Book Title: Vinayvijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંતો લધુપ્રક્રિયાની રચના. વિ. સં. ૧૭૧૩માં વિજયપ્રભસૂરિ પર્યત પટ્ટાવલી સક્ઝાય. વિ. સં. ૧૭૧૬માં સુરતમાં ધર્મના વિજ્ઞપ્તિરૂપ ઉપમિતિભવ–પ્રપંચ સ્તવન. વિ. સં. ૧૭૨૩માં ગંધારમાં શાંતસુધારસ ભાવના પ્રબંધ (સં. ગેય દેશીઓમાં, મધુર સંગીતમાં ઉતારેલ ઉચ્ચ જેન સેળ ભાવનાઓ). વિ. સં. ૧૭૨૬માં મહામહોપાધ્યાય યશવિજયે રચેલ ધર્મપરીક્ષા ગ્રંથનું સંશોધન, વિ. સં. ૧૭૨૮માં રદેશમાં રાજુલ–નેમિ-સંદેશ ( બારમાસ). વિ. સં. ૧૭ર૯માં સંદેશ્માં વિજયાદશમીએ પુણયપ્રકાશ (આરાધના) સ્તવન. વિ. સં. ૧૭૩૧માં ગધારમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર. વિ. સં. ૧૭૩૨માં પંચકારણ (પંચસમવાય) સ્તવન, સ્યાદ્વાદ સૂચક મહાવીર સ્તવન. વિ. સં. ૧૭૩૬માં વિજયરત્નસૂરિના અધિકારમાં ગુણસ્થાપક સ્વરૂપ (વીર) સ્તવન. વિ. સં. ૧૭૩૭માં વિજયાદશમીએ રતલામમાં હેમપ્રકાશ ( હેમપ્રક્રિયા વિવરણ) વિરતૃત વ્યાકરણગ્રંથ. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ભગવતીસૂત્ર-સબ્બાય. વિ. સં.. ૧૭૩૮માં રાંદેરમાં શ્રીપાલ રાસ. ( 750 ગાથાપર્યત અપૂર્ણ મૂકી કાળધર્મ પામતા બાકીને ભાગ તેમના વચનથી સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ ઉપરાંત, તેમણે આદિનાથનવિનંતિ, ઉપધાન સ્તવન, ષડાવશ્યકતવન, પચકખાણની સક્ઝાય, આયંબિલની સન્માય, વિનયવિલાસ (સુંદર 37 પદોને સંગ્રહ), વીસી, વીસી (24 જિનનાં 24 સ્તવન), અધ્યાત્મગીતા, શાશ્વતજિનભાષ, અહંન્નમસ્કારસ્તોત્ર, હૈમલધુપ્રક્રિયા પર પણ ટીકા 34000 કલેકપ્રમાણ, ભાવવિજ્યગણિ કૃત ત્રિશજજલ્પ સંક્ષેપ તરીકે ષત્રિશતજ૫ સંસ્કૃત ગદ્યમાં રચેલ છે. ધનતેરશે પ્રભાસપાટણથી ગુજરાતની રાજધાની પાટણમાં ચોમાસું રહેલા પૂજ્ય વિજ્યદેવસૂરિ તરફ પૂર્વાર્ધ પ્રાકૃત અને ઉત્તરાર્ધ સંસ્કૃત પઘવાળું છટાદાર વિશિષ્ટ નિવેદનવાળું પર્યુષણ પર્વ-વિજ્ઞપ્તિક્ષેત્ર રચી મોકલ્યું હતું. તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિધાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભા શાળી નામાંકિત વિદ્વાન હતા. વિ. સં. ૧૭૬૦ના જેઠ સુદ ૬ના વિજયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજયના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી એશવાલાતીય, વૃદ્ધશાયિ અને કુહાડગોત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાહાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, અષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું. અને વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી વિજયહીરસૂરિ શિષ્ય મહિ૦ કીતિવિજ્યજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખાના) (“ઐતિહાસિક લેખસંગ્રહ' પૃ. 432 થી 436. “જેન સાહિત્યને ઇતિહાસ” પૃ. 648 અને “જૈન ગૂર્જર કવિઓ' ભા. 2, પૃ. 4 થી 19 માંથી સંકલન) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2