાઈ હતી. આ પરિષદનો હેતુ જગતના જુદા જુદા ધર્મોનું જ્ઞાન ફેલાવવાનો અને અનુયાયીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવી જગતની શાંતિ કાયમ રાખવાનો હતો. આ પરિષદ ૧૭ દિવસ ચાલી હતી.
આ બધામાં તેમના ભારતીય પોષાક અને પાઘડી પહેરેલા બે જુવાન માણસો ખાસ આકર્ષણનું કેંદ્ર હતા. તેમાંથી એક જગ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ જેઓએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બીજા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેઓએ જૈનધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે યુ. એસ. એ. ની પરિષદ દરમિયાન ધર્મસભામાં પોતાના વક્તવ્ય અને વ્યક્તિત્વથી સહુને પ્રભાવિત કર્યા અને તેથી તેમને યુ. એસ. એ. માં વધુ રોકાઈને જુદા જુદા શહેરોમાં ભાષણ યોજવા જણાવ્યું. ત્યાં હાજર રહેલા સભાસદો ૨૯ વર્ષના યુવાન શ્રી વીરચંદ ગાંધીના વક્તવ્યથી જ પ્રભાવિત થયા એટલું જ નહિ પણ તેમના જ્ઞાનથી પણ પ્રભાવિત થયા. જૈનધર્મનો સમગ્ર દૃષ્ટિકોણ અને તે રજૂ કરવાની વાકછટાથી સભાસદો ચકિત થઈ ગયા. અમેરિકન છાપામાં છપાયું કે “પૂર્વીય તમામ વિદ્વાનોમાં જૈનધર્મની શ્રદ્ધા અને રીતરસમ અંગેના આ યુવાનનું ભાષણ ખૂબ જ રસ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યું.”
શ્રી વીરચંદ ગાંધી ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ માં ગુજરાતમાં ભાવનગરની નજીક આવેલા મહુવામાં જન્મ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યા બાદ તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. તેમણે બી. એ. ઓનર્સની ડીગ્રી મુંબઈ યુનિ. માંથી ઈ.સ. ૧૮૮૪ માં મેળવી. સમગ્ર જૈન સમાજમાં તેઓ પ્રથમ જ ગ્રેજયુએટ હતા. તેઓ બૌદ્ધધર્મ, વેદાંત, તત્ત્વજ્ઞાન, યોગ, ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર હતા. તેમણે ઘણાં બધાં ધર્મના તત્ત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેને લીધે જુદા જુદા વિષયો પર ખૂબ જ પ્રભુત્વ અને વિશ્વાસથી ભાષણ આપી શકતા. તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, ફ્રેંચ જેવી ચૌદ ભાષાનો અભ્યાસ કર્યો હતો.
ઈ. સ. ૧૮૮૫ માં ૨૧ વર્ષની ઉંમરે શ્રી વીરચંદ આર. ગાંધી સર્વ પ્રથમ જૈન ધર્મસભાના માનદ્ મંત્રી બન્યા. મંત્રી તરીકે તેઓએ પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાતમાં આવેલા પાલીતાણા પાસેના શત્રુંજય પર્વત પર લેવામાં આવતા યાત્રાળુ વેરાને નાબૂદ કરાવ્યો. એ દિવસોમાં શાસનકર્તા સામે વિરોધ નોંધાવવો એ આકરી સજાને પાત્ર અથવા મૃત્યુને આમંત્રણ આપવા સમાન ગણાતું. તેમણે સમાધાન માટે શરતો નક્કી કરી. તે સમયના મુંબઈ રાજયના ગવર્નર લોર્ડ રે તથા સરકારી અધિકારી વોટસન સાથે નક્કર દલીલો દ્વારા યાત્રાળુઓ તથા ધાર્મિક સ્થળની સુરક્ષા પેટે વાર્ષિક ચોક્કસ રકમ રૂ૧૫000 ના બદલામાં માથાદીઠ વેરો તેમણે માફ કરાવ્યો.
ઈ. સ. ૧૮૯૧ માં બોડમ નામના એક અંગ્રેજે ભારતના બિહાર રાજ્યમાં આવેલા કલકત્તા નજીકના પવિત્ર તીર્થધામ સમેતશિખર પર્વત પર ડક્કરને મારીને તેમાંથી ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. શ્રી વીરચંદ ગાંધી પવિત્ર યાત્રાના સ્થળ પરના કારખાનાને
જૈન કથા સંગ્રહ
( 145
Page #2
--------------------------------------------------------------------------
________________
146
સમકાલીન જૈન વિભૂત્તિ
બંધ કરાવવા કલકત્તા પહોંચ્યા. તેઓ ત્યાં છ મહિના રોકાયા, બંગાળી શીખ્યા અને કારખાનાં વિરુદ્ધ કેસ તૈયાર કર્યો અને ચુકાદો મેળવ્યો. “સમેતશિખર એ જૈનોનું પવિત્ર યાત્રાનું સ્થળ છે અને ત્યાં કોઈની કોઈ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરી ન શકાય” અંતે કારખાનું બંધ કરાવ્યું.
વીરચંદ ગાંઘી
ખૂબ નાની ઉંમરે તેઓ સામાજિક સુધારક બન્યા. ૨૨ વર્ષની નાની ઉંમરે એમણે સમાજના દૂષણો દૂર કરતો લાંબો લેખ લખ્યો અને ખોટ રિવાજો સામે સતત લડતા રહ્યા. કેટલાક રિવાજોને તો સંપૂર્ણપણે નાબૂદ કર્યાં.
ઈ. સ. ૧૮૯૩ માં વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા અમેરિકા સ્વામી વિવેકાનંદ સાથે ગયા. ધર્મ પરિષદ પત્યા પછી પણ તેઓ અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યા અને શિકાગો, બોસ્ટન, ન્યુયોર્ક, વોશિંગ્ટન જેવા શહેરોમાં ભાષણો આપ્યા. તેમણે ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને યુરોપના બીજા દેશોની મુલાકાત પણ લીધી. પરદેશમાં તેઓ લાંબો ઝભ્ભો પહેરતા. ખભા પર સફેદ શાલ નાંખતા, સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી અને દેશી બૂટ પહેરતા. આ પહેરવેશમાં તેમની ભારતીયતાની છાપ ઉપસી આવતી હતી. તેમણે જૈનધર્મ, યોગ, ભારતીય તત્ત્વજ્ઞાનની શાખાઓ, ભારતીય સંસ્કૃતિ, તંત્રવિદ્યા તથા આધ્યાત્મિકતાના વિષયો પર લગભગ ૫૩૫ થી વધુ ધાર્મિક પ્રવચનો આપ્યાં. લંડનની કોર્ટે તેમને બેરિસ્ટરની ડીગ્રી આપી પણ પૈસા કમાવવા માટે તેમણે ક્યારેય તેનો ઉપયોગ ન કર્યો.
જૈન થા સંગ્રહ
Page #3
--------------------------------------------------------------------------
________________
વીચંદ આર. ગાંધી
શ્રી વીરચંદ ગાંધી જૈનધર્મના સિદ્ધાંતોને એવી સરસ અને સરળ રીતે સમજાવતા કે ત્યાંના છાપાંવાળાંઓ તેમના ભાષણને સંપૂર્ણપણે છાપતા. જૈનધર્મના અઘરામાં અઘરા પારિભાષિક શબ્દો તેઓ ખૂબ જ સરળ રીતે સમજાવતા. તેમની પાસે પોતાની વાતને સુસંગત અને તાર્કિક રીતે સમજાવવાની આગવી શક્તિ હતી જેથી પરિષદમાં જૈનધર્મના સિદ્ધાંતોને ટૂંકમાં છતાં સ્પષ્ટ રીતે રજૂ કરતા. તેમણે જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, જૈનધર્મની જીવન જીવવાની રીત તથા જૈનધર્મના સિદ્ધાંતોને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યા.
શ્રી વીરચંદ ગાંધીના જૈનધર્મના ભાષણોની આગવી ઢબ હતી કે તેઓ બીજા કોઈ ધર્મની ટીકા કરતા નહિ. સાંપ્રદાયિકતાના ગમા-અણગમાથી પર રહીને પોતાના વિચારોને બિન પક્ષપાતી રીતે વ્યક્ત કરવાથી તેઓ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ આચરનાર એક આદર્શ જૈનની પ્રતિભા પ્રગટ કરતા હતા. જૈનધર્મની પ્રમાણભૂત અને બૌદ્ધિક ધાર્મિક પરંપરાઓને તેઓ જાગ્રત અમેરિકનો આગળ રજૂ કરતા અને તેની પ્રતિતી તેઓ પોતાના વક્તવ્યોમાં ઉત્તમ રીતે કરાવતા. તેમના ભાષણો શહેરના આગળ પડતા છાપાઓમાં ખાસ જગ્યા શોભાવતા.
શ્રી વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહાન પથદર્શક હતા. જૈનધર્મના પ્રકાંડ પંડિત હતા. ધર્મ પરિષદમાં એમણે આપેલા ભાષણોમાં ભારતની સંસ્કૃતિનો સાચો પડઘો જોવા મળતો. અમેરિકામાં એવી છાપ હતી કે ભારત તો વાઘ, સાપ, જાદુગરો તથા રાજાઓનો દેશ છે. ખ્રિસ્તી પાદરીઓએ પણ ભારતનું બેહૂદું ચિત્ર લોકો સમક્ષ દોર્યું હતું. શ્રી વીરચંદ ગાંધી અને સ્વામી વિવેકાનંદે પરદેશમાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરવાના પ્રયાસો કર્યા. પરદેશીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપતા કહ્યું કે, “પરદેશીઓએ વારંવાર ભારત પર હુમલા કર્યા છે. છતાં તેનો સામનો કરતાં ભારતની પ્રજાનો આત્મા જીવંત અને સાવધાન છે. તેની વર્તણૂંક અને ધર્મ સલામત છે. આખી દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠી છે એ આશ્ચર્યજનક સત્ય છે.”
શ્રી વીરચંદ ગાંધી હઠાગ્રહી વ્યક્તિ ન હતા. તેઓ જૈન તરીકે ભાષણ આપતા પણ પરિષદમાં વિદેશીઓના પ્રહારથી હિંદુ ધર્મનો બચાવ કરતા કારણ તેઓ જૈન કરતાં પ્રથમ ભારતીય હતા. તેમણે અમેરિકા અને બીજા દેશોમાં ક્લબ, સાહિત્યિક અને ધાર્મિક મંડળો, તત્ત્વજ્ઞાનની શાળાઓ અને આધ્યાત્મિક સંગઠનો દ્વારા શ્રેષ્ઠ કદરદાની અને પ્રેમાળ આવકાર પ્રાપ્ત કર્યો. પોતાના ભાષણોમાં પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓનું જ્ઞાન આપ્યું.
ભારતની આઝાદીના પાંચ દાયકા પહેલાં વીરચંદ ગાંધીને ભવિષ્યદર્શન થયેલું. તેમણે તેમના એક ભાષણમાં કહ્યું હતું, “મારા ભાઈઓ અને બહેનો તમે જાણો છો કે આપણું રાષ્ટ્ર સ્વતંત્ર નથી આપણે મહાન રાણી વિક્ટોરીયાના તાબા હેઠળ છીએ. પણ આપણી પોતાની જ સરકાર અને પોતાના જ શાસનકર્તા હોય તો આપણે આપણા કાયદા અને સંસ્થાઓનો મુક્ત અને સ્વતંત્રપણે વહીવટ કરી શકીએ. તો હું ખાત્રી આપું છું કે આપણે જગતના તમામ રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધો સ્થાપી શકીએ.”
વીરચંદ ગાંધી માત્ર તત્ત્વજ્ઞાની વિચારક જ ન હતા પણ દિલથી રાષ્ટ્રના હિતચિંતક પણ હતા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ઈ. સ. ૧૮૯૬ માં ભારતમાં દુકાળ પડ્યો હતો. તે સમયે રૂ. ચાલીસ હજારનું અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યું હતું.
અમેરિકામાં વીરચંદ ગાંધીએ જુદા જુદા મંડળો શરૂ કર્યા હતા.
(૧) શ્રી ગાંધી તત્ત્વજ્ઞાન મંડળ.
(ર) પર્વાત્ય તત્ત્વજ્ઞાન શાળા.
(૩) ભારતીય સ્ત્રીઓનું શિક્ષણ મંડળ.
જૈન કથા સંગ્રહ
( 147
Page #4
--------------------------------------------------------------------------
________________ સમકાલીન જૈન વિભૂતિ મિ. હાવર્ડ આ સંસ્થાઓના મંત્રી હતા જેઓ શુદ્ધ શાકાહારી હતા. રોજ સામાયિક કરતા અને જૈન ધર્મના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરતા. તેમણે ઇંગ્લેંડમાં જૈન સાહિત્ય મંડળની શરૂઆત કરી અને જૈનધર્મ શીખવ્યો. મિ. હાર્બર્ટ વોરન નામના ઉત્સાહી ધર્મ પ્રચારકે શુદ્ધ શાકાહારને અપનાવ્યો અને જૈનધર્મ સ્વીકાર્યો. એમણે વીરચંદ ગાંધીના ભાષણોનો સારાંશ કાઢી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કર્યા જે 'હર્બર્ટ વોરનનો જૈનધર્મ’ નામથી પ્રસિદ્ધ થયો. તેઓ જ્યારે ઇંગ્લેંડમાં હતા ત્યારે એકાએક એમની તબીયત બગડી. તેઓ ભારત પાછા ફર્યા. ઓગસ્ટ 7, 1901 માં 37 વર્ષની નાની ઉંમરે મુંબઈમાં વીરચંદ ગાંધીનું અવસાન થયું. પશ્ચિમના દેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર તેમણે ઉત્તમ પ્રકારે કર્યો. તેઓ તેજસ્વી, સંપૂર્ણ આશાવાન, ધર્મ અને સમાજની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવનાર હતા. તેમનું નામ ભારતીય સંસ્કૃતિ અને જૈનધર્મના પ્રબળ પ્રચારક તરીકે સદાય અમર રહેશે. વીરચંદ ગાંધીનું સાહિત્ય | | | | | | પાના | 375 | | 221 પ્રકાશનનું વર્ષ 1907 1913 1912/1993 | 1970/1993 1963 1993 1886 ભાષા અંગ્રેજી અંગ્રેજી | અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી 188 ' શીર્ષક જૈિન તત્ત્વજ્ઞાન કર્મનું તત્ત્વજ્ઞાન યોગનું તત્ત્વજ્ઞાન ભારતીય દર્શનો વી.આર.ગાંધીના ચૂંટેલા પ્રવચનો જૈનધર્મ અને તત્ત્વજ્ઞાન નિબંધ - ૨ડવા કૂટવાની હાનિકારક ચાલ ધ્યાન - 12 ભાષણ જીસસ ક્રાઇસ્ટની અજ્ઞાત જિંદગી સવીર્ય ધ્યાન હર્બર્ટ વોરનનો જૈનધર્મ | | | | | | | | 264 | | | 1916 1894 1902/1989 | 1961/1983 | | | | અંગ્રેજી અંગ્રેજી ગુજરાતી અંગ્રેજી | | | | 64 128 158 164 148 જૈન કથા સંગ્રહ